I Hate You - Can never tell - 29 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-29

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-29

આઇ હેટ યુ
પ્રકરણ-29
નંદીનીનાં ઘરે બીજે દિવસે સવારે ડોક્ટરને ત્યાંથી માણસ આવીને એનાં પાપાનાં બ્લડ યુરીનનાં સેમ્પલ લઇ ગયો. અને નંદીની અને એની મંમીએ આખી રાત જાગતા પસાર કરેલી પણ અચાનક એનાં પાપાની તબીયતમાં જાણે સુધાર આવેલો. ડોક્ટરની દવા ઇન્જેક્શન કે નંદીનીનાં હકારનાં નિર્ણય થી.
નંદીનીની મંમીએ વરુણનાં પાપાને ફોન કરી દીધો અને એનાં પાપાની તબીયતનાં પણ સમાચાર આવ્યાં. વરુણનાં પાપાએ કહ્યું મને બધી ખબર છે. તમે ચિંતા ના કરો આમ પણ મિત્રની ખબર કાઢવા હું નથી આવી શક્યો મારી બદલી ભાવનગર થઇ ગઇ હતી કાલે હું આવી જઇશ અને સાંજે હું મારાં દીકરો અને એની મંમી આવી જઇશું. પછી રૂબરૂમાં વાત કરીશું હું અત્યારેજ અમાદવાદ આવવા નીકળી જઊં છું અને ઘરે ફોન કરી દઊં છું અને ફોન મૂકાયો.
નંદીનીની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ હતી એ પળ પળ રાજને યાદ કરી રહી હતી એનાં દીલમાં ઊંડે ઊંડે કંઇક ખૂંચી રહ્યું હતું ગીલ્ટ અનુભવતી હતી એક અપરાધ ભાવ એને કોરી ખાતો હતો એનું કશામાં ચિત્ત ચોંટલુ નહોતું.
એનાં પાપાએ એને બોલાવી અને ધીમા સ્વરે કહ્યું દીકરા મારી ઇચ્છાને માન આપી તેં નિર્ણય લીધો મને ખૂબ ગમ્યું છે. મને આવતીકાલનો ભરોસો નથી મારો જીવ તને પરણેલી જોવા તડપી રહ્યો છે મારી આ છેલ્લી જવાબદારી મને નીભાવી લેવા દે. મને તારાં મનની ખબર છે પણ એમાં શંકા છે ખબર નહી કેમ મને વિશ્વાસ નથી પડતો. પણ તું રાજી રહેશે દીકરા.
નંદીની સાંભળી રહી કંઇ બોલી અહીં અને ત્યાં માણસ આવ્યો અને બીજી દવાઓ આપી ગયો. નંદીનીએ કહ્યું ભાઇ ખૂબ ખૂબ આભાર પણ હવે દવા-રીપોર્ટ કંઇજ આપવા ના આવશો મને જરૂર પડશે હું ફોન કરી દઇશ. પેલો ભલે કહીને નીકળી ગયો.
નંદીનીને ખબરજ ના પડી કે એણે આમ કેમ કીધું. પણ પછી એણે માં ને કહ્યું માં હુ હમણાં આવું છું કહીને ઘરની બહાર નીકળી ગઇ. બહાર મોબાઇલનાં સીમકાર્ડની દુકાને ગઇ અને નવું સીમકાર્ડ નવો નંબર લઇ આવી.
નંદીનીએ ઘરે આવીને મંમીને કહ્યું માં મારો નવો મોબાઇલ નંબર આ છે. મેં મારો જૂનો નંબર બંધ કરી દીધો છે એમ કહી જૂના નંબરનું સીમ કાઢીને ફેકી દીધું. એમ કહીને જાણે એણેં હાંશ કરી હોય એવું લાગ્યું.
માં એ પૂછ્યું નંદીની કેમ આવું કર્યું ? તારો જૂનો નંબર બધા પાસે છે હવે તારો સંપર્ક કેવી રીતે કરશે ? માં એ બધા શબ્દ પર ભાર મૂકીને કહ્યું. નંદીનીએ કહ્યુ હવે બધુ ભૂતકાળ થઇ ગયું. બધો ભાર સીમ સાથે ગયો એમ કહીને રૂમમાં દોડી ગઇ રૂમમાં જઇને એ અરીસા સામે ઉભી રહી ગઇ અને સ્વગત બોલી આ નંદીનીનું નવું રૂપ છે. નંદીની બદલાઇ ગઇ છે. પહેલાની નંદીની મરી ગઇ છે. એની સાથે બધી યાદો અને સંબંધો ભૂલવાનાં છે એમ કહીને રડી પડી.
થોડીવાર એમજ બેડ પર પડી રહી. અને પાછી રાજ રાજનું સ્મરણ થઇ આવ્યું. એણે રાજને મનમાંથી હટાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સાવ નિષ્ફળ ગઇ....
સાંજ થઇ અને વરુણ એનાં પાપા મંમી સાથે ઘરે આવી ગયો. એનાં પાપા મંમીએ આવીને તરતજ નંદીનીનાં પાપાની તબીયત પૂછી. વરુણનાં પાપાની આંખમાં આંસુ આવી ગયાં બોલી પડ્યાં... દોસ્ત તે તારી આ શું દશા કરી છે ?
નંદીનીનાં પપ્પાએ ધીમા સ્વરે કહ્યું.. મારાં હાથમાં જ ક્યાં હતું. પ્રારબ્ધમાં જે લખ્યુ છે એજ થઇને રહ્યું મેં ખૂબ પ્રયત્ન કર્યા છે પણ નિષ્ફળ ગયો છું મિત્રતાનાં દાવે મેં તારી પાસે માંગુ નાંખુ છે મારી દીકરી...
તું કંઇ બોલીશ નહીં હું બધુ સમજુ છું આ મારો નાનો વરુણ... બંન્ને છોકરા એકબીજાને મળીલે પસંદ કરી લે પછી ઘડીયા લગ્ન લઇ લઇએ. વરુણની મંમીએ કહ્યું મને તો નંદીની ખૂબ પસંદ છે અમારી તો હા જ છે.
નંદીનીની મંમીએ કહ્યું છોકરાઓને મળી લેવા દો પછી નક્કી કરીએ. હું તમારાં માટે ચા નાસ્તો લાવું.
વરુણની મંમીએ કહ્યું અત્યારે આવું બધુ ના શોભે ઘરમાં મંદવાડ છે તમે રહેવા દો પછી ગોળની કાકરી ખાઇ લેશું. અને ચા નાસ્તા માટે ના પાડી. વરુણનાં પાપાએ કહ્યું વરુણ તું અને નંદીની વાત કરી લો પછી વાત કરીએ.
વરુણ અને નંદીની બંન્ને નંદીનીનાં રૂમમાં ગયાં. નંદીનીએ રૂમનો દરવાજો ખૂલ્લો રાખીને બાલ્કનીમાં જવા કહ્યું વરુણ આવ્યો ત્યારથી કંઇ બોલ્યોજ નહોતો. નંદીનીએ પહેલ કરવી પડી. નંદીનીએ કહ્યું મારાં પાપાની ખૂબજ ઇચ્છા હતી એમની ઈચ્છાને માન આપી મેં હા પાડી દીધી છે.
વરુણે કહ્યું.. તમે તો ખૂબ જ સુંદર છો અને સરસ ભણેલાં છો મને પાપાએ બધી વાત કરેલી પણ વાત પછી લંબાઇ ગયેલી મને એમ કે તમારી ઇચ્છા નહીં હોય.
નંદીનીએ કહ્યું મારે લગ્ન કરવાનાં છે મને ખબર છે. પણ હું એક વાતની ચોખવટ કરવા માંગુ છું મારે એક વ્રત છે અને એ વ્રતમાં હું તમારી સાથે બીજા કોઇ સંબંધ નહીં રાખુ મને સ્પર્શ પણ નહીં કરવાનો ભવિષ્યની વાત ભવિષ્ય જાણે પરંતુ આ વાત માન્ય હોય તોજ હું લગ્ન કરવા માંગુ છું મેં જોબ માટે એપ્લાય કરેલું છે અને જોબ મળે જોબ કરીશ. બાકીની બધીજ જવાબદારી ઉઠાવીશ પણ મારી આ શરત સમજો તો શરત છે માન્ય હોય તોજ આગળ વધીએ.
વરુણ થોડીવાર વિચારમાં પડી ગયો પછી એણે કહ્યું પણ તમારી ઇચ્છા તો છે ને ? બળજબરી નથી કોઇ અને તમારી શરત મને માન્ય છે તમારાં વ્રતની આડે નહીં આવું વ્રત પુરુ થાય ત્યારે તમેજ મને જણાવજો મારી હાં છે અને આ શરત સાથે લગ્ન કરવા તૈયાર છું.
નંદીનીએ કહ્યું ભલે તમને શરત માન્ય હોય તો હું લગ્ન કરવા તૈયાર છું એમ કહીને એણે વરુણને કહ્યું આપણે બહાર જઇએ એ લોકો રાહ જોઇ રહ્યાં છે.
વરુણે કહ્યું ભલે એમ કહીને બંન્ને જણાં બહાર આવ્યાં. વરુણની મંમીએ કહ્યું વાત થઇ પણ ગઇ ? વરુણે કહ્યું હાં થઇ ગઇ અને મારી હા છે.
વરુણની મંમીએ કહ્યું ભાભી હવે તો વેવાણ થયાં લાવો ગોળ મોઢું મીઠું કરાવો.
વરુણનાં પાપાને આનંદ થયો એમણે ખુશ થતાં કહ્યું મિત્ર હવે તો આપણે વેવાઇ થયાં. દીકરી દુઃખી નહીં થાય એની હું ખાત્રી આપું છું અને લગ્ન પછી નવા ફલેટમાં રહેવા પણ મોકલી દઇશ. મેં નવા ફલેટનાં પૈસા ભરી દીધા છે લગ્ન પછી તરતજ તેઓ ત્યાં રહેવા જશે. તને ખબર છે ને મારો મોટો મારાં ક્યામાં નથી મારાં જૂના ફલેટમાં એ રહે છે ફલેટતો ઘણો મોટો છે પણ સાથે નથી રાખવા....
દીકરી નંદીની અને વરુણ બંન્ને જણાં સાથે મળીને હપ્તા ભરશે ફલેટ કાલે લોનમાંથી મુક્ત થઇ જશે.
નંદીનીનાં પાપાએ હાથ હલાવી કહ્યું ભલે. નંદીનીનાં પાપાએ નંદીનીની મંમીને ઇશારો કર્યાં. નંદીનીની મંમીએ કહ્યું આ 2-3 દિવસમાંજ ઘડીયા લગ્ન તદન સાદાઇથી અહીં ઘરેજ લેવાઇ જાય એવું ઇચ્છીએ છીએ માત્ર કુટુંબીઓ અને પાડોશીની હાજરીમાં પ્રસંગ ઉકેલી નાંખી એ કારણકે એમની તબીયત....
વરુણનાં પાપાએ કહ્યું હું બધુ સમજુ છું અને નંદીની જેવી દીકરી વહુ તરીકે મારાં ઘરમાં આવશે એટલે લક્ષ્મીજ લક્ષ્મી છે. મને મંજૂર છે. એમ કહી બધાએ ગોળની કાંકરી ખાધી સંબંધ નક્કી થઇ ગયા.
એ લોકોનાં ગયાં પછી નંદીની ચૂપજ થઇ ગઇ. નંદીનીની મંમીએ કહ્યું નંદીની દીકરા... તે તારાં બાપની ઇચ્છા રાખી તારાં સ્વપ્ન રોળી નાંખ્યા પણ ઇશ્વર તને ખૂબ સુખી કરશે. પછી તેઓ ત્યાંથી જતાં રહ્યાં.
નંદીની એનાં પાપાની સામે જોઇ રહી એની આંખમાં આંસુ તગતગી રહેલાં. પાપાનાં ચહેરાં પર શાંતિ - સંતોષ અને આનંદ જોઇ રહી.
**********
રાજ આગળ કોઇ વાત પહોચી નથી એને કંઇ ખબર નથી એ નંદીનીને આપેલાં પ્રોમીસ પ્રમાણે મહેનત કરી ભણી રહ્યો છે. સાથે જોબ પણ કરે છે. મનમાં નંદીની છે અને નજર સામે અભ્યાસ છે. એક ટર્મ પુરી થવાની રાહ જોઇ રહ્યો છે.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-30


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Divya

Divya 8 months ago

Kinnari

Kinnari 9 months ago

Pooja shah

Pooja shah 9 months ago