Ascent Descent - 57 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 57

આરોહ અવરોહ - 57

પ્રકરણ - ૫૭

કર્તવ્ય એ શકીરાના આશિકના એનાં કોઠાના માલિકીના દસ્તાવેજ સહી કરવા બાબતે આપેલાં વિકલ્પનો એ શકીરાનો આશિક શું જવાબ આપશે એ માટે બધાં રાહ જોઈ રહ્યાં છે. કર્તવ્ય બોલ્યો, " એક કામ કરોને વિડીયો કોલ જ કરીએ તો કેવું રહેશે?"

એ વ્યક્તિ તરત જ બોલ્યો, " એની શું જરુર છે? અને તારાં માણસોને કહે હું સહી કરી દઉં છું... પણ એ પહેલાં મને અહીંથી છોડવો દેવો પડશે. આ બંધાયેલા રહીને સહી કરવાનુ મને નહીં ફાવે."

પછી શકીરાને સંબોધન કરતાં બોલ્યો, " તું ચિંતા મત કર... મેરે પે વિશ્વાસ કર...વો પૂરા શકીરાહાઉસ તુમ્હારે નામ પે હી હે... યે લોગ હમારે પ્યાર કો તોડને કી કોશિષ કર રહે હે...." કોણ જાણે કેમ શકીરાએ પ્રત્યુત્તરમાં કંઈ પણ કહ્યું નહીં.

 

કર્તવ્ય : " ઠીક છે તારા પર વિશ્વાસ રાખુ છું. બે મિનિટમાં મારાં માણસો આવશે... પણ કોઈ જ ચાલાકી નહીં....નહીંતર... ખબર છે ને?"

 

" ઠીક છે" અને તરત જ ફોન મૂકાઈ ગયાં.

 

ફોન મુકતા જ ઉત્સવે એક ફાઈલ કાઢીને શકીરા સામે બે કાગળ મૂક્યાં. એમાં શકીરાહાઉસના દસ્તાવેજ છે જેમાં ફક્ત બે ભાગીદાર છે અને એ છે દીલીપ ઝરીવાલા અને બીજી આ વ્યક્તિ..."

 

દિલીપભાઈએ પોતાનાં નોમિની તરીકે વર્ષાબેન અને ઉત્સવનું નામ રાખ્યું છે જ્યારે એ વ્યક્તિનાં નોમિનીનુ નામ જોતાં શકીરાના હોશ ઉડી ગયાં.

 

શકીરા : " યે કોન હે... ઉસકી બીવી? તો ઉસને જો મુજે દિખાયા થા કી વો પુરા હમ દોનો કે નામ પે હે તો... વો ક્યા થા?"

 

કર્તવ્ય : " ઉસને પેસો કે લિયે તુમ્હારા ઈસ્તમાલ કિયા હે મેડમ...! વો સબ નકલી હોગે...તુમ્હે વિશ્વાસ નહીં હે તો ઉનસે પૂછ લો..." એટલામાં જ એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો. એને જોતાં જ શકીરા બોલી, " આપ તો વો લોયર હો ના? ઓર ઉસકે ખાસ દોસ્ત...વિશ્વેશ પંડ્યા...ઓર જબતક મુજે પતા હે તુમને હી વો દસ્તાવેજ બનાયા થા?"

 

"હા... લેકિન વો નકલી થા...તુમ ઉસકે લિયે સિર્ફ પૈસે ઓર ઉસકી હવસ પૂરી કરને કા નિશાના થી...બાકી ઉસકા તો પરિવાર હે.... એસા હોતા તો ઉસને ઈતને સાલો સે તેરે લિયે અપના પરિવાર ક્યું નહીં છોડા? યા તો વો તુજે અપને ઘર તક ક્યું નહીં લેકે ગયા?" શકીરા તો કંઈ બોલી જ ન શકી. આટલાં વર્ષો લડતી રહેલી શકીરાની આખમા પહેલીવાર આસુ આવી ગયાં. એનું મન કદાચ હજુ પણ માનવા તૈયાર નથી. એનું મન હજુ પણ એવી આશામાં છે કે કદાચ આ વાત ખોટી હોય.

 

કર્તવ્ય બોલ્યો, " મિસ્ટર વિશ્વેશ આપ કો આપકા પૈસા કલ તક મિલ જાયેગા... આપ જા શકતે હે..."

 

શકીરા: " વિશ્વેશ કો કેસા પેસા દેનેવાલે હો તુમ? ઓર તુમ લોગ ભી એસે કુછ કામ કરતા હોગે તભી તો આપકે પાસ ઈતને ડોન જેસે આદમી હે."

 

"ઉસકે નામ પે એક કોઠા થા ઉસને બેચ દિયા ઉસકે પેસે....તુમ્હારે સામને બોલને કે લિયે પેસે દે ઉતને જ્યાદા ભી નહીં હે હમારે પાસ પેસે....હમારે અપને ડોન હો એસા હો શકતા હે પર હે નહીં... લેકિન હમે કુછ અચ્છા કરને કે લિયે એસે લોગો કા કામ પડતા હે...તો બુલા લેતે હે"

 

ફરીવાર હવે કર્તવ્ય એ એના માણસોને ફોન લગાડીને કહ્યું," પહોચી ગયાં ને?હવે વિડીયો કોલ શરું કરો એને ખબર ન પડે એમ જ..."

 

ને એ જ પ્રમાણે ચાર પાચ લોકોએ ઘેરીને શકીરાના આશિકને છોડી દીધો એ દરમિયાન વિડીયોકોલ માટેનું સેટિંગ કરી દીધું અને સહી કરવા માટે એ દસ્તાવેજનો કાગળ આપ્યો. એ વ્યક્તિએ એ કાગળ જોવાનું શરું કર્યું. બધાની નજર ત્યાં મંડાયેલી છે. શકીરા તો એકીટશે એની સામે કદાચ સત્ય અસત્યનો ફેંસલો જાણવા માટે માંડીને એ તરફ જોઈ રહી છે. ત્યાં જ કદાચ ફોન કે વિડીયો કોલ ચાલું છે એ વાતથી અજાણ એ વ્યક્તિ બોલ્યો, " લાવો કાગળ... જોઉં તો ખરાં..."

 

સંપુર્ણ રીતે મુક્ત બનેલો એ વ્યક્તિ હસીને બોલ્યો, " શું કર્તવ્ય મહેતા હું પાગલ છું? કે આના પર સહી કરું? એ પણ એ બજારુ ઓરત શકીરા માટે? ઠીક છે મને એનાં માટે પ્રેમ છે પણ આટલી મોટી કરોડોની પ્રોપર્ટીના ભોગે...? ચાલ ત્યારે એને તો મનાવી લઈશ... એની પાસે હવે બીજો વિકલ્પ પણ ક્યા છે?" કહીને એક અટ્ટહાસ્ય કરતો અવાજ એ રૂમમાં પડઘાવા લાગ્યો અને એ દસ્તાવેજ એણે કર્તવ્યના માણસોની સામે ફાડી દીધાં.... પછી એ બોલ્યો, " હવે શું કરીશ? દસ્તાવેજ જ નથી રહ્યાં તો..." અને એ ભાગવાની કોશિષ કરતો ઉભો થઈને દરવાજા તરફ ભાગ્યો... પણ કર્તવ્યના ઈશારે એ લોકોએ એને ભાગવા દીધો. જરા પણ રોકવાની કોશિષ ન કરી.... અને ખુશ થતો એ લથડાતો એ જગ્યાની બહાર નીકળી ગયો...!

 

આ બાજુ શકીરાની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ છે. એ પુતળાની માફક જોઈ જ રહી છે. કવિતા અને કર્તવ્ય બંને એની પાસે જઈને એને ઢંઢોળતા બોલ્યાં, " શકીરા પ્લીઝ... અપને આપ કો સંભાલો... સમજ આયા ના અભી અસલી ચહેરા? તું યે સબ કિસ કે લિયે કર રહી થી? જબ કી તેરા કોઈ વજુદ હી નહીં હે? તુજે પતા થા કી યે કામ કરને મેં એક સ્ત્રી કી ક્યા હાલત હોતી હે ફિર ભી તું કિસ કે હર અગલે દિન નઈ લડકિયા કો અપના શિકાર બનાતી રહી... ક્યા મિલા તુજે?" કવિતા દર્દ સાથે બધું બોલી ગઈ. શકીરા કંઈ બોલી ન શકી... એ અંદરથી તૂટી ગઈ છે. ફક્ત આસું જ કદાચ એની અંદર ઉમટેલા ભયાનક ઝંઝાવાતની તીવ્રતા બતાવી શકે છે.

 

શકીરા થોડીવાર પછી અચાનક બોલી, " તો ફિર તુમ લોગો ને ઉસે જાને ક્યું દિયા? અબ વો ભાગ જાયેગા તો? મુજે ધોખા દિયા ઓર ન જાને કિતનો કો ધોખા દિયા હોગા. ફિર ભી..."

 

"હમે ઉસકે ભાગને કી ચિંતા નહીં હે...વો તો આયેગા હી સહી... કહા જાયેગા... સબ કો છોડ કે... ઉસકા બિઝનેસ છોડકે.... આખિર ઉસકો ભી અપની ઓર પરિવાર કી ઈજ્જત પ્યારી હોગી... અબ તુમ્હારા ક્યા ફેસલા હે બોલો..."

 

"કુછ નહીં... મુજે થોડા વક્ત ચાહિયે."

કર્તવ્ય : " તુમ કહા જાઓગી અભી?"

"શકીરાહાઉસ... ક્યોંકિ અબ મેરી અકેલી કી નહીં મેરે સાથ રહે રહી સબ લડકિયો કી જિંદગી કા સવાલ હે...! " કહેતાં જ શકીરાને બાધેલી દોરીઓ છોડી દેતાં એ ઉભી થઈ ગઈ.

કર્તવ્ય : " તમને મૂકી જાય છે આ મારાં માણસો..."

બધાંને સમજાયું નહીં કે કર્તવ્ય આવું શું કામ કરી રહ્યો છે. બંનેને છોડી દેશે અને ફરી એક થઈ જશે તો?

મિસ્ટર નાયક ધીમેથી બોલ્યાં, " કર્તવ્ય તું બરાબર વિચારીને કરી રહ્યો છે ને? ક્યાંક આપણી દયા આપણને ભારે ન પડી જાય! "

કર્તવ્ય એ ઈશારો કરીને શકીરાને જવા દીધી. એનાં માણસોને એને મુકી આવવા પણ જણાવી દીધું. શકીરાના બહાર જતાં જ જાણે બધાં રાહ જોઈને બેઠા હોય એમ બોલ્યાં," કર્તવ્ય આ ભાગી જશે તો? તને લાગે છે એ સુધરશે. આટલાં વર્ષો સુધી આ કામ કરનાર માણસ સુધરી શકે?"

"એનાં પર વિશ્વાસ કરવો એ અઘરું કામ છે. પણ એ કંઈ નહીં કરી શકે એવું કામ મેં કરી દીધું છે...બાકી એને જે વિશ્વાસઘાતની મોટી ભેટ મળી છે એ પછી કદાચ એ ક્યારેય નહીં એને માફ કરી શકે. એક સ્ત્રી માટે પોતાનું માણસ કે પછી એના નામની પ્રોપર્ટી એ એનાં સામેવાળા વ્યક્તિ સાથેના વિશ્વાસની મોટી કડી હોય છે. કદાચ એ શકીરાહાઉસ પોતાનાં નામે છે એ ઘમંડ પર જ હજુ સુધી રાઝ કરી રહી હતી. છતાં ચાલો હવે જઈએ...હુ તમને આગળ જણાવીશ..." ઉત્સવ કર્તવ્યને "ભાઈ... ડન..." કહીને એ પણ બધાની સાથે નીકળી ગયો...!

***********

શકીરા કર્તવ્યના માણસો દ્વારા શકીરાહાઉસ પહોંચી તો ગઈ પણ એનાં આશ્ચર્ય વચ્ચે બહાર ચાર ચાર ચોકીદારમાથી એક પણ ચોકીદાર દેખાયો નહીં. એને નવાઈ લાગી. મેઈનગેટ ફક્ત સહેજ આડો કરેલો દેખાયો બાકી અંદર બધું જ ખુલ્લું દેખાઈ રહ્યાં. આટલું બન્યા પછી એનાં પણ ધબકારા હવે વધી રહ્યાં છે કારણ કે રાતનાં આઠ વાગવા આવ્યાં છે. એ અંદર પહોંચી તો સૂનકાર દેખાઈ રહ્યો છે.

એણે જોયું તો અંદર ના કોઈનો અવાજ કે ના ચહલપહલ. એ બેબાકળી બનીને બધાં રૂમ જોઈ આવી પણ એને કોઈ જ દેખાયું નહિ કે ના કોઈ સામાન. ફક્ત એનાં રૂમનો સામાન એમ અકબંધ દેખાઈ રહ્યો છે. પણ આ જોઈને એની રહીસહી હિંમત પણ તૂટી ગઈ....! એને સમજાઈ તો ગયું જ કે આ બધું કદાચ કર્તવ્ય મહેતા એન્ડ ટીમ દ્વારા જ થયું છે. એને ગુસ્સો કરવો કે પસ્તાવો સમજાયું નહીં....એનાં આશિક અશ્વિનને ફોન તો કર્યો પણ એના સતત સ્વીચ ઑફ આવી રહેલાં ફોનથી આઘાતમાં સરતી એ સોફા પર ફસડાઈ પડી!

શું કરશે હવે શકીરા? શકીરા પોતાની જિંદગી સુધારશે ખરી? શકીરાનો આશિક કોણ હશે? કર્તવ્ય એ આધ્યાને કોનો ફોટો બતાવ્યો હશે? આધ્યા કેમ ચોકી ગઈ હશે એને જોઈને? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૮

Rate & Review

Bharat Patel

Bharat Patel 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

jinal parekh

jinal parekh 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago