LOVE BYTES - 52 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-52

લવ બાઇટ્સ
પ્રકરણ-52
સ્તુતિ સ્તવનની ઓફીસમાં એની સાથે પ્રોજેક્ટ સમજી રહી હતી સાથે સાથે સ્તવનને એનાં જીવનનાં અંગત પ્રશ્ન પૂછી રહી હતી બંન્ને જણાં પ્રથમવાર સામસામે એક કારણથી ભેંગા થયાં હતાં. સ્તવને જાણ્યુ કે સ્તુતિ અગોચર વિદ્યા ભણી રહી છે એણે કહ્યું મારે એક પ્રશ્નનું સમાધાન મેળવવુ છે અને એની નજર સ્તુતિનાં ગળા ઉપર પડી એણે પૂછ્યું આ ગળામાં લાખુ છે ?
સ્તુતિની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી એણે અચાનક સ્તવનનો હાથ પકડીને ત્યાં નિશાને મૂક્યો અને સ્તવનને આખા શરીરમા ઝનઝનાટી વ્યાપી ગઇ એની આંખમાં આંસુ તગતગી ગયાં એણે પૂછ્યું ક્યારથી આવું સહન કરી રહી છે ? આ ઘા તો રૂઝાયા નથી હજી લીલાજ છે ક્યારે થયું ? શું થયું ?
સ્તુતિએ જળભરેલી આંખોથી કહ્યું સ્તવન આ હું જન્મથી સાથે લઇને આવી છું ગત જન્મની યાદો સાથે છે મનેજ ખબર નથી આ નિશાની કોણે આપી છે ? શા માટે દર્દ થાય છે આજે તારો હાથ મૂક્યાં પછી જાણે મને રાહત થઇ છે સારુ લાગે છે.
સ્તવને કહ્યું ઓહ ? આતો દર્દનાક છે. સ્તુતિએ તરતજ પ્રશ્ન કર્યો કે તારો હાથ મૂકાયા પછી મને સારું કેમ લાગે છે ? સ્તવને હાથ તરતજ છોડાવી પાછો ખેંચી લેતો કહ્યું મને નથી ખબર આવું કેમ થયું ?
બંન્ને જણાં એકબીજાને કુદરતી તુંકારે બોલાવી રહેલાં. સ્તુતિએ કહ્યું સ્તવન કંઇક તો કારણ છે. ખબર નથી શું છે ? પણ તને જોયાં પછી મારાં દીલમાં ટાઢક થઇ છે કંઇક એવું જોગાનુજોગ છે જે... પછી બોલતી અટકી ગઇ.
સ્તવનને ખબર નહીં શું જોશ આવ્યો ? એણે સ્તુતિનાં એ લીલા ડાઘ પર ચુંબન કરી દીધું અને સ્તુતિથી આહ બોલાઇ ગયું. સ્તવન... સ્તવન.. મને ખૂબ સારું લાગી રહ્યું છે. સ્તવને પછી સ્તુતિનાં હોઠ પર હોઠ મૂકી દીધાં બંન્ને જણાં એકમેકનો ચહેરો પકડીને દીર્ધ. મીઠું ચુંબન લઇ રહ્યાં.
ત્યાંજ ઓફીસમાં દરવાજે ટકોરાં થયાં અને બંન્ને જણાં છૂટા પડ્યાં. સ્વસ્થ થયાં. સ્તવન એની ચેર પર બેસી ગયો એને અપરાધભાવ જાગ્યો. અને એણે આવનારને કહ્યું કમ ઇન. સ્તુતિ પણ સામે ચેર પર બેસી ગયેલી. પ્યુન ફાઇલ લઇને આવેલો એણે કહ્યું સર... મોટા સાહેબે આ ફાઇલ મોકલી છે. સ્તવને કહ્યું ઓકે અહીં મૂકી દે અને બીજી બે કોફી લઇ આવ. અને તરતજ લાવજે મેમને પાછા જવાનું છે. પ્યુન તરત લાવ્યો સર કહીને જતો રહ્યો.
સ્તવન સ્તુતિની સામેજ જોઇ રહ્યો પછી બોલ્યો સ્તુતિ આઇ એમ સોરી.... મને ખબર નહીં શું થઇ ગયું. આઇ એમ રીયલી સોરી... ભૂલી જજે કે આપણી વચ્ચે કંઇ થયું છે મારાં આવતી કાલે તો આશા સાથે વિવાહ છે.
સ્તુતિ થોડીવાર સાંભળી રહી પછી બોલી સ્તવન આમાં સોરી કેમ ? તને ખબર ના પડી આપણે કોઇક બંધનથી બંધાયેલા છીએ આ મને આ લીલા મારાં ઘાનું રહસ્ય મળી ગયું છે. મને તમારાં આ ચુંબનથી જે રહાત મળી છે મેં આવી ક્યારેય નથી અનુભવી. સ્તવન આપણે અચાનક કુદરીતજ એકમેકને... પણ મારે તારુ જીવન બરબાદ નથી કરવું. કાલે તારાં વિવાહ છે મારી બધીજ શુભકામના તારી સાથે છે. મને આપેલી ફાઇલ અને ડીટેઇલ્સનો અભ્યાસ કરી હું મેઇલ કરી દઇશ રૂબરૂ નહીં આવું. આમાં મને ક્યાંય "સોરી" ફીલ નથી થઇ મને કોઇ અપરાધભાવ નથી મને મારો જાણે કોઇ અધિકાર મળી ગયો કોઇ છૂટો પડેલો સાથી મળી ગયોની ભાવના છે પણ વાસ્તવિકતા કંઇક જુદીજ છે એટલે એ પણ સ્વીકારવાનું મન થાય છે. હું રજા લઊં...
સ્તવનને કહ્યું સ્તુતિ પ્લીઝ બેસ થોડીવાર આટલી મોટી ઘટના બની ગઇ તું સાહજતાથી લઇ શકે છે હું નહીં. મેં કોફી મંગાવી છે. કોફી આવતીજ હશે.
એટલામાં પ્યુન બે ગરમાગરમ કોફી લઇને આવી ગયો. એ કપ મૂકીને ગયો અને સ્તવને કહ્યું આવી કેવી ઘડી આવી ? સ્તવનનું મગજ ચકરાવે ચઢેલું... એણે કહ્યું મારાથી તારુ જીવન ના બગડે એ પણ જોવાનું છે. મેં કેમ આવું આવેશાત્મક પગલું ભર્યું ? મને શું થઇ ગયું ?
સ્તુતિએ કોફી પીતા કહ્યું હું જઊં પછી શાંતિથી વિચારજે તને પ્રશ્નનો ઉતર મળી જશે. એમ કહીને કોફી પુરી કરી અને ઉભી થઇ ફાઇલ લઇને ઓફીસની બહાર નીકળી ગઇ. સ્તવન એને જતો જોઇ રહ્યો.
સ્તવનનું કામમાં ચિંત્ત જ ના ચોંડ્યુ એણે વિચાર્યુ સ્તુતિ માટે મને આવું ખેંચાણ કેમ થયું. મે એને ચુંબન કરી લીધું ? ગળામાં હોઠ પર બધે.. મને પણ કોઇ અગમ્ય શાંતિ લાગી રહી હતી અમાપ સુખ અને આનંદ મળી રહેલો. કાલે તો આશા સાથે... આ બધું શું થઇ રહ્યું છે ? કાલે ગામ જઇ પરમ દિવસે તો મારાં વિવાહ છે. આશા જાણે તો એનાં માથે વીજળી પડશે ? હું આવું કેવી રીતે કરી શકું ? આશાનો વિશ્વાસ તોડ્યો છે ? મેં દગો દીધો છે એ મારાં માટે કેવી કેવી આશાઓ પાળીને બેઠી છે.
પછી સ્તવનને વિચાર આવ્યો. સ્તુતિએ કહેલું આશાનો ફોટો જોઇને કે મેં આમને અઘોરીજીનાં આશ્રમમાં એકલા જોયાં છે. મહાકાળીનાં મંદિરમાં ખોળો પાથરી પ્રાર્થના કરતાં જોઇ છે. તો આશા શા માટે એકલી અઘોરીને મળવા ગઇ હતી ? શું પૂછવા માંગવા ગઇ હતી ? આશા મારાં અંગે કોઇ વાત જાણે છે ? કોઇ ખૂલાસો સમાધાન કરવા ગઇ હતી ? મારે આશાને પૂછવું પડશે.
આશા મને કેટલો પ્રેમ કરે છે... મારાં પર અથાગ વિશ્વાસ છે. આમ આશાને મારે દગો ના દેવો જોઇએ. સ્તુતિ તરફ શા માટ આકર્ષણ થયું શા માટે મેં એને ચૂમી લીધી ? મારાં જીવનમાંજ તોફાનો કેમ આવે છે ?
સ્તવન ઉભો થઇ ગયો કામ બધુ પડતું મૂકીને ઘરે જવા નીકળી ગયો. ઓફીસ રીસેપ્નીસ્ટે સ્તવનને આમ વહેલો જતાં જોઈને થોડું આર્શ્ચય થયું પણ એને એમકે સર કામ માટે બહાર જતાં હશે. એ કંઇ ના બોલી.
સ્તવન કારમાં બેઠો એનું મન અશાંત હતું દુઃખી હતું આજે મારાથી આમ અજાણી છોકરી સાથે આવું કેમ થયું ? પણ એનું આકર્ષણ અજબ હતું હું રીતસર ખેંચાઇ ગયેલો. એનાંથી દૂર રહેવું પડશે. આમ વિચારતાં વિચારતાં સીધોજ આશાનાં ઘરે જઇ પહોચ્યો.
આશાને ઘરે જઇ બહારજ ગાડી પાર્ક કરીને એ બંગલામાં પ્રવેશ્યો. એણે ડોરબેલ વગાડ્યો આશાએ જ દરવાજો ખોલ્યો. અરે સ્તવન તમે ? અચાનક ? ઓફીસ નથી ગયાં ? સ્તવને કંઇ જવાબ ના આપ્યો એ આશાને વળગી ગયો આશાને દરવાજેજ ઉભી રાખી પ્રેમ કરવા માંડ્યો. આશાએ કહ્યું અરે અરે સ્તવન તમને શું થયું છે ?
સ્તવન સ્વસ્થ થયો પછી પૂછ્યું મંમી પપ્પા ક્યા છે ? આશાએ કહ્યું એ લોકો શોપીંગ માટે ગયાં છે હું એકલીજ છું ઘરમાં આવો.
સ્તવનને હાંશ થઇ એણે આશાને ફરીથી વળગી કીસ્સી પર કીસ્સીઓ કરવા માંડ્યો એનો ચહેરો હોઠ બધુજ ચુંબનાં કરીને ભીનુંજ કરી દીધું.
આશાએ કહ્યું અરે મારાં સ્તવન શું થયું એણે પણ સ્તવનને ખૂબ પ્રેમ કર્યો.
સ્તવને સ્વસ્થ થઇને વાત બદલતાં કહ્યું હમણાંથી સાથે ને સાથે રહીએ છીએ આજે તારો વિયોગ સહેવાય નહીં ઓફીસમાં પણ કામમાં મન પરોવાયું નહીં તારીજ યાદ આવતી રહી. એટલે તને મળવા દોડી આવ્યો.
આશા હસી પડીને બોલી વાહ મને તું આટલો બધો પ્રેમ કરે છે ? મારાં વિના એક દિવસ જતો નથી ? હવે તો આપણાં વિવાહ છે બસ વચ્ચે એકજ દિવસ છે.
સ્તવને કહ્યું કાલે માં-પાપાને લઇને ગામ જવાનો તને મળાશે નહીં બસ એવાં બધાં વિચારે તારી પાસે આવી ગયો. આશાએ સ્તવનનો ચહેરો પકડી એની આંખોમાં જોયું. સ્તવને આંખો નમાવી દીધી એને કોઇ ભાવ આશાને જતાવવા નહોતાં. આશાની છાતીમાં મોં નાંખીને કહ્યું આશા મને એકલો ના મૂકીશ પ્લીઝ આશાએ કહ્યું એક પળ નહીં મૂકુ મારાં સ્તવન.....
*********
સ્તુતિ ફાઇલ લઇને ઘરે જવા નીકળી પરંતુ આખા રસ્તે સ્તવનનોજ ચ્હેરો આંખમાં રહ્યો અને એને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -53