Ascent Descent - 78 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 78

આરોહ અવરોહ - 78

પ્રકરણ - ૭૮

ઉત્સવ ઉત્સાહ સાથે ઓફીસથી ઘરે આવી ગયો. એને જોતાં જ વર્ષાબેન બોલ્યાં, " ચાલ દીકરા આજે તો અંતરાએ અને મેં સાથે મળીને બધી રસોઈ બનાવી છે. મહારાજને અચાનક કોઈ જગ્યાએ જવાનું થયું. પણ બધું તારું ભાવતું છે."

" હા ભાઈ કેવું છે ચાખીને કહેજો. પહેલીવાર બનાવ્યું છે મેં તો."

"મારી છોટી બહેના... પણ આજે કંઈ ખાસ છે કે શું?" ઉત્સવ નવાઈથી બોલ્યો.

"અંતરાને ડાન્સ ક્લાસમાં જતી હતી ત્યાંથી જ જોબની ઓફર આવી છે. કુકિંગમા પણ બહું જલ્દીથી એ બધું શીખી રહી છે. મને આજે થાય છે માણસને ધગશ હોય તો ગમે ત્યારે કોઈ નવી વસ્તુ શીખી પણ શકે છે અને એ મુજબ એડજસ્ટ પણ થઈ શકે છે. એ આજે અંતરાએ સાબિત કરી દીધું. એ આ ઘરમાં એવી રીતે ભળી ગઈ છે કે કોઈ એવું કહી ન શકે કે એ કયા વાતાવરણમાં ઉછરી હશે અને એનો ભૂતકાળ શું હશે.... બસ હવે આ વર્તમાનથી જ તારું જીવન શરું થયું છે એ વિચારીને જીવનમાં આગળ વધજે એવું જ એને શીખવું છું."

"હા, ચોક્કસ. હું અત્યારે બધું શીખી જઈશ એટલે આન્ટીને હેલ્પ રહે. પછી તો ઉત્સવભાઈ પણ ભાભી લાવશે જ ને."

"હા હવે. હજુ સુધી તો વિચાર્યું નહોતું પણ હવે વિચારવું પડશે કારણ કે હવે તો એના પપ્પાનાં મૃત્યુ બાદ ઉત્સવે બધી જ જવાબદારી બહું સરસ રીતે સંભાળી લીધી છે. એટલે હવે મારો દીકરો મોટો થઈ ગયો છે એવું લાગે છે." વર્ષાબેન ખુશ થતાં બોલ્યાં.

" મમ્મી એ તો બરાબર પણ અંતરાને પણ મોકલવી પડશે ને. પછી મારી સાથે મેરેજ કરીને આવશે એની સાથે ઝગડશે તો...." કહીને ઉત્સવ હસવા લાગ્યો.

અંતરા "હું આવું છું..." કહીને થોડી શરમાઈને ત્યાંથી નીકળી ગઈ.

એની માટે તો હું ખાસ છોકરો શોધીશ. જે હવે એને જીવનમાં કોઈ પણ રીતે દુ:ખી ન કરે.

"પણ એના ભૂતકાળ સાથે સારો છોકરો મળી શકે એવું તને લાગે છે?" ઉત્સવે કદાચ ભાર દઈને આ વાત કરી.

"કેમ નહીં? અમૂક સમય અને સંજોગો કદાચ માણસનાં હાથમાં નથી હોતાં. એની સાથે જે બન્યું એમાં એનો કોઈ વાંક નથી. હવે આ એનો પરિવાર છે આજ એનું વર્તમાન છે. એનાં માટે હું સારો છોકરો શોધીશ."

સમય અને મમ્મીનો મૂડ સમજીને જ ઉત્સવે કહ્યું, " મમ્મી હવે તારે મહેનત નથી કરવી તું આરામ કર. હું તને આરામ કરાવીશ. મને એક છોકરી ગમે છે, હા પાડીશ?"

"ઓ બાપ રે! મને તો થયું કે શું કહીશ. મને એવું લાગતું હતું કે તું હજુ નાનો છે પણ હવે ખબર પડી કે તું પણ મોટો થઈ ગયો છે. પણ કોણ છે? શું કરે છે? ક્યાં રહે છે? એ તો કહે."

"મમ્મી હું એને મળાવીશ. તારી સહમતિથી જ કંઈ પણ કરીશ. પણ લગ્ન એની સાથે જ કરીશ એ નક્કી છે."

"પણ કંઈ તો હશે ને એનાં માતાપિતા કોણ છે? ખબર તો હોવી જોઈએ ને? એમ પૂછું છું."

"એનું આ દુનિયામાં કોઈ જ નથી. એ એકલી જ છે તું એને વહુ તરીકે સ્વીકારીશ?"

" તું સ્પષ્ટ વાત કર. મને કંઈ સમજાતું નથી."

ઉત્સવે ચોખ્ખેચોખ્ખું સોનાની હકીકત કહી દીધી. વર્ષાબેનનો ચહેરો થોડો ફીક્કો પડી ગયો. એ કંઈ બોલ્યાં નહીં.

ઉત્સવ બોલ્યો, " શું થયું મમ્મી? કેમ કંઈ બોલતી નથી?"

" પણ બેટા જેનો ભૂતકાળ આવો હોય... આપણાં ઘરની વહુ બને... જરા..."

" મમ્મી હમણાં તો તે અંતરાની વાત કરી ત્યારે તું કહેતી હતી એમાં એનો શું વાંક છે તો પછી આવું કેમ? મેં કહ્યું એ મુજબ એને પણ ભણવા માટે બોર્ડિંગ સ્કુલમાં જ મૂકી હતી મતલબ એનો પણ પરિવાર તો હશે જ ને. વળી,પપ્પા જેવું કંઈ પણ કરું એનાં કરતાં તો દુનિયા સામે સોનાનો હાથ ઝાલીને એને મારી જીવનસાથી બનાવું એમાં શું વાંધો છે."

વર્ષાબેન : " મને થોડો સમય આપ. મારે ઘરમાં પણ કોઈને વાત કરવી પડશે ને હવે તો તારાં પપ્પા પણ નથી કે હું સીધો જ કોઈ નિર્ણય કરી શકું."

" મમ્મી એક વિનંતી કરું કે કંઈ પણ વાત કરે પણ બની શકે તો એની બધી વાત ન કરે તો સારું એવી રિક્વેસ્ટ કરું છું. હું ધારત તો સીધાં લગ્ન કરીને એને ઘરે લઈ આવી શકત. કે પછી એકસ્ટ્રા મરાઈટલ અફેર પણ કરી શકત. પણ હું એવું કંઈ પણ પપ્પા જેવું નહીં કરું કે સોનાને કોઈ દિવસ નીચાજોવા પણું થાય એવું પણ હું નથી ઈચ્છતો."

" ઠીક છે..." કહીને વર્ષાબેન ત્યાંથી નીકળી ગયાં.

***********

"હાશ! ફાઈનલી ઓર્ડર કમ્પ્લિટ થઈ ગયો. મારી ડ્રીમ પ્રોજેક્ટનુ કામ સફળ થયું. હવે મગજ હળવું થયું. હવે ક્યાંક બહાર લટાર મારવી પડશે ખરી!" કહીને કર્તવ્ય બેઠો છે ત્યાં જ મનમાં કંઈક વિચારીને એ બોલ્યો, " ચલો... આજે તો થઈ જાય." કહીને એણે ઘરે ફોન કર્યો. "મમ્મી આજે મારું ડીનર બહાર છે..." કહીને ફટાફટ થોડાં કપડાં અને વાળ સરખા કરીને સીધો પોતાની ગાડીમાં બેસીને મનમાં ગીત ગણગણાવતો ફટાફટ નીકળી ગયો...!

થોડીવારમાં કર્તવ્યની ગાડી મિસ્ટર આર્યનના બંગલા સામે ઉભી રહી. ઘણીવાર મળવાને કારણે મિસ્ટર આર્યનની સૂચના મુજબ હવે આજે કર્તવ્યની ગાડી જતાં જ કોઈએ પૂછપરછ વિના એને અંદર જવા દીધો. કર્તવ્યને નવાઈ લાગી.

એ સીધો જ અંદર બંગલામાં પહોંચ્યો. ક્યાંય કોઈએ એને રોક્યો નહીં. એ જેવો અંદર પ્રવેશ્યો કે સામે આધ્યા બેઠેલી દેખાઈ. એણે જોયું કે આધ્યાની આખી પર્સનાલિટી બદલાઈ ગઈ છે. હાફ પોની વાળીને ટીશર્ટ અને કેપરી પહેરીને હીંચકામા બુક લઈને એમાં ધ્યાનથી કંઈ વાચી રહી છે. સુંદર તો એ છે જ પણ કદાચ માહોલ પણ માણસને કંઈ વધારે આકર્ષક બનાવતો હશે એ આજે એને સમજાઈ રહ્યું છે. પહેલાની આધ્યા સુંદર, નમણી હોશિયાર તો હતી પણ આજે એનામાં એક અમીર પરિવારનાં લોકોમાં જોવા મળે એવી એક આકર્ષક અદમ્યતા દેખાઈ રહી છે. એ થોડીવાર ઉભો રહ્યો પણ આધ્યાનું ધ્યાન ન પડ્યું. આખરે એણે દરવાજે નોક કરતાં આધ્યાનું ધ્યાન તૂટ્યું.

કર્તવ્યને સામે ઉભેલો જોઈને એ બુક મૂકીને સીધી જ ઉભી થઈ ગઈ. એનાં ચહેરા પર જાણે એક અલગ જ ખુશી છવાઈ ગઈ. એ બોલી, " કર્તવ્ય તું? સરપ્રાઈઝ? મને તો એમ કે હવે તું ક્યારેય નહીં આવે..."

" કેમ ન આવું? તું ના કહેતી હોય તો ન આવું."

"એવું નથી કહેતી. પણ એ દિવસ પછી..." કહેતાં એ અટકી ગઈ.  એટલામાં જ પાયલ બહાર આવી એ કર્તવ્યને જોઈને ખુશ થઈને બોલી, " અરે આવ બેટા. તને ટાઈમ મલ્યો ખરો. અંકલ કેટલા દિવસથી યાદ કરે છે તને. આજે ફાઈનલી આવ્યો ખરો. મને તો એમ કે એ દિવસે આધ્યાને મુકવા આવ્યો એ આવ્યો પછી ફર્યો જ નહી તો ભૂલી ગયો કે શું અમને? ."

"અરે આન્ટી એવું કંઈ નથી. બસ થોડું એક અગત્યનાં પ્રોજેક્ટની દોડધામ હતી તો સમય જ નહોતો રહેતો. આજે જ ફ્રી થયો એટલે આવી ગયો. પણ અંકલ નથી કે શું?"

"બસ હમણાં આવશે જ. થોડાક કામથી શ્વેતાબેન અને સલોની સાથે ગયા છે."

" આન્ટી આવી ગયાં ફાઈનલી એમ ને? ચાલો હવે શાંતિ."

" હા... ફાઈનલી તારાં કારણે જ અમને એક નહીં પણ બે દીકરીઓ મળી ગઈ. આજે અમારો પરિવાર પૂર્ણ થઈ ગયો.

કર્તવ્ય : " બસ તમે ખુશ છો બધાં એટલે ખુશ. પણ આજે તો હું અહીં ડીનર લઈને જ જવાનો છું તમે હા કહો કે ના." કહીને એણે આધ્યા સામે જોયું.

" એમાં પુછવાનું હોય કંઈ? તું ત્યારે રોકાઈને પણ જજે."

" આન્ટી બસ બહું નહીં. કોઈ ના પાડી દેશે તો પછી મારે શું કરવું?" કહીને આધ્યા સામે જોયું. એટલામાં જ બહારથી મિસ્ટર આર્યન, શ્વેતા અને સલોની અંદર આવ્યાં.

કર્તવ્ય એ જોયું કે મિસ્ટર આર્યન આજે બહું ખુશ લાગી રહ્યાં છે. થોડાં સમય પહેલા જાણે જીવવા ખાતર જીવીએ રહેલાં આજે એમને એક જીવવાનો મકસદ મળ્યો હોય એવું લાગી રહ્યું છે.

એ ખુશ થઈને બોલ્યાં, " અરે વાહ! આજે અમારાં સદભાગ્ય ખુલી ગયાં. ફાઈનલી આવ્યો ખરાં."

" હા અંકલ, હવે ભૂલ્યાં વિના આવીશ બસ...!"

"આજે સરસ સમયે આવ્યો છે....તું બેસ. બસ સાડા સાત સુધી રાહ જોવી પડશે."થોડીવારમાં બધાં કોઈ તૈયારીમાં લાગી ગયાં. આધ્યા અને સલોની અંદર રૂમમાં ગયાં. ત્યાં જ મિસ્ટર આર્યન બોલ્યાં, " મારે તારું એક કામ હતું બેટા એક મહત્વની વાત કરવી છે."

" હા બોલો ને."

"બસ પાયલ અને શ્વેતા આવે એટલે કહું..." કર્તવ્ય એવી શું વાત હશે એ વિચારમાં પડી ગયો.

મિસ્ટર આર્યન કર્તવ્યને શું વાત કરવાના હશે? ઉત્સવને સોના માટે વર્ષાબેન તરફથી સોના માટે પરમિશન મળશે ખરાં? શું થશે હવે?બહું જલ્દી નવલકથાનાં સુંદર અંતને માણો, આરોહ અવરોહ - ૭૯

Rate & Review

Heena Suchak

Heena Suchak 3 months ago

Bharat Patel

Bharat Patel 1 year ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Reena

Reena 2 years ago

ramnik mehta

ramnik mehta 2 years ago