I Hate You - Can never tell - 32 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-32

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-32

આઇ હેટ યુ
પ્રકરણ-32
નંદીની ઘરે આવી. એણે જોયું વરુણ આવ્યાં પછી ધૂંધવાયેલો હતો. એ કંઇ નાબોલી. વરુણે રાજ અંગે પૂછતાછ કરીને કહ્યું તારે એની સાથેજ પ્રેમ હતો તો મારો ભવ શા માટે બગાડ્યો ? નંદીનીએ કહ્યું હજી ભૂલ સુધારી લઇએ કંઇ મોડું નથી થયું લગ્ન પછી નથી હું એને મળી કે એને જોયો. તારી જેમ નથી કે હજી હેતલ પાછળજ ભટકે છે મને બધી ખબર છે. અને આપણાં ઘડીયા લગ્ન થયાં છે લગ્ન રજીસ્ટર પણ નથી થયાં. છૂટા પડવાનું નક્કી કરી લઇએ હું મારી મંમીને ત્યાં જતી રહીશ તું અને હું બંન્ને છુટાં....
વરુણ સમસમીને સાંભળી રહ્યો પછી ઉશ્કેરાઇને એનાં બેડ પરથી ઉભો થયો અને નંદીનીને હાથ ઉપાડવા ગયો પણ નંદીની સાવધ થઇ ગઇ એણે એનો હાથ પકડી લીધો. વરુણને હજી દારૂનો નશો હતો ખબર નહીં ક્યાં પીને આવેલો એનું મોં ગંધાતું હતું....
નંદીનીએ ગુસ્સાથી ડોળા કાઢીને કહ્યું ખબરદાર મને હાથ ઉપાડ્યો છે તો ? તારી આટલી હિંમત કેવી રીતે થઇ ? ઉશ્કેરાયેલો વરુણ નંદીનીને ગળાથી પકડી ભીંત સુધી લઇ ગયો અને ઉશ્કેરાટ અને ઝનૂનનાં ગળુ દબાવીને ફરીથી મારવા ગયો અને નંદીનીએ બે પગ વચ્ચે જોરથી લાત મારી દીધી.
વરુણ ઓય હોય કરતો નીચે બેસી ગયો. નંદીનીની આંખમાંથી પાણી નીકળી આવ્યાં એને ગળામાં ખૂબ દર્દ થઇ રહ્યું હતું. એનાંથી જોરથી ખાંસી ખવાઇ ગઇ એ રડી પડી અને બોલી સાલા જાનવર આજે તારું અસલી રૂપ જોયું હું તારી સાથે રહીજ નહીં શકું હવે મારી સામે હાથ ઉપાડ્યો છે તો પોલીસને ફોન કરીશ. તું હલકટ સમ જે છે શું ? તારી ગુલામ છું ? તું નચાવે એમ નાચીશ નહીં...
એ દોડીને બહાર આવી ગઇ. ડાઇનીંગ ટેબલની ખુરશી પર બેસીને ખૂબ રડી. વરુણ એનાં રૂમમાંજ રહ્યો. થોડીવાર પછી નંદીનીએ પાણી લઇને પીધું અને મનમાં નિર્ણય લીધો. એ મક્કમ મને એ રૂમમાં ગઇ અને કબાટમાંથી એનાં કપડાં બેગમાં ભરવા માંડી.
વરુણ એને જોઇ રહેલો. એનો ગુસ્સો ઉતરી ગયેલો. એ કંઇ બોલ્યોજ નહીં નંદીનીએ પોલીસની ધમકી આપી શાંત થઇ ગયેલો. નંદીનીએ કહ્યું તું પીધેલો છે તને ભાન નથી તું શું કરી રહ્યો છે. પોલીસ આવશે તો તારાં કેટલા ગુના નોંધાશે ? હું મારી મંમીને ઘરે અત્યારેજ જઊં છું હું તારી સાથે રહેવા નથી માંગતી...
એમ કહી એણે બેગમાં કપડાં લીધાં એનું કોમ્યુટર પર્સ બીજી જરૂરી વસ્તુઓ લીધી. બાથરૂમમાં જઇને કપડાં બદલ્યાં. અને વરુણ તરફ છેલ્લી નજર નાંખીને કહ્યું તું આરામથી અહીં રહી શકે છે હું ચાલી.. એમ કહીને એ બેગ અને બાકીની ચીજવસ્તુઓ લઇને ફલેટનો દરવાજો ખોલી બહાર નીકળી ગઇ.
વરુણ બાઘાની જેમ જોઇ રહેલો. એને ખબરજ ના પડી કે અચાનક આ બધું શું થઇ ગયું ?
નંદીનીએ એની એક્ટીવાની આગળનો ભાગમાં બેગ મૂકી ડેકીમાં પર્સ અને બીજી વસ્તુઓ મૂકી. લેપટોપબેગ ખભે ભરાવી દીધી અને એક્ટીવા સ્ટાર્ટ કરી દીધું.
નંદીનીને હજી ગળામાં દર્દ થતું હતું. એની આંખોમાં પાણી નીકળ્યાં કરતું હતું એને થયું આ હેવાન ઉશ્કેરાટમાં અને દારૂનાં નશામાં મને મારી નાખત. આજે એનું ચરિત્ર બહાર આવી ગયું એમ વિચારો કરતી કરતી રડતી આંખે ઘરે પહોંચી.
એ બેગને બધુ લઇને એના મંમીનાં ફલેટે આવી એણે ડોરબેલ વગાડ્યો. ક્યાંય સુધી દરવાજો ના ખૂલ્યો. એણે હાથથી ઠક ઠકાવ્યો દરવાજો. થોડીવારે એમી મંમી ચઢતા શ્વાસે ધીરેથી દરવાજો ખોલ્યો.
નંદીની ગભરાઇ ગઇ અરે મમી તને શું થયું ? એ એની પીડા ભૂલીને બેગને બધુ બાજુમાં મૂકીને મંમીને પકડી લીધી. એની મંમીનો શ્વાસ જોર જોરથી ચાલતો હતો. જાણે શ્વાસ લેવામાં તક્લીફ પડતી હતી.
મંમી, મંમી તમને શુ થાય છે ? મંમી હું ડોક્ટરને ફોન કરુ છું તમે મને ફોન કેમના કર્યો ? એણે તરતજ ડોક્ટરને ફોન કર્યો.
નંદીનીએ ડો.જયસ્વલને જ ફોન કર્યો. થોડીવારે ડોક્ટર જયસ્વલે ફોન ઉપાડ્યો.. રાત્રીનાં 12 વાગી ગયાં હતાં સૂવાનો સમય હતો. નંદીનીએ કહ્યું સોરી અંકલ તમને ડીસ્ટર્બ કર્યા પણ મંમીને અચાનક... પછી બધાં લક્ષ્ણો કીધાં. ડોક્ટરે કહ્યું કંઇ નહીં દીકરા હું આવું છું ચિતાં ના કર અને ફોન મૂકાયો.
નંદીની મંમી પાસે બેસી રહેલી મંમીની છાતી શ્વાસને કારણે ઊંચી નીચી થઇ રહેલી એ ખૂબ ગભરાયેલી હતી મંમી તું ચિંતા ના કરીશ ડોક્ટર આવેજ છે બધુ સારુ થઇ જશે. મંમીની હથેળી હાથમાં લઇને ઘસી રહી હતી. ત્યાંજ ડોક્ટર આવી ગયાં. નંદીનીએ કહ્યું હું અચાનક ઘરે આવી અને મંમીની આવી હાલત છે.
ડોક્ટરે એમને તપાસ્યા પછી ઇન્જેક્શન આપીને કહ્યું સીવીયર એટકે છે એમને હોસ્પીટલાઇઝ કરવા પડશે તાત્કાલીક અને સારવાર ચાલુ કરવી પડશે.
નંદીની ગભરાયેલાં ચહેરે ડોક્ટરને જોઇ રહી એ ખૂબ વિવશ થઇ રહેલી. ડોક્ટરે કીધું બેટા ચિંતાના કર સારવાર ચાલુ થશે પછી સારું થઇ જઇશે હું ફોન કરુ છું હમણાંજ એમ્યુલન્સ આવી જશે તું એમને લઇને હોસ્પીટલ આવી જા. અને ડોક્ટરે એમ્યુલન્સ બોલાવી લીધી.
ડોક્ટર સૂચના આપીને નીકળી ગયાં. ઇન્જેક્શન આપ્યા પછી માં થોડી સ્વસ્થ લાગી પણ નંદીની ને ખૂબ ચિંતા થઇ રહેલી. માં એ ત્રુટક સ્વરમાં કહ્યું નંદુ હવે મારી પાસે સમય નથી દીકરા. તારાં પાપા ગયાં પછી હવે હું પણ.... તું તારો ખ્યાલ રાખજે.... એટલું બોલીને આંખો મીંચી દીધી.
નંદીની ખૂબ રડી એનાં ડુસકા સાંભળી અને બાજુમાંથી આંટી આવી ગયાં. બેટા શું થયું તારી મંમીને ? મંમીનાં શ્વાસ ખૂટી ગયેલાં... મૃત્યુ પામ્યાં હતાં..
ત્યાં એમ્યુલન્સ આવી સાથે ડોક્ટર પણ હતાં પરંતુ એમણે તપાસીને કહ્યું હવે કંઇ રહ્યુ નથી સોરી અને નંદીનીએ મોટેથી પોક મૂકી.... મંમી... મંમી
નંદીનીની પોક સાંભળી આજુબાજુની બીજા પાડોશીઓ દોડી આવ્યાં. બધાએ જોયું કે આંટી હવે રહ્યા નથી. આવરનાર ડોક્ટરે ડેથ સર્ટીફીકેટ લખી આપ્યું એ વિધી પતાવી ને નીકળી ગયાં. નંદીની ચોધાર આંસુઓ રડી રહી છે બોલી રહી છે મંમી આ શું થઇ ગયું ? હું તો સાવ નિરાધાર થઇ ગઇ ? મંમી.... મંમી આવું કેમ કર્યુ મંમી હવે હું કોના આશરે જીવીશ ? ક્યાંય સુધી રડતી નંદીનીને બાજુવાળા આંટીએ સમજાવી. શાંત કરવા પ્રયત્ન કર્યો.
નંદીનીનાં કુટુબમાં હવે એનાં સિવાય કોઇ રહ્યુ નહોતું પાડોશીઓએ ફરજ સમજી બધી જવાબદારી લીધી નંદીનીને સમજાવી અને સવારે અગ્નિદાહ દેવાની તૈયારી કરવા માંડી. નંદીનીને પૂછ્યું તારાં સગાવ્હાલામાં કોઇ હોય તો બધાને ફોન કરી દઇએ સવારે કાઢવા પડશે.
નંદીનીએ રડતી આંખે બધાંની સામે જોયુ મનમાં કોઇ દૃઢ નિશ્ચય કર્યો હોય એમ બોલી... કોઇ છે નહીં છે એને કહેવાનું નથી મંમીને સવારે અગ્નિદાહ હુંજ આપીશ. એની પાછળ ક્રિયાકર્મ બહુ હુંજ કરીશ...
એ ઉભી થઇ અને પાડોશીઓની મદદથી મંમીને સ્નાન કરાવ્યું કપડા બદલાવલ્યાં. બાજુવાળાનાં છોકરાઓ નમામી ફૂલહાર બધુ લઇ આવ્યાં. નંદીનીએ પૂજા કરી અને શબને દિવાનખંડમાં સૂવરાવ્યુ અને દિવસ થયો ત્યાં સુધી કોરી આંખે બેસી રહી. એની સાથે બે ત્રણ આંન્ટી બેસી રહ્યાં.
નંદીનીનાં નસીબનો વાંક કાઢી એક બા બોલ્યાં બેટા તારુ નસીબજ એવું છે. પહેલાં બાપ ગયો અને અકાળે માં... તું સાવ એકલી થઇ ગઇ. તારાં તો લગ્ન થઇ ગયાં છે તો તારાં સાસરીયાઓને તો બોલાવી લે સમાજમાં સારુ લાગશે હજી કેમ કોઇ નથી આવ્યાં ?
નંદીનીએ કહ્યું જે છું હવે હુંજ છું બીજું કોઇ નથી. બધાં ક્રિયાક્રર્મ હું એકલે હાથે મારી રીતે કરીશ મારું કોઇ નથી કોઇને બોલાવવાનાં નથી અને બધાં અવાક થઇને સાંભળી રહ્યાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-33

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Dipti Koya

Dipti Koya 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago