stri charitra books and stories free download online pdf in Gujarati

સ્ત્રી ચરિત્ર

અંધારી રાત હતી રસ્તો પણ સુમશાન હતો આજુ- બાજુમા કોઈ દેખાતું ન હતું . રસ્તામા બે જણા ઝડપી પગલાં ભરતા આગળ વધતા જતા હતા .એના પગલાના અવાજમા બીક નજર આવતી હતી. નજીક થી જોયે તો ખબર પડે કે એક પુરુષ છે અને એક સ્ત્રી છે ઉમરમાં તેઓ બંને સમાન લાગતા નોતા પુરુષની વય લગભગ વીસ - એકવીસ વર્ષ હશે , અને સ્ત્રીની ઉમર આશરે ત્રીસ - બત્રીસ વર્ષ હશે.તે યુંવાન આદમીના ખભા ઉપર એક થેલો હતો, અને પેલી તેની પાછળ - પાછળ ચાલતી જતી હતી.

ચંદ્રમાને જોતા એમ લાગતું હતું કે અડધી રાત જેવું વીતી ગયું હશે . બંનેની ચાલવાની જે સ્થિતિ જોઈને લાગતું હતું કે બંનેને કોઈ વાતનો ભય હતો, અને કોઈ મોટી ઘટના ઘટી હોય એવું લાગતું હતું એની જોડે.
સવાર થશે ત્યાં તો કેશોદ આવી જશે,એટલે પછી કોઈ ફિકર રહેશે નઈ.બસ હવે ખાલી અડધી રાત ચાલવું પડશે ( તેમ ધીમા આવાજ થી તે યુંવાન બોલ્યો ).

પણ આપણે ન પહોંચી શકીએ તો ? અને જજ સાહેબ કે તેની પોલીસ આપણે પકડી પાડશે તો ? પછી તો ભરી બજારમા આપણી ફજેતી થાશે .તમારું તો ઠીક પણ મને ક્યાંય મો દેખાડવા જેવું રહેશે નઈ.એટલે કવ છું કે કેશોદથી પણ આપણે ઘણું દુર નીકળી જવું જોઈએ . જ્યાં આપણે કોઈ ના ઓળખતું હોય.

એ વાત તો તમારી ઠીક છે પણ કેશોદ મારું ઘર છે ,એટલે ત્યાં તો જવું પડશે ,પછી કંઇક વિચારી શું કે ક્યાં જવું જોઈએ ( એમ તે યુવાન બોલ્યો).

મારા ખ્યાલ પ્રમાણે મે જે દાગીના લીધા છે, તે આપણે સારો સોની ગોતી તેને વહેંચી દેવા ,એટલે પૈસે ટકે ક્યાંય વાંધો ન આવે (તેમ પેલી સ્ત્રી બોલી).

હું તો તમને ના જ પાડતો હતો કે દાગીના લેવા ની કોઈ જરૂર નથી તેને તો ચોરી કરી કેવાય , આ જે આપણે કર્યું છે તે તો આપણે આપણા પ્રેમ સંબંધ માટે કર્યું છે ( તેમ ગંભીરતાથી તે યુવાન બોલ્યો).

હા એ વાત તો તમારી સાચી છે , પણ આમ પણ આ દાગીના તો પેલા મારા જ હતા, અને હું જ પેરતી .

ખુબ જ નમ્રતા થી તે યુવાન બોલ્યો ' જો હું તમને એક વાત કરી દવ છું, મે પેહલા પણ તમને કહ્યું હતું અને પાછું પણ કહું છું , કે હું બોવ ગરીબ પરીવારમાંથી આવું છું અને માંડ માંડ તો આ મને પટ્ટાવાળા ની નોકરી મળી હતી . તે પણ હવે રેવાની નથી તમે જેમ પેલા રહેતા એમ હું તમને નહીં રાખી શકું પણ ક્યારેય તમને દુઃખી થવા નહીં દવ એ મારું વચન છે '.

મને ખબર છે મયુર કે તમે ખુબજ સારા માણસ છો .મને ક્યારેય દુઃખી નહીં થવા દયો અને દુઃખી નહીં કરો .હા હું જજની પત્ની હતી એ વાત ખરી છે પણ ત્યાં હુ સાવ એકલી અને ખુબજ દુઃખી હતી ,મોટા બંગલામાં કૈદીની જેમ રહેતી હતી એ તમને પણ ખબર છે કે મારું જીવન કેવું હતું .મયુર પૈસા જ બધું નથી હોતું ,ક્યાંક ખૂણા માં પ્રેમ પણ હોવો જરૂરી છે.

મને બધું ખબર છે હું તમને દુઃખી કરવા નથી માંગતો એ વાત યાદ અપાવી . હું એ જ બંગલામાં પટ્ટાવાળો હતો.મને બધું ખબર છે કે તમે કેવું જીવન જીવતા,એટલે તમને મારા ઉપર વિશ્વાસ આવ્યો છે.અને ભલે મારું ઘર નાનું હશે પણ મારો પ્રેમ ક્યારેય નાનો નહીં હોય ( તેમ મયુર બોલ્યો).

મને ખબર છે કે તમે મને દુઃખી થવા નહીં દેવાના એટલે મે આટલો મોટો નિર્ણય લીધો છે( તેમ પેલી બોલી).
હવે મારા ખ્યાલ પ્રમાણે સવારના ચાર વાગવા જોઈએ ( તેમ મયુર બોલ્યો).
હા મને પણ એમ લાગે છે કારણ કે આજુ - બાજુના ગામમાંથી કુકડાનો બોલવા નો આવાજ સંભણાય છે.

કુકડાનો અવાજ સાંભળી ને જ તો હું બોલ્યો છું . મયુર બોલ્યો.
હું તમને એક વાત કહું મયુર ?( તેમ ગંભીરતાથી તે સ્ત્રી બોલી).

શું બોલો ને. ( મયુર પણ ગંભીર થઈ ગ્યો થોડી વારમાં ).

તમે તમારા પરિવારમાં તો મારી વાત કરી દીધી છે ને ,બાકી એમ નો થાય કે તમારું પરિવાર મને જોઈને તમને પણ ઘરની બહાર નીકાળી દેય.

હા મે વાત તો કરી દીધી છે પણ. એમ કહી મયુર રોકાય જાય છે.

શું પણ બોલો ને .

પણ એમ નથી કહ્યું કે કોઈ બીજાની પત્નીને લાવવાનો છું.

આ તમે બોવ સારું કર્યું કે ન કહ્યું કારણ કે મને પછી નીચું જોવું ના ગમે કોઈની સામે.

એટલે હવે ક્યારેય ન કહું એમને ( તેમ ઉત્સાહ થી મયુર બોલ્યો).
હા એ રહસ્ય હવે રહસ્ય જ રેવા દેવું જોઈએ.( પેલી સ્ત્રી બોલી).

હવે અહી થી લગભગ ત્રણ ચાર કી.મી. છે કેશોદ ,હવે વધારે ચાલવાનું નથી બસ હવે પહોંચવા જ આવીયા છે.

તો સારું હવે હું બોવ થાકી ગઈ છું,સાંજના સાત વાગ્યાના નીકળ્યા હતા બોવ ચાલી લીધું.

સવારના અંધારામાં થોડું થોડું દેખાતું હતું,એટલામાં પાછળથી પ્રકાશ આવતો દેખાયો .બંને એ પાછળ જોયું તો એક મોટી ગાડી (ફોર વ્હીલ) હતી . એ ગાડી એકદમ નજીક આવી ગઈ અને બંનેની થોડી આગળ થઈને રસ્તાની વચ્ચો - વચ્ચ આડી ઊભી ગઈ .બંને એકદમ સ્તબ્ધ થઈ ગ્યા ,પણ હિંમત કરીને બંને ગાડીની નજીક જઈ ઊભી ગયા કે કોણ હશે .જેનો ડર હતો એ આખરે આવી ને ઊભી ગયું.

ગાડીનો દરવાજો ખૂલ્યો અને એક વ્યક્તિ બહાર નીકળ્યો જેં શૂટ બુટ પહેરેલો હતો . તેને જોઈને મયુર બોલ્યો સાહેબ તમે ! પેલી તો કંઈ મોઢામાંથી બોલી જ ના શકી.

તે વ્યક્તિ પેલીની સામે નજર કરીને બોલ્યો તું ખરે ખર ઘણી દુર નીકળી ગઈ શીતલ , હવે હું તને આંબી ન શકું.

મને માફ કરી દયો મારી ભૂલ થઈ ગઈ ( તેમ પેલી બોલી).

સ્ત્રીનુ જીવતું જાગતું સ્વરૂપ બદલાતા મયુરે પેલી વખત જોયું.સાહેબનું મો જોતા એવું થયું મયુરને કે પોતાનું બધું લૂંટાઈ જાય , ઓચિંતું આભ માથે પડે ત્યારે કેવી સ્થિતિ થાય તે આજ નરી આંખે જોયું મયુરએ.

મયુર હું તમને બંને ને રોકવા ,જેલમાં પૂરવા કે મારી નાખવા નથી આવ્યો , હું તમને બંને ને દુર જવા માટે મદદ કરવા માટે આવ્યો છું. એટલે ભવિષ્યમાં તમે મારાથી ડરો નહિ .એટલું કહી ને ગાડીમાંથી એક કાળી થેલી કાઢી મયુરને હાથમાં આપી અને બોલ્યો આમાં વીસ હજાર રૂપિયા છે , જે તમને ક્યાંય વાંધો ન આવે એટલા માટે આપું છું . હા અને બીજી વાત દાગીનાતો એના માટે જ લીધા હતાં, મને એનાથી કોઈ વાંધો નથી તમે લઈ જાવ,પણ જતા જતા એક વાત કરી દવ તને મયુર ' કે જે સ્ત્રી જજની ના થઈ હોઈ તે પટ્ટાવાળાની કેમ થાય' .એમ કહી ને તે ગાડી શરૂ કરી ત્યાંથી નીકળી ગયો માત્ર પાછળ ધુવડા દેખાણા.

આ બંને તે ગાડીને જોતા જ રહી ગયા એ બંનેના મનમાં એવું તો થયું જ હશે કે ક્યાંક તો મોટી ભુલ થઈ છે,પણ હવે શું થાય.