keshav books and stories free download online pdf in Gujarati

કેશવ

સાંજનો વખત હતો અને ચંદ્રમાંએ હજી હાજરી આપી ન હતી. મંદીરેથી નગારાનો અવાજ ચોખ્ખો સમજાતો હતો,રામ મંદિરે છ થી સાત વાગ્યા સુધીમાં આરતી થય જાય ,નાના - નાના ટાબરિયા આરતી પુરી થાય એટલે શરણામૃત લેવા આવી જાય.આ ગામડાની રિતી થી હજી પણ ગામડું સ્વર્ગથી ઓછું ઉતરતું નથી એજ મજા છે ગામડાના જીવનની .પણ હવે ગામડાના જુવાનિયા શહેર તરફ નીકળી પડ્યા છે.એને શેરના પૌવા બટેટા શિવાય ક્યાં બીજું કંઈ દેખાય છે. પણ છેલ્લે પણ ગામડાને તોલેનો આવે એજ એની સુંદરતા છે , એતો સત્યતા છે કે તેઓ દુનિયાના ગમે તે છેડે હોય પણ દુનિયાનો છેડો ઘર જ હોય.
રાત્રિએ તેની આછી સાદર પાથરી લીધી છે , અને કેશવ પાદરમાંથી ગામના ઝાપે તેના મિત્ર સાગરને મળવા જાય છે. દરરોજનું તેનું આ નિત્યક્રમ હતું , સાંજે તેને સાગર પાસે જવું જોઈએ .સાગર દરરોજ સાંજે નાના છોકરાઓને ટ્યુશન આપતો અને સવારે ગાયો ચરાવતો , આમ તો તે વકીલાતનું ભણતો હતો , પણ સાંજના સમયે નવરો હોય એટલે ગામનાં છોકરાંઓને ભણાવવાનું એને બોવ ગમતું.

કેશવની અને સાગરની મિત્રતા બચપણથી હતી , બંનેને ભળતું પણ એટલું જ .સાગરની વાત કેશવ ક્યારેય ન અવગણતો , એને કોઈ જરૂરી કામ હોય તો તે સાગરની રાય લેવાનું ન ભુલતો અને સાગર તેને યોગ્ય સલાહ પણ દેતો.
કેશવ સાગરના ઘરે આવી ને બોલ્યો '' શું સાગર બધા ભણતીયા ભાગી ગયાં '' ?
સાગર બોલ્યો " હા '' હમણાં જ બધા ટાબરિયાને છોડ્યા .
' હું તને શું કવ છું સાગર ' કેશવ બોલ્યો .
શું બોલ ને ભાઈ '.એમ સાગર બોલ્યો.
હવે ગીતા સાથે મને લગ્ન કરી લેવા છે , કાલે મને કહેતી હતી કે મારા સગપણની વાત બાપુજી કરતા હતા કે હવે ગીતાને પણ આ વર્ષે વળાવી દેવી છે. તો તું મને કે કઈ રીતે આપણે કરી છું.
સાગર બોલ્યો ' એમાં કરવાનું શું હોય , તારા બાપુજી ને કે એટલે સારા બે વડીલોને લઈને જાય અને માંગુ નાખે.
મને પણ એમ જ હતું પણ મનમાં આવ્યું કે તને પૂછી તો લવ .
'' મિયા બીવી રાજી તો ક્યાં કરે કાઝી '' ,એમ હસતા હસતા સાગર બોલ્યો.

હા હો એ તો છે જ ને , અને હું તને શું કહું છું કે મારા લગ્ન મા લાઇટ તારા ઘરે થી આવશે તો સારું ભાઈ કારણ કે આખા ગામમાં તારી જ ઘરે વીજળી છે , એમ કેશવ બોલ્યો.આખા ગામમાં સાગરના ઘરે જ લાઇટ હતી તે પણ તેના બાપુજી નું મોટું નામ હતું એ માટે બાકી હજી ક્યાં ગામમાં લાઇટ આવી છે, પંચાયત ઓફિસમાં પણ હજું લાઇટ આવી નથી.
સાગર બોલ્યો અરે ભાઈ એ કંઈ કહેવાની વાત છે ? તું તો ગમે ત્યાંથી છેડો મારી લેજે . અને તું મારો પરમ મિત્ર છે , ભાઈ તારા લગ્નમા કંઈ થોડી કસાસ રાખવા ની હોય .

તો સારું ભાઈ એટલો તારો આભાર એમ કહી ને કેશવ તેના ઘર તરફ રવાના થયો.

બે ત્રણ મહિના મા કેશવના બાપુજીએ વાત નાખી દીધી ગીતાની ઘરે અને પછી વાત નક્કી થઈ ગઈ કે ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું. છ માસ મા તો બધું ગોટો - પિંડો વાળી દીધો અને કેશવનું ઘર મંડાય ગયું.
કેશવ અને ગીતાનો ઘર સંસાર ખુબજ સારો પસાર થતો હતો , વખત જતાં કેશવ ને ત્યાં બે બાળકોનો જન્મ થયો , બાળકો પણ ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. કેશવ કલર કામ કરવાનો ધંધો કરતો હતો , તે કલર નો કારીગર હતો.ગામની બહાર તેના ઘણા કામો ચાલતા હતા .પણ સાંજે ઘરે આવી જતો .
એક દિવસ કલર નું કામ પૂરું થતાં ઘરધણી એ. એને ત્યાં જમવાનો પ્રોગ્રામ રાખેલો ત્યાં કેશવ અને તેના મજૂરો જમવા માટે ગયા , ત્યાં જમવા જમવા સાથે ઘરધણી એ ઇંગ્લિશ પીણાં નું પણ આયોજન રાખેલું હતું પણ કેશવ ક્યારેય દારૂ હોઠે અડાળીયો ન હતો, પણ ઘરધણી અને મિત્રો નું આટલી જીદ કરવાથી કેશવ એ દારૂ હોઠે અડાળીયો , એ દિવસ પછી કેશવ દારૂના નશા માં એવો જોડાય ગયો કે દેશી દારૂ તેનો મુખ્ય ખોરાક બની ગયો. ઘરમાં ગીતાએ ઘણું સુધારવાની કોશિશ કરી , અને સાગરને પણ વાત કરી પણ હવે કેશવ સાગરનું પણ માને એમ નોતો , પછી સાગરે પણ કહેવાનું છોડી દીધું, કેશવ ગીતા સાથે પણ રોજ મરપિટ કરતો હતો , ઘરમાં પૈસો પણ ન દેતો , જેટલું કામે તેટલું પીતો તેના કારણે ગીતાને છોકરાઓ નું ભરણ પોષણ કરવા મજૂરી કરવા જવું પડતું.

હવે કેશવ તેની ચરિત્રની સીમા પરથી ઉતરી ગયો , તે ગીતા ઉપર શંકા પણ કરવા લાગ્યો અને તેના છોકરાઓ ને પણ ખરાબ સલાહ આપતો હતો , તેના બાળકોને કે તો કે તારી મા નું ચરિત્ર ખરાબ છે . માટે જે હું કહું એમાં સહયોગ આપો .પણ બાળકો બિચારા શું સમજે , પણ હવે ગીતાને થયું કે હવે અહીં મારો રોટલો કે જીવન નીકળે તેમ નથી , એટલા માટે તે પિયરમાં તેના બંને બાળકોને લઈને જતી રહી.

આ વાત થી દુઃખી થઈને કેશવ સાગર પાસે આવીયો અને સાગરએ કેશવ ને ઠપકો આપી ગીતાને પાછી માનવી લઈ આવ્યો.પણ કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી એ કહેવત કેશવ ઉપર બિલકુલ બંધ બેસે છે. તેણે પોતાના કારનામા છોડ્યા નહિ અને ઘરમાં કંકાશ સરું જ રાખ્યો ન તે બદલ્યો કે ના તેનું વર્તન બદલાયું. કેશવએ દારૂ સાથે મિત્રતા બાંધી લીધી અને સગા સબંધીઓ સાથે દુશ્મની બાંધી લીધી. ગીતાના શરીરમાંથી લોહી ઉડાળી દીધુ , અને ફરીથી ગીતા તેના પિયર ચાલી ગઈ . હવે ક્યારેય પણ કેશવ પાસે ન આવવું તેણે એવું નક્કી કરી લીધું, પરિવાર ના સભ્યોએ બોવ ગીતાને સમજાવી મનાવી પણ ગીતા એક ની બે ના થઈ. હવે તેણે મનથીજ ધારી લીધું કે પોતે એકલી જ છે અને તેના બાળકો પાછળ આખું જીવન કાઢી નાખવું.

કેશવ ની જેટલી ઈજ્જત માન મર્યાદા હતી તે સઘળી નષ્ટ થઈ ગઈ હતી , તેને કોઈ બોલાવવા પસંદ ન કરતું . દારૂ પીય ને રસ્તા ઉપર પડ્યો હોય તો તેને પડ્યો રેવા દેતા એની કોઈ પરવાહ ન કરતું . હવે સાગર સાથે પણ એને એટલો સબંધ નથી રહ્યો, એને એનું જીવન કૂતરા બિલાડા જેવું કરી લીધું.

આ બાજુ ગીતાના માવતર ખૂબ ચિંતિત થયા કે ગીતાની જિંદગી કેવી રીતે જશે ? અને ક્યાંક બીજે ઠેકાણે વળાવવાનું તેને તેના માવતર નક્કી કરે છે . ગીતાનો ઘણો વિરોધ સતા ગીતાને તેના પિતા બીજે ગામ ઘરઘણું કરાવી દે છે .

ગીતા કેશવની બાળપણની પ્રેમિકા હતી તેથી તેને ગીતા છોડવા માંગતી ન હતી પણ તેના બાળકોના ભવિષ્ય માટે ગીતાએ તેનું ઘર છોડ્યું , પણ તેનો અર્થ એ નોતો કે તે બીજે પરણશે . અંતે તેના બાળકોને ભગવાન ભરોશે રાખી તે તેનો જીવ ટુંકાવી એક અલગ સફર તરફ નીકળી જાય છે.

કેશવને આ વાતની જાણ થતાં તે ગાંડો બની ગામમાં રખળીયા કરે છે . સમય ઘણો વીતી ગયો હવે કદાચ એને કોઈ ગામમાં ઓળખતું હોય.