Kavatru books and stories free download online pdf in Gujarati

કાવતરુ

સૌરાષ્ટ્રના વેરાવળ નું એક ગામ જ્યાં વિજય નામનાં
વકીલ રહેતા હતા. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો. વિજયના પિતા ઘણા માથાભારે મિજાજના હતા. તેનું નામ કારા ભાઈ હતું. તેમની પાસે પસાસ - છાઠ વીઘા ખેતી હતી પણ તેમાં બાવળ ઉભા હતા તેમાં હજી ઘણું કામ કરવા નું બાકી હતું. છોકરા હજી નાના હતા, ગામમાં ઘણું વેર હતું એટલા માટે ઘણું ધ્યાન રાખી રાતો કાઢવી પડતી હતી .

વિજય થી મોટા બે ભાઈ અને એક તેનાથી નાની બેન હતી, બધાથી મોટા ભાઈ નું નામ કાનજી હતું અને એનાથી નાનાનું નામ ગેલો હતું.

જ્ઞાતિમાં તેઓ દલિત હતા અને ગામમાં એક જ કુટુંબ હતું બાકી આખી વસ્તી કોળીની હતી. ગામમાં એક જ કુટુંબને આટલી જમીન હોવાથી આખું ગામ વેરી બની ગયું હતું અને તેને મારી નાખવાના કરતૂત ઘડતાં હતાં પણ કારા ભાઈ કોઈને ફાવવા દેય એમ નોતા. ધીરે ધીરે સમય વીતતો ગયો અને છોકરા જવાન થઈ ગયા. હવે ખેતર ને વાડી બનાવી દીધી ફરતો મોટો વંડો વારી લીધો. વાડીમાં મોટો નારિયેળ નો બગીચો બનાવી લીધો. સુખ સાહિબી કારાના પગ નીચેથી ચાલવા લાગી.આ બધું જોઈ ગામના લોકો નાખુશ થઈ ગયા અને તેને મારી નાખવાના પ્રયાસો કરવા મંડી ગયા.

એક રાતની વાત અડધી રાત નો સમય હતો, કારા ભાઈ ક્યાંક બાર ગામ ગયા હતા અને મોડી રાતે પોતાની ઘરે જતા હતા, ત્યારે હજી ગામોમાં વીજળી આવી નોતી ને કારો ભાઈ માથે પાઘડી,
ખંભે કાળી શાલ, પગમાં ચામડાના બુટ, હાથમા
પરાણાની લાકડી અને કમરે સાઇકલનું ચેન હતું.
હજી માંડ તેની વાડીએ પહોંચવા જ આવીયો હતો, હજી એક વણાક વળવાનું હતું ત્યાં તો લગભગ પાંત્રીસ - ચાલીસ આદમી હથિયાર સાથે કારાનો ફરતે ઘેરો કર્યો અને એક સાથે તુટી પડ્યા. તે સમયે હજી ગુજરાતમાં અમુક ગામોમાં જ વીજળી આવી હતી, એ પણ મોટા ઘર હોય તો.

લાકડીઓનો પટા - પટ અવાજ આવવા માંડ્યો, બધામાં દેકારો થઈ ગયો. ગામના લોકો જોવા ઉમટી પડ્યા, લોકો ને ખબર હતી કે આજે કંઈક અલગ થવાનું હતું. આટલા આદમી એક જણ ઉપર તુટી પડે એટલે એક જણનું તો આવી જ રેય. પણ કારા ભિખા કાંઈક અલગ જ માટીનો બન્યો હતો,તેની જમ જેવી આંખો, વીકરાળ સાતી, સાત ફુટનું કદ, મોટી - મોટી કારી ભમ્મર મૂછો, હાથી જેવા પગ, સિંહ જેવી જડપ, ઘોડા જેવી સ્ફૂર્તિ, હાકલ મારે ત્યારે માણસ મરી- ઠરી જાય એવો પહાડ સમો માણસ. પાંત્રીસ જણાને તો જવાબ નથી દેતો. એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી સાક્ષાત કાળ ભૈરવ.

આ બધો ઘોંઘાટ સાંભળી તેના બેય મોટા દીકરા
કાનજી અને ગેલો બાવળના ભાલા લઈ તુટી પડ્યા, કાનજી મગજનો શાંત અને રાહી હતો, પણ ગેલો બીજો કારો હતો, બળદ જેવું જોર, સિંહ જેવો જોરાવર એક ભાલો મારે તો સામે થી પલટ વાર ના આવે, સામેનો માણસ ત્યાંજ પડી જાય એવો તો શક્તિશાળી. સિંહ જેવા બેય બાપ દીકરા મેદાનમા આવ્યા પછી બધા લગભગ ભાગી છૂટયા. અને ત્રણેય બાપ દીકરા વાડીએ પહોંચ્યા .

ઘાવમા પાટા બાંધી જાગતા સુવા નો નિર્ણય કર્યો.
આ ઘટના ઘટી પસી થોડા સમયમાં જ ગામના બધા ગામવાસીયોના મનમાં ડર બેસી ગયો, આજુબાજુના ગામોમાં પણ આ ઘટના પવનની જેમ ફેલાઈ ગઈ કે બે જણએ પાંત્રીસ જણાને મારવાનો મોકો નથી દીધો, અને ઉલ્ટાનો પાંત્રીસ જણા એ માર ખાધો. આખા ગામમાં એક જ દલિત નું ખોરડૂ અને ત્રણ જ પુખ્ત વયના પુરુષો છતાં આખા ગામને ધુણાવે આ વાત આજુબાજુ ના ગામના ઉચ્ચ વર્ણનાં લોકો ને પણ પસંદ ન પડી, બીજા ગામના લોકો એ પણ આ ગામના લોકો ને સાથ આપવા સહકાર આપ્યો. અને નાના મોટા કાવતરા ઘડવા શરૂ જ રાખીયા પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું કાવતરામા અને કાવતરામાં ઘણો સમય પસાર થઈ ગયો અને કારો સમૃદ્ધિ ના પગથિયા પાર કરી ગયો . તેની પાઘડીનો છેડો હવે છુટે તેમ નથી. તેનું ગુમાન તેનો જુસ્સો તેની વિચારણા તેની ઈજ્જત પેલા કરતા વધારે થઈ ગઈ હતી.

ચોમાસાની ઋતુ હતી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, રાતનો સમય હતો લગભગ આખું ગામ સૂનશાન હતું. વરસાદના છાંટાનો આવાજ થોડો થોડો આવી રહ્યો હતો. ખેતરમાં પિંડી સુધી પાણી ભરાઈ ગયા હતા અને એમાં નાળિયેળીના બગીચામાં થી કોઈ પ્રાણી નો ભીંજાવા થી ઠરી ગયું હોય અને તેના મોઢામાંથી ધીમો ધીમો અવાજ આવવા લાગ્યો . એનો ધીમો ધીમો અવાજ કારાના કાનમાં ગયો તે થોડું વિચારી લાકડાના ખાટલા ઉપરથી ઊભો થઈ , ચામડાના કારા કલરના બુટ પેરી, હાથમા પરણાની લાકડી લઈ નારિયેળીના બગીચામાંથી અવાજ આવતો હતો તેની તરફ ગયો. નજીક જઈ ને જોયું તો લગભગ એક મહિનાનું ગલૂડિયું હતું. વરસાદમા ભીંજાઈ જવાથી ઠંડી થી ઠઠરતુ હતું. કારાએ થોડો વિચાર કર્યો અને ધીમે થી બબડીયો કે આખી રાત અહીંયા રેશે તો ઠંડીમાં મરી જાશે, પછી કારાએ તેને ઉપાડી ઓરડીમા નાખ્યું અને તેના ઉપર બાજરીની ગુણ ઓઢાડી દીધી અને તેની પથારીમા પાછો જઈ સુઈ ગયો.
સવાર થતાં કારો મજૂર ઉપર નજર નાખતો આટા મારતો હતો, મજૂરો પણ કારાને જોઈ ને જડપી જડપી કામ કરતા હતા, કારો આમ મગજનો જલેલ
હતો પણ ક્યારેય કોઈ નું ખોટું કરતો નઈ એટલે જ તેના ખેતરમાં આટલા મજૂર કામ કરે છે. કારો ફરતો ફરતો થારા (વાડીનો/ખેતર મુખ્ય ભાગ) માં આવ્યો અને તેની હંમેશ માટે બાર પડી રહેલી ખુરશી પર પગ ઉપર પગ ચડાવી બેસીયો, ત્યાં તેણે રાત્રે બચાવેલું ગલૂડિયું તેની પાસે આવ્યું અને કારાના પગમાં ગેલ કરવા માંડ્યું, કારા ને પણ મજા આવી અને કારો પણ તેની સાથે રમવા લાગ્યો, પછી તો કારો તેની સાથે રોજ રમતો અને તેનું નામ પણ રાખ્યું રાજુ.
રાજુ આંખો દિવસ ગામના ઝાપામા રખડતો હોય અને સાંજે કારા પાસે પાછો આવે, કારો રાજુને દીકરાની જેમ રાખતો તે રાજુ વગર રહી ના શકતો અને રાજુ પણ તેના માલિક વગર રહી ના શકતો કારો કોઈ પણ ખેતરના છેઢે(છેડે, ખેતર નો અંતિમ ભાગ) હોય રાજુ તેને ગોતી જ લેતો. રાજુ એવો તો બાહોશ હતો કે એક વખત તો દિપડા ને વાળી માંથી ભગાડી દીધો, સાપ, નોળીયુ, બિલાડી ને તો મરે ત્યાં સુધી ના મુકે. બપોરનું ટાળું હતું, રાજુ ગામના ઝાપે
બેઠો હતો, ગામના કાવતરા બાજોનું કાંઈક કાવતરુ નજરે ચઢતું હતું. ગામનો એક બેકાર, ભટકતો, રખડું રતનલાલ રાજુ ને ક્યાર નો જોઈ રહ્યો હતો. કોઈને સારી રીતે જોઈ ના શકે તેવો રતનલાલના મગજ પર કાંઈક ઘૂમી રહ્યું હતું. રતન લાલ સરખો લાગ ગોતતો હતો, લાગે છે કે આજે તેને તે લાગ મળી ગયો છે. રતનલાલ રાજુ તરફ આગળ વધ્યો તેના હાથમાં એક કટોરો હતો તેમાં ખીર હતી અને તે કટોરો તેણે રાજુની પાસે મૂક્યો અને ત્યાં થી તે રવાના થઈ ગયો. રાજુ એ કટોરો જોયો અને તે કટોરામાંથી બધી ખીર પિય ગયો. પાંચ - દસ મિનિટ પછી રાજુને ધીમા ધીમા ચક્કર આવવા માંડ્યા કારણ કે ખીરમાં ઝેર હતું.

રાજુ હિમ્મત કરી ઉભા થવાનો પ્રયત્ન કરે છે,
અને ઉભો થઈ પાછો ભોંય પર પડે છે. રાજુ સમજી ગયો હતો કે નક્કી આજ પોતે વાડીએ નઈ જઈ શકે,તો પણ તે મહા મહેનતથી ઊભો થઈ ચાલવા માંડયો, રાજુના મનમા એક જ ચિત્ર ફરતું હતું અને તે તેના માલિક નું હતું. રાજુ ધીરે ધીરે ડગલાં માંડતો જાય છે. વાડીએ જવા માટે એક નાનો પુલ પાર કરવો પડતો હતો અને એ પુલ ઘણો નબળો હતો તેમાં બેય બાજુ ની દિવાલ તૂટી ગઈ હતી અને પુલ નીચે પાણી સુકાઈ ગયું હતું અને તેમાં પથરા હતા. રાજુ મહા મહેનતથી પુલ સુધી પહોંચ્યો. રાજુના
મનમા તેના માલિકનો પ્રેમ, વાત્સલ્ય, લાડ તેનો ગુસ્સો આ બધું રાજુ ને દેખાવા માંડ્યું. રાજુને ખબર પડી ગઈ હતી કે હવે તેની અંતિમ ઘડી છે માટે હવે તેને તેનાં માલિક ને છેલ્લી ઘડીએ જોવો હતો, પણ રાજુનો મગજ એકદમ બંધ થઈ ગયો કઈ નજર સામે દેખાતું નોતું, રાજુ પુલની વચ્ચે વચ્ચ પહોંચી ભાન ભૂલી ગયો, માત્ર તેને તેના માલિક નું જ ચિત્ર નજર સામે તરી રહ્યું હતું અને એટલામા રાજુનો
પગ લપસી ગયો અને તે પુલ ઉપર થી નીચે પથરા પર પડ્યો અને તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ.

કારાએ બે ત્રણ દિવસ રાજુને ગોતી કાઢવા ઘણા પ્રયત્નો કર્યા, પણ રાજુ ઘણુય પાર કરી ગયો હતો. કારાએ એમ નક્કી કર્યું કે ક્યાંક ગયો હસે આવી જશે જ્યાં ગયો હશે ત્યાં થી. એક અઠવાડિયા પછી પુલ ની નીચે થી ગંધ આવવા લાગી ત્યારે કારા એ જોયું ત્યારે ફૂટી ફૂટી ને રડવા લાગ્યો, ક્યારેય કોઈએ નહીં જોયો હોય આ બાહોશ ને રડતા, પણ આજ ફૂટી ફૂટી ને રડે છે. ગામ લોકો નું કાવતરુ આજ કામ લાગી ગયું આખરે.