ek mulakat yadgar mulakat. books and stories free download online pdf in Gujarati

એક મુલાકાત યાદગાર મુલાકાત.

આજ પણ રામ ગોંડલનું નામ સાંભળે તો હરખના હિંડોળામાં તેનું રિહદય જુલવા માંડે છે.આમ તો ગોંડલ તે એક વખત ગયો છે,પણ આજ સુધી તેને ગોંડલની ગલીએ ગલીયો ના ચોક બિલકુલ યાદ છે.

ભર શિયાળમાં સવારના ૮:૩૦ વાગ્યાની ટ્રેનમાંથી ગોંડલ રેલ્વે સ્ટશનના પગથીયા ઉતરતો સાથે તેનો મિત્ર હરી તેને મિત્ર ગણીએ કે ભાઈ ગણીએ તેવો તેનો માસીનો દીકરો પણ સાથે સથવારા માટે ભેગો આવીયો હતો. રામને ખાલી એક કોલ કરવાની વાર હોય એટલે હરી રામ માટે તૈયાર જ હોય.ગોંડલમાં તેનો મિત્ર નિકુંજ તેને તેડવા માટે આવવાનો હતો.નિકુંજ સ્ટેશનથી થોડે આગળ તેની રાહ જોતો હતો,રામ નિકુંજ પાસે પહોંચીને તેની ફોરવ્હીલમાં બેસે છે.

રામ જવાનું ક્યાં છે એ તો તે મને કહ્યું નથી ' એમ નિકુંજ બોલ્યા '. અર્બન હેલ્થ સેન્ટરમા જવાનું છે ' તેમ ફોરવ્હીલના આગળના કાચમાં જોતા - જોતા રામ બોલ્યો '.હરી ફોરવ્હીલ ની પાછલી સીટ પર બેઠેલો હતો, તેને તો રામ જે કરે તે જોવાનું જ હતું.એટલે તે છાનો માનો બંનેની વાતો સાંભળે છે.
અર્બન પહોંચતા નિકુંજ બોલ્યો આ તારું અર્બન હેલ્થ સેન્ટર.રામ ફોરવ્હીલનો દરવાજો ખોલી બહાર નીકળે છે.અને અર્બનના ગેટમાંથી ડોકિયું કરે છે, અર્બન હોસ્પિટલના પગથીયામાં એક છોકરી બેસેલી હોય જોય છે , તે છોકરી ખુબજ સ્વરૂપવાન,ઉગતા સૂર્યની કિરણો તેની માથે જ પડતી હતી તેથી ઉપરથી તેનું રુપ ઘણું વધારે નીખરતું હતું. કદમાં થોડી નાની,થોડી પાતળી ઢીંગલી જેવી છોકરી બેસેલી જોઈને , રામના મોઢાં માંથી એક પંક્તિ નીકળી જાય છે
" આંખોમાં લાવે અંધાપા ઓહ નયનતારા"
રામને થયું આજ મારી નયનતારા લાગે છે.તે છોકરીએ રામને જોયો અને હરખથી તે છોકરીએ રામ તરફ એક હાસ્ય ફેંક્યું , રામને ખ્યાલ આવી ગયો કે આજ છે મારી નયનતારા .

રામે નયનતારા ને ક્યારેય જોય ન હતી માત્ર તેનો મોબાઇલ માં અવાજ સાંભળ્યો હતો.પણ નયનતારાએ રામને ફોટામાં જોયો હતો . આમ તો બંને ક્યારેય મળ્યા ન હતા.બંનેનો પ્રેમ આમતો એક વર્ષથી બંનેના જીવમાં પરોવાયો હતો.પણ આજ બંને પહેલી વખત મળવાના હતા.

નયનતારા અને તેની ફ્રેન્ડ દીપ્તિ ગેટની બહાર આવે છે,અને રામ તરફ જોતા કહે છે તમે અમારી પાછળ પાછળ ફોરવ્હીલ લઈને આવો.એક માલકીન જેમ તેના નોકરને હુકમ કરે અને તે નોકર તેનું પાલન કરે તેમ રામ નોકરની જેમ તેની પાછળ ફોરવ્હીલ લઈને જાય છે.નયનતારા સોડા શોપ પાસે તેની રીક્ષા રોકાવી સોડા શોપની અંદર જાય છે અને રામને ઇશારાથી સોડા શોપની અંદર બોલાવે છે.રામ ઈશારો સમજી તેની પાછળ સોડા શોપની અંદર એકલો જાય છે, હરી અને નિકુંજ તેની રાહ બહાર જોય છે. રામ ત્રણ મિલ્ક સેઇકનો ઓર્ડર આપે છે અને નયનતારાની બાજુની ખુરશી પર બેસી જાય છે.

નયનતારા - (ધીમા અવાજે) તમને હું ગમુ છું?

રામ - ખુબજ ગમે છે (ઉલ્લાસ થી બોલે છે).

નયનતારા - લગ્ન કરવા છે મારી સાથે ?

રામ - લગ્ન જ કરવા છે તારી સાથે, જો તારી હાં હોય તો?

નયનતારા- મારી તો ' હા ' જ છે.

રામ - તું ખુબજ રૂપાળી છે.

નયનતારા - રૂપ પાછળ ગાંડા થવા કરતા મારી પાછળ ગાંડા થાજો .

રામ - એટલે ?

નયનતારા - એટલે કે હું તમને ઘણો પ્રેમ કરું છું, એ પણ તમે જો જો અને મને સમજ જો.

રામ - તને ક્યારે જવાનું છે?

નયનતારા - બસ હમણાજ , હું મેડમને મેડિકલમાંથી પેસેન્ટની દવા લેવાના બાને આવી છું.

રામ - મને તો તારી સાથે ઘણી વાત કરવી છે.

નયનતારા - ' હા ' તો કરો ને .

રામ - એમ નહિ જડપ - જડપમાં હું ના કરું.

નયનતારા - તો ધીરે - ધીરે કરો.

રામ - હવે પાછી ક્યારે મળીશ?

નયનતારા - જ્યારે તમે યાદ કરશો ત્યારે હાજર થઈ જાય.

રામ - હું મજાક નથી કરતો.

નયનતારા - હવે આવતા વર્ષે જો એવું કંઈ અરેંજ થાશે તો હું સંદેશો મોકલાવી.

રામ - ભૂલતી નઈ.

નયનતારા - હવે અમને જવું પડશે .

રામ - પાછો સંદેશો મોકલવાનું ભૂલીશ નઈ હો.

નયનતારા - તમારા કરતા મને ઉતાવળ હશે સંદેશો મોકલવાની ,તમે ચિંતા ના કરો (તેમ કહી સોડા શોપની બહાર નીકળી રિક્ષામાં બેસીને તે નીકળી જાય છે).

રામ તેના બંને મિત્ર સાથે ત્યાંથી સ્ટેશન તરફ રવાના થાય છે.

આજ પણ રામ નયનતારા નો સંદેશાની રાહ જોય છે,ત્રણ વર્ષ વિતી ગયા છે પણ હજી તેનો સંદેશો નથી આવિયો.

****