Talash - 1 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 1

તલાશ - 1

તલાશ 1

23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે વાગતી ગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું હતું કે ગમે તે ગમે ત્યારે એનો સંપર્ક કરે તો જવાબ આપવો પડે.એણે કાર ને રોડની સાઈડમાં લીધી અને ઉભી રાખી, મુંબઈના ઉભરતા સૌથી ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ જેજેજે એ કારની બારી ખોલી અને મોબાઈલ ઉઠાવ્યો.

xxx

“ ..... હેલો. હેલો. જીતુડા” એક રતુંબડો અવાજ જેજે ને કાને પડ્યો. ઓહ્હ સોનલ નો અવાજ એ લાખોમાં ઓળખી શકતો હતો નક્કી આ સોનુડી મને કૈંક ફસાવશે. સોનલ એની બહેન, એના મામાની દીકરી. કે જેની સાથે જ જીતુભા રહેતો હતો. એ સોનલે એને અનેકવાર ફસાવ્યો હતો કોકવાર લાડ કરીને અડધી રાત્રે દરિયા કિનારે ની રાઈડ અથવા તો એને મનગમતી રેસ્ટોરાં માંથી પાર્સલ મંગાવતી. જીતુભા એ વસઈ ક્રોસ કર્યું હતું હજી દાદર કે જ્યાં એના મામાનું ઘર હતું (જ્યાં એ રહેતો હતો) ત્યાં પહોંચતા લગભગ કલાક થશે. હવે આ સોનકી કૈક નવું કામ આપશે તો મરી ગયા. વીજળીની ઝડપે એવું વિચારતા એણે કહ્યું “બોલો સોનલબા હવે શું કામ પડ્યું? ” (દરબારોમાં બહેન દીકરી ની ઉંમર ગમે તે હોય પાછળ બા લગાવીને માનપૂર્વક જ બોલાવાય. અને છોકરાને પાછળ સિંહ અથવા ભા લગાડાય) પણ જીતુભા ને સોનલ વચ્ચે એવી ફોર્માલિટી ન હતી જીતુડા અને સોનકી જ વાતચીતમાં વપરાતું પણ ક્યારેક ગુસ્સામાં વાર્તાલાપ થાય તો અચૂક ભા શિહ કે બા શબ્દ ઉમેરાતો. અને અત્યારે જીતુભા સખ્ત થાકેલો હતો અને સોનલના અચાનક અને એમાંય અજાણ્યા નંબર પરથી આવેલા ફોને એની ઘરે જઈને ગરમ પાણીમાં બબલ બાથ લેવાની યોજના પર ટાઢું પાણી ફેરવી દીધું હતું. પણ ગમે એમ તો એ સોનલ એની નાની બહેન હતી એને ખુશ કરવા એ ગમે તે કરી શકતો હતો કોઈનું મર્ડર પણ કરવાનું આવે તો અચકાય એમ ન હતો. ખેર એણે પૂછ્યું "બોલ શું કહે છે અને આ કોનો નંબર છે. તારો મોબાઈલ ક્યાં છે."

"ધીરે ધીરે જીતુડા હાર્ટએટેક આવી જશે. "

" તું ક્યાંથી બોલે છે ?"

"મોઢેથી મૂરખા, હવે સાંભળ અમે લગભગ ઈગતપુરી પહોંચ્યા છીએ તો લગભગ દોઢેક કલાકમાં દાદર પહોંચશું, પ્લેટફોર્મ પર રેડી રહેજે B -2 કમ્પાર્ટમેન્ટ ની સામે. ટ્રેન 4 કલાક લેટ છે અત્યારે ફૂલી નહીં મળે તો બેગ ઊંચકશે કોણ? ભૂલતો નહીં દોઢ કલાક પછી ગીતાંજલિ એક્સપ્રેસ દાદર પ્લેટફોર્મ નંબર 8, B -2." કહી ને સોનલે ફોન કટ કરી નાખ્યો.

"સોનકીઇઇઇ" જીતુભા એ રાડ પડી પણ કઈ ફાયદો ન હતો. ફોન કટ થઈ ગયો હતો અને પોષની ટાઢમાં રોડના એક તૂટેલા ખૂણે ટાઢ થી બચવા છુપાયેલ એક કૂતરાએ જીતુભાની ચીસથી ચોંકીને ઉંચુ જોયું પણ કઈ ખતરા જેવું ન લાગતા વળી પાછું દુબકીને સુઈ ગયું. જીતુભા એ ફોન મૂકીને કાર સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે દાદર તરફ દોડાવી. એની પાસે ઘણો સમય હતો. સોનલ એની કોલેજની કોઈ કલ્ચરલ એક્ટિવિટી ટ્રીપમાં જલગાવ ગઈ હતી. પણ એ તો કાલે બપોરે આવવાની હતી. કોલેજની બુક કરેલી બસમાં. તો પછી.અચાનક ટ્રેનમાં કેમ? અને એક દિવસ પહેલા? અનેક પ્રશ્નો જીતુભાનાં દિમાગમાં ઘુમરાતા હતા. ફાઉન્ટેન હોટેલ ક્રોસ થઈ ગઈ હતી. નેશનલ પાર્ક આવવાનું હતું જીતુભાની અંદરનો પ્રાઇવેટ ડિટેક્ટિવ જાગ્રત થઇ ગયો હતો થાક કંટાળો ગાયબ થઇ ગયા હતા. કાર સાઈડમાં લઇ એને ડેશબોર્ડ ઓર પડેલા સિગરેટ ના પેકેટ માંથી એક સિગારેટ કાઢી અને સળગાવી 2-3 લાંબા લાંબા કાશ માર્યા. અને મગજ દોડાવવાનું શરૂ કર્યું. દસેક મિનિટ મથામણ પછી પણ એને કઈ સૂઝ્યું નહીં આખરે કંટાળીને એણે કારને દાદર તરફ દોડવી.

xxx

જીતેન્દ્ર જોરાવરસિંહ જાડેજા કાર દાદર તરફ ચલાવતો હતો અને એનો ભૂતકાળ એના મગજમાં દોડતો હતો એના પિતાજી જોરાવરસિંહ ફોરેસ્ટ ઓફિસર હતા. કચ્છના ભચાઉ તાલુકાના કુંભરડી ગામ તેમનું વતન. ઈમાનદાર ઓફિસર એવા જોરાવરસિંહ પર એકવાર કાષ્ઠચોરોએ હુમલો કર્યોહતો અને 3 કાષ્ઠ ચોરને મારીને એ વન સંપત્તિ બચાવવા ખાતર શહીદ થયેલા. 10 વર્ષના જીતેન્દ્રસિંહને લઈને એની માં પોતાના ભાઈ સુરેન્દ્રસિંહ ઝાલા ના ઘરે હંમેશા માટે રહેવા આવી, સુરેન્દ્રસિંહ ઝાલા. ips હતા. અને એનું પોસ્ટીંગ ભાવનગરમાં હતું. એમને એક જ દીકરી હતી. જયારે જીતુભા અને એની માં સુરેન્દ્રસિંહ ના ઘરમાં આશરો લેવા આવ્યા ત્યારે સોનલ ની ઉંમર હતી 6 વર્ષની. સપનાની જેમ વર્ષો પસાર થયા. સુરેન્દ્રસિંહને કોઈ રાજકારણી એ જુઠ્ઠા કેસમાં ફસાવ્યા એ સસ્પેન્સ થયા આઘાતમાં પત્નીને લાંબી બીમારી વળગી. છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી. અડધો જ પગાર આવે, પણ જીતુભાનાં બાપુ જોરાવરસિંહની સંપત્તિ વેચીને જીતુભાની માંએ ઘરમાં ખર્ચ, ભાભીની દવા અને વકીલોના ખર્ચ ઉઠાવ્યો. આખરે 7-8 વર્ષે. સુરેન્દ્રસિંહ ની તરફેણમાં ચુકાદો આવ્યો અને એમણે બાઇજ્જત ફરીથી નોકરી જોઈન્ટ કરી પણ એનું મન ખાટું થઈ ગયું હતું. બાકાયદા સવારે નોકરી જોઈન્ટ કરી એણે સાંજે રાજીનામું આપી દીધું. અને બીમાર પત્નીનો સારો ઈલાજ થાય અને જીતુભા અને સોનલ ને સારું શિક્ષણ મળે એ માટે મુંબઈની વાટ પકડી, પણ ટૂંક સમય પછી પત્ની નો દેહાંત થયો. માં વગરની સોનલને ફઈબા એ જરાય ઓછું ન આવવા દીધું. મુંબઈમાં સુરેન્દ્રસિંહે પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે કામ શરુ કર્યું અને તેમની સૂઝ આવડતથી ધંધો જામી ગયો.કોલેજ અને પછી મિલિટરીમાં 4 વર્ષ સર્વિસ કરીને જીતુભા મામા સાથે ધંધામાં જોઈન્ટ થઇ ગયો હતો. ......અને આજે જયારે એની મા તીર્થયાત્રા પર ગઈ હતી. મામા કોઈ કામ માટે દિલ્હી ગયા હતા. જીતુભાને ઘરે જઈ મસ્ત ઊંઘ કરવી હતી છેલ્લા ત્રણ દિવસની દોડધામ થી એ થાક્યો હતો. એટલે ઘરે જઈ ગરમ પાણીમાં બબલ બાથ લઇ એને કાલે બપોર સુધી ઘોરવું હતું. પણ સોનલ ના ફોને એના પ્રોગ્રામ ની પથારી ફેરવી હતી.

પોણા બાર વાગ્યે દાદર પહોંચી જીતુભાએ કાર પાર્ક કરી જો સોનલ ની ટ્રેન જલ્દી આવી જાય તો અહીંથી માત્ર 10-12 મિનિટ ના અંતરે એનું ઘર હતું . એક વાગ્યા સુધીમાં નાહી ફ્રેશ થઇ સૂઈ શકાશે એમ વિચરતા એને પ્લેટફોર્મ ટિકિટ કઢાવી. અને પછી ગીતાંજલિ એક્સપ્રેસ વિષે પૂછ્યું. 'સાહેબ આજે ટ્રેન લેટ છે. લગભગ 1 વાગ્યે આવશે." ઓહ્હ્હ હજી એકાદ કલાક મનમાં ઉઠતા ગુસ્સા અને ચિંતા ને દબાવી સ્ટેશનની સામે આવેલી રેસ્ટોરાંમાં જઈ એને મનપસંદ તીખા વડાપાવ અને લસ્સી નો ઓર્ડર આપ્યો. નાસ્તો પતાવી એને સિગરેટ સળગાવી. એને વિચાર આવ્યો જો અત્યારે અચાનક મોહિની આવી ચડે તો ... તો... મોહિની ની યાદ આવતા જ જાણે મન તરબતર થઈ ગયું અને અચાનક ગુસ્સા અને ચિંતાનું સ્થાન રોમંચે લઇ લીધું. કદાચ કદાચ સોનલ ની સાથે મોહિની હશે. વાહ દીવસભરની દોડધામ પછી કૈક રિલેક્સ અનુભવતા એણે ફરીથી પ્લેટફોર્મ પર પગ મુક્યો ત્યારે સાડાબાર થયા હતા એણે પ્લેટફોર્મ 8 પર જઈ B -2 નું ઈન્ડિકેટરની બાજુની બેન્ચ પર બેઠક જમાવી અને મોહિનીના ખ્યાલોમાં ખોવાઈ ગયો. મોહિની, એની બહેન સોનલની ખાસ બહેનપણી એનીજ સાથે ભણતી હતી. સોનલ જયારે જીતુભાને પજવવા કંઈક પોગ્રામ કરે એમાં એની હાજરી અચૂક હોય. ક્યારેક રેસ્ટોરાં ક્યારેક દરિયાકિનારે તો ક્યારેક મુવી જોવામાં મોહિની પોતે કઈ ન બોલતી પણ જીતુભાની સોનલની માંગણીઓ પરની અકળામણને એ બરાબર માણતી હતી. જીતુભાને ખાતરી હતી કે સોનલના આ નખરા પાછળ મોહિની ની ચડામણી જ છે. એને એ ગમતું પણ હતું. એને મોહિની પણ ગમતી હતી. બન્ને એકમેકને પસંદ હતા. અને બન્નેના ઘરમાં પણ આ સંબંધમાં કઈ વાંધો ન હતો મોહિનીનો બાપ એક બિઝનેસમેન હતો. રૂપિયા પણ ખુબ હતા એ જીતુભા અને એના મામાને લગભગ4-5 વર્ષથી ઓળખતો હતો. એક વખત જ્યારે એના પર કોઈની ચડામણી થી એની ફેકટરીમાં કામ કરતા મજુરે એના પર કેસ કર્યો ત્યારે સુરેન્દ્રસિંહે એને બચાવ્યો હતો અને એ કેસ સોલ્વ કરવામાં જીતુભાનો ફાળો મોટ્ટો હતો. હા તેઓની જ્ઞાતિ અલગ હતી પણ 1999 માં જ્ઞાતિ કરતા દીકરીના સાસરિયા સારા હોઈ એ જોવાનું શરૂ થઈ ગયું હતું. એને ખાતરી હતી કે જીતુભા સાથે પરણીને મોહિની દુઃખી નહીં થાય. પણ જ્યાં સુધી બંને છોકરીઓની કોલેજ પુરી ન થાય ત્યાં સુધી ઓફિસિયલ વાત બંને પક્ષે એકમેકને ન કરવી એવું મનોમન બધાયે નક્કી કર્યું હતું.

xxx

અચાનક થયેલા ઘોંઘાટે જીતુભાની તંદ્રા ને તોડી એણે ઘડિયાળમાં જોયું 1-20 મિનિટ થઈ હતી.તેણે જોયું તો ટ્રેનમાં આવતા મહેમાનોને રિસીવ કરવા આવેલા લોકોની ચહેલ - પહેલ શરૂ થઈ ગઈ હતી.ગીતાંજલિ ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ પર પ્રવેશી રહી હતી, શરીરને તંગ કર્યું અને ઉભો થયો. ટ્રેન ઉભી રહી સામે જ B -2 કમ્પાર્ટમેન્ટ હતું 3 ટાયર એસી. દરવાજા ખુલતા જ એમાંથી રડ્યા - ખડ્યા મુસાફરો ઉતર્યા. જીતુભા એ એમના ચહેરા જોયા 2 આધેડ કપલ 2-3 બિઝનેસમેન જેવા 40 45ના પુરુષ અને એક માથે કપડાંની ટિપિકલ ગામડાના દુકાનદાર પહેરે એવી ટોપી પહેરેલ માણસ. બીજું કોઈ નહીં હવે જીતુભા બીજા ગેટ સાઈડ ભાગ્યો ત્યાંથી પણ આવા જ 2-4 લોકો નીકળ્યા. ઓહ્હ્હ આ સોનકી આજે માર ખાશે મારા હાથનો, એમ બડબડતાં એણે બહાર નીકળવાના દરવાજા તરફ દોટ મુકી કદાચ ત્યાં પહોંચી ગઈ હોયતો?.. એમ વિચારીને. પણ ત્યાંથી ધીરે ધીરે કરીને બધા પસાર થયા પણ કોઈ જાણીતો ચહેરો ન દેખાયો લગભગ બધાને રિસીવ કરવા લોકો આવ્યા હતા. કોઈ 2-3 જણા ટેક્ષીવાળા સાથે ગંતવ્ય સ્થાન અને ભાડાની મગજમારી કરતા હતા. જીતુભા એ જોયું, પેલો ગામડાનો વેપારી ટેક્ષીડ્રાઈવર ને મુલુંડ નું કંઈક એડ્રેસ સમજાવતો ભાવમાં રકઝક કરતો હતો આખરે સોદો નક્કી થયો અને એ ટેક્ષીમાં ગોઠવાયો. પ્લેટફોર્મ અને સ્ટેશન હવે લગભગ ખાલી હતું 1-2 કેન્ટીન બોય અને 2-3 ભિખારી સિવાય ત્યાં હવે કોઈ ન હતું. નારાજ હતાશ અને થાકેલા જીતુ એ આખરે ફરીથી પ્લેટફોર્મ પર નજર મારી અને પછી પાર્કિંગ લોટ માં પહોંચ્યો. નક્કી સોનકીએ પ્રેન્ક કર્યો લાગે છે મને અડધી રાત્રે દાદર સ્ટેશન પર દોડાવીને.. હવે એ કાલે ઘરે આવે એટલે એની ખેર નથી... મનમાં ધુંધવાતા એણે કાર ને પાર્કિંગ માંથી બહાર કાઢી. અચાનક એને થયું શુ કામ કાલે.. આજે જ બલ્કે અત્યારેજ એણે પોતાના મોબાઇલમાં થી સોનલ નો નંબર ડાયલ કર્યો. ઇન્ડિયામાં નવી નવી ચાલુ થયેલ ઓરેન્જ કંપનીનું નેટવર્ક બહુ વખણાંતુ હતું. 3-4 વાર ડાયલ કરવાની કોશિશ કરી દર વખતે સોનલનો ફોન નોટ રિચેબલ જ આવતો હતો. કંટાળીને એણે ફોન બંધ કર્યો. કાલ બપોરે એની ખેર નથી વિચારી અને એને કાર ઘર તરફ દોડાવી ત્યારે રાતના 2-10 વાગ્યા હતા. ઘરે પહોંચી ફટાફટ હોટ શાવર લઇ નાઈટ ડ્રેસ પહેરી એણે પોતાના બેડરૂમમાં લંબાવ્યું ત્યારે 3 વાગ્યા હતા. પણ ત્યારે એને ખબર નહોતી કે નિરાંતની ઊંઘ એના નસીબમાં ન હતી.

ક્રમશ:

કોલેજે બુક કરેલી બસમાં ટ્રીપમાં ગયેલી સોનલ ટ્રેનમાં શુ કામ આવતી હતી,? એનો ફોન કેમ લાગતો નથી.? એની સાથે ગયેલા બીજા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ક્યાં છે? શું એ એકલી જ પછી આવે છે.? રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યે કહ્યું કે હું દોઢ કલાકમાં દાદર પહોંચીશ, પણ દાદર સ્ટેશન પર એ ન ઉતરી તો ક્યાં ગઈ? જાણવા માટે વાંચો તલાશ -2

અલ્કેશ આર ભાયાણી

મોં 9619992572

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

👌👌👌

Vanita Patel

Vanita Patel 10 months ago

Bindu Patel

Bindu Patel 1 year ago

Falguni Patel

Falguni Patel 1 year ago