TALASH - 7 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 7

તલાશ - 7

જયારે જીતુભા ન્હાઈને તૈયાર થતો હતો ત્યારે, પૃથ્વી સરલાબેન સોનલ અને જીગ્ના સંમુખાનંદ હોલ પર પહોંચ્યા હતા. હોલ પર ખુશનુમા માહોલ હતો. કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી. અનેક કોલેજીયન છોકરા-છોકરીઓ ત્યાં એક બીજાને ઇમ્પ્રેશ કરવા બની ઠનીને આવ્યા હતા. મજાક મસ્તી નો દોર ચાલુ હતો. ઘણા લોકો એ પોતપોતાના ભાવિ જીવનસંગીને શોધી લીધા હતા તેઓ પોતાની લાગણીઓ બતાવવા યેનકેન પ્રકારેણ પ્રયત્ન કરી રહ્યા હતા. તો કેટલાક લોકો હજી છેલ્લો પ્રયાસ પોતાના ભાવિ જીવનસંગીને મનાવવાનો કરી રહ્યા હતા. તો કેટલાક લોકો ગંભીરતાથી કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. અચાનક કેટલાક છોકરા-છોકરીઓનું ધ્યાન સરલાબેન પર પડ્યું. તેમને ખબર હતી કે આજે એમનો છેલો દિવસ છે અને તે મુંબઈ છોડીને જઈ રહ્યા છે. પોતાના ફેવરિટ પ્રોફેસર આમ અચાનક ચાલ્યા જવાથી દુઃખી હતા, અને છેલ્લી વાર મળવા આતુર હતા. લગભગ પોણા અગિયાર વાગ્યા હતા. સરલાબેન એમને ઘેરી વળેલા સ્ટુડન્ટની સાથે એક પછી એક એમ વાત કરવા લાગ્યા. એમણે કહ્યું કે આ પોગ્રામ તો સાંજ સુધી ચાલશે પણ મારી ફ્લાઇટ દોઢ વાગ્યાની છે હું પ્રિન્સિપાલ અને બીજા પ્રોફેસરને મળીને દશેક મિનિટમાં આવું છું પછી આજ હોલના એક નાનકડા કમરામાં ગેટ ટુ ગેધરમાં આપણે બધા મળીએ કહીને હોલમાં અંદર પ્રવેશ કર્યો. ધીરે ધીરે બધા વિખરાયા. પૃથ્વીએ આ જોયું પછી એકવાર સોનલ જીગ્ના તરફ નજર નાખી .સોનલ અને જીગ્ના પણ એમના ગ્રુપ ફ્રેન્ડની સાથે જોડાયા. પૃથ્વી કંઈક વિચારીને હોલના પ્રાંગણમાંથી બહાર નીકળ્યો. સોનલ એની કોઈ ફ્રેન્ડ સાથે વાતો કરતી હતી ત્યાં પાછળથી અચાનક કોઈએ એના વાંસામાં ધબ્બો માર્યો સોનલે ચોંકીને પાછળ જોયું તો ત્યાં મોહિની ઉભી હતી. પર્પલ કલર ના જ્યોર્જેટ કપડાં પર એમ્બ્રોડરી વર્કથી બનેલો અનારકલી ડ્રેસ તેણે પહેર્યો હતો. ખુબ જ ચીવટથી સિલાઈ કરેલા આ અદભુત ડ્રેસમાં મોહિની અવર્ણનીય લગતી હતી.

"ઓ હો હો સોનલબા મુંબઈમાં ક્યારે પધાર્યા. તમે તો આજે સાંજે આવવાના હતાને? મોહિનીએ અજાણ્યા બની ને પૂછ્યું. હકીકતમાં તો એને જીતુભાએ બધું જ જણાવ્યું હતું પણ એને એ પણ ખબર હતી કે કદાચ સોનલ આ કઈ જાણતી નથી એને સોનલને બધું પૂછવું હતું પણ જીતુભાએ કહેલી વાત એના ધ્યાનમાં હતી એ હરામખોર કદાચ આજુબાજુમાં જ હોય. સોનલ એને ઉત્સાહભેર સરલાબેનને આવેલા પ્રેન્ક કોલ અને પછી ટ્રીપમાંથી કેવી રીતે એ લોકો નીકળ્યા અને કેવી રીતે અચાનક કલ્યાણ સ્ટેશન પહેલા સરલાબેન ની તબિયત ખરાબ થવા લગતા તેઓ કલ્યાણમાં જ ઉતરી પડ્યા. અને કેવી રીતે સરલાબેનના ભાઈના બંગલામાં એમનું રજવાડી સ્વાગત થયું એ બધું વિસ્તારથી કહેવા માંડ્યું. દરમિયાનમાં. જીગ્નાને ઘરે કોલ કરવાનું યાદ આવ્યું. એણે મોહીંનીનો ફોન માંગ્યો અને પોતાના ઘરેં વાત કરવા લાગી.સોનલ ઉત્સાહભેર વાત કરી રહી હતી કેવી રીતે એ એક રાજકુમારને મળી અને એણે મસ્ત રેસ્ટોરાંમાં ટ્રીટ આપી હતી.

"ઓહો હો સોનલબા તો આખરે તમને કોઈ રાજકુમાર ગમ્યો ખરો કા?".મોહિની એ હસતા હસતા કહ્યું.

"જાને ચાંપલી તને તો બધી વાતમાં મજાક જ સુજે છે પણ યાદ રાખજે હું તારી પર નણંદ બનીને પૂરો રોબ જમાવીશ એમ કઈ જલ્દી હું તારો પીછો છોડવાની નથી." સોનલે પણ હસતા હસતા કહ્યું

"કોણ કોનો પીછો છોડવાનું નથી અને આ નણંદને રોબ જમાવવાનું એ બધું શું છે." અચાનક પાછળથી આવેલ જીગ્ના એ પૂછ્યું તે કોલ પૂરો કરીને આવી હતી અને છેલ્લું વાક્ય અસ્પષ્ટ સાંભળ્યું હતું.

કઈ નહીં એ તો અઅઅ અમસ્તું સોનલ મજાક." મોહિની કૈક કહેવા જતી હતી ત્યાં જ જીગ્નાએ એની વાત કાપી. "હવે રહેવા દે મોહિની એમ કઈ હું સાવ કાચા કાનની નથી. હું તો માનતી હતી કે તું અને સોનલ મારી પાક્કી બહેનપણી છો પણ... ખેર" કહીને જીગ્ના એ રડમસ મોં કર્યું.

“અરે રે જીગ્ના તને તો ખરાબ લાગી ગયું પણ એમાં એવું છે કે મેં હજી સુધી કોઈ ફ્રેન્ડ્સને જણાવ્યું નથી. મારે બધાને સરપ્રાઈઝ આપવી હતી. હું હું સોનલના ભાઈ જીતુભાને એટલેકે અમે બન્ને એકબીજાને ગમીએ છીએ અને આપણી એક્ઝામ પુરી થાય પછી એનાઉન્સ કરવાના છીએ" મોહિનીએ એક ભારે શ્વાશ છોડીને કહ્યું. 'પ્લીઝ તો હમણાં કોઈ ને કહેતી નહીં. પ્લીઝ" મોહિનીએ રિકવેસ્ટ કરતા કહ્યું.

"ઓકે ઓકે. હું .કોઈને નહીં કહું." ધનિક બાપની આઝાદ મિજાજની પણ બાપથી ડરતી જીગ્નાએ જવાબ આપ્યો પણ પછી ઉમેર્યું. "સોનલ આજે તો તારા ભાઈને જોવો જ પડશે. કોણ છે એ મહાન હસ્તી જેના પ્રેમમાં આ ભલીભોળી મોહિની ઉંધે કાંધ પડી છે. ક્યાં છે એ અને અરે તે એને ફોન કર્યો કે નહીં.?"

" અરે બાપરે હૂતો સાવ ભૂલી જ ગઈ" કહીને સોનલે મોહિનીનો ફોન લઈને જીતુભાને ફોન જોડવા માંડ્યો.

xxx

જે વખતે સોનલ જીતુભાને ફોન લગાવી રહી હતી એ વખતે જીતુભા બુકે અને ચોકલેટ લેવામાં પડ્યો હતો હવે એ રિલેક્સ હતો. એનું આંતરમન કહેતા હતા કે સોનલ સલામત જ હશે. પેલા ખૂંખારને સોનલને હાનિ પહોંચાડવી નથી પણ બીજુંજ કંઈક કામ છે. નહીં તો એ મામાને ન ફસાવત. પણ શું કામ છે એને?. કોણ હશે એ? જીતુભાનું મન ચકરાવે ચડ્યું. ત્યાં અચાનક મોબાઈલમાં રિંગ વાગી અને ડિસ્પ્લેમાં મોહિનીનું નામ વાંચ્યું "અરે બાપ રે બહુ મોડું થઇ ગયું. હવે ફોન ઉંચકીશ તો મોહિની ભડકશે એના કરતા જલ્દી પહોંચી જાઉં" વિચારતા વિચારતા એણે કાર સ્ટાર્ટ કરી.

xxx

જીતુભાએ કાર સ્ટાર્ટ કરી એ વખતે જ સરલાબેન હોલમાંથી બહાર આવ્યા અને જે રૂમમાં એમનું ગેટ ટુ ગેધર હતું એ બાજુ ચાલવા માંડ્યું એ જ વખતે મોહિની સોનલ અને જીગ્ના ત્યાં ઉભા હતા અને સોનલ જીતુભાને ફોન લગાવવા પ્રયત્ન કરી રહી હતી.તો જીગ્ના મોહિની અને સોનલને કહેતી હતી કે મારે આ જે જ જીતુભાને મળવું છે. સોનલ ફોન લગાવવાના પ્રયાસમાં બે ડગલાં આગળ ગઈ કે તરત મોહિનીએ જીગ્નાને કહ્યું એ આજે અત્યારે અહીં આવવાનો છે અને એના માટેનો પાસ સીએલને આપ્યો છે. જીગ્ના એ મોહિનીને કહ્યું કે સોનલને કહેતી નહીં એને પાસ આપવાને બહાને હું મળી લઈશ. એજ વખતે અચાનક પૃથ્વીએ હોલના પ્રાંગણમાં ફરીથી પ્રવેશ કર્યો તેણે જોયું કે સોનલ - જીગ્ના અને બીજી એક છોકરી (મોહિની) ત્યાં ઉભાઉભા કંઈક વાતો કરે છે મોહિનીની પીઠ એ વખતે પૃથ્વીની સામે હતી તો સોનલનું મોઢું બરાબર એની સામે હતું. સોનલ સામે એણે સ્મિત કર્યું ત્યાં જ એનું ધ્યાન સરલાબેન પર પડ્યું "સરલાબેન" એને હળવો સાદ દીધો. જીગ્ના અને મોહિનીએ વખતે મોહિનીએ પહેરેલા ડ્રેસ ની વાત કરતા હતા. સોનલ નું ધ્યાન મેઈનગેટ માં પ્રવેશી રહેલા પૃથ્વી પર જ હતું એણે સ્મિતનો જવાબ સ્મિતથી આપ્યો. અને ચોર નજરે મોહિની -જીગ્ના ની સામે જોયું. "થેન્ક ગોડ આ ડોબીઓનું ધ્યાન નથી" મનમાં કહીને તે પૃથ્વી તરફ જોવા લાગી " ઓહ માય ગોડ. કેવો સોહામણો છે આ જાણે દેવતાઓએ નિરાંતે ઘડીને મોકલ્યો છે અને કેટલો સાહજિક છે એક સ્ટેટનો રાજકુમાર હોવા છતાં કઈ અભિમાન નહીં અને વળી એને ખબર પડી કે જીતુંડાનું નામ જીતુભા છે પછી મને પણ એ સોનલબા કહી ને જ સંબોધે છે કેટલો સાલીન, છોકરીઓ સાથે કેમ મેનર્સફુલ વાત કરાય એ એને બરાબર આવડે છે. સોનલ આવું વિચારતી હતી ત્યાં સરલાબેન પૃથ્વી તરફ આગળ વધ્યા. પૃથ્વી થોડો સામે આવ્યો અને સરલાબેનને ધીમેથી કઈક કહ્યું. સરલાબેને માથું હલાવી હા પાડી પછી જે રૂમમાં ગેટ ટુ ગેધર હતું એ બાજુ ચાલ્યા, ચાલતા ચાલતા એમણે સોનલ જીગ્ના મોહિની તરફ જોઈને સાદ દીધો "ચાલો છોકરીઓ "

" હા મેમ એક મિનિટ મારા ભાઈને ફોન કરી લઉં એટલે આવીયે" સોનલે જવાબ આપ્યો.

"હવે ચાલને મેમ પછી ક્યારે મળશે. અને જીતુને તું હવે ઘરે જઈને મળવાની જ છોને એ ફોન ન ઉપાડે તો મૂક એને પડતો" મોહિનીને તો ખબર જ હતી કે જીતુભા આવવાનો છે. પણ સોનલને ચીડવવા એને કહ્યું.

"પણ યાર એ મારી ચિંતા કરતો હશે. કાલ રાત્રે મેં એને દાદર સ્ટેશને દોડાવ્યો.પછી હું કલ્યાણ ઉતરી ગઈ પછી હજી સુધી વાત નથી કરી" સોનલે વિરોધ કરતા કહ્યું.

હવે બેસ ને ચિબાવલી હવે ભાઈની યાદ આવે છે. ગઈ રાતના 12 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા સુધી ઓલા રાજકુમારમાં ખોવાયેલ હતી અને ભાઈની યાદ ન આવી હવે એ રાજકુમાર આઘો ગયો તો ભાઈની ચિંતા થાય છે. ચાલ ચુપચાપ" મોહિની એ બનાવટી ગુસ્સાથી કહ્યું અને જીગ્ના તરફ આંખ મિચકારી. સોનલ કમને મોહિની ની પાછળ ચાલી. તરત જ જીગ્ના એ કહ્યું કે "મારા ભાઈ અને ભાભી ફંક્શનમાં આવે છે હું એમને હોલમાં બેસાડીને ત્યાં સરલમેમને મળવા આવું છું. પાંચ મિનિટમાં" કહીને હોલના પ્રાંગણ તરફ ચાલવા મંડી. સોનલ અને મોહિની જ્યાં ગેટ ટુ ગેધર હતું. એ રૂમમાં પ્રવેશ્યા. જીગ્નાએ હોલના મુખ્ય દ્વાર પર જઈને પેલા સી એલ પાસેથી પાસ લઇ લીધો એને કહ્યું કે હું સોનલના ભાઈને ઓળખું છું તું જા એન્જોય કર. એને મોહિનીએ જીતુભાની કાર નંબર કહ્યો હતો. એ જીતુભાની રાહ જોવા લાગી.

xxx

જીતુભાની વ્હાઈટ કલરની કૉન્ટૅસા કાર જયારે સંમુખાનંદ હોલના મુખ્ય દરવાજે પહોંચી તેની 2 મિનિટ પહેલાં પૃથ્વી હોલનાં મુખ્ય દરવાજાથી બહાર નીકળ્યો એણે જોયું કે જીગ્ના ત્યાં બહાર ઊભીઊભી કોઈની રાહ જુએ છે પહેલા વિચાર્યું કે એની સાથે વાત કરું પણ, એને ઉતાવળ હતી. કોઈકને "પતાવવા" જવાનું હતું અને પછી એક કલાકમાં સરલાબેનને એરપોર્ટ પર મળવાનું હતું..મોબાઈલમાં કોઈક સાથે વાત કરતા કરતા એણે એક ખાલી ટેક્સી જોઈ હાથ દેખાડ્યો ટેક્સી ઉભી રહી અને એ એમાં ગોઠવાયો ટેક્સી ચાલુ થઇ એ જ વખતે જીતુભાની કાર હોલનાં પ્રાંગણમાં પહોંચી એણે કાર અંદર લીધી અને પાર્ક કરી. જીગ્નાએ એની કાર જોઈ અને એ કાર પાર્ક કરી હતી એ તરફ આગળ વધી. જીતુભાએ બહાર આવી કાર લોક કરી ત્યાં જ એના મોબાઈલમાં રિંગ વાગી એણે મોબાઇલ હાથમાં લીધો અને સ્ક્રીનમાં જોયું. યાત્રાના વ્યવસ્થાપક પંકજ ભાઈનો ફોન હતો એણે ફોન ઉપાડ્યો અને વાત કરવા મંડી એનું ધ્યાન જીગ્ના તરફ ન હતું. માત્ર એટલું જોયું કે કોઈક છોકરી હોલના ગેટથી એની તરફ આવતી હતી.

"હેલો"

"હા જીતુ હું બોલું છું.: ફોનમાંથી એના બા નો અવાજ આવ્યો

"હા બા કેમ છો તમે? શું ચાલે છે? બધું બરાબર તો છે ને?" જીતુભાએ ઉચાટથી પૂછ્યું.

"હા બેટા અહીં બધું બરાબર છે. તું કેમ છે? અને સુરેન્દ્રભાઇ દિલ્હીથી આવી ગયા કે નહીં?"

"ના એ કાલે સાંજે આવશે. કદાચ એકાદ દિવસ વધારે પણ થાય" જીતુભાએ કહ્યું.

"ઓહ, ઠીક છે તું સંભાળજે અને જો જે સોનલનું ધ્યાન રાખજે. તારી નાની બેન છે. અને ખોટો એની હારે ઝગડા ન કરજે. બિચારી માં વગરની દીકરી." જીતુભાનીમાં એ આટલું વાક્ય કહ્યું ત્યાં એમનો અવાજ રડમસ થઇ ગયો.

"હા માં હું મારુ ને એનું બેય નું ધ્યાન રાખીશ અને એ ક્યાં ઓછી છે. તું તો એની ફોઈ અને માં બેય છો. ગામ આખાંના કાન કાપે એવી છે."

"તો ય દીકરા એનું ધ્યાન રાખજે બિચારી સાવ ભોળી ગાય જેવી છે મારી દીકરી. ક્યાં છે એ? "

" હા ખબર છે એ ગાય જેવી છે પણ તને નથી ખબર કે એ મારકણી ગાય છે. ખેર, માં મેં તને કીધુંતું ને કે એ ટ્રીપમાં ગઈ છે. આજે સાંજે ઘરે આવશે. તું તારી તબિયત સંભાળજે અને બધ્ધે અમારા વતી દર્શન કરજે અને આયા હું બેઠો છુંને એનું બરાબર ધ્યાન રાખીશ તું ચિંતા ન કર ચાલ હવે હું ફોન મુકું છું " જીતુભાએ કહ્યું અને ફોન કટ કર્યો એ વખતે જ જીગ્ના બરાબર એની સામે આવીને ઉભી રહી. અને કહ્યું તમે. તમારું નામ જીતુભા?

ક્રમશ:

પૃથ્વી સરલાબેન ને શું કહેવા આવ્યો હતો? એ કોને "પતાવવા" ગયો છે? શું જીતુભાની માં પર મુસીબત આવવાની છે.? જીતુભા સોનલને મળશે ત્યારે શું કરશે.? જાણવા માટે વાંચો તલાશ -8

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

અદભુત

Vanita Patel

Vanita Patel 10 months ago

Ashok Prajapati
Parash Dhulia

Parash Dhulia 1 year ago