I Hate You - Can never tell - 38 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-38

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-38

આઇ હેટ યુ
પ્રકરણ-38
નંદીની જયશ્રીને ઓફીસનું કામ સમજાવી પોતાનાં શીફ્ટ થવાનાં સ્કુટર સામાન બહુ કેવી રીતે ટ્રાન્સપોર્ટમાં આવશે બધી વાત થઇ ગઇ અને દૂરનાં માસા માસીને ત્યાં સુરત જશે. જે થશે એ હું કરીશ એમ કહીને જવાની તૈયારી કરતી હતી ત્યાંજ ઇન્ટરકોમ પર ફોનની રીંગ આવી જયશ્રીએ ઉપાડ્યો એણે નંદિની સામે જોઇને કહ્યું તારાં માટે ફોન છે સુરતથી ભાટીયા સરનો... આપણાં સરેજ ટ્રાન્સફર કર્યો છે વાત કરી લે. નંદીનીએ જયશ્રી સામે જોયું અને પછી ફોનનું રીસીવર હાથમાં લીધું. અને વાત કરી. હલ્લો સર... હાં સર નંદીની...
ભાટીયા સરે કહ્યું વેલકમ અવર બ્રાન્ચ નંદીની તેં ટ્રાન્સફર લીધી મને ગમ્યુ અહીં તારાં લાયક ઘણું કામ છે. પણ મેં ફોન ખાસ કામસર કર્યો છે. અહીં તું ક્યાં રહેવાની ? કંઇ નક્કી છે ? મારો ફ્રેન્ડ રીયલ એસ્ટેટનું કરે છે એને કહી દઊં તારાં માટે તારે લાયક એપાર્ટમેન્ટ શોધી લેશે. તમે કેટલી વ્યક્તિ છો ?
નંદીનીએ કહ્યું સર હાલતો કઈ નક્કી નથી પણ હું મારાં માસીનાં ઘરે રહેવાની છું ત્યાં આવ્યા પછી જરૂર પડશે તમને હું ચોક્કસ જણાવીશ. થેંક્યુ સો મચ સર. હું ગુરુવારે ઓફીસ જોઈન્ટ કરી લઇશ અને રૂબરૂ જે હશે એ આપની સાથે વાત કરીશ. થેંક્યુ અગેઇન સર. ભાટીયાએ કહ્યું ઓકે ડન તું આવ પછી વાત કરીએ.
અને નંદીનીએ ફોન મૂક્યો. જયશ્રીએ કહ્યું વાહ કહેવું પડે ભાટીયા સરે પોતેજ ફોન કર્યો. સારું કહેવાય તારે જો કોઇ મેળ ના પડે તો એમની હેલ્પ લેજે એમાં શું વાંધો છે ? આપણે કામથી કામ રાખવાનું. તને એકબીજી વાત કરુ નંદીની... ભાટીયા થોડો ચાલુ છે પણ સુરતની બ્રાન્ચ એનાં લીધે આપણાંથી પણ આગળ છે. ખાલી આપણાં દેશમાં નહીં ઓવરસીમમાં પણ ઘણાં કામ કરે છે. ત્યાં અહીં કરતાં વધુ ચાન્સ છે. મુંબઇ મેઇન ઓફીસ અને સુરત ઓફીસ બંન્ને અહીંની બ્રાન્ચ કરતાં બધી રીતે નજીક છે. પ્રમોશન અને શીખવા આગળ આવવાનાં ઘણાં ચાન્સ છે. યુ આર લકી નંદીની. કંઇ નહીં તને સમજ પડે એમ નિર્ણય લેજે કંઇ નહીં થાય તો ભાટીયા સર હેલ્પ કરશેજ.
નંદીનીએ કહ્યું સાચી વાત છે એકવાર હું જઊં પછી બધી ખબર પડે. કંઇ નહીં હું ઘરે જઊં. આપણે હવે મળાશે નહીં. કાલે સવારે તો ટેક્ષીમાં હું નીકળી જઇશ અત્યારે બાકીની તૈયારી પુરી કરી લઊં. મનીષભાઇએ જે ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટેક્ષીવાળાનાં નંબર આપ્યાં છે એમનો અત્યારેજ કોન્ટેક્ટ કરીને સવારનું નક્કી કરી લઇશ. તારી સાથે સતત સંપર્કમાંજ રહીશ જે હશે એ અપડેટ આવતી રહીશ.
જયશ્રીએ હગ કરી અને કહ્યું જયશ્રી થેંક્યુ મારી પાસે બીજા શબ્દ નથી પણ તમે લોકો મારાં ખૂબ કામમાં આવ્યા છો. જયશ્રીએ કહ્યું અરે એમાં થેંક્યુની ફોર્મોલીટી શા માટે કરે છે ? કંઇ પણ કામ પડે મારું કે મનીષનું સંકોચ વિના કહેજેજ અને સંપર્કમાં રહેજે. ક્યારેક અનુકુળ પડ્યું તારાં સુરતની મુલાકાત લઇશું અને ત્યાંની વાનગીઓ આરોગીશું.
નંદીનીએ કહ્યું મારું સુરત ? ત્યાં જાઉં તો છે એ શહેરને મારુ કરી શકું તો સારું ભલે દૂર છે પણ ગુજરાતમાં જ છે. જયશ્રીએ કહ્યું અરે કહેવત છે ને તાપી થી વાપી ભગવાન પરશુરામની ભૂમિ છે તને ગમશેજ. કંઇ નહીં ઓલ ધ બેસ્ટ. નંદીની ત્યાંથી ઘરે જવા નીકળી ગઇ.
ઓફીસથી રીક્ષામાં બેઠી અને ઘરે જવા નીકળી એણે રીક્ષામાં બેસીનેજ ટેક્ષીવાળાને ફોન કર્યો અને કાલે સવારે સુરત જવાનું નક્કી કરી લીધુ. મનીષભાઇનું નામ આપ્યું અને પેલાએ કહ્યું તમારુ એડ્રેસ મોકલી દો કાલે સવારે આવી જઇશ ભાડુ મનીષભાઇ કહેશે એ લઇ લઇશ. તમે નિશ્ચિંત રહેજો.
નંદીનીએ ટેક્ષીવાળાનું નામ જાણી લીધેલું. ગોપાલભાઇ સાંડેસરા. એણે એમને પોતાનું એડ્રેસ મોકલી. દીધુ અને નિશ્ચિંત થઇ ગઇ. રીક્ષામાં ઘરે આવી અને ફલેટ ખોલી બધો બાકીનો સામાન ગોઠવવાનું કામ કરવા લાગી.
રાત્રીનાં 8.00 વાગ્યા અને એણે જમવાનું પાર્સલ મંગાવી લીધું એ ફલેટમાં બધેજ ફરી જરૂરી બધુ બંધ કરવાનું બંધ કરી દીધું. જે કરીયાણું ચા-કોફી-ખાંડ બધુ જ એક એટેચીમાં ભરી દીધું. પછી એને વિચાર આવ્યો કે સામે આન્ટીને કહી દઊં કે નહીં ? અંજુનાં મંમી હશે ઘરેજ પછી થયું ના કોઇને કંઇ કહેવુંજ નથી અને પરવારીને સૂવા માટે બેડ પર આડી પડી...
સવારે વેહલી ઉઠી નંદીની પરવારી ગઇ. બધો સામાન ફરીથી ચેક કરી લીધો. ટેક્ષીવાળાને વહેલો 7.00 વાગે બોલાવી લીધેલો ત્યાં ટેક્ષીવાળો આવી ગયો. એણે ડોરબેલ વગાડ્યો. નંદીનીએ કહ્યું આવી ગયા ગોપાલભાઇ ? સારુ થયું તમે વેળાસર નંદીનીએ સારુ થયું તમે વેળાસર આવી ગયાં અને પછી બેગો બતાવીને કહ્યું આ બેગો લેવાની છે. હું એક બેગ એટેચી લઇ લઊં છું ગોપાલભાઇ કહ્યું હું લઇ જઊં છું બેગો ચિંતા ના કરો અને એ બે બેગ એક સાથે ઊંચકીને લીફ્ટમાં મૂકી નીચે જતો રહ્યો. નંદીની કીચનમાં ગઇ ત્યાં મંદિરમાં માતાજી અને રાધાકૃષ્ણની છબીને પગે લાગી. માં-પાપાને યાદ કર્યા. એની આંખમાં આંસુ આવી ગયાં. એણે કહ્યું મારાં પડખે રહેજો મારી રક્ષા કરજો મને હિંમત આપજો. ફરી અવાય ત્યારે આવીશ. જય શ્રી કૃષ્ણ મનોમન બોલી બેગ-પર્સ અને એટેચી લઇ ઘરને તાળુ માર્યુ લેચથી પણ લોક કર્યુ બે ક્ષણ ફલેટનાં દરવાજાને જોઇ નહી પછી તરતજ લીફ્ટમાં સામાન મૂકી નીચે ઉતરી ગઇ.
ગોપાલે ટેક્ષીમાં ઉપરના કેરીયરમાં બે બેગ બાંધી દીધી નંદીનીની બેગ- એટેચી પાછળ ડેકીમાં મૂકી દીધી. નંદીનીએ કહ્યું ચાલો ગોપાલભાઇ એમ કહી ટેક્ષીમાં બેસી ગઇ. નંદીનીએ ટેક્ષીમાં બેસતાં બધે નિરિક્ષણ કર્યું ફલેટમાં કોઇ ચહલપહલ નહોતી માત્ર વોચમેન હતો. વોચમેનને 100/- આપીને કહ્યું ઘરનું ધ્યાન રાખજો. હું બહારગામ જઊં છું. અને વોચમેને ખુશ થતાં કહ્યું બહેન કોઇ ચિંતા ના કરશો હું ધ્યાન રાખીશ. અને ટેક્ષી ફલેટનાં પાર્કીગમાંથી બહાર નીકળી ગઇ.
અમદાવાદમાંથી ટેક્ષી એક પછી એક એરીયામાંથી પસાર થઇ હાઇવે તરફ બહાર નીકળી રહી હતી. નંદીની બધી યાદો સાથે આંખમાં આંસુ વહાવી બેસી રહી હતી. ત્યાં ગોપાલે કહ્યું બહેન સુરતમાં ક્યાં જવાનું છે ? નંદીનીએ કહ્યું હું તમને હમણાં સરનામું સમજાવું છું. ગોપાલે કહ્યું આમ તો હજી વાર છે કંઇ નહીં તમે મને જણાવજો. એમ કહીને એણે ટેક્ષી હાઇવે પર લઇ લીધી.
નંદીનીએ એનાં પર્સમાંથી માસા માસીનું એડ્રેસ શોધવા માંડ્યું નવીનમાસા અને સરલા માસી -ગોપીપુરા 5 - શરણમ સોસાયટી - ફોન નં. પેન્સીલથી લખેલો એ ખૂબજ આછો થઇ ગયો હતો. 0261 નાં કોડ સાથે નંબર હતો. નંદીની નંબર વાંચવાનો પ્રયત્ન કરતી હતી પણ વંચાતો નહોતો એણે ડ્રાઇવરને કહ્યું સુરત ગોપીપુરા શરણમ સોસાયટીમાં જવાનું છે ગોપાલે કહ્યું કંઇ નહીં સુરતનો ભોમીયો છું ગોપીપુરા જઇને સોસાયટી શોધી નાંખીશ.
નંદીની મનમાં વિચરવા લાગી આટલાં વરસો થઇ ગયાં ક્યારેય માસા માસીને મળી નથી. પાપાની બિમારી પહેલાં માસા માસી ઘરે આવેલાં એનેય કેટલા વર્ષ થયાં એમને એક છોકરો હતો વિરાટ... ખરબર નહીં એ શું કરતો હશે ? એનાં લગ્ન થઇ ગયાં હશે ? બધાં મને જોઇને ચોંકી જશે. હું 2-3 દિવસ રહીને ભાડે ઘર શોધી લઇશ એમનાં માથે નહી પડુ માં-પાપાનાં અવસાનનાં સમાચાર પણ એમનાં સુધી પહોચ્યાં હશે કે નહીં મને કંઇ ખબર નથી કોઇ બીજાં સગાવ્હાલા નથી નથી કાકા, મામા, કે કોઇ આ મંમીનાં મંમીની બેહનની દીકરી સરલામાસી એ પણ શું વિચારશે ખબર નથી. જે થશે એ પડશે એવાં દેવાંશે કોઇ વિકલ્પ પણ નથી.
ત્યાં ડ્રાઇવેર કહ્યું બહેન વડોદરા ચા નાસ્તો કરી લઇએ પછી સીધાં સુરત પહોચીશું વચ્ચે ઉભા નહીં રહીએ. નંદીનીએ કહ્યું વડોદરા આવી ગયું ? ગોપાલે કહ્યું બહેન બે કલાક થવા આવ્યા. હવે આવવાની તૈયારી છે એટલે પૂછ્યું.
નંદીનીએ કહ્યું ભલે વડોદરા પાસે સારી હોટલમાં ઉભી રાખો ચા નાસ્તો કરી લઇએ. તમારે જમવું હોય તો જમી લેજો. ગોપાલે કહ્યું ના જમવાનું તો સુરત. સુરતનું જમણ વખણાય છે. અહીં નાસ્તોજ કરી લઇએ. અને હવે રસ્તા એટલાં સરસ થઇ ગયાં છે કે પહોચતાં વાર પણ ના લાગે અને થાક પણ નથી લાગતો.
ત્યાં હોટલ આવી ગઇ અને બંન્ને ઉતર્યા. ત્યાં ચા નાસ્તો કરી પાણીની બોટલ લઇ લીધી અને પાછા સુરત જવા માટે નીકળ્યાં.
બપોરને 1.00 થવા આવ્યો અને ટેક્ષી સુરતમાં પ્રવેશી ગઇ અને ગોપાલે કહ્યું બહેન ગોપીપુરામાં છીએ તમે કઇ સોસાયટી કીધી હતી ? નંદીનીએ કહ્યું શરણમ સોસાયટી અને.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-39

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago

S.A Dodiya

S.A Dodiya 9 months ago

Vranda Wadhia

Vranda Wadhia 10 months ago

Psalim Patel

Psalim Patel 10 months ago