I Hate You - Can never tell - 42 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-42

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-42

આઇ હેટ યુ
પ્રકરણ-42
નંદીની વિરાટ સાથે વાત કરી રહી હતી વિરાટ એની બધી વાત કરી રહેલો. નીલેશ માટે નારાજની બતાવી રહેલો. નંદીનીને ખબર ના પડી કે નીલેશ માટે બધાને આટલી નારાજગી કેમ છે ? છતાં પેલો અહીં આવ્યાજ કરે છે. એણે વિચાર્યુ કે હશે કંઇક... વિરાટના સ્ક્રીનમાં એનુ ઘર દેખાઇ રહેલું અને એણે પાછળ એનાં રૂમ પાર્ટનર ને ફરતાં જોઇને કહ્યું આ... ? એણે વિચાર્યું ના ના મને તો કાયમજ રાજના ભ્રમ થાય છે. રાજ અહીં ક્યાંથી હોય ? એતો એનાં કોઇ કાકાનાં ઘરે રહે છે ઠીક છે એ બહાને રાજ યાદ આવી ગયો.
રાત્રી પડી ગઇ હતી માસીએ કહ્યું નંદીની તું નહીં આ રૂમમાંજ સૂઇ જજે તારો સામાન પણ ત્યાં મૂકાવ્યો છે કોઇ રીતે ચિંતા ના કરીશ. નંદીનીએ કહ્યું થેંક્યુ માસી... સરલામાસીએ કહ્યું એમાં થેંક્યુ શું ? પણ વિરાટ સાથે તારે વાત થઇ એ મને ગમ્યુ એ શનિવારે રાત્રે ફરીથી શાંતિથી વાત કરશે. તને જોઇને એનાં ચહેરાં પર આનંદ જોયો. નવીનમાસાં કહે અને પેલાને જોઇને એ નારાજ થયેલો.
નંદીનીએ સાંભળ્યું પણ પૂછ્યું નહીં પણ નવીનમાસાએ અછડતો ઉલ્લેખ કરીને કહ્યું નંદીની અમે એ નીલેશથી થાક્યા અને કંટાળ્યા છીએ એ એક નંબરનો જૂઠ્ઠો અને ચોર છે એણે વિરાટને તો છોડ.. વિરાટને એનો ચહેરો જોવો ગમતો નથી પણ એણે કર્યું છે પણ એવું મારી બહેનનો છોકરો ના હોત તો જેલમાં હોત. બેન બનેવી કોઇ રહ્યું નહીં. એટલે આટલો આવવા દઊં છું પણ એ કોઇ દયાને લાયક નથી ઠીક છે. હવે ના પાડી છે આવવા પણ એ બેશરમ આવવાનો.
છોડ.. રાતનાં પહોર એને યાદ કરીને નથી સૂવું તું શાંતિથી સૂઇજા. સવારે તો તારે જોબ પર જવાનુ છે જોઇન્ટ કરવાની છે. તને કાર આવડતી હોય તો તું મારી કાર લઇને જઇ શકે છે.
નંદીનીએ કહ્યું ના ના મારું સ્કુટર પણ કાલ સુધીમાં અહીંજ આવી જશે. કાલે તો હું ઓટોમાં જતી રહીશ.
સરલામાસીએ કહ્યું કંઇ નહીં તું સૂઇજા અમે પણ સૂઇ જાઇએ કાલે શાંતિથી વાતો કરીશુ પછી બે દિવસમાં શનિ-રવિજ આવે છે.
નંદીની બાથરૂમમાં ગઇ ફ્રેશ થઇને કપડાં બદલીને બેડ પર આડી પડી. એને પણ ખૂબ થાક હતો અચાનક બધુ બની ગયું હતું. બેગો એમજ રાખી હતી એટેચીમાં રાખેલાં કપડાં બદલી લીધાં.
બેડ પર સૂતા સૂતા બધું યાદ આવી ગયું કેવી દોડા દોડ કરીને સામાન પેક કરી સુરત આવી ગઇ હતી. મંમી પપ્પાનાં ફલેટને લોક મારી આવી ગઇ. વરુણ પણ ધક્કા ખાશે તોય કોઇ માહીતી એને નહીં મળે. એણે તરતજ જયશ્રીને ફોન કર્યો.
એકજ રીંગે ફોન ઉપડ્યો. જયશ્રી કહે ક્યારની તારાં ફોનની રાહ જોઉં છું તને ફોન કરુ છું તો NO રીપ્લાય આવે છે ફોન બંધ હતો ? નંદીનીએ કહ્યું ના ના પણ કદાચ મ્યુટ થઇ ગયો હશે તારાં મીસકોલ જોયાં. જયશ્રીએ પૂછ્યું કેવુ રહ્યું ? માસા માસીને ત્યાં...
નંદીનીએ કહ્યું પહેલાં ઓળખી નહીં પણ પછી એમણે ખૂબ સારા આવકાર આપ્યો. એ લોકો તો કહે છે અહીંજ રહે મારો કઝીન વિરાટ એ US છે. એની સાથે પણ વાત કરી એનો પણ આગ્રહ એવો છે હું અહીં રહું પણ જોઉં કાલે જોબ જોઇન્ટ કરુ પછી વાત મારે કોઇનાં આશરે નથી રહેવું મકાનની તપાસ કરીશ પછી જે હશે તને જણાવીશ.
જયશ્રીએ કહ્યું આટલું કહે છે તો ત્યાંજ રેહને નક્કામું એકલાં રહેવું અજાણ્યા સીટીમાં... અને સાંભળ તારુ સ્કુટર કાલે બપોર સુધીમાં તારી માસીનાં ઘરે પહોચી જશે અને તારાં સામાનના બે બોક્ષ છે એ પણ સાથે સાથે ઉતરી જશે. કંઇ પણ કામ હોય તો ફોન કરજે. ઓફીસ જોઇન્ટ કર્યા પછી કહેજે ત્યાં કેવું છે ?
અરે હાં નંદીની એક વાત કહેવી ભૂલી કાલે સાંજે વરુણ ઓફીસ આવેલો. બોસે તો બોલાવ્યોજ નહીં.. પછી એ અંદર ઓફીસમાં આવી ગયેલો મને જોઇને મારી પાસે આવ્યો કહે નંદીનીને મળવું છે ક્યાં છે નંદીની ? એનું ઘર પણ સવારથી લોક છે.
મેં કીધુ આજે ઓફીસ નથી આવી અને એ ક્યાં ગઇ છે મને કંઇ ખબર નથી.. એ થોડીવાર મારી સામે જોઇ રહ્યો અને ઓફીસમાં બધે બાઘા મારી જતો રહ્યો.
નંદીનીએ કહ્યું તેં કીધું નહીં કે અહીંથી જોબ છોડી દીધી છે ખબર નથીને?. જયશ્રી કહે ના કહેવાયને એમ હજી બે દિવસ પહેલાં આપણને સાથે જોયાં છે હજી કાલે તો તું ત્યાં ગઇ હમણાં એને કોઇજ ગંધ નથી આવવા દેવી હવે ફરીથી આવશે ત્યારે કહીશ તું ચિંતા ના કર હું એની સાથે ફોડી લઇશ પણ એને કદી પણ ખબર નહીં પડે એ નક્કીજ.
નંદીનીએ કહ્યું ઓકે તને ઠીક લાગે એમ કરજે. મનીષભાઇ મજામાં ને ? કંઇ નહીં હવે કાલે રાત્રે ફોન કરીશ. કાલે નવી ઓફીસ જોઇન્ટ કરીશ પછી બધાં વધાર આપીશ એમ કહીને હસવા લાગી.
****************
સવારે નંદીની ચા નાસ્તો કરી ઓટો પકડીને પારલે પોઇન્ટ આવી ગઇ. ઓફીસ બિલ્ડીંગ જોઇને ખુશ થઇ ગઇ આવું બિલ્ડીંગ અમદાવાદ ઓફીસનું પણ નહોતું એણે લીફ્ટમાં પ્રવેશી અને 5th ફલોર દબાવીને રાહ જોઇ રહી 5th ફલોર આવ્યો એ બહાર નીકળી ભવ્ય અને આધુનીક ઓફીસ જોઇને ખુશ થઇ ગઇ એ રીસેપ્શન પર ગઇ અને કહ્યું હાય ગુડમોર્નીગ આઇ એમ નંદીની ફ્રોમ એમદાબાદ ઓફીસ ટુ ડે આઇ એમ જોઇનીંગ ધીસ ઓફીસ એ આગળ બોલે પહેલાં રીસેપ્નીસ્ટે હસીને કહ્યું ઓહ નંદીની વેલ કમ. આઇ એમ પારુલ એન્ડ પ્લીઝ ગો સ્ટ્રેઇટ એન લેફટ લાસ્ટ ચેમ્બર મી. ભાટીયા ઇસ વેઇટીંગ ફોર યું એન્ડ બેસ્ટ લક. નંદીનીએ થેંક્યુ કહ્યું અને બતાવ્યા પ્રમાણે આગળ વધી.
નંદીની બતાવ્યા પ્રમાણે બંસલ ભાટીયાની ચેમ્બર પહોચી એણે ચેમ્બરનો દરવાજો ખોલી પૂછ્યું. મે આઇ કમ ઇન સર ? ભાટીયાએ એક નજર નંદીની તરફ જોયું અને કહ્યું યસ... યુ..?. નંદીનીએ કહ્યું આઇ એમ નંદીની.
ભાટીયાની આંખો પહોળી થઇ ગઇ પછી જરા સ્વસ્થ અવાજે કહ્યું.. યસ કમ ઇન કમ ઇન.. આઇ એમ વેઇટીંગ ફોર યુ ઓન્લી ટુ ડે યુ આર જોઇનીંગ ધીસ ઓફીસ...
નંદીનીએ કહ્યું યસ સર.. ભાટીઆએ એની સામે જોયા વિના કહ્યું વેલ ડન.. તને ઓફીસ મળી ગઇ ને હમણાં તું ક્યાં રોકાઇ છે ? નંદીનીએ કહ્યું સર મારા માસીનાં ઘરે છું શરણમ સોસાયટી ગોપીપુરા.
ભાટીયાએ કહ્યું ઓહ વેરી ગુડ. જો મારી ચેમ્બરની બહારજ એક ગ્લાસ ક્યુબ કેબીન છે ત્યાં તારી જગ્યા છે તારે ત્યાં બેસીને કામ કરવાનું છે. તારાં ટેબલ પર ફાઇલ પડી છે આમતો તને કંપનીનું કામ અને સીસ્ટમ બધી ખબરજ છે છતાં કંઇ પણ તકલીફ પડે જણાવજો. અને આ ફાઇલ છે એનો સ્ટડી કરી રાખજે તને 10 દિવસ પછી આ પોર્ટફોલીઓ હું આપવાનો છું જે ઘણો ઈમ્પોર્ટન્ટ છે પણ થોડા દિવસ તું સ્ટેડી થાય પછી જણાવીશ. બાકી ઓફીસ સ્ટાફ ઘણો મોટો છે તમારી અમદાવાદની ઓફીસ કરતાં ત્રણગણો સ્ટાફ છે અને કામ કદાચ 10 ગણું વધારે છે એમ કહીને હસવા લાગ્યો.
એનુ કારણ આપણે મુંબઇ મેઇન ઓફીસ અને ઓવરસીઝનાં કામ ઘણાં મોટાં પાયે સંભાળીએ છીએ એતો ધીમે ધીમે તને બધો ખ્યાલ આવી જશે. ટેઇક યોર સીટ એન્ડ યોર પોર્ટફોલિયો ?. બેસ્ટ લક કંઇ પણ કામ પડે જણાવજો. યુ કેન ગો નાઉ.
અને નંદીની કામ સમજીને બહાર નીકળી ગઇ એણે ભાટીયા અંગે સાંભળ્યુ હતું એનાંથી એ કંઇક જુદોજ જણાયો. ભાટીયા પોર્ટફોલીઓ ખોલીને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-43Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Anand Gohil

Anand Gohil 10 months ago

Ila Patel

Ila Patel 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago