Jivan Sathi - 2 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 2

આપણે પ્રકરણ-1 માં જોયું કે,
શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે અને જેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? "

એટલે આન્યાની મમ્મી મોનિકા બેન ગુસ્સે થયા અને હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને આન્યાને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા છો. " હવે આગળ....

અને આન્યા હસતાં હસતાં પોતાના ડેડ સામે જોઈને બોલવા લાગી કે, " ડેડ, જુઓ સાંભળો અમારા આખા દિવસનો પ્રોગ્રામ હું તમને કહું પહેલાં અમે ઘરેથી નીકળ્યા એટલે મારા બધાં જ ફ્રેન્ડ્સને ફોટા પડાવવા હતા એટલે...

અને આન્યાની વાત અધવચ્ચેથી કાપીને જ મોનિકા બેન જરા ગરમ થઈને બોલ્યા કે, "બધાં ફ્રેન્ડસ એટલે છોકરાઓ પણ હતાં સાથે...??

અફકોર્સ મોમ, વ્હાય નોટ...??અને આન્યાએ પોતાના ડેડની સામે જોયું (મનમાં એવા વિચાર સાથે કે હમણાં ડેડ મારો પક્ષ લઇને કંઈક બોલશે.)

અને ડૉ.વિરેન મહેતા વાતને થોડી સુલટાવતા બોલ્યા કે, "એ બધી વાત આપણે પછી કરીશું, અત્યારે તું એ કહે ને બેટા કે આખો દિવસ તે શું કર્યું..??

આન્યા: (થોડી ખુશ થઈને પાછી તે જ વાત ઉપર આવી જાય છે અને તેની નજર સામે તેણે પોતાના ફ્રેન્ડસ સાથે વિતાવેલી યાદગાર ક્ષણો તરબતર થઈ જાય છે અને ચહેરા ઉપર સ્મિત આવી જાય છે કે, સંયમ છેલ્લે તેને ડ્રોપ કરવા આવ્યો ત્યારે કેટલી રિક્વેસ્ટ કરતો હતો કે, "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને") અને પાછી પોતાની વાત ઉપર આવતાં બોલી કે, જૂઓ ડેડ, પહેલા મારા બધાજ ફ્રેન્ડસને ફોટા પડાવવા હતા એટલે તે બધાને હું આપણી ક્લબ "ગ્રીન વેલી" માં લઈ ગઈ. ત્યાં અમે બધાએ ખૂબજ ફોટા પડાવ્યા અને પછી અમે બધી ગેમ્સ, બેડમિન્ટન, પુલ ગેમ વગેરે રમ્યા પછી ડિસ્કોહૉલમાં ખૂબ નાચ્યા અને પછી અમે લંચ ત્યાં રેસ્ટોરન્ટમાં જ લઈ લીધું અને પછી ત્યાંથી અમે મૂવી જોવા માટે ગયા. 3 થી 6 વાગ્યાના શૉમાં અમે મૂવી જોયું પછી બધાને થોડી ભૂખ લાગી હતી તો બ્રેકફાસ્ટ માટે "સલીમ્સ બર્ગર" માં સેન્ડવીચ અને બર્ગર ખાવા માટે ગયા અને ત્યારબાદ સંયમ તેની કારમાં મને અહીં આવીને ડ્રોપ કરી ગયો. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ ન પડી અને થાક પણ ખૂબ લાગ્યો છે ડેડી.

ડૉ.વિરેન મહેતા: ગૃપમાં કોણ કોણ ગયા હતા બેટા..??

આન્યા: અમે પાંચ જણા હતા ડેડ જુઓ છોકરીઓમાં વેદિકા હું અને શાલિની અમે ત્રણ જણા અને છોકરાઓમાં સંયમ અને યુગ એ બે જણા હતા. સંયમ એની કાર લઇને જ આવ્યો હતો એટલે અમે બધા એની કારમાં જ ગયા હતાં.

ડૉ. વિરેન મહેતા: ઓકે બેટા, તને મજા આવીને..??

આન્યા: ખૂબ મજા આવી ગઈ ડેડ, બહુજ એન્જોય કર્યું અમે બધાએ.

ડૉ. વિરેન મહેતા: ઓકે, તમે બધાએ એન્જોય કર્યું એટલે બસ. હવે તું થાકી ગઈ છે ને તો જા જરા રીલેક્સ થઈ જા અને પછી સૂઈ જા.

આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતા ગણગણતા પોતાના આલિશાન બેડરૂમમાં પ્રવેશી પર્સ બેડ ઉપર એક બાજુ ફેંક્યું અને બેડ ઉપર લાંબી તાણીને એક માસૂમ બાળકની જેમ નિશ્ચિંત થઈને સૂઈ ગઈ.)

આન્યા સંયમ સાથે બરોડા તેના અંકલને ત્યાં જાય છે કે નહિ... જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ