I Hate You - Can never tell - 44 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-44

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-44

આઇ હેટ યુ
પ્રકરણ-44
નંદીનીનું હૃદય આજે હળવું થઇ ગયું હતું આજે માસીનાં ખોળામાં માથું મૂકીને ધૂસ્કે ને ધૂસ્કે રડી લીધું માસીનો પણ માઁ જેવો વાત્સલ્ય ભર્યો હાથ માથે ફરી રહેલો. નંદીનીને રડતી જોઇને માસી-માસાની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયાં. માસા બોલી ઉઠ્યાં દીકરી જેટલું રડવું હોય રડી લે તારું મનહૃદય હળવું કરી લેજે તે થોડાંકજ સમયનાં ગાળામાં માં-બાપની છત્રછાયા ગુમાવી છે. અમે સમજી શકીએ છીએ કે તેં કેવી રીતે બધાં દિવસો પસાર કર્યા હશે.
નંદીની થોડી સ્વસ્થ થઇ માસા એનાં માટે કીચનમાંથી પાણી લઇ આવ્યાં. નંદીનીએ પાણી પીધું અને એનાં ડુસ્કાં બંધ થયાં. માસીએ એનાં કપાળે હાથ ફેરવી કીધું. દીકરા તને ક્યારેય એકલી ના સમજીશ અમે તારી પડખેજ છીએ. તારું લગ્ન જીવન પણ સફળ ના થયું તું બધીજ રીતે... કંઇ નહીં હવે સ્વસ્થ થઇ જા તું આટલું સરસ ભણી છુ સરસ નોકરી કરે છે કમાય છે તારાં પગ પર ઉભી છું કાલે કોઇ સારો સાથ મળી જશે નવેસરથી જીવન શરૂ કરવાનું હજી જીંદગી હમણાં શરૂ થઇ છે નિરાશ નહીં થવાનું.
નંદીનીએ હકારમાં ડોક હલાવ્યું. પછી એણે કહ્યું માસી તમારાં ખોળામાં માથું મૂક્યુ અને જાણે મારો ભાર ઓછો થઇ ગયો. અત્યાર સુધી દાબી રાખેલો ડૂમો નીકળી ગયો હવે ઘણું સારુ લાગે છે.
માસી સાચી વાત કહું મારાં લગ્ન એ લગ્નજ ન્હોતાં એ પાપાની આખરી ઇચ્છાને માન આપવા સમજૂતિ હતી લગ્ન પછી પણ અમારી વચ્ચે કોઇ સંબંધ નહોતો એ વ્યક્તિને મેં કદી સ્પર્શ નથી કરવા દીધો. માસી માફ કરજો માસા મારાં પિતા સમાન છે એટલે કોઇ શરમ સંકોચ વિના સત્ય કહી દીધું. હું લગ્ન પહેલાંજ જે હતી એજ અત્યારે છું. મારાં મહાદેવ એ મારી ખૂબ રક્ષા કરી છે અને એ વરુણને એની મિત્ર સાથે બધાં સંબંધ હતાં એ હું જાણી ગઇ હતી ના કદી મેં વિરોધ કર્યો ના કદી એને સ્પર્શ કરવા દીધો. એક સમજૂતિ પ્રમાણે થોડો સમય એક ઘરમાં રહ્યાં એટલુંજ... મેં અમદાવાદનું ઘર બંધ કરીને સુરત ટ્રાન્સફર લીધી છે એની જાણ પણ એને નથી કે મેં જણાવ્યું મેં એનું ઘર છોડ્યું હું મંમીનાં ઘરે આવી ગઇ હતી એણે મારું ગળુ દાબેલું પણ એજ રાત્રે મંમી મને છોડીને જતી રહી.. નંદીનીથી ફરીથી ડુસ્કુ નંખાઇ ગયું. માસીએ નંદીનીની પીઠ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું કંઇ નહીં ઇશ્વરને ગમ્યું એ થયું આમાં તો તેં તારાં પાપાનું મન રાખવા બલીદાન આપ્યુ હતું. સ્વાભાવિક છે તેં છોકરાનો સ્વીકાર નહીં કર્યો હોય નહીંતર જુદારો તો રહેજ નહીંને. કંઇ નહીં હવે શાંતિથી જીવજે. તારી માં મારી બહેન જાણે મારી સાથે રહેતી હોય એવો એહસાસ થાય છે.
નંદીનીએ કહ્યું મારાં મનની અને આજ સુધીની બધી વાત કહીને હું હળવી થઇ ગઇ છું માસી. પછી એણે કહ્યું માસી હું રસોઇ બનાવી દઊં છું તમે અને માસા બેસી વાતો કરો હું ફટાફટ શાક ભાખંરી બનાવી દઊં છું... તમે ખાલી શાક સમારી આપો ત્યાં સુધી હું લોટ બાંધી દઊં છું. પછી સાથે જમી લઇએ.
માસીએ કહ્યું ના તું થાકી પાકી આવી છે આરામ કર મારે તો રોજનું છે હું કરી લઊં છું નંદીનીએ સમ આપી ના પાડી ના તમે અને માસા હીંચકે શાંતિથી બેસો હું બનાવું છું હું શાક આપી જઊં છું તમે એ સમારી આપો.
એમ કહીને નંદીની કીચનમાં ગઇ અને શાક લઇ સમારવા માસીને આપી ગઇ. અને એણે ભાખરીનો લોટ બાંધવો શરૂ કર્યો.
આમ નંદીનીએ શાક ભાખરી બનાવી દીધાં. ત્યાંજ દરવાજો ખૂલ્વાનો અવાજ આવ્યો અને નીલેશ પ્રગટ થયો અને બોલ્યો વાહ વાહ શાકની તો કેવી સરસ ખૂશ્બુ આવે છે આવી સુગંધતો પહેલીવાર આવી છે લાગે છે શાક બહુ સ્વાદીષ્ટ થયુ હશે.
માસીએ મોઢું બગાડતા કહ્યું આવ નીલેશ એતો નંદીનીએ બનાવ્યું છે પણ પહેલા એ કહે આજે ઇન્ટરવ્યુ હતો તારે શું થયું ? નોકરી મળી ગઇ ? નીલેશે હાથમાં રાખેલું પેડાનું બોક્ષ ખોલીને ઘરતાં કહ્યું મોં મીઠું કરો મામી નોકરી મળી ગઇ છે કાલથી જોઇન્ટ કરવાનો મેં કીધેલું ને મને તો નોકરી મળીજ જશે.
માસાએ હાથમાં પેંડો લેતાં કહ્યું હાંશ સરસ ચાલો મારી બેહનનાં આત્મા શાંતિ અને સુખ પામશે હવે પણ ટકજે ટકીને નોકરી કરજે તારુ જીવન સેટ થાય.
ત્યાં નીલેશ કહ્યું અરે નંદીની બહેન લો મોં મીઠું કરો મને નોકરી મળી ગઇ. નંદીનીએ ખુશ થતાં કહ્યું કોન્ગ્રેચ્યુલેશન ભાઇ.. ક્યાં લાગી નોકરી ? નીલેશે કહ્યું પાર્સલવાળાને ત્યાં કુરીયર કંપની છે મારે બેસવાનું છે જે પાર્સલ આવે એની નોંધ કરાવાની અને મોકલવાનાં હોય એને સ્ટીકર લગાવી પહોચ બનાવવાની એતો એ લોકો ટ્રેઇનીંગ આપવાનાં છે. મને ગમતું કામ મળી ગયું છે. મારી ઓફીસ પણ પારલે પોઇન્ટ છે હવે મામા-મામીને પણ શાંતિ એમને મારી ચિંતા રહેતી હતી. પણ મામી હવે મારું ધ્યાન રાખજો પાછા...
મામીએ કહ્યું હાં હાં ખૂબ રાખીશ. એકવાર તું સેટ થઇ જા અમે સાચેજ તારાં સમાચાર જાણીને આનંદ થયો વિરાટ પણ ખુશ થઇ જશે.
નીલેશ -માસા-માસી બંન્ને ને પગે લાગ્યો અને આશીર્વાદ લીધાં. માસીએ 500ની નોટ કાઢીને એને આપીને કહ્યું સુખી રહો....
નીલેશે કહ્યું હું જઊં કાલથી જોબ શરૂ થવાની મારે કપડાં ઇસ્ત્રી કરવાનાં છે. અને ઘણાં કામ છે રવિવારે આવીશ આવજો એમ કહીને નીકળી ગયો.
નીલેશનાં ગયાં પછી નવીનમાસા બોલ્યાં હાંશ આ ઠેકાણે તો પડ્યો આમાં ટકે તો સારું અને એનાં માટે કોઇ છોકરી શોધી પરણાવી દેવાય એનું કુટુંબ એનો સંસાર ચાલે એટલે શાંતિ....
માસી કહે એ ટકે તો સારું હું બાધા રાખીશ આમ યુવાનીમાં રખડ્યા કરે થોડું ચાલે ? હવે ઠરે બસ.
નંદીની અને માસા માસી જમવા બેઠાં.. માસાએ કહ્યું શાકની સુગંધ તો ખૂબ આવતી હતી પણ સ્વાદમાં પણ ખૂબ સ્વાદીષ્ટ થયુ છે વાહ મજા આવી. માસીએ કહ્યું સાચેજ સ્વાદીષ્ટ છે શાક દીકરા તારો હાથ ખૂબ સારો છે.
નંદીનીને આનંદ થયો કે હાંશ માસા માસીને મારી રસોઇ ભાવી છે. બધાં એ જમી લીધું પછી નંદીનીએ કહ્યું માસી મારે થોડું લેપટોપ પર કામ છે હું નીપટાવી લઊં પછી સૂઇ જઇશ. એમ કહીને એ એનાં રૂમમાં આવી ગઇ. જમીને માસા માસી વરન્ડામાં પાછાં હીંચકે આવી ગયાં.
નંદીનીએ રૂમમાં આવી એનો બેડ સરખો કર્યો અને એણે સ્કૂટરનાં ચલણ-પેપર્સ આર.ટી.ઓ બુક (કાર્ડ) બધુ ઠેકાણે મૂક્યું અને એક સાથે કાગળ હતો જે જોયાં વિનાંજ પર્સમાં મૂકી દીધેલો એ કાગળ એણે ખોલ્યો અને વાંચવાનો શરૂ કર્યો જયશ્રીએ લખી મોકલ્યો હતો.
નંદીની આ તને સ્કુટર સાથે મળી જશે વરુણ ગઇકાલે પણ ઓફીસ આવેલો એને મેં કહ્યું તું અહીં નથી એણે અહીંથી જોબ છોડી દીધી છે એટલે થોડો ધૂંધવાયો હતો એણે કહ્યું એનો એટલે કે તારો મોબાઇલ લાગતો નથી એણે નવો નંબર લીધો છે ? જૂનો નંબર નથી ચાલતો. તમારી પાસે નવો નંબર હોય તો મને આપો.
મેં કહ્યું મારી પાસે નથી એ છોડી ગયાં પછી સંપર્કમાં નથી એને ખ્યાલ આવી ગયેલો કે હું જુઠું બોલી રહી છું. એણે મને આમાં બીજી ચીઠ્ઠી છે એ મોકલી છે મને કહે જ્યારે મળો ત્યારે આ આપી દેજો ના મળો તો ફાડીને ફેંકી દેજો.
કાગળમાં રહેલી બીજી કાગળની ચીઠ્ઠી નંદીની એ ખોલી એમાં લખેલું. તું મને કહ્યા વિના ઘર બંધ કરી જતી રહી નથી જોબ પર જતી પણ યાદ રાખજે તું મને અધવચ્ચે છોડીને ગઇ છું હું તને... નંદીનીથી આગળ ના વંચાયું.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-45


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Sumitra parmar

Sumitra parmar 7 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 8 months ago

Kinnari

Kinnari 9 months ago

Daksha Dineshchadra