Stree Sangharsh - 20 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ...ભાગ 20

ડોક્ટર બનવાના સપના લઈને રુંચા એ મેડિકલ લાઈનમાં પ્રવેશ લીધો સપનાઓ તો તેણે જોઈ લીધા હતા. સારા ગુણ અને સારા રેકોર્ડ ને કારણે તેને સ્કોલરશિપ પણ કોલેજ તરફથી મળવાની હતી આથી તેનો રહેવાનો અને ભણવાનો ખર્ચ રાજીવ માથે ઓછો થઈ ગયો પરંતુ રુચા જેનું મન હવે ઘરેથી ખાટું થઈ ગયું હતું તે પિતાની કોઈ પણ જાતની મદદ લેવા માંગતી ન હતી આથી કોલેજ ના ફ્રી સમયમાં તે કોઈ કામ કરશે તેવું તેણે નક્કી કરીને જોબ ગોત્વાનું ચાલુ કર્યું. પરિવારને પણ હવે તેના ઘરે ન આવવાના કારણે અને તેના દૂર રહેવાના કારણે કેટલીય લાગણી ઓ ભીતરથી ખૂટવા લાગી છે આવું રુચા અનુભવતી હતી. અને પરિવાર આં બધા થી અજાણ પોતાની જિંદગી માં વ્યસ્ત હતો .

ઋચા છેલ્લે બાપુજીના અંતિમ સંસ્કાર વખતે ઘરે આવેલી. જોકે તે તેમની માંદગીના દિવસોમાં પણ તેમને મળવા આવી ન હતી જેના કારણે રાજીવ તેનાથી ખૂબ નારાજ હતો તેનામાં આવેલી પરિવાર પ્રત્યેની દુરી સ્વાભાવિક હતી કદાચ તેના હોસ્ટેલ માં એકલા રહેવાના કારણે આં પરીવર્તન છે તે રાજીવ સમજી ગયો હતો પરંતુ રેખા રાજીવને આવું કંઈ નથી એમ કહી ને વાળી લેતી.

" આપણી દીકરી આપણા નિર્ણય ને સમજશે, જે કંઈ છે તે તેના માટે જ તો છે "

મીરા આમ તો ઋચાની કમી સંપૂર્ણ પણે પૂરી કરી દેતી તેણે પોતાનું શૈક્ષણિક કાર્ય પૂરું કર્યા પછી પિતા સાથે તેમને શાળામાં મદદ કરતી , માતાને પણ ઘરકામમાં સંપૂર્ણ સાથ આપતી અને વધેલા સમયમાં પોતાનું ઘર બેઠા કોલેજનું અને આગળ નું ભણવાનું કરતી જોકે તે પણ એક શિક્ષિકા બનવા માંગતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેના પણ કેટલાક આંતરિક ગુણોમાં પરિવર્તનો આવ્યા હતા .તેને રું ચા ની હાજરી હવે ખટકતી હતી કારણ કે તે જાણતી હતી કે રાજીવ અને રેખા તેને ગમે એટલી રાખે પરંતુ સગી દીકરી રુચા પ્રત્યે તેમનું મારા કરતા ભારે આકર્ષણ છે આંથી તેમની ગેરહાજરીમાં પણ તેને જ યાદ કર્યા કરે છે તે તો દિવસ-રાત તેમની સેવા કરે છે પરંતુ જ્યારે પણ રુચા ઘરે આવે તેમના વર્તનમાં થોડો પરિવર્તન તો આવી જ જાય છે આથી રુચા જેટલી ઘરથી દૂર રહેતી તેની માટે તેટલું જ સારું હતું. આખરે પોતે ઘણા સમય થી માતા પિતા સાથે એકલી હતી. આથી આ ભાવ આવવો સ્વાભાવિક જ હતો.

વધતી ઉંમર સાથે રજીવ અને રેખામાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું .રાજીવે બે મહિના અગાઉ જ હાર્ટ સર્જરી કરાવી હતી આથી હ્દય ની બીમારી તો તેને ઘર કરી ગઇ હતી .રેખાને પણ કમરનો અને પગનો દુખાવો રહ્યા કરતો. વધતી ઉંમર સાથે તેમને બંને દીકરીઓ ની ચિંતા પણ હતી . આથી મીરા માટે તો તેઓએ સારા ઠેકાણાઓ ગોતવાના શરૂ કરી દીધા હતા જેથી કરીને તેમની એક જવાબદારી પૂર્ણ થાય દીકરીઓના માબાપ તરીકે દરેક મા-બાપના હૃદયમાં દીકરીના લગ્ન કરવાની અને સારું ઘર ગોતવાની ચિંતા હોય છે જે રેખાને રાજીવમાં સહજ હતી. રાજીવ ની બીમારી આમ તો સામાન્ય હતી પરંતુ છતાં સમયનો અને હૃદય નો ભરોસો કરવો શક્ય નથી આથી રાજીવ બની શકે તેટલો ઉતાવળ રાખતો હતો.

પિતાની ઉતાવળ સામે રુચા એ પડકાર આપતા પોતાના ભણવાની ઈચ્છા સ્પષ્ટ કહી દીધી અને રાજીવ પણ રુચા માટે તે જ ઈચ્છતો હતું પરંતુ મીરા કશું બોલી શકી નહીં . પોતાની દીકરીની ચુપ્પી ને હા સમજીને જ શોહાપુર ના શેઠ ના ઘરે તેના દીકરા સાથે મીરા નું ગોઠવી નાખ્યું. ગોળ ખાધા પણ પતી ગયા જ્યારે રુચા તો ત્યારે પણ હાજર ન હતી અને મીરા બંધ બારણે ચુંપી સાધી રહી. પિતાની ચિંતા સામે તેનાં સપનાઓ જે એક શિક્ષિકા બનવાના હતા તે બતાવી શકી નહીં , અને શેઠે પણ રાજીવ ને સ્પષ્ટ કહી દીધું કે અમને સંસ્કારી અમારું ઘર સંભાળવા વાળી વહુ જોઈએ છે કોઈ નોકરી કરતી માસ્ટર ની નહિ અને પિતાએ પણ મીરા ઘરગથ્થું સૂઝબૂઝ વાળી છે એમ જાણી મીરા ને પૂછ્યા વગર જ ચોખ્ખી હા કરી નાખી

આ બાજુ મીરા તે રાતે ખૂબ જ રોડી, પોતાના સપનાઓ પાણીઢોળ થઈ રહ્યા હતા પરંતુ પિતા ને શું કહેવું તે સમજી શકી નહીં આંખરે કયા મોઢે અને કઈ રીતે હક્ક બતાવે તે તે સમજી શકતી ન હતી. અને આજ સાથે મીરા નું ભણવાનું અને શાળામાં બાળકોને ભણાવવાનું બંધ થયું લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને હવે મીરા પાસે થોડો જ સમય પરિવાર સાથે વિતાવવાનો રહ્યો હતો જોકે આ પરિવારે તેને ઘણું આપ્યું હતું છતાં તે સમજતી હતી કે આ પરિવાર ની રૂચા અને નીલની જેમ તે સગી ક્યારેય બની શકી નહીં જે રીતે તેમના લાડકોડ અને નખરા પૂરા થાય છે તે રીતે મારા ક્યારે થયા નથી કદાચ મને પૂછ્યું પણ નથી મારા શોખ કે ઈચ્છા વિશે. જ્યારે આં બાજુ મારી જેમ રુચા માથે ક્યારેય ઘર સાંભળવાની જવાબદારી પણ આવી નથી .

આવા કેટલા એ વિચારો એકસાથે મીરાં ને આવી ગયા પરંતુ અંતે પોતાની જાતને સમજાવી તે મક્કમ રહી કારણ કે તે હતી તો એક અનાથ જ અને આ પરિવારે તેને આશરો આપ્યો હતો આથી તેને વધારે પર પડતું હક જતાવવું યોગ્ય ન હતું પરંતુ આ બાજુ રેખા અને રાજીવ તો મીરાને પોતાની સગી દીકરીની જેમ જ રાખતા હતા આખરે પોતાની ગુમાવેલી દીકરી તેમણે મીરામાં જ દેખાતી હતી. મીરા ની ચુપ્પી ને , તેઓ તેમની સમજદારી સમજતા હતા. પોતે બંને મીરા પર હક્ક સમજતા હતા આથી તેની જિંદગી નો ફેંસલો લેવો તેમની જવાબદારી હતી આ બધી ગડમથલ વચ્ચે રુચા ને ઘર પરિવારથી કોઈ સંબંધ ન હતો તે બસ બધાથી બેફિકર થઇને પોતાના ભણતર અને નવી જોબ ગોતવામાં વ્યસ્ત હતી. તે પણ એ સમજતી હતી કે તેના બધા જ ભાગ મીરાએ છીનવી લીધા છે જે લાડકોડ તેને મળવો જોઈએ તે આ મીરા ને મળ્યો છે મા-બાપ દાદા-દાદી ઘર પરિવાર મિત્ર અને આ ગામ ને પણ મીરાએ એક પળમાં જ છીનવી લીધું છે જેથી હવે તે ત્યાં આવીને તેના વખાણ કે ગાન સાંભળવા માંગતી ન હતી.