Stree Sangharsh - 23 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ...ભાગ 23

બંને વચ્ચે મૌન સંવાદ કઈક અલગ રીતે જ ચાલી રહ્યો હતો. ના દોસ્તી વધુ હતી ના નિકટતા પરંતુ ધીરે ધીરે બંને એકબીજા માટે સારો અનુભવ કરી રહ્યા હતા ભલે શરૂઆત એક નકારાત્મકતાને કારણે થઈ પરંતુ સમય સાથે એક સકારાત્મક અભિગમ પણ બંનેને એકબીજાનો દેખાઈ રહ્યો હતો આજે હર્ષ રુચાના વગર કીધે જે લાગણી સમજી શક્યો હતો તે કદાચ તે પોતાના નિકટના લોકોને પણ શબ્દો સાથે ન સમજાવી શકે પરંતુ રુચા પાસે આભાર વ્યક્ત કરવાની કે ભાવના બતાવવાની તાકાત ન હતી.

હવે તે હર્ષ માટે વધુ ને વધુ વિચારી રહી હતી કદાચ તેનું આ રીતે સ્પર્શી જવું હૃદય સુધી અને મન સુધી ઊંડો પ્રભાવ પાડી ગયું હતું હવે તો ધીરે ધીરે બંને દોસ્તી તરફ આગળ વધી રહ્યા હતા તે પણ દુનિયાની ભીડથી ઘણી દૂર... કૉલેજમાં તો બંને સિનિયર અને જુનિયર હતા પરંતુ જોબના સ્થળે તેઓ એકબીજા માટે સહકાર બનવા લાગ્યા હતા હવે તો હર્ષ અને રૂચા સાથે સ્કુટી પર જતા અને સાથે જ આવતા આવી ઘણી આથમતી સાંજે બંને ચા માટે પણ ઉભા રહેતા હવે તો હર્ષ ને પણ કોફી કરતાં ચા અને ચાનો પાર્ટનર પસંદ આવવા લાગ્યો હતો બંને જણા ઘણીવાર મોનસુન માં પણ વરસાદ નો આનંદ માણતાં અને સડક પર આવતી જતી ભીડ ને જોયા કરતા, ફૂટપાથ પર બેસી બંને ચાંદની રાતની ગેહરાઈ જોયા કરતા પ્રાકૃતિક સૌંદર્ય સાથે બંનેને સમાન નિકટતા હતી હવે બંને ને એક બીજા ની દોસ્તી સારી લાગવા લાગી હતી

પોતાના પરિવાર અને દુનિયાથી દૂર બંને એક જ આઘાતો થી પીડાતા હતા આથી હવે બંને પોતાના જ દર્દ અને તકલીફ ઓછી કરવા એકબીજાની મદદ અને સંગાથ શોધવા લાગ્યા હતા ઘણીવાર તો રુંચા કેટલાક અઘરા ટોપીક પણ પોતાના ખાલી ટાઈમ માં હર્ષ સાથે ચર્ચા કરતી અને હર્ષ પણ તેણે સરળ તાથી સમજાવી દેતો. આમને આમ બીજા મહિના વિતવા લાગ્યા પરીક્ષાનો સમય નજીક આવી ગયો હતો આથી હર્ષ અને સ્વરા કોલેજ પછી પણ સાથે બેસીને પોતાનું અભ્યાસ નું કરતા. બંને વચ્ચે હવે સમય સાથે સંગાથ વધ્યો હતો. જેમ પરીક્ષા નજીક આવી રહી હતી તેમ બંને માટે થોડી મહેનત પણ વધી રહી હતી ઘણીવાર તો બંને મોડી રાત સુધી સાથે જ રહેતા અને ગાર્ડન માં બેન્ચ પર બેસીને સાથે જ વાંચતા બંનેને એકબીજાની દોસ્તી કરતા સંગાથ વધુ ગમતો હતો . બંને સાથે હોવા છતાં પણ મોટેભાગે ચૂપ જ રહેતા પરંતુ એકબીજાની ખામોશી પણ સમજતા હતા ક્યાંકને ક્યાંક હવે રુચા પણ હર્ષના વર્તન પરથી એ સમજી ગઈ હતી કે તે પોતાના પરિવારથી પણ જોડાયેલો હોવા છતાં પોતાની જેમ જુદો જ છે જે વિરહની વેદના તે ભોગવતી હતી તે જ કદાચ હર્ષ પણ સમજતો અને જાણતો હતો.

આમ દોસ્તી ના સફર માં સમય પણ પાંખ પ્રસરી નીકળ્યો અને પરીક્ષા પણ પૂરી થવા આવી . બંને એ તેમાં પણ ખૂબ મેહનત કરી. પરીક્ષા પૂરી થતાં એક સેમેસ્ટર ફરી પતી ગયું અરે નવું શરૂ થઈ ગયું અને બંનેની જોબ પણ હવે સારી રીતે આગળ વધી રહી હતી પરંતુ મીરાની શાદી હોવાને લીધે રુંચા ને તેના ઘરે થોડા સમય માટે જવાનું હતું .અને જોબ નિ તો વળી અહીં કોઈ ને ખબર જ ન હતી. તેનો પરિવાર પણ તેની રાહ જોઈ રહ્યો હતો રાજીવ અને રેખા પણ ઈચ્છતા હતા કે આ બાકી રહેલા થોડા દિવસો રૂચા અને મીરા સાથે વિતાવે જેથી બંને બહેનો વચ્ચે એક સરસ યાદગાર પળો યાદો તરીકે રહી જાય પરંતુ આ માટે મીરા કે રુચા બન્નેને કોઇ રસ ન હતો .આજે હોસ્ટેલનો છેલ્લો દિવસ હતો રુંચા એ પોતાની જોબ માટે પણ પંદર દિવસની રજા મૂકેલી હતી જ્યારે હર્ષ ને આ વાત ખબર પડી ત્યારે તે થોડો ઉદાસ તો થયો પરંતુ તે રુચાના કોઈ ભૂતકાળ વિષે જાણતો ન હતો આથી તેને થયું કે કદાચ તેને પણ તેના પરિવારની યાદ આવતી હશે. જેટલું દુઃખ તેને થતું હતું તેટલું જ રુચા પણ અનુભવ કરી રહી હતી પરંતુ બંને એકબીજાને પોતાની લાગણી વ્યક્ત કરતા અચકાતા હતા અને બંને ખુદ પણ પોતાની લાગણીઓને સમજી શકતા ન હતા આજે બંને ઘણી વાર સુધી ચા ના store પાસે બેઠા ઘણી વાતો પણ કરી પરંતુ એક ખચકાટ આજે બંને વચ્ચે હતું જ્યારથી મળ્યા ત્યારથી અત્યાર સુધી બંને સાથે જ હતા પરંતુ હવે....

વળી રુંચા પાસે તો ફોન પણ ન હતો કે આવનારા પંદર દિવસમાં તે વાતો પણ કરી શકે હોસ્પિટલમાં સાથે પસાર કરેલા કલાકો, બાઈક સવારી અને વળી ચાની મિજબાની આં બધું બંને માટે કઈક યાદગાર પળો જેવું થઈ ગયું હતું. જાણે આં પંદર દિવસ કેટલાય વર્ષો કાઢવાના હોય તેમ બંને ને લાગતું હતું ઘણી વાર બેઠા પછી બંને જણા હોસ્ટેલ તરફ વળ્યા ,રુચા ને સવારે વહેલું નીકળવાનું પણ હતું. અને હર્ષ પણ હોસ્ટેલમાં રજા પડવાને લીધે પોતાની મિત્રને ત્યાં જવાનો હતો પરંતુ સવારે પણ હર્ષ જ તેને બસ સુધી મૂકવા આવશે તે હર્ષે જણાવી દીધુ, જે રીતે હર્ષ રુચા પર પોતાનો હક જતાવતો હતો તે રુચાને પણ ગમતું હતું .જાણે તેને કોઈ પોતીકું મળી ગયું..