TALASH - 14 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 14

તલાશ - 14

જે વખતે પૃથ્વી બેહોશ થયો એ પછીની લગભગ 2 મિનિટ પછી શેખરે એને ફોન લગાવ્યો હતો. પણ પૃથ્વી બેહોશ હતો.એ વખતે જીતુભા આરામથી ઊંઘતો હતો. તો એ વખતે કંટાળીને શેખરે ફોન બંધ કરીને કાર એરપોર્ટ તરફ ભગાવી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે "પ્રભુ આજની મુંબઈથી અત્યારે આવતી ફ્લાઇટ અડધો કલાક લેટ કરાવી દો." પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું. કેમ કે ફ્લાઇટ ઓલરેડી લેન્ડ થઈ ગઈ હતી અને સરલાબેન બહાર આવ્યા હતા. બહાર લોકોને રિસીવ કરવા આવનારમાં શેખર દેખાયો નહીં એટલે એમનું દિલ ધબકારો ચુકી ગયું અને એ મનોમન બોલ્યા "મને હતું જ એ ટાઈમ પર નહીં જ પહોંચે. પ્રેમમાં પડ્યો છે પણ ઓહ્હ આજે નહીં. આજે એનું ટાઈમે આવવું જરૂરી હતું" સરલાબેન ને ગઈકાલથી અકળામણ થતી હતી. એનું મન મૂંઝાતું હતું કૈક અમંગલ ભણકારા વાગતા હતા. પોતાની ટ્રોલી બેગ ખેંચતા ખેંચતા તે એરપોર્ટ બિલ્ડિંગમાંથી બહાર આવ્યા અને ત્યાં પાર્કિંગ લોટ તરફ જોવા લાગ્યા કદાચ 2-4 મિનિટ મોડો હોય તો પણ હવે આવી ગયો હશે. પણ થાય કોઈ પરિચિત ચહેરો ન દેખાતા એમને અકળામણ થતી હતી પેટમાં ધીમો ધીમો દુખાવો થતો હતો. એમને લાગ્યું કે વોમિટ થઈ જશે. આરામની સખ્ત જરૂરિયાત એમને વર્તાતી હતી.5 મિનિટ રાહ જોઈને પછી એમણે એરપોર્ટ પ્રિમાઇસીસ બહાર જવાના રસ્તે ચાલવાનું શરૂ કર્યું અને 2-3 લોકલ ટેક્સીવાળા એમને ઘેરી વળ્યા "કહા જાના હૈ ભાભીજી, અલીગઢ, ટુંડલા મથુરા દિલ્હી." એમણે મનોમન નક્કી કર્યું કે હું નીકળી જાઉં. પણ જે 2-3 લોકલ ડ્રાઈવર એમને પૂછતા હતા. એ બધાના ચહેરા પર નજર મારી તો એમને ડર લાગ્યો.એક સરદારજી, 2 મુસ્લિમ અને એક તિલકધારી પણ દેખાવમાં ગુંડા જેવો લાગતો હતો. એમણે જીવનમાં અનેક પરિસ્થિતિનો સામનો કરેલો.કદી કોઈની પણ સાથે મુસાફરી કરતા એમને ડરની લાગણી નહોતી અનુભવી પણ આજની પરિસ્થિતિ અલગ હતી તેઓ પ્રેગ્નન્ટ હતા પેટમાં સાત મહિનાનું બાળક હતું આ સમયે તે કોઈ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ હોવા છતાં ઇચ્છતા ન હતા. એમને રિલેક્સ થવું હતું કોઈ નવી ઉપાધિ એમને જોઈતી ન હતી. "ઓકે મથુરા જાના હૈ કિતના પૈસા લોગે?" એમણે બધાની સામે જોઈને પૂછ્યું આ સાંભળી સરદારજી ડ્રાઈવર હટી ગયો કે "મેરે કો તો દિલ્હી જાના હે" પેલા 2 મુસ્લિમ અને એક હિંદુએ અંદર અંદર મસલત કરી અને કહ્યું."1000 રૂપિયા લેંગે". સરલાબેન ને 1000 રૂપિયા સામે વાંધો ન હતો, પણ આ લોકોની સાથે જવામાં એ અચકાતા હતા.એટલે એમણે પૂછ્યું કે "1000 તો જ્યાદા હે ઇતના ક્યુ બોલ રહે હો 4 -500 સો મેં હી હમ તો જાતે હૈ"

"ઉસમેં ઍસ હે ભાભીજી કી હમરી ગાડી યહાં કી હૈ આપકો મથુરા છોડ કે વાપસી મે કોઈ મિલા તો ઠીક નહીં તો હમે એમટી આના પડેગા ઓર એક સાઈડકા હી તેલ કે 300 રૂપિયા લગ જાતા હૈ ઔર ઉપર સે આપકો આપકી જગહ તક છોડના હે. હાઇવે ટુ હાઈવે કલલો મથુરામે એન્ટ્રી પોઇન્ટ પર છોડ દુંગા 800 લૂંગા." એક જણે જવાબ આપ્યો. એ જ વખતે એક દુબળો પાતળો લગભગ 22-23 વરસનો યુવાન ત્યાં પહોંચ્યો અને કહ્યું. "રાધે રાધે બહનજી, મેં 600 લુગા આઓ બહનજી મેરી ગાડી સામને ખડી હે" સરલાબેને એક નજર એના તરફ નાખી દુબળો પણ મજબૂત બાંધો લગભગ 6 ફીટની ઉંચાઈ. આંખોમાં સુરમો, કપાળ પર ચંદનનું તિલક, મોઢામાં પાન, સાદા શર્ટ-પેન્ટમાં ઉભેલ યુવાનને જોઈને સરલાબેન ને થયું કે ઓલા 3 કરતા આ યોગ્ય છે. પણ ત્યાં ઓલા 3 જણા પેલા યુવાન સાથે લડવા મંડ્યા.

"તું કોન હે.? યુનિયન મેમ્બર હે ક્યાં?.ઔર ઇતના સસ્તા ક્યુ?"

"ગિરધારી. ગિરધારી ચતુર્વેદી હે મેરા નામ ઔર યુનિયનકી તો xxx. ઔર સસ્તા ઇસ લિયે કી મેં મથુરા રહેતા હું. મુજે વાપસી કા તેલ નહીં જલાના પડેગા સમજે. યહ બહનજી મેરે સાથ આના ચાહતી હે તો ક્યુ રોક રહે હો?"

"અરે ભાઈ હમ યહા કે લોકલ લોગ હૈ ઔર તુમ ઉધર સે આકે કસ્ટમર લે કે જાઓગે તો હમ ક્યા ખાયેંગે એ તો બતાવો ભાઈજાન" 2 માંથી એક મોટી ઉંમરના મુસ્લિમ ડ્રાઈવરે કહ્યું

"બાત તો યે ભી ઠીક હે, ઇસી લિયે મેને 100 જ્યાદા બોલા, 300 સો કા તેલ, 100 ગાડીકા મેન્ટેન્સ ઓર 100 મેરી કમાઈ ઔર સો રૂપિયા તુમ લોગો કા.એ લો પકડો રાધે રાધે . " કહીને એણે એક સોની નોટ એના તરફ લંબાવી અને કહ્યું "ચલો બહનજી." કહી ને સરલાબેનના હાથમાંથી બેગ લઇ લીધી અને સામે ઉભેલી સુમો તરફ આગળ વધ્યો. સરલાબેન એની પાછળ દોરવાયા. અને સુમોના દરવાજા પાસે પહોંચ્યા પછી પોતાનું સોલ્ડર પાઉચ ખભેથી ઉતાર્યું.અને ગિરધારી ને કહ્યું "લો ગિરધારી ભાઈ આ રૂપિયા તો લઇ લો તમે તો તમારા ખિસ્સામાંથી આપ્યા.

"રૂપિયે કી ક્યા જલ્દી હૈ આપ પહેલે ગાડી મેં તો બેઠો." કહીને એણે પેસેન્જર સાઈડનો દરવાજો ખોલ્યો.જવાબમાં સરલાબેને એ દરવાજો બંધ કરીને ડ્રાઈવરની બાજુની સીટનો દરવાજો ખોલતા કહ્યું."હા ગિરધારી ભાઈ જેમ બને એમ જલ્દી મથુરા પહોંચાડી દો"

"લો ચલો બહેનજી રાધે રાધે." કહીને એણે સુમો સ્ટાર્ટ કરી અને કહ્યું કે "મેં તો આપ કો એક ઘંટે મેં પહોચા દુ પર આપ કી અવસ્થા ઓર ઉપર સે હમારે ઉત્તમપ્રદેશ કે રોડ. ફિર ભી કોશિશ કરુંગા કી જીતની જલ્દી હો શકે. પર આપ મુજે સિર્ફ ગિરધારી હી કહીયે. બહુત છોટા હું મેં આપ સે." ગાડી ચલાવતા ચલાવતા એણે કહ્યું.

"ઠીક હે ગિરધારી" કહીને સરલાબેને રિલેક્સ થી ટેકો લઈને બેઠા અને પાઉચમાંથી 600 રૂપિયા કાઢીને ગિરધારી તરફ લંબાવ્યા. ગિરધારીએ એક હાથે ડ્રાઇવિંગ કરતા કરતા એ રૂપિયા લઈને સ્ટીયરીંગ ની બાજુમાં બનાવેલ એક ડ્રોઅર ખોલીને તેમાં નાખ્યા. સરલાબેનનું ધ્યાન એ ડ્રોઅર પર પડ્યું અને એ ચોંકી ઉઠ્યા એ ડ્રોઅરમાં એક દેશી તમંચો હતો. એમને થયું કે "હું ફસાઈ તો નથી ગઈ ને?"

"ગભરાઓ મત બહનજી" એની મૂંઝવણ પારખી ને ગિરધારી બોલ્યો. "યહ તો હમારી ઔર પરદેશીઓકી સુરક્ષા કે લિયે હે. જબ જાન જોખીમ મેં હો તો હમ ભી 2-4 કો સાથ મેં લે જાયે. રાધે રાધે" આ રાધે રાધે એનું તકિયા કલમ હતું. લગભગ દરેક વાક્ય ના અંતમાં એ રાધે રાધે બોલતો હતો.

"વો તો બરાબર હે પર યહ પરદેશી કૌન હે "

"અરે બહનજી હમ મથુરાવાસી જો યાત્રી મથુરામે આતે હે ઉનકે લિયે પરદેશી શબ્દ કા ઇસ્તેમાલ કરતે હે. રાધે રાધે"

“અચ્છા. મતલબ આપ મથુરા મેં હી રહતે હો.?”

"હા મથુરા મે હી રહેતા હું. આપ કો કહા જાના હે મથુરામે, જન્મસ્થલ?”

"નહીં મુજે દ્વારકાધીશ મંદિર જાના હે શાયદ ઉસે છતા બજાર બોલતે હે."

“અચ્છા દ્વારકાધીશ..ઠીક હે. પર આપ શામ કી યમુનાજી કી આરતી દેખને જરૂર જાના વહાસે નજદીક હી હે વિશ્રામઘાટ પર હોતી હે હર શામ મેં."

“હા સુના તો મેને ભી હે પર આપ મથુરામે કહા રહતે હો.?"

"બસ જો વિશ્રામઘાટ હે વહાં સે સીધે ચલે આના હે જબ સબ ઘાટ ખતમ હોતા હે તો દાયે મૂડ તે હી રાધેશ્યામ આશ્રમ આયેગા ઉસકો લગ કે છોટી પુલીયા હે. પુલીયા કો પાર કર કે બાયી સાઈડ મેં દૂસરા મકાન મેરા હૈ. વહાં કિસી કો ભી પૂછોગે કી "રાધે રાધે ગિરધારી કા કમરા કોન સા હે તો કોઈ ભી બતા દેગા. લગભગ 8-10 મિનિટ આ રસ્તા હે. "

"અચ્છા ઠીક હૈ. ઔર સબેરે ઓગસ્ટ ક્રાંતિ કિતના બજે છૂટતી હૈ દિલ્હી કે લિયે.?"

"જી લગભગ 10-10 કો." આપ કહાં ઠહેરનેવાલી હે યહ બતા દો તો મેં આપ કો કલ સ્ટેશન છોડ દુંગા."

"મેં આગ્રા હોટલ મેં રુકને વાલી હું. આપ જાનતે હૈ વો કહાં હૈ." સરલાબેને ખબર હતી કે આગ્રા હોટેલ ક્યાં છે પણ એ ગિરધારીને ચકાસવા માંગતા હતા.

"અરે વો તો મેરે ઘર સે ચલ કે ચલે તો ભી 2-3 મિનિટ કે રસ્તે પે હે, બંગાલીઘાટ પે."

આમ લગભગ 15 મિનિટ સુધી વાતો કરતા તેઓ હાઇવે પર પહોંચ્યા આજે રવિવાર હતો એટલે આગ્રા - દિલ્હી હાઇવે પર ટ્રાફિક થોડો વધારે હતો. ગિરધારી જાળવીને ગાડી ચલાવતો હતો. સરલાબેન ને આંતરમનમાં થતો મૂંઝારો થોડો ઓછો થયો હતો એને એના પતિદેવ "મિસ્ટર જોશી"ની યાદ આવતી હતી. બરાબર એ વખતે શેખર એરપોર્ટ પર પહોંચ્યા હતો. અને લગભગ એની પાછળજ ઈરાનીએ જયપુરથી એરેન્જ કરેલા 3 ગુંડાઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે બપોરના 4 વાગ્યા હતા.

xxx

પૃથ્વી બેહોશ થયો એની લગભગ 10 મિનિટ પછી અનોપચંદે મોકલેલ બેકઅપ ટીમ, અને પૃથ્વીએ કોલ કરીને બોલાવેલ એમ્બ્યુલન્સ લગભગ એક સાથે જ પહોંચ્યા હતા. બેકઅપ ટીમના 2-3 મેમ્બરો ત્યાં આજુબાજુમાં ફરી વળ્યાં હનીની બાજુમાં રહેલા એક લાશ અમે 2 ઘાયલને એ લોકો એ એક ગાડીમાં નાખ્યા હતા. અને એમને પૂછીને બીજા 4 ને ગોતવા આજુબાજુ નજર દોડાવી થોડે દૂરથી રોડ પરથી લોહીના ટીપાએ એમને એ કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચાડ્યા જ્યાં પેલા 3 બદમાશ સંતાયા હતા. એ 3 ને પણ બીજી ગાડીમાં નખાયા અને ત્યાં કામ કરતા મજૂરોને દમદાટી આપી કોને કઈ ન કહેવા વિશે જણાવ્યું. દરમિયાનમાં એમ્બ્યુલન્સ પૃથ્વીને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. બેકઅપ ટીમ ફરીથી રોડ પર આવી પાણીનો મારો કરી લોહીના ધાબા રોડ પરથી દૂર કર્યા. બધું કામ લશ્કરી ઢબે અને ઝડપથી પતાવ્યું પછી એ ટીમના એક જણે પૃથ્વીની કાર સ્ટાર્ટ કરી અને ઉપડી ગયો જયારે બીજો પેલા પૃથ્વી પર પાછળથી હુમલો કરનાર લોકોની કાર ચલાવીને અને બીજી ગાડીમાં બેકઅપ ટીમ પણ રવાના થઈ ગઈ. માત્ર 5 મિનિટમાં આખો રોડ જેમ હતો એમ થઈ ગયો ત્યાંથી રવાના થનાર બધા વાહનની એક જ મંઝિલ હતી. રેસકોર્સ પર આવેલ શેઠ અનોપચંદ એન્ડ સન્સ હોસ્પિટલ.

xxx

હોસ્પિટલ પહોંચીને પૃથ્વીને તરત આઈસીયુમાં એડમિટ કરાયો હતો જ્યારે ઘાયલ ગુંડાઓને હોસ્પિટલથી થોડે દૂર પણ હોસ્પિટલના પ્રાંગણમાં જ આવેલ એક નાના મકાનમાં રખાયા હતા જ્યાં તેને સામાન્ય પાટાપિંડી કરવામાં આવી હતી. એમાં 2 બહુ ગંભીર હતા પણ પૃથ્વીની ટીમના લોકો એની સારવાર કરાવવાના મૂડમાં ન હતા.પૃથ્વીની કાર હોસ્પિટલના પાર્કિંગમાં ઉભી કરવામાં આવી તો ગુંડાઓની કારને લઈને બેકઅપ ટીમનો એક માણસ નીકળી ગયો જ્યાં એ કારને ભંગારમાં ફેરવી નાખવાની હતી. આ તરફ પૃથ્વીના ડાબા હાથમાં ઘુસેલી ગોળી કાઢવાની તૈયારી ચાલતી હતી ઉપરાંત એનો ચહેરો છાતી અને બન્ને હાથમાં જમ્પ મારવાથી છોલાયું હતું. ઉપરાંત જમણા પગના નળામાં હનીની કારનું બોનેટ ટકરાવથી મુઢમાર વાગ્યો હતો. ઓક્સિજન અને બે એક ઇન્જેકસન શરીરમાં જવાથી એ ધીરે ધીરે હોશ માં આવી રહ્યો હતો એ વખતે જ એના ફોનમાં રીંગ વાગી એ ફોન શેખર કરતો હતો.

ક્રમશ: સરલાબેન ગિરધારી સાથે સહીસલામત મથુરા પહોંચશે? શેખર હવે શું કરશે.? જાણવા માટે વાંચો. તલાશ-15.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati
Parash Dhulia

Parash Dhulia 1 year ago