Nirali books and stories free download online pdf in Gujarati

નિરાલી

ઘણી વખત જીંદગી માં એવી પળ આવી જાય છે કે, માણસ પોતે ખૂબ થાકી જાય છે. જ્યારે પણ બેમાંથી એક રાહ ને નક્કી કરવાની હોય છે.ત્યારે તો ખૂબ મુશ્કેલી ઊભી થાય છે.
વાત છે નિરાલીની,કે તેના લગ્ન નાની ઉંમર માં થયી ગયા હતા. માંડ સોળ વર્ષ ની હતી ત્યારે જ,બિચારી નિરાલી જેને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો મોકો પણ ના મળ્યો.
બિચારીની ઇચ્છાઓ અને સપના જોયા પહેલા તૂટી ગયા!
તેને એ વખતે કોઈ સમજ હતી જ નહિ કે તે બીજાને પોતાની ઈચ્છા ને માન આપી શકે.

નિરાલી ને અભ્યાસ છોડી ને સાસરે જવું પડ્યું સાસરી મા તેને અભ્યાસ માટે કહ્યું તો બે રાહ માંથી એક રાહ પસંદ કરવા કહ્યું.કે તમે આ ઘરમાં રહોં કે પછી અભ્યાસ કરવા પોતાના પિતાજી ના ઘરે.

નિરાલીને તો હવે એક રાહ અપનાવી રહી પિયર જઈ ના શકે કારણકે પિતાજી ને દુઃખી ન કરી શકાય.તેને. સાસરી પસંદ કરી પણ તેને અભ્યાસ છોડવો પડ્યો તેનો ગમ રહી ગયો.
છેવટે એક દિવસ એવો આવી ગયો કે નિરાલી ને સાસરી ના તમામ સંબંધો પર પાણી. ફરી વળ્યુ. તેનો પતિ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો
નિરાલી ખૂબ હતાશ થયી ગયી પાછી બે રાહ પર આવી પહોંચી. તેની સાસુ કહે કે હવે છોકરા તો મારો હવે અહી નથી, તમે અહી રહી શકો તો પણ વાઘો નથી,અને પિયર પણ જઈ શકો છો.
નિરાલી બે રાહ વચ્ચે આવી ને ઉભી રહી.પણ આ વખતે તેને સાચી રાહ પકડી.તેને કોઈના ઘરે રહેવાના બદલે એ એક શહેર માં આવી ગયી અને ત્યાં પ્રાઇવેટ કંપની માં જોબ કરવા લાગી દસ ભણેલી એટલે એને. જાજો પગાર તો ના મળે.પેકિંગ કરવા જતી અને પછી એ ઘેર આવી ને વિચારતી કે મારું કોણ?,મારું ભવિષ્ય શું!
એક દિવસ એક શિક્ષિકા ત્યાંથી પસાર થયા અને નિરાલી ને જોઇને પૂછ્યું.કે તું રોજ મને એકીટશે જોઈ રહે છે.બેટા તારે કોઈ જરૂર હોય તો કહે;
નિરાલી બોલી :હું અહી એકલી રહુ છું.હું મારા મમ્મી- પપ્પા અને સાસુ -સસરા પર. બોઝ નહોતી બનવા માગતી.એટલે બધા ને છોડી ને હું આ વડોદરા જેવા શહેર માં આવી છું.માટે આગળ અભ્યાસ કરવો છે.
શિક્ષિકા કહે એક કામ કર તું હવે મારા ઘરે રહે અને હું તને અભ્યાસ કરાવીશ
નિરાલી સ્વમાની હતી કહે ના બેન હું કોઈ ને બોજ બનવા નથી માગતી.
શિક્ષિકા કહે તું જોબ છોડી ને મારા ઘરના કામ કરજે તેના બદલામાં હું તને અભ્યાસ કરાવીશ
નિરાલી માની ગયી.અને શિક્ષિકા ના ઘરે જ રોકાઈ ગયી.હવે તો નિરાલી ખૂબ મન કરી ને અભ્યાસ કરતી હતી
એક દિવસ શિક્ષિકા એ કહ્યું તે લગન કરેલા છે.તો કેમ તું એકલી આવી
નિરાલી બોલી બેન મારો પતિ મને છોડીને ભાગી ગયો.અને બંને ઘરે હું રહી શકું તેમ નહોતી કારણકે હુ કોઈની બિચારી બની રહેવા નહોતી માગતી.મારે લગન નાની ઉંમર માં થયા એટલે મારે અભ્યાસ અધૂરી રહી ગયો હતો પણ હું હવે ફરી અભ્યાસ કરીને આગળ વધીશ.
નિરાલી ખૂબ મહેનત કરવા લાગી.આખરે તેના સંઘર્ષ નો અંત આવ્યો અને નિરાલી ને એક કલેક્ટર ની જોબ મળી ગયી.નિરાલી ખુશ હતી.
એ પોતાની ઓફીસ માં પહોચી અને બધા એ ખૂબ સ્વાગત કર્યું. ત્યારે એક ટ્રે માં પાણી લઈ ને એક નોકર આવ્યો.અને નિરાલી અને તેમની. આંખો મલી.નિરાલી ઓળખી ગયો કે તે એનો પતિ હતો બંને બોલ્યા કે તમે અહી? તેનો પતિ બોલ્યો તું અહી?
નિરાલી બોલી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને છોડીને ગયા એટલે મને આ જોબ કરવાનો મોકો મળ્યો.એક નવી ઉડાન મળી.તેનો પતિ તો લાચાર બની ગયો.પણ હવે શું ......ખૂબ મોડું થઇ ગયું.
આખરે નિરાલી નો સંઘર્ષ અહી જ પૂરો થયો
આભાર