Sajan se juth mat bolo - 13 PDF free in Fiction Stories in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 13

પ્રકરણ-તેરમું/૧૩

‘છોરી, થારી પ્યાર કી બાતેં ખતમ હો ગઈ હો તો કામ કી બાતેં કરે ?
દમદાર અવાજના ધણી બિલ્લુની વાત પરથી સપના સમજી ગઈ કે, તે બિલ્લુની નજરમાં છે... એટલે આશ્ચર્ય સાથે પૂછ્યું..
‘તમે ક્યાં છો..?
‘પીછે દેખ, કાલે રંગ કી મર્સિડીઝ દીખ રહી હૈ ? બિલ્લુ બોલ્યો..
તરત જ પાછું ફરીને જોતાં સપના બોલી..
‘હાં... હાં..’
‘ચલ જલ્દી આજા.’ બિલ્લુ બોલ્યો..
‘આઈ.. એક મિનીટ મેં.’

‘થેંક યુ સો મચ બબ્બન, ફરી મળીશું.. છેલ્લે એક વાત કહું, મને શબનમથી જલન થાય છે. કાશ તેરે જૈસા બબ્બન મુજે ભી મિલ જાયે.’

‘ઈમ્પોસીબલ..’ બબ્બન બોલ્યો ..
‘મારા પપ્પા એ એક જ વાર દિલ દઈને પરસેવો પડ્યો’તો. નહીં તો કદાચ...’
એ પછી બન્ને ખુબ ખડખડાટ હસ્યાં... અને હસતાં હસતાં સપના ‘બાય’ કહી બબ્બનની કારમાંથી ઉતરી બિલ્લુના કારની ફ્રન્ટ સીટ પર બેસી ગઈ.

‘તમે અહીં કયારે આવ્યાં.. ? બીજી જ સેકન્ડે કાર તેજ ગતિ પકડતાં સપનાએ પૂછ્યું.

‘તેરે આને સે પહેલે, પર મને યે બાત જાનની થી કે, તુજે કિસકી કદર હૈ, વક્ત કી યા ઇન્સાન કી ? મેં બીસ મિનીટ સે ચલ રહી તોતા મૈના કી કહાની દેખ રહા થા, કામ તુજે હૈ ઔર ઉલ્લુ કી તરહ બિલ્લુ તેરા ઇન્તેઝાર કર રહાં થા. યે તેરી પહેલી ઔર આખરી ગલતી સમજકાર માફ કર દિયા હૈ, યાદ રખના.’
‘આઆ...આઈ એમ સોરી બિલ્લુભૈયા, એ બબ્બન મારવાડીને હું પહેલીવાર મળી એટલે પરિચયમાં થોડો સમય...’

‘સબ જાણું હૂં, શબનમ કા યાર હૈ, પર છોરી મેરા ઉસૂલ હૈ જો વક્ત કે સાથ નહીં ચલતા મેં ઉસે ઊડા દેતા હૂં, ઔર કામ કે વક્ત સિર્ફ કામ કી બાત હી હોની ચાહિયે.’

બિલ્લુનો સહજ ગુસ્સો તદ્દન યોગ્ય હતો, પણ સપના, બબ્બન અને તેની વાતોની અસરથી પ્રભાવિત થતાં એટલી ઓતપ્રોત થઇ ગઈ કે, સમય અને સ્થળનું ભાન જ ભૂલી ગઈ. બિલ્લુનો ગુસ્સો શાંત પાડવા અને વાત વાળવાનો પ્રયાસ કરતાં સપના બોલી,
‘માની ગઈ તમારી વાત બિલ્લુભૈયા, કાન પકડીને માફી માંગું છું, પર બૂરા ન માનો તો એક બાત કહું ?’

‘બોલ.’

‘યે ઈકબાલ કે નામ કે સાથ મિર્ચી શબ્દ પરફેક્ટ મેચ હોતા હૈ.’ સપના બોલી.
‘ઉપર સે બાઝ દિખને વાલા, ભીતર સે તો પૂરા પોપટ હી નિકલા, ઔર પોપટ કી જબાન કો મિર્ચી કા જાયકા જ્યાદા અચ્છા લગતા હૈ,’
એમ બોલી સપના હસવાં લાગી..

‘મતલબ.. જીસ ઇકબાલ મિર્ચી કા નામ સુનતે હી અચ્છે અચ્છે તુર્રમખાં કે કપડે ગીલે હો જાતે હૈ, વો તુજે પોપટ લગ રહા હૈ ?

‘જી, હાં બિલકુલ બિલ્લુભૈયા, ઈકબાલ દિમાગ સે તો પોપટ હી હૈ, મેં, કબૂતર જૈસી માસૂમ લડકી આધી રાતકો ઔર વો ભી અકેલી શેર કે બીલ મેં જા કે ઉસે પોપટ બના કે આયી હૂં, ઔર અપને ઇલાકે મેં તો કુત્તા ભી શેર બન જાતા હૈ.’
એટલે જોરથી હસતાં બિલ્લુ બોલ્યો..
‘ઓ..કબૂતરી, તું સહી સલામત આઈ ઔર વો ઇકબાલ નૌટંકી કર રહા થા, સબ મેરે કહેને પર સમજી. વરના ઈકબાલ કા કલેજા કિસી શેર સે કમ નહીં હૈ સમજી, ઔર વો સિર્ફ મેરી ઉંગલીઓ પર નાચતાં હૈ. મેરે એક હુકમ પર વો અપના સર કલમ કર શકતા હૈ, સમજી, ક્યા ફાલતું જૈસી બાત કરતી હૈ તું ? જો હનીટ્રેપ કા બહોત બડા રેકેટ ચલાતાં હૈ, તેરે જૈસી ન જાને કિતની ખૂબસૂરત બલા કી જિંદગી બના ઔર ઉજાડ ચુકા હૈ.. ઔર તું ઉસે પોપટ સમજતી હૈ.. તરસ આતી હૈ તેરી સોચ પે મુજે.’

‘તુજે અભી ઇસ શહર મેં આયે જુમ્મા જુમ્મા સાત દિન હૂએ ઔર તું ચલી હૈ ઇકબાલ મિર્ચી સે ટક્કર લેને ઔર વો ભી બિલ્લુકે કાંધે પે બંદૂક રાખ કર.’

બે મિનીટ ચુપ રહ્યાં પછી સપના બોલી...
‘અગર ઇસ કબૂતરીને અભી ઔર ઇસી વક્ત બિલ્લુભૈયા કે ગુરુર કો ચકનાચૂર કર દિયા તો... ? આપ ક્યા મુજે ક્યા દોગે ?

બીજી જ સેકન્ડે એ જ ગતિમાં કાર રોડની ડાબી તરફ લઇ સજ્જડ બ્રેક માર્યા પછી..
પડખે પડેલી તેની રિવોલ્વર ઉઠાવતાં તેના અસલી અંદાઝમાં આવતાં બોલ્યો...

‘છોરી... આજ તક બિલ્લુ કે સામને ઐસી બાત કરને કી કીસીને ગુસ્તાખી નહીં કી, અગર યે બાત મજાક મેં કી હૈ તો બોલ દે, આજ એક મામૂલી લડકીને બિલ્લુકી ઔકાત કો લલકારા હૈ, અગર તું હાર ગઈ તો ઇસ રિવોલ્વર કા પૂરા લોહા તેરે જીસ્મ મેં ઉતાર દૂંગા ઔર તું જીત ગઈ તો જિંદગી ભર કે લિયે બિલ્લુ તેરા ગુલામ બન જાયેગા.’
અતિ ગંભીર પરિસ્થિતિમાં પણ સ્હેજે વિચલિત થયાં વિના સપના બિલ્લુની આંખમાં આંખ નાખતાં બોલી..

‘પર મેરી એક શર્ત હૈ.’

‘કૌન સી શર્ત ?’

‘આપ ઇકબાલ કો નહીં મારેંગે.’
‘કયું કી ઐસે ઇક ઇકબાલ કો મારને સે, બાકી કે સારે ઇકબાલ જો ભેડીયે કે ભેસ મેં આપ કે આસપાસ છુપે હૂએ, અસ્સલ મેં જો પોપટ હૈ વો સબ ઊડ જાયેંગે. ઔર શાયદ આપકો યકીન નહીં આયેગા કી, મેરી દિલકશ જવાની ઔર શાતિર દિમાગ કો હાંસિલ કરને કે લિયે કોઈ ભી આપ સે દુશ્મની મોડ લેગા. અગર સબૂત ચાહિયે તો આપકી ઉંગલીયો પે નાચને વાલે આપ કે શાગિર્દ કો અભી નંગા કર શકતી હૂં.
‘હંસી આતી હૈ તેરી બાતોં પર છોરી, અભી બિલ્લુ સે મિલે હૂએ તુજે છત્તીસ ઘંટે નહીં હૂએ..ઔર તું.. તું.. જાનતી ક્યા હૈ મેરે બારે મેં ? ઔર તું મેરી શખ્સિયત ઔર સલ્તન્નત કો હિલા કે રખ દેગી ? કીસ કે જોર પર આજ યે ચીડિયા ઇતની ફુદક રહી હૈ ? જરા મેં ભી તો જાનુ.’ સપનાના સંવાદમાં અતિ આત્મવિશ્વાસનો રણકાર સાંભળતા બિલ્લુએ પૂછ્યું.


‘આપ કે રહેમ-ઓ- કરમ પર પલને વાલી, મેરે જૈસી એક બેસહારા ઔર લાચાર મજલૂમ ઔરત કે લિયે આપકી આંખો મેં દેખી હુઈ ઈન્સાનિયત સે બે-ખોફ હોકર મેં યે બેબાક બાતેં કર રહી હૂં, બેશક મેં આપ કે કાંધે પે બંદૂક રખ કર નિશાના લગા રહી હૂં, પર મેં યે ભી અચ્છી જાનતી હૂં, કી અગર...કિસી શક કી વજહ સે આપ કા કંધા આધા ઇંચ ભી ઉપર નીચે હૂઆ તો કિસી બેકસૂર કી જાન ભી જા સકતી હૈ. ઔર મેં યે ભી જાનતી હૂં કી, મેરી આંખો મેં મરે હૂએ ખોફ કો આપને ખુદ દેખા હૈ. ઔર જિસકા ખોફ મર ગયાં હો ઉસે મૌત સે ડર નહીં લગતા યે આપ સે બહેતર કૌન જાન સકતા હૈ ?

સણસણતાં તીર જેવા વ્યંગબાણ થકી સપનાના પ્રહાર જેવા પ્ર્ત્યુત્તરથી બિલ્લુના ગરુર જેવા ગુસ્સો બિલ્લુને જ ગળી ગયો. એક ઘા અને કટકા ત્રણ કરતી સપનાની
તેજ તર્રાર તીખી વાણી સાંભળીને હવે બિલ્લુને ઇકબાલની નિયત પર શંકા ઉપજી.
એટલે સપનાને કહ્યું,
‘લગા ફોન ઇકબાલ કો.’

એટલે સપના બોલી..
‘બિલ્લુભૈયા સિર્ફ ઇતિહાસ નહીં કોઈ ભી પૌરાણિક કથા દેખ લીજીયે મહાભારત સિર્ફ ઔરત કી વજહ સે હી હુઆ હૈ.,અબ આપ કી ઔર ઇકબાલ કી દુશ્મની મેં આખિર સર તો મેરા હી કલમ હોગા. મેં નહીં ચાહતી કી મેરી વજહ સે બેચારા ઈકબાલ મુફ્ત મેં બે-મૌત મારા જાયે.’
‘જબ તક તેરી જાન પે ખતરા નહીં આયેગા, તક તક મેં ઇકબાલ કો નહીં મારુંગા અગર તું સચ નીકલી તો.’ બિલ્લુ બોલ્યો..

‘ઔર એક બાત આપકો ગુસ્સા ઇસ બાત પર આ રહા હૈ કી, આપ કે મના કરને કે બાદ ભી, બરસો સે આપ કે વફાદાર ઇકબાલને આપ કે હૂકમ કો અનસૂના કર દિયા મેરે જૈસી મામૂલી કબૂતરી કે લિયે.’

‘મતલબ ?’

‘આપ ચાહતે હૈ કી. મેં ઈકબાલ કે સાથ કામ ના કરું, ઔર યે બાત મુજે મના કરને કી બજાયે ઇકબાલ કો મેરી પીઠ પીછે કહેતે હૈ કી, ઇસ લડકી કે સાથ કામ નહીં કરના હૈ, એસા કયું ? બિલ્લુભૈયા બાત અબ હાર-જીત કી નહીં હૈ, ભરોસે કી હૈ. અગર મેરી નિયત મેં ખોટ હોતી તો, મેં આપ કો ઇકબાલ કા અસલી રૂપ દિખા કર ખુદ કે લિયે સામને સે મૌત કા પૈગામ કયું ભેજતી ? જાન સબ કો પ્યારી હોતી હૈ. પર મેં આપ કે ભરોસે કા ખૂન નહીં કરુંગી ચાહે આપ જાન ઈકબાલ કી લો યા મેરી.’

‘સ્પીકર ફોન ઓન કર કે, મેં ઈકબાલ કો કોલ લગાતી હૂં, ઉસ સે પહેલે આપ અપના ફોન ફ્લાઈટ મોડ પે રખ દે, તાકી ન વો આપકો કોલ કર શકે ઔર ન આપકા લોકેશન ટ્રેસ કર શકે. એક છોટી સે તિનકે જૈસી ભનક ભી જવાલામુખી કા રૂપ લે સકતી હૈ.’

સપનાની સામું જોઈ રહેલો બિલ્લુ બોલ્યો..
‘તું સાલી જીતની ભોલી દિખતી હૈ ઉસસે કઈ જ્યાદા શાતિર હૈ.’
‘ક્યા કરું બિલ્લુભૈયા, મર્દ જાત કો મેરે જીસ્મ સે આગે કુછ દિખાતા હી નહીં, ઉસ મેં મેરા ક્યા કસૂર ? એમ કહી સપનાએ બિલ્લુ સામું જોઈ, નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કરતાં ઇકબાલને મીર્ચીને કોલ લગાવતાં લગાવતાં અટકી ગઈ....

એટલે બિલ્લુ બોલ્યો... ‘અબ ક્યા હુઆ ?

પેહેલે એક કામ કરો, આપ ઇકબાલ કો એક મેસેજ છોડ દો, કી..
‘મેં આધે ઘંટે મેં તુજે કો કોલ કરતાં હૂં.’

‘પર એસા ક્યું ?’ બુલ્લુંએ પૂછ્યું..

‘ક્યોં કી જબ મેરા કોલ ખત્મ હોને કે બાદ આપ ઇકબાલ કો કોલ કરોગે તો ઉસકો શક હો જાયેગા કી હમ દોનો સાથ હૈ.’

‘પતા નહીં ગાંવ સે શહેર તું કિતનો કી મૌત લે કે આઈ હૈ, તેરી જવાની પે મરને વાલે સબ મૌત સે પહેલે બે મૌત મારે જાયેંગે યે તો પકા હૈ.’

એવું બોલ્યાં પછી બિલ્લુએ મેસેજ સેન્ડ કર્યો ઇકબાલને અને મેસેજ સેન્ડ થતાં જ સેલ મૂક્યો ફ્લાઈટ મોડ પર એટલે સપનાએ કોલ લગાવ્યો..ઇકબાલને.

‘આદાબ... શુક્રિયા...મહેરબાની,, ઇસ નાચીઝ કો યાદ કરને કે લિયે.’
સ્ક્રીન પર સપનાનું નામ વાંચી કોલ ઉઠાવતાં ગળગળો થયેલો ઇકબાલ બોલ્યો..

‘જૂઠ બોલના તો આપ સે શીખે ઈકબાલ શેઠ, કયું કી યાદ તો પ્યાસા હી કરતા હૈ કુંવે કો. અગર આપ કો મેરી જરૂરત હોતી તો આપ જરૂર કોલ કરતે.’
હળવે હળવે ઇકબાલને તેની માયાઝાળમાં લેતાં સપનાં બોલી..

‘કલ રાત હોંઠો તક આયે જામ કો તુમ જીસ તરહ ઠુકરા કર ચલી ગઈ, ફિર તેરી યાદને કુછ સોચને કા વક્ત હી નહીં દિયા. અબ તુમ ફરમાઓ. કબ, કહાં, કૈસે ઔર કિતના કામ કરના હૈ, મુજે તેરે સાથ.’ સોફા પર લંબાવતા ઇકબાલ બોલ્યો..

‘હાં, પર કામ મેરી શરતો પર હોગા વો તો બાત તો યાદ હૈ ના ?’ સપનાએ પૂછ્યું
‘સબ કુછ યાદ હૈ... કોરે કાગઝ પે લીખ કે દૂં ક્યા ?
‘પર વો...બિલ્લુભૈયા વાલી બાત... અગર ઉનકો પતા ચલા ગયા કી ઉનકે મના કરને કે બાદ ભી... તો મુજે તો બીના બકરી ઈદ કે બકરી બના કે, શહીદ કર દેંગે ઉસકા ક્યા ? ‘ બિલ્લુ તરફ આંખ મારતાં સપના બોલી..

‘અરે.. પગલી ઐસી બાતે કોલ પે નહીં હોતી.. વો સબ મેં દેખ લૂંગા.. પર તું અભી બોલ કહાં સે રહી હૈ.’ ઇકબાલે પૂછ્યું..

એટલે બિલ્લુએ સામે દેખાતી હોટલ ‘શેરે-એ પંજાબ’ તરફ આંગળી ચીંધતા સપના બોલી.. હોટેલ શેરે-એ પંજાબ’ જો હાઇવે પર હૈ વહાં સે. મેરી એક સહેલી કે સાથ લંચ કરને આઈ થી. અબ ઘર જા રહી હૂં.’

‘અચ્છા એક કામ કર તું વહાં સે હોટેલ રેડીશન બ્લ્યુ પર આ જા મેં રીસેપ્શન પર તેરા નામ દે દેતા હૂં તું વહાં બૈઠ, મેં થોડી દેર મેં પહોચતાં હૂં, ફિર આરામ સે સબ તય કરતે હૈ.’
‘ઠીક હૈ, પર મુજે બિલ્લુ ભૈયા કા ડર લગતા હૈ યાર...’
છેલ્લી સિક્સર મારતાં સપના બોલી
‘પર તુજે દેખને કે બાદ મુજે કિસી કા ડર નહીં લગતા...’
એમ કહી ઇકબાલે કોલ કટ કર્યો..

એટલે કોલ કટ થયો એ કન્ફર્મ કર્યા પછી, ફોન સાઇલેન્ટ મોડ પર મૂકી, બિલ્લુ તરફ જોઈ બે હાથ જોડી સપના બોલી.

‘ગુસ્તાખી માફ, બિલ્લુભૈયા આપને અપને પોપટ કો ખિલાયા, પિલાયા પર ઠીક સે પઢાયા નહીં, ઇસ તીખી મિર્ચી કી લાલચ મેં આપ કો ચોંચ મારને ચલા હૈ આપકા ચેલા.’

માથાફરેલ મિજાજના બિલ્લુએ તેના અગન જ્વાળા જેવા બળાપાને મહા મુશ્કિલથી અંકુશમાં લાવતાં બોલ્યો..

‘જીસે મેં અપની સેના કા સબ સે તાકતવર ઔર વફાદાર સેનાપતિ સમજાતા થા વો તો, સબ સે બડા ખોટા સિક્કા નિકલા. મકડી જાલ બુનતે બુનતે કભી અપની જાલ મેં નહીં ફંસતા પર ઇસ કુત્તે કી નસ્લને તુજ મેં એસા ક્યા દેખા કી ફંસ ગયા ?’

‘માફ કરના બિલ્લુભૈયા.. આપ અભી ભી બાત કી ગહેરાઈ કો નહીં સમજે. ઇસ પૂરે મામલે મેં સપના તો અબ એક મોહરા બન ગઈ હૈ... ખતરા અબ આપ કે ડર કે સામ્રાજ્ય કા હૈ સમજે ? આજ એક ઇકબાલને સર ઊંચા કિયા હૈ કલ ઔર દો.. ફિર ચાર ફિર.... આપ સમજ ગયે મેરી બાત. ? જિસ હનીટ્રેપ કી બાત કર કે આપ અપને તોતે કી તારીફ કર કે થકતે નહી થે, વહી તોતા અબ ખુદ મૈના કી ગિરફત મેં ફંસ ચુકા હૈ. ઔર વૈસે ભી કુદરત કા નિયમ હૈ, જો જિંદા રખાતા હૈ વો હી મારતાં હૈ. જો પાની મછલી કો જિંદા રખતી હૈ વો હી પાની ઉસકી મૌત કા કારન બન જાતી હૈ.. જૈસે ઇકબાલ બન ગયા હૈ.’


‘અબ મજા આયેગા. અબ તો તું ઇકબાલ કે સાથ કામ કરેગી.. મેરી ઇઝાઝત કે બગૈર. નાટક ચાલુ રખો...એક દિન મેં ઇસ નાટક પર ઐસા પરદા ગીરુંઉંગા કી,લોગ સપને મેં ભી બિલ્લુ કે સાથ ગદ્દારી કરતે હૂએ કાંપ જાયેંગે.’

‘ઔર પરદા ગીરને કે બાદ મેરા ક્યા હોગા ? બિલ્લુ સામે જોઈ સપના બોલી..
‘ક્યું અબ ડર લગતા હૈ ? બિલ્લુએ પૂછ્યું

‘ડર કીસ બાત કા ? અભી તો સિર્ફ સરફીરી, પગલી, ચીડિયા ઔર કબુતરી હૂં, ગર કુછ બન ગઈ તો...સોચ લો ક્યા હોગા ? એક બાત લીખ લો બિલ્લુભૈયા મરતે મર જાઉંગી મગર અપના ઝમીર કભી નહીં બેચુંગી. આપ કે સામને મેરે જિસ્મ સે જ્યાદા મેરે ઝમીર ઔર વજૂદ કા વજન જ્યાદા હૈ, ઇસ લીયે કલકી યે ગાંવ કી છોરી આપકે સામને બે ખોફ બૈઠી હૈ. ઔર મેરી જૈસી ભરી જવાની લેકે અકેલે ઘુમતી લડકી કે લિયે જિસ્મ કો મહેફૂઝ ઔર ઝમીર જિંદા રખને કે લિયે બહોત બડા જીગર ચાહિયે. ઔરત હો યા મર્દ દૌલત કમાને કે લિયે એક રાત કાફી હૈ, પર કિસી કા દિલ જીતને કે લિયે પૂરી ઉમ્ર કમ પડતી હૈ, બિલ્લુભૈયા. જિસ દિન કીસી મર્દને મેરા દિલ જીત લિયા ઉસ દિન ઇસ શહર મેં મેરા આખરી દિન હોગા.’
સમજણની ઉંમરથી ધરબાયેલો દાવાનળ ખળભળી ઉઠતાં સપનાની વાચામાં વેદનાનો રણકાર સાંભળતા બિલ્લુએ પૂછ્યું

‘કીસ મીટ્ટી કી બની હૈ તું ? લાગણીશીલ થતાં બિલ્લુએ પૂછ્યું..
‘મીટ્ટી તો મોમ સે નર્મ થી, પર પ્યાર કા પાની થોડા કમ પડ ગયા, ઈસલીયે વક્ત કે થપેડો સે ઇતની સખ્ત હો ગઈ હૂં, જિસ દિન મેરે જિસ્મ પર નહીં, મેરી આત્મા પર કિસી કી ગંગાજલ જૈસે પાવન જલકે પ્યાર કી બારિશ હોગી, ઉસ દિન બહે જાઉંગી નિર્મલ નદી કી તરહ સાગર મેં.’

‘અબ આપ કી બારી હૈ, લગાઈયે કોલ અપને પાલતું પોપટ કો, ફિર પતા ચલે કી, બરસો સે ખાયા આપકા નમક બોલતા હૈ, યા એક રાત મેં ચઢા હુઆ મેરે જીસ્મ કા બુખાર દેખતે હૈ કિસ કા ખુમાર જ્યાદા હૈ.’

સપના તેનો સેલ સાઈલેંટ મોડ પર મૂકતાં બોલી.

યુ ટર્ન લઇ, હોટેલ રેડીશન બ્લ્યુ તરફ કાર હંકારતા બિલ્લુએ સ્પીકર ઓન કરી કોલ લગાવ્યો ઇકબાલને..


‘જય હો ગંગા મૈયા કી, આપ કા મેસેજ દેખતે હી મૈને આપ કો કોલ કિયા થા સરકાર, પર શાયદ નેટવર્ક સે બહાર થા આપકા મોબાઈલ.’ ઇકબાલ બોલ્યો.

એટલે બિલ્લુએ સપનાની સામું જોઈ જવાબ આપ્યો..
‘સહી બાત હૈ, ઇન્સટ્રુમેન્ટ નેટવર્ક કે બહાર હો તો કોઈ બાત નહીં, ઇન્સાન નેટવર્ક મેં હોના ચાહિયે મિર્ચી. અબ બોલ કૈસી રહી મીટીંગ કલ રાત ઉસ સરફીરી કે સાથ ?

‘અરે... બાત હી મત કરો ઉસ પગલી કી, ગીડગીડા કર મીન્ન્તે કર રહી થી કામ કે લિયે, મૈને બોલા તેરે જૈસી કો તો મેં ઝાડું પોછા મારને કે લિયે ભી ન રખ્ખું, ચલ
દફા હો જા યહાં સે, દુબારા અપની શકલ મત દિખાના, તેરી જૈસી દો ટકે કી લડકિયોં કે લિયે ઇકબાલ મિર્ચી કે પાસ ફાલતું કા ટાઈમ નહીં હૈ, વો તો સરકાર આપ કે કહેને પર ઉસકો અંદર આને દિયા વરના...ઐસે સપને દિખાને વાલી કી તો લાઈન લગી હૈ મિર્ચી શેઠ કે દરબાર મેં. જબ એકબાર આપને બોલ દિયા ફિર બાત ખતમ.’

ઇકબાલના એક એક વાક્ય પર સપના કૂલ થઈને બિલ્લુને આંખ મારતી રહી અને બિલ્લુની ભીતર ખળભળતાં કોપના ખોફનો ગ્રાફ ઉંચે ચડતો ગયો..

‘અચ્છા કિયા,... ફિર કોલ આયા થા વો લડકી કા ?
એટલે ખંધા ખડખડાટ હાસ્ય સાથે ઇકબાલ બોલ્યો..

‘મૈને જિસ તરહ બે ઈજ્જત કર કે યહાં સે નિકલા હૈ.. ફિર ઉસકી જુર્રત હોગી મુજે ફિર કોલ કરને કી ? મુજે તો લગતા હૈ મેરે ડરસે અબ તક તો વો યે શહર છોડ કર ભાગ ગઈ હોગી..’
‘સચ મેં ઇકબાલ આજ તુને સાબિત કર દિયા કી, તેરે દિલ મેં બિલ્લુ કે લિયે કિતની ઈજ્જત હૈ, તું મુજ પર ઇતની જાન છીડકતા હૈ યે મુજે આજ પતા ચલા. ઠીક હૈ શામ કો મિલતે હૈ.’
‘સરકાર આપ કે એક હૂકમ પર ઐસી સો સપના કુરબાન કર શકતા હૂં. ખુદા હાફીઝ.’

એમ કહી જેવો ઇકબાલે કોલ કટ કર્યો, ત્યાં બિલ્લુ કારને રોડની લેફ્ટ સાઈડ પર લઈને સજ્જડ બ્રેક મારતાં... ‘ઉસ કી માં કી..’

એટલે બળતામાં ઘી હોમાતાં સપના બોલી...
‘ક્યું ક્યા હુઆ ? આપ કી રિવોલ્વર કા લોહા ઠંડા પડ ગયા ?
‘એક મિનીટ..’ એમ કહી સપના એ તેની હેન્ડબેગ માંથી લેપટોપ બહાર કાઢી, ઓન કરી, ગઈકાલ રાત વાળી ઇકબાલ સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ લાગતી રંગીન ફિલ્મ ચલાવી.
જે રીતે ઈકબાલ સપના તળિયા ચાટવા લાળ ટપકાવતો હતો એ જોઇને બિલ્લુની આંખમાં ઉતરી આવેલા ખુન્નસ સાથે વિચાર્યું કે હમણાં ઇકબાલનું રામ નામ સત્ય કરી નાખું.

‘પર તુને યે કિયા કૈસે ? ઇન સબ મામલો મેં તો યે હરામી સબ કા બાપ હૈ.’
અતિ આશ્ચર્ય સાથે બિલ્લુએ પૂછ્યું,

‘બિલ્લુભૈયા, ઇતના બડા ટાઈટેનીક જહાજ ડૂબા કૈસે ? છેદ કી વજહ સે. ઔર ઇકબાલ કી સબ સે બડી કમજોરી હૈ, છેદ, સમજે ? મેરી કુર્તી કે બટન મેં માઈક્રો કેમેરા થા.. બસ આપકા નામ ઔર મેરા કામ હો ગયાં.. અબ દેખના યે હૈ.. કૌન, કિસ કે તલવે ચાટ કર ગીડગીડા કર જિંદગી કી ભીખ માંગતા હૈ ?

‘સપના, અબ તું હી બતા કિતને દિન જિંદા રખ્ખુ ઇસ સૂવર કી ઔલાદ કો ?
‘જબ નાટક કા પરદા ગીરને કા વક્ત આયે તબ તક.’ સપના બોલી..

‘જબ તુમ ઇકબાલ સે મિલને ગઈ ઉસસે પહેલે મૈને ઉસ ગટરકી નાલી કે કીડે કે કાન મેં તેલ ડાલ કે યે બાત સમજાઈ થી કી..
‘મૈને ઇસ લડકી કી આંખો મેં જો સચ્ચાઈ કા ખોફ દેખા હૈ.
વો સચ્ચાઈ કા ખૌફ એક દિન કિસીકી જાન લેકે રહેગી. સમજ ગયા.’
‘મગર અબ મેં ઇસ ચમડી કે દલાલ કી ઐસી ચમડી ઉધેડ કે રખ દૂંગા કી ઉસ કે સાત પુશ્તો કી રૂહ કાંપ ઉઠેગી.’
‘અચ્છા ઠીક હૈ, જબ તક તું નહીં કહેગી મેં ઇકબાલ કો નહીં મારુંગા પર, જિંદા રહે ઇસ હાલત મેં ભી નહીં રખુંગા, અબ તું યહાં ઉતર જા તેરે યાર કા ઠીકાના આ ગયા.’
ઠીક હોટેલ રેડીશન બ્લ્યુ બ્લ્યુની સામે કાર સ્ટોપ કરતાં બિલ્લુ બોલ્યો..

‘એક બિનતી હૈ બિલ્લુભૈયા, અગર જિંદા રહેના હૈ તો સબ સે પહેલે અપને ગુસ્સે કો ગોલી માર દો. પ્લીઝ. મેં રાત કો આપકો કોલ કરતી હૂં, ક્યું, કબ, કૈસે હુઆ યે સોચને કી બજાય અબ યે સોચો કરના ક્યા હૈ, ઔર અગર કરના હૈ તો કિસી સે કહેના નહીં હૈ બસ. જય ગંગા મૈયા કી.’

એમ કહી સપના કારમાંથી ઉતરી તેનો સેલ સાઈલેંટ મોડ પરથી ઓફ કરી હોટલ તરફ ચાલવાં લાગી... બિલ્લુ ક્યાંય સુધી સપનાને જોતો રહ્યો..મનોમન તેની ખુદ્દારી અને બે ખૌફ અદાકારીને સલામ ભરી કાર હંકારી તેના ઘર તરફ.’

સપના હોટેલમાં એન્ટર થઈ, રીસેપ્શન પર વાત કર્યા સામેના વિશાળ લાઉન્જમાં બેઠી. ઇકબાલે તેના વિષે બોલેલા એક એક શબ્દ સાંભળીને મનોમન બિલ્લુ કરતાં સપનાને દસ ગણી ચીડ હતી પણ, હવે તેણે ઈકબાલના બાપ થઈને કામ લેવાનું વિચાર્યું. શાતિર દિમાગથી છટકેલા ચિત્તના ચોકઠાંમાં કઈ રીતે ઈકબાલની ગળચીને ક્યાં અને કેમ આંટીમાં લેવો એ ચિત્ર ચીતરી માર્યું... ત્યાં જ બ્લ્યુ કલરના સૂટ સજ્જ ઇકબાલે હોટલમાં એન્ટ્રી મારી... સપનાને ઈમ્પ્રેસ કરવાં શાહજહાં અકબરની માફક સજી ધજીને આવ્યો હતો પણ, લાગતો હતો અસ્સલ અક્કલનો ઓથમીર. બ્લ્યુ સૂટ, રેડ ટાઈ, વ્હાઈટ શૂઝ અને એ પણ પાછા સ્પોર્ટ્સ શૂઝ. માથે કાળા ટીલા જેવું ઉજડે ચમનનું પ્રદર્શન ઢાંકવા બ્લેક હેટ પહેરી હતી. ઇલેક્ટ્રિક પોલની માફક ટટ્ટાર ચાલતાં ચાલતાં સપના પાસે આવી હાથ લંબાવતા બોલ્યો..

‘ખુશામદ્દીદ.. મેં તને રાહ તો નથી જોવડાવી ને ?
‘તમારો ઇન્તેઝાર કરવો તેના માટે પણ તકદીર જોઈએ. માશાલ્લાહ....ક્યા લગ રહે હૈ આપ. લગતા હૈ આજ શહેર કી સારી બબીતા આપ પર માર મિટેંગી.’
સપના એ જેક વગર ઈકબાલને જેઠાલાલના સ્વાંગમાં સ્વીંગ મારીને હવામાં ચગાવી દીધો.

‘બસ... બેટ વગર તારી આ ફટકાબાજી કરવાની કાતિલ અદા પર તો ઇકબાલ ક્લીન બોલ્ડ થઇ જાય છે. ચલ આપણે ત્યાં અંદર રેસ્ટોરન્ટમાં બેસીએ.’

‘પણ. ઇકબાલ શેઠ મારી પાસે ફક્ત અડધો કલાક છે, આજે સાંજે મારે મારા ગામ જવાનુ છે એક, સોશિયલ ફંકશન માટે.’ સપના બોલી..

‘હમમમ..ઠીક છે, હું ટૂંકમાં મારી વાત સમજાવી દઈશ..’ રેસ્ટોરન્ટ તરફ ચાલતાં ઈકબાલ બોલ્યો..
રેસ્ટોરાંમાં એન્ટર થતાં સપના બોલી.. ‘પણ, મારી શરતો પર..’

‘જી જરૂર.’ એમ કહી છેક છેવાડેના કોર્નરના ટેબલની આસપાસ બન્ને ગોઠવાયાં.
‘બોલો, શું કરવાનું છે મારે ? આરામદાયક ચેર પર બેસતાં સપના બોલી,
‘સૌ પહેલાં વેઈટરને ઓર્ડર કરવાનો છે, બસ.’
‘દો, કોલ્ડ કોફી.’ વેઈટરને ઓર્ડર આપતાં સપના આગળ બોલી..
‘હવે કામની વાત કરીએ ?
‘હનીટ્રેપમાં...’ હજુ ઇકબાલ આગળ બોલે એ પહેલાં સપના બોલી..
‘આઈ નો એવેરીથીંગ... સબ માલૂમ હૈ, સિર્ફ યે બતાઓ કી શિકાર આપ શોધીને આપશો કે મારે શોધવાનો છે ?
સણસણતાં તલવાર જેવો ઉત્તર સાંભળતાં ઇકબાલ બોલ્યો..
‘તું તો યાર બીજલી સે ભી જ્યાદા તેજ ઔર કરંટ વાલી હૈ, શિકાર ટાર્ગેટ પર જ છે, તારે ફક્ત તારી માઝા મૂકતાં મોજાંની માફક ઉછળતી જવાની અને જબાનમાં તેને ફંસાવવાનો છે.’
એમ કહી તેના મોબાઈલમાંથી એક એફ.બી. પરની એક પ્રોફાઈલ સપનાને બતાવતાં
ઇકબાલ બોલ્યો..

પચ્ચીસેક વર્ષના એક ફૂંટડા જુવાનની તસ્વીર હતી, અદ્દલ શાહરૂખખાનના ડી.ડી.એલ.જે.ના ગેટ-અપમાં કમરેથી સ્હેજ વાંકા વળીને બન્ને હાથ પોહળા કરેલા પ્રોફાઈલ પીક નીચે નામ લખ્યું હતું.. ‘એસ.આર.કે.’

એટલે સપનાએ કોફીનો ઘૂંટડો ભરતાં પૂછ્યું..
‘શું બાયોડેટા છે આ નમૂનાનો ?
‘તને ફોટા પરથી શું લાગે છે.’ ઇકબાલે સામો સવાલ કર્યો..
‘તમે શિકાર શોધ્યો હોય, મતલબ પાર્ટી માલદાર જ હોય તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આગળ બોલો.’ સપનાએ કહ્યું.

‘ડાયમંડ માર્કેટમાં પર્સન્ટેજ પર હીરાની હેરાફેરી કરે છે. નામ છે, સાહિલ રવજી કોટડીયા.. ઉર્ફે એસ.આર.કે. ખાનદાન માલદાર બાપની એક માત્ર ઔલાદ છે. અને આશિક મિજાજ છે, તારી માયાજાળમાં આસાનીથી ફંસાઈ શકે તેમ છે.’
‘મને શું મલશે ? સપનાએ પૂછ્યું.
‘૫૦%, ડીમાંડની રકમનો અડધો હિસ્સો તારો.’
‘તમારો ટાર્ગેટ કેટલાનો છે. ?
‘મીનીમમ દસ લાખ... બાકી તો એવું છે કે, શેરડીના સાંઠાને નીચવીને તું કેટલો રસ કાઢી શકે એ તારી આવડત પર આધાર છે. આ તો આટાની ચક્કી જેવું છે, જેટલું દળો એટલો લોટ તમારો.’
‘પણ.. પણ.. પણ... તારી જાન સિવાય મારા તરફથી તારી કોઈ ગેરેંટી નહીં. સમજી લે જે ? ઇકબાલ બોલ્યો..

‘મતલબ સમજી નહીં.. ? આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું..
‘જો હનીટ્રેપનું રોકેટ આડું ફાટ્યું તો... તારી ઓળખ અને તારું નામ જાહેર થવા માટે કસૂરવાર તું ઠરીશ. ગાળિયો તારા ગાળામાં આવશે. ટૂંકમાં જ્યાં સુધી આ મિશન સકસેસફૂલ ન થાય ત્યાં સુધી તારું સાચું નામ, નંબર, રહેઠાણ, એ સાચી વિગત ફક્ત તું જ જાણે.. નહીં તો, આ દેખાતો નંગ, હીરા પારખું છે, એવી જગ્યા એ તને જડી દેશે કે...કોઈને જડીશ નહીં, એટલું યાદ રાખજે.’

‘મતલબ કે, ખોટી જગ્યાએ આંગળી ચાળો કર્યો તો, આંગળી નહીં પણ સીધું ગળું કપાવાની તૈયારી રાખવાની એમ જ ને ?’ સપના આગળ બોલી.
‘મારા નવા નામ,નંબર અને રહેઠાણની વ્યવસ્થા કોણ કરશે ? સપનાએ પૂછ્યું
‘યકીનન ઇકબાલ મિર્ચી. હમારે ધંધે કા ઉસૂલ હૈ, હર મિશન કે બાદ સબ બદલ જાતા હૈ.’

‘મુજે ક્યા કરના હોગા, મતલબ કહાં તક ? સપનાએ પૂછ્યું..
‘સિર્ફ વહાં તક ઉસ કે સાથ ચેટ, રોમાન્સ ઔર વગેરા વગેરા... કરના હૈ...કી ફિર આરામ સે ઉસકે ખાનદાન કી ઈજ્જત કે છિલકે ઉતાર કે ઉછાલ શકે, સમજ ગઈ ?

‘ઔર મેરી ઈજ્જત ? સપનાએ પુછ્યું.
‘વો તુમ્હે ખુદ બચાની હૈ.. ઉસી કામ કા તો હમ આધા હિસ્સા દે રહે હૈ. હાં અગર કુછ હુઆ તો તેરે જાન કી જિમ્મેદારી મેરી.’ ઈકબાલ બોલ્યો..

અચનાક ઊભા થતાં સપના બોલી..
‘મારા નવા નામ,નંબર અને રહેઠાણની વ્યવસ્થા થઇ જાય એટલે મને કોલ કરજો..
એક લાખ એડવાન્સ સાથે. અને હાં, છેલ્લે એક વાત કહી દઉં...કાન ખોલીને સાંભળી લે જો..વચ્ચે કોઈ ગેમ રમાઈ તો બિલ્લુભૈયાને મેસેજ પહોંચતા પાંચ સેકંડ પણ નહીં થાય. બાય.’ એમ કહી સપના ચાલવાં લાગી.
એટલે ઇકબાલ બોલ્યો..
‘એક મિનીટ’...બ્લેઝરના અંદરના પોકેટમાંથી રૂપિયા પચાસ હજાર સપનાના હાથમાં આપતાં બોલ્યો.
‘આવતીકાલે બીજા પચાસ હજાર સાથે નવા નામ,નંબર અને રહેઠાણ અને એસ.આર.કે.ની ફૂલપ્રૂફ બાયોડેટાની વિગત પણ મળી જશે. જા સિમરન જા, ઠોક દે સાહિલ કી ઝીંદગી.’
આટલું બોલતાં ઇકબાલ હસવાં લાગ્યો અને સપના પણ જતાં જતાં હસવાં લાગી ઇકબાલના જોકર વેડા પર.

ત્રણ દિવસ પછી વ્હેલી સવારે આંખ ઉઘડતાં સાથે મોબાઈલ હાથમાં લેતાં સાહિલના એફ.બી.મેસેન્જર બોક્ષમાં આ મુજબનો મેસેજ આવ્યો..

‘મૈને કુછ આધે અધૂરે ખ્વાબો કી ચાબી રખ્ખી હૈ, મેરે તકિયે તલે,
અગર મેં ન જાગું તો, અપની અમાનત સમજ કર રખ્ખ લીજીયેગા.’

નામ હતું.
‘સરિતા શ્રોફ.’

-વધુ આવતાં અંકેRate & Review

Pradyumn

Pradyumn 2 years ago

Vijay

Vijay 2 years ago

Trushika Patel

Trushika Patel 2 years ago

Leena

Leena 2 years ago

Pannaben Shah

Pannaben Shah 2 years ago

Share

NEW REALESED