Lost - 3 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 3

પ્રકરણ ૩

"રાવિનો ફોન બંધ આવે છે, આપણે ભારત જઈશુ હાલજ." જિજ્ઞાસાએ રાવિના નંબર પર દસેક કોલ કરી લીધા હતા.
"અરે, રાવિની ફ્લાઇટ લેટ થઇ હશે. એમાં ભારત જવાની જરૂર શું છે?" જીયાને આશ્ચર્ય થયું.

"મેં બધી તપાસ કરાવી, રાવિ ફ્લાઈટમાં બેઠીજ નથી. રાવિ જ્યાં રોકાણી હતીને, જે હોટેલમાં, ત્યાં પણ મેં પૂછપરછ કરાવડાવી." જિજ્ઞાસા જાણે પહાડ ચડીને આવી હોય એમ હાંફી ગઈ હતી.
"તો શું કહ્યું એમણે?" જીયાએ પાણીનો ગ્લાસ જિજ્ઞાસાને આપ્યો.
"રાવિ સવારે હોટેલથી નીકળી હતી ત્યારથી તેં પાછી હોટેલ ઉપર આવી જ નથી, તેં જે ગાડી લઈને ગઈ હતી એ ગાડી તો જુહું બીચ પરથી મળી આવી પણ રાવિ ત્યાં ન્હોતી." જિજ્ઞાસાના ચેહરા પરથી પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા.

જિજ્ઞાસાનું છેલ્લું વાક્ય સાંભળીને દરવાજે ઉભેલો રયાન જમીન ઉપર ફસડાઈ પડ્યો, અચાનક જ તેં પોતાનું કપાળ કૂટવા લાગ્યો અને બોલ્યો, "મેં તારી વાત માની લીધી હોત તો સારુ હતું જિજ્ઞા, મારા કારણે આપણી રાવિ, ખબર નઈ ક્યાં હશે મારી દીકરી."
"પપ્પા, તમે આવું કેમ બોલો છો. રાવિ એકદમ ઠીક હશે, તમે ચિંતા ન કરો હું હાલજ આપણા બધાયની ભારત જવાની ટિકિટ્સ બુક કરાવડાવું છું." જીયાએ ઓનલાઇન ટિકિટ બુક કરવા ફોન હાથમાં લીધો.

"હું અને રયાન જઈશુ, રાવિ પણ અહીં નથી અને તું પણ ભારત આવી જઈશ તો કંપની કોણ સંભાળશે બેટા? તારી જરૂર પડશે તો અમે તને સામેથી ફોન કરીને બોલાવી લઈશુ." જિજ્ઞાસા તેના ઓરડામાં પેકિંગ કરવા જતી રહી.
ટિકિટ્સ બુક કરતી વખતે જીયાના મનમાં વર્ષોથી ખૂણેખાંચરે પડેલો સામાન્ય વિચાર એક મજબૂત સવાલનું રૂપ લઇ ચુક્યો હતો, ઘરનો માહોલ જોઈને કોઈને પણ એ પ્રશ્ન પૂછવાનું તેણીએ ટાળ્યું પણ તેની જાતને એ પ્રશ્ન પૂછી જ લીધો, "એવું તો શું છે ભારતમાં કે મમ્મા પપ્પા અમને અને ખાસ રાવિને ભારતથી દૂર રાખવા માંગે છે?"


"હું ક્યાં છું? મારી ફ્લાઈટ?" રાવિકાએ આંખો ખોલતાજ પૂછ્યું, પણ તેની નજર સામેનું દ્રશ્ય જોઈને રાવિકાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
એક અંધારી વિશાળ ગુફામાં પથ્થર કાપીને બનાવેલા પલંગ પર તેં ઊંઘી હતી, તેની સામે એક અગ્નિકુંડ હતો અને તેના ધુમાડાથી અગ્નિકુંડ ઉપરની છત અને એની પાસેની દીવાલ કાળીમેશ થઇ ચુકી હતી.
આખી ગુફામાં માણસની ખોપડીઓ અને હાડકા વેરવિખેર પડ્યાં હતાં, અમુક તો આખેઆખા હાડપિંજર પણ દીવાલને અઢેલીને પડ્યાં હતાં.

"બૂમો ન પાડ છોકરી." રાવિની ચીસ સાંભળીને એક માણસ દોડતો ગુફામાં આવ્યો.
તેં માણસને જોઈને રાવિકા વધારે ગભરાઈ ગઈ, કાળા લાંબા વાળ, લાંબી દાઢી ગળામાં હાડકાઓની માળા, તેનો અસલી રંગ ઓળખી પણ ન શકાય એટલી મેલી થઈને કાળી પડી ગયેલી ધોતી પહેરેલો આ બિહામણો માણસ રાવિકા માટે કોઈ ભૂતથી ઓછો ન્હોતો.
આવું કંઈક તેણીએ તેની જિંદગીમાં પહેલીવાર જોયું હતું અને એટલેજ તેનો ડર સ્વાભાવિક હતો.

"હું, હું..... હું ક્યાં છું?" રાવિએ ડરતા ડરતા પૂછ્યું.
"મારી કેદમાં." તેં માણસેએ અટ્ટહાસ્ય કર્યું.
"તમે જે સમજો છો એ હું નથી..... કદાચ. હું અહીંની નથી, મને જવા દો." રાવિએ ચોખવટ કરી.
"તને તો હું બંધ આંખે પણ ઓળખી કાઢું છોકરી, એટલે મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતી.
તેં માણસએ અગ્નિકુંડ પ્રજ્વલિત કર્યો અને મંત્રોચાર ચાલુ કર્યા.

"ગુરુજી અમે પેલી છોકરીને લઇ આવ્યા." તેં ભયાનક માણસ જેવાજ ભયાનક દેખાતા બે જણ કોઈ છોકરીને ઉપાડીને આવ્યા હતા.
"કોને ઉપાડી લાવ્યા, મુર્ખાઓ. તેં છોકરીને તો શામજી ક્યારનો ઉઠાવીને લઇ આવ્યો છે." ગુરુજીએ ગુસ્સામાં રાડ પાડી.
"આ કઈ રીતે શક્ય છે?" તેમની સામે ઉભેલી રાવિકાને જોઈને પેલા બન્નેના ચેહરા પર આઘાતમિશ્રિત આશ્ચર્ય છવાઈ ગયું હતું.

"તમે બન્નેએ મદિરાપાન કરીને કોઈ રહચલતી છોકરીને ઉઠાવી લીધી છે કે શું? જાઓ આને પાછી મૂકી આવો જ્યાંથી આને લાવ્યા છો." ગુરુજીએ આદેશ કર્યો.
"પણ તમે એકવાર જુઓ તો ખરા...." પેલા બન્નેએ પોતાના ખભા પર ઉપાડેલી છોકરીની આસાન ઉપર સુવડાવી દીધી.
તેં છોકરીનો ચેહરો જોઈને ત્યાં હજાર બધાયને અને ખાસ રાવિકાને વીજળીના કરંટ જેવો ઝટકો લાગ્યો.

"તારી કોઈ જોડિયા બેન છે છોકરી?" બન્નેના ચેહરામાં સંપૂર્ણ સમાનતાઓ જોઈને ગુરુજીએ રાવિકાને પૂછ્યું, રાવિકાએ નાં માં માથું હલાવ્યું પણ તેનું મગજ સુન્ન પડી ગયું હતું.
"કદાચ બે વ્યક્તિના ચેહરામાં થોડીઘણી સમાનતાઓ હોઈ શકે, પણ આ છોકરી તો આબેહૂબ મારા જેવી દેખાય છે. મેગનીફાઇન ગ્લાસથી શોધો તોય અમારા ચેહરામાં તફાવત નઈ મળે, પણ આ છે કોણ?" રાવિકાએ મનોમન વિચાર્યું.

"આ છોકરીને ઉઠાડો, મારે હાલજ જાણવું પડશે કે તમારા બેમાંથી કોણ એ દિવસે પેલા સપનાથી છુટકારો મેળવવા મદદ માંગવા આવી હતી." ગુરુજીએ તેમના બન્ને ચેલાઓને હુકમ આપ્યો, બન્ને માથું હકારમાં હલાવીને ગુફાની બહાર ચાલ્યા ગયા.
"સપનું? ક્યા સપનાની વાત કરો છો? મને વિગતવાર જણાવશો." સપનાનું નામ સાંભળીને રાવિકા ચોંકી હતી.

"તું જાણે છે સપના વિશે?" ગુરુજીની આંખોમાં આશાની ચમક દેખાઈ.
"કંઈક તો હું જાણું છું આ બાબતે, તમે જો પુરી વાત જણાવશો તો કદાચ હું તમારી મદદ કરી શકીશ." રાવિકાનું હૃદય એટલું જોરજોરથી ધડકી રહ્યું હતું કે તેની ધડકનનો આવાજ આજુબાજુ ઉભેલાઓને પણ સંભળાતો હતો.

ગુરુજીએ થોડો વિચાર કર્યો અને સપનાની બાબતમાં જે કઈ જાણતા હતાં એ બધું વિગતવાર રાવિકાને જણાવ્યું.
ગુરુજીની વાત સાંભળીને રાવિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ, અને તેણીએ પોતાના મનને સવાલ પૂછ્યો, " એક નામ સિવાય અમારા બન્નેના સપનામાં કોઈજ ફર્ક નથી, તો શું આ છોકરીનું નામ રાધી છે?
એકજેવી દેખાતી બે અલગ વ્યક્તિઓને એકજ સપનું બાળપણથી હેરાન કરે છે, આ કઈ રીતે શક્ય છે?"

ક્રમશ: