I Hate You - Can never tell - 48 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-48

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-48

આઇ હેટ યુ
પ્રકરણ-48
પારુલ ભાટીયાની વાતો કરી રહી હતી મુંબઇથી પાછા આવતા ભાટીયાએ બીયર પીવાની ઓફર સ્વીકારી લીધી એટલે ભાટીયાની હિંમત વધી ગઈ હતી એણે મારો હાથ પકડી લીધેલો મેં છોડાવ્યો નહીં એટલે એમની હીંમત વધી ગઇ અને ડ્રાઇવીંગ કરતાં એમનો હાથ મારાં પગ પર મૂક્યો અને પછી સાથળ પાસે હાથ દબાવી મને કહ્યું પારુલ યુ આર વેરી બ્યુટીફુલ એણે મારાં વખાણ કરવા માંડ્યા ખબર નહીં એ કેવો દિવસ હતો અને મારાંથી ભૂલ થઇ મારું પણ પુરુષ ભૂખ્યું શરીર એનાં સ્પર્શથી ઉત્તેજીત થઇ ગયું એ મને હાથ ફેરવી રહેલાં મેં મારુ બીજુ બીચરનું ટીન લીધું અને પીવા માંડી એમણે હસતાં હસતાં કહ્યું મજા આવે છે ને ? મેં કીધું હતું કંઇ ના થાય રસ્તો ક્યાં પસાર થશે ખબર નહીં પડે એને મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી ગુજરાતમાં પ્રવેશ કરી દીધો. મને કહે બીયર પુરી કર હમણાં ચેક પોસ્ટ આવશે ટીન ખાલી છે બહાર ફેકી દઇએ અથવા તો કાર હમણાં ક્યાંક ઉભી રાખીએ.
મેં કીધું ચેક પોસ્ટ પહેલાં ઉભી રાખો મારાથી ઉતાવળે નહીં પીવાય. એમને જોઇતું હતું એ મેં કીધું એમણે ગાડી સાઇડમાં લગાવી દીધી મને કહે કંઇ નહીં શાંતિથી પી લે. એમનો મને કોઇ ડર નથી હું મેનેજ કરી લઇશ પણ હજી અંદર બે ટીન છે હું પાંચ બીયર અને એમ થમ્સઅપનું ટીન લાવેલો.
એમણે અને મેં બીયર પીધો પુરો કર્યો હું તો સાતમાં આસમાનમાં વિહરતી હતી જીવનમાં પહેલીવાર બીયર પીધેલો મને બરોબર ચઢી હતી. ભાટીયાએ પાછળની ડેકી ખોલી અને રેડ સીગ્નલ ગાડીની આગળ પાછળ મૂકી દીધાં સાંજ પડી ગઇ હતી અંધારુ થવા લાગેલું.
નંદીની અને લીના રસપૂર્વક સાંભળી રહેલાં લીનાએ તો આ બધું સાંભળેલું હતું છતાં એ બધુ રસપૂર્વક સાંભળી રહેલી.
નંદીનીથી પૂછાઇ ગયું ઓહ પછી ? પારુલે કહ્યું પછી શું મને તો ભાનજ નહોતું ભાટીયા સરે મને કહ્યું તને એવું લાગે તો પાછળની સીટ પર આવી જા અને સૂઇ જા સુરત આવશે ત્યાં સુધીમાં તને ઠીક થઇ જશે. મેં એવું સાંભળી તરતજ માની ગઇ આગળની સીટ પરથી પાછળ જતી રહી અને મેં સાચેજ લંબાવી દીધું ત્યાં ભાટીયા પણ પાછળ આવી ગયાં મેં કીધું શું થયું સર ? મને કહે તને હવે સારું લાગશે હું પણ એ આગળ બોલે પહેલાં હું બાજુમાં ખસી ગઇ અને એને બેસવા જગ્યા કરી આપી પછી એણે મારું સ્પષ્ટ આમંત્રણજ સમજી લીધું એ જાણે મને મારાં ગાલ પર કીસ કરી અને પછી હોઠ પર અને મેં ઉત્તેજના અને નશામાં એમને કીસ કરી પછી તો જે ના થવું જોઇએ એ બધુજ થયું હું આખીજ પીંખાઇ ચૂકી હતી મને પર પુરુષનાં પહેલો સ્પર્શ હતો નશામાં મેં બધી એમની વાત માની અને સમર્પિત થઇ ગઇ પછી તો કામ પત્યું હોય એમ એ ઉભા થઇને આગળ જતાં રહ્યાં હું પાછળ સૂઇ રહેલી મને તો ઘાઢી નીંદર આવી ગઇ.
છેક સુરત આવ્યું અને મને ઉઠાડી અથવા લાઇન્સનાં મેઇન ચાર રસ્તા પાસે આવી કહ્યું પારુલ સુરત આવી ગયું મને પહેલાં કરતાં સારું હતું નસો શમી ગયેલો પછી તો મને કહે અહીંથી રીક્ષા કરી આપું છું તું ઘરે જજે. હું મારું પર્સ લઇને ઉતરી ગઇ. મને ઉતારીને એ ગાંડી ચલાવી જતાં રહ્યાં.
હું રીક્ષામાં ઘરે પહોચી રાત્રીનાં 9 વાગી ગયેલાં. બીજા દિવસે ઓફીસ આવી મને બધુજ યાદ આવી રહેલું મને મારી જાત પર શરમ આવી રહેલી અને ભાટીયા જાણે મને ઓળખતોજ ના હોય એમ વર્તી રહેલો કામ થી કામ હું એ દિવસ કોઇને કોઇ કામ બહાને એમની ચેમ્બરમાં બે ત્રણવાર ગઇ પણ જાણે કશુંજ થયું ના હોય એમ મારી સાથે વર્તે. મેં સામેથી વાત કાઢી અને બોલી સર કાલે જે થયું એ.. હજી હું આગળ બોલું પહેલાં મને કહે અરે તને હજી યાદ છે ? હું તો ભૂલી પણ ગયો છું એતો ટ્રાવેલીંગમાં કંપની આપી આપણે એકબીજાને આવું બધુ તો રુટીન છે. અને ફાઇલ આપીને કહે આવી વાતો યાદ રાખવા માટે નથી હોતી આ ફાઇલ લીનાનાં ટેબલ પર મૂકી દે અને કામમાં બીઝી થઇ ગયાં હું મારાં ટેબલ પર રીસેપ્શન પર આવી મને થયું મારોજ વાંક છે બધો મેં કેમ બીયર પીધો ? આને તો શરમ સંકોચ નથી મેં મારું શિયળ લૂંટાવી દીધું હું એકલી એકલી એટલી રડી છું પણ મારોજ વાંક હતો. બે દિવસ પછી લીના આવી એણે મારો ચહેરો જોઇને સમજી ગયેલી એણે મને કહ્યું મુંબઇ જઇ આવી અને બીયર પી આવી ?
લીનાએ કહ્યું બીજી શું કહું ? ભાટીયાની ચુંગાલ માં એ ફસાઇ ગઇ હતી કારણ કે મને તો બધીજ ખબર હતી કે ભાટીયા રંગીન કાગડો છે પત્યુ છે એને પ્રેમ કે સંવેદના જેવું છેજ નહીં એ બસ ઐયાશીજ કરે છે. અને નંદીની તને તારી જોબનાં બીજાજ દિવસે આ સ્ટોરી કેમ કીધી એ તું સમજી ગઇ હોઇશ. હાં ભાટીયા ઐયાશી કરીને પ્રમોશન જરૂર આપે છે મને ત્રણ અને પારુલને પ્રમોશન મળી ચૂક્યા છે સ્ટેટસ એજ રહે છે પણ પગાર વધી જાય છે કારણ કે એને ખબર છે કે શેની શું કિંમત છે.
પારુલે કહ્યું છ મહિના હું ડીપ્રેશનમાં રહી પણ ભાટીયાને કોઇ ફરક નહોતો પડતો. મારો પગાર વધી ગયો એણે બદલો વાળી દીધો અને છૂટો થઇ ગયો. એણે બીજીવાર કીધેલુ પણ પછી હું એની સાથે નથી ગઇ.
લીનાની સામે નંદીનીએ જોયું અને પૂછ્યું તમે પ્રમોશન મળ્યાં તેં શું સહકાર આપેલો ?
લીનાએ કહ્યું તને રસ પડ્યો છે એવું લાગે પણ આજે આટલુંજ રહેવા દે મારાં તો ઘણાં પ્રસંગ છે પણ હું એ રંગીન કાગડાને પહોંચી વળુ છું પણ તારો રેકર્ડ જોઇને થયું આ નવું પંછી એનામાં ફસાય નહીં એટલે તને બધીજ વાત કરી દીધી અમારાં માટે તું કોઇ પણ ધારણા બાંધે કે અમારી શું છાપ પડશે તારાં પર એનો પણ અમે વિચાર નથી કર્યો પણ તને ચેતવવાજ કીધું છે. સાચવજે. એ ગમે તો શિકાર કરે છે શિકાર કરીને એને કિંમત નથી હોતી કારણ કે એ બદલો વાળી મોં બંધ કરે છે એની ખાસ ખાસીયત છે એ સામેવાળાને બરાબર માળે છે ક્યાંક પોલું કે નબળાઇ જુએ પછી એનો લાભ ઉઠાવે છે... પણ ઓફીસમાં બોસની જેમજ વર્તે છે એ ઓફીસની બહારજ રંગ બતાવે છે.
લીનાએ કહ્યું એવું નથી કે એનાં વિશે બધાં જાણતાં નથી પણ આજ સુધી કોઇએ અવાજ ઉઠાવ્યો નથી એનાંથી એની હિંમત વધી ગઇ છે. એનાં માટે છોકરી એક વાપરવાનું સાધનજ છે અને જાણે એ ખરીદી કરતો હોય એમ વર્તે છે.
નંદીની આ કંપનીનો મેઇન બોસ અજમેરા આ ભાટીયાનો બાપ છે. એની સેક્રેટરી લવલીનને રખાતની જેમજ રાખે છે. હું મુંબઇ ઓફીસ ગઇ હતી ત્યારે લવલીનની મુલાકાતે બધીજ ખબર પડી ગઇ હતી પણ હું બધાને પહોંચી વળુ છું ભાટીયો જાણે છે પણ એકબીજાનું કામ કાઢી લઇએ છીએ. પારુલ તો હવે સાવધ થઇ ગઇ છે એ તો નોકરી છોડી દેવાની હતી મેં કીધું એવું શા માટે કરે છે હવે હું તારું ધ્યાન રાખીશ ચિંતા ના કરીશ. જોકે હવે એણે લગ્ન કરી લીધાં છે ભાટીયો હવે એની સામે નથી જોતો કામથી કામ રાખે છે. ત્યાં પ્યુન મુકેશ કોફીનાં મગ લેવા આવ્યો અને લીના એનાં ગયાં પછી કહ્યું નંદની એક ખાસ વાત કહું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-49


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Sumitra parmar

Sumitra parmar 7 months ago

Vijay

Vijay 8 months ago