Stree Sangharsh - 29 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ....ભાગ 29

બધાના અપ શબ્દો સાંભળ્યા પછી હર્ષ ને રૂચા ની હાલત ઉપર પસ્તાવો થઇ આવ્યો. પોતાને ઘણો મોડો તેના પ્રત્યેના પ્રેમ નો એહસાસ થયો છે તેવો તેને ભાસ થઈ આવ્યો હર્ષ મનોમન પોતાની જાતને ધિક્કારી રહ્યો, અત્યાર સુધી પોતે બેભાન અવસ્થામાં રહ્યો છે તેવું તે જાણી રહ્યો. છતાં તે ઋચાના પરિવારને પોતાનો પક્ષ સમજાવતો રહ્યો પરંતુ મીરા કેમેય કરીને કશું સમજવા માંગતી ન હતી. અને હર્ષ પણ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો તે બધાને સમજાવીને જ્ રેઃશે અને ત્યાં સુધી તે અહીંથી જશે નહીં તેવું તેણે સહજતાથી કહી દીધું. બધા ને તે સમયે આં વાત મિથ્યા લાગી . પ્રેમ ની તાકાત કે લાગણી અત્યારે વ્યવહારુ ન હતી. પરંતુ હર્ષ આં બધું ક્યાં સમજે તેમ હતો. તેણે બધા ને મનાવવાનો મનોમન નિર્ણય કરી લીધો. કલાકો સુધી તે ત્યાજ હોસ્પીટલ રૂમ ની બહાર બેઠી રહ્યો. આવતા જતા સૌ કોઈ તેને જોઈ વિસ્મય પામતા પણ તેણે તો જાણે મનોમન નક્કી જ કરી લીધું હતું કે તે પાછો નહિ હટે. અંતે ડોક્ટર એ રાજીવને રજા આપી દીધી. ત્યારે પણ હર્ષ ત્યાં જ બેઠો હતો. છતાં સૌ કોઈ તેને અવગણી ને આગળ નીકળી ગયું. છતાં હર્ષ રાજીવ ના ઘર ની બહાર સુધી સાથે આવ્યો પરંતુ ત્યાજ અટકી ગયો. કારણ કે અંદર તે રજા સિવાય જઈ શકે તેમ ન હતો.

લગાતાર બે દિવસ હર્ષ ઘરની બહાર બેઠી રહ્યો. આવતા જતા સૌ કોઈ તેને જોઈ રહ્યા. હવે તો ગામમાં પણ તેની વાતો થવા લાગી. ઘરની અંદર મીરા પણ ગુસ્સાથી બબડતી હતી. તેણે અને સેઠે તો પોલીસ બોલાવવાની વાત કરી નાખી. પરંતુ આ યોગ્ય તો ન જ હતું. કોઈ ને તમે જાહેર રસ્તાં ઉપર બેસતા રોકી શકો નહીં પરંતુ મીરા પોતાનો કંટ્રોલ ગુમાવી રહી હતી.અંતે તેણે ગુસ્સા સાથે જ પણ હર્ષ સાથે વાત કરવી પડી. તેણે હર્ષ ને ઘર ની અંદર બોલાવ્યો. રાજીવ આં બધું છેલ્લા ત્રણ દિવસ થી જોઈ રહ્યો હતો. હર્ષ પ્રત્યે ની નિષ્ઠા તેને આકર્ષી રહી હતી. કપડાં ઉપરથી તો તે કોઈ અમીર પરિવાર નો સદસ્ય દેખાઈ રહ્યો હતો પરંતુ રુચા માટે તે બધું મૂકી ને બે દિવસ થી પોતાની ધીરજ ખૂટાવ્યા વગર રાહ જોઈ રહ્યો છે તે માત્ર રાજીવ જ્ જોઈ શક્યો. હર્ષ ના અંદર આવતા જ મીરા ગુસ્સાથી બ્બડી ઉઠી. કેટલાએ અપમાનિત શબ્દો બોલતી રહી પણ હર્ષ તો ત્યાં દૂર ઊભેલી રુચા ને જોઈ રહ્યો. હર્ષ ને ઋચાની આંખો માં પણ તેના પ્રત્યે એટ્લો જ પ્રેમ દેખાતો હતો. બંને એક બીજા ની આંખો માં જોઈ રહ્યા. મનોમન હર્ષ ઋચાની માફી માંગી રહ્યો. તે સાથ આપવા મોડો આવ્યો છે તેનો તેને ઘણો પસ્તાવો હતો.

મીરા ના અપમાનિત શબ્દો કાંટાની માફક બધાને ખુંચી રહ્યા હતાં .પરંતુ હર્ષ હજી મક્કમ હતો અને તેનો પ્રેમ પણ....તે બધાને પોતાની વાત સમજવાની અને રુચાને નિર્દોષ બતાવવાની જ કોશિશ માં રહ્યો. તે આં માટે ગમે તે કરવા તૈયાર થઈ ગયો પણ મીરા તો ક્યાં સાંભળે તેમ હતી. જોકે કોઈ રુચા ને આટલી સિદ્દત થી પ્રેમ કરી શકે તે જાણી તેના મનમાં ઈર્ષા આવતી હતી અને એટલો જ ગુસ્સો વધુ.
ત્યાં બેઠેલા રાજિવે મીરા ને અટકાવતા પૂછ્યું ,

"શું કરી શકે પોતાની વાત સમજાવવા...??"

"ગમે તે, જો તમે વાત સાંભળવા માટે રાજી હો તો...."

"ગમે તે...."??

"જી સર,"

તો ઠીક છે હું પણ જાણવા ઇચ્છુ છું કે તારો પ્રેમ કેટલો રુચા માટે ખરો છે ??કેટલા સમય તું રુચા માટે અહી વિતાવી શકે....??

રાજીવ ના કહેલા શબ્દો કોઈને સમજાતા ન હતા પરંતુ હર્ષ સમજી ગયો હતો કે રાજીવ શું કહે છે, હવે તેને પોતાની વાત અને પ્રેમ સાબિત કરવા અહી જ કોઈ કામ કરવું પડશે અને પૈસા કમાઈ ને બતાવવા પડશે તે પણ કોઈની મદદ વગર. તેણે હકાર માં માથુ તો હલાવયું પણ તે જાણતો હતો કે આ નાના ગામડા માં જ રહીને પૈસા કય રીતે કમાવાસે અને તે પણ રુચા થી દુર રહીને ...પોતાની જાત સાબિત કરવા તેને ઘણું બધું છોડવુ પડશે અભ્યાસ અને કારકિર્દી પણ .....