TALASH - 17 books and stories free download online pdf in Gujarati

તલાશ - 17

"બેસો જીતુભા." આખરે મોહનલાલ બોલ્યો હતો. જીતુભા હજી આશ્ચર્યથી અનોપચંદ સામે જોતો હતો. એ ધબ કરતો મોહનલાલે બતાવેલ ખુરશી પર બેસી પડ્યો.અનોપચંદે ફોનમાં વાત પુરી કરી. ફોન બંધ કરી પોતાનો મજબૂત હાથ જીતુભા સામે લંબાવ્યો. અને કહ્યું "હેલો યંગ મેન હું અનોપચંદ"'

"જીતુભા એટલે કે જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા."

"હું મોહનલાલ શેઠજીનો મેનેજર"

"શેઠજીના એટલે કે શેઠ અનોપચંદજીના બરાબર?" જીતુભાએ પૂછ્યું.

"એકદમ બરાબર કોઈ શક" મોહનલાલે ઉત્તર આપ્યો.

"તો પછી આ બહુરૂપિયાની સામે આમ અદબ વાળીને કેમ બેઠા છો.આણે તમારા શેઠને ગાયબ કરી દીધા છે તમે પોલીસ બોલાવો. ગભરાવ નહીં હું તમારી સાથે છું હું ઓળખું છું આને, એનું નામ સાકરચંદ છે. મુલુંડમાં ભંગારનો ગોડાઉન છે એનું" જીતુભાએ ઉશ્કેરાટથી કહ્યું. મોહનલાલ અચંબાથી એને જોઈ રહ્યો.

"હો. હો હો." અચાનક અનોપચંદે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. અને મોહનલાલને કહ્યું "મોહનલાલ પોલીસ બોલાવો અને મને એરેસ્ટ કરવા. હું બહુરૂપિયો છું. મારુ નામ અનોપચંદ નહીં સાકરચંદ છે. જવાબમાં મોહનલાલ મલકાયો પછી અનોપચંદે કહ્યું "મોહનલાલ તમે આ જીતુભાનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલો એટલે ફોર્માલિટી પુરી થાય તેઓ આજથીજ આપણી સાથે જોડાયા છે, એક્ઝેટ કહું તો સવારે 5-15 વાગ્યાથી. કેમ બરાબરને જીતુભા?" કઈ પણ બોલ્યા વગર મોહનલાલ ઉભો થયો અને કેબિનની બહાર નીકળ્યો પછી અનોપચંદે જીતુભાને કહ્યું. "હા તો શું કહેવું છે તારું.હું સાકરચંદ છું. મારો આ અબજો રૂપિયાનો ધંધો મારો નથી બરાબર? હું એક માત્ર ભંગારના ગોડાઉનનો.માલિક છું? કોણ માનશે તારી વાત બોલ?” પણ મનમાં એને પણ ચટપટી થતી હતી કે આણે કેવી રીતે ઓળખી લીધો મને? મનોમન એણે જીતુભાની પ્રશંસા કરી કે કેબિનમાં ઘુસતાજ એણે મને ઓળખી લીધો.

"તમારી વાત સાચી છે મારી વાત કોઈ નહીં માને. પણ એથી સત્ય બદલાઈ નહીં જાય. મને હવે ખાત્રી છે કે અનોપચંદજીને તમે ક્યાંક ગાયબ કરી દીધા છે. હું હમણાં જ બહાર જાઉં છું આ દેશમાં હજી કાયદો કાનૂન કોર્ટ બધું છે. હું અનોપચંદના ફેમિલીને તમારી અસલિયત બતાવીશ" કહીને જીતુભા ખુરશીમાંથી ઉભો થયો.

"તારે બહાર જઈને બધાને જણાવવું છે કે હું અનોપચંદ નથી તો ઠીક છે તું જા, આમ તો મારી પાસે એવા માણસો છે કે તું મારી આ કેબિનની બહાર નીકળતા પહેલા ભગવાન પાસે પહોંચી જાય.પણ હું કે મારા માણસો તને નહીં રોકે બસ" કહીને એણે પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને એક ફોન જોડ્યો અને બોલ્યો "શાસ્ત્રીજી હું અનોપચંદ બોલું છું. મુંબઈના ભક્તો આવી ગયા?" અને પછી એક બટન દબાવ્યું એક ખૂણામાં રહેલું સ્પીકર ચાલુ થયું.એમાં અવાજ આવ્યો "હા શેઠ જી એ બધા ગંગાસ્નાન કરે છે"

"ઠીક છે. પણ ધ્યાન દેજો કૈક અકસ્માત ન થાય. આજ કાલ ગંગાસ્નાન કરતા ઘણા ભક્તો ડૂબી જતા હોય છે." બહાર નીકળવા ઉભો થયેલો જીતુભા આ સાંભળીને બેસી પડ્યો એને બપોરે મળેલી ધમકી યાદ આવી ગઈ કે સાડા પાંચ પહેલા પહોંચી જ જે નહીં તો ગંગાસ્નાનમાં ઘણા અકસ્માત થાય છે. "ઓહ્હ એટલે જ માં ગંગાસ્નાન માટે જાય એ પહેલા મને બોલાવ્યો છે."

"કેમ શું થયું બહાર નથી જવું? ફોન ચાલુ રાખીનેજ અનોપચંદે પૂછ્યું. પછી ફોનમાં કહ્યું કે "શાસ્ત્રીજી ઘરમાં બધા કુશળ તો છો ને ત્યાં ગંગાકિનારે મારા માટે પ્રાર્થના કરતા રહેજો અને અમારા

મહેમાનોને સંભાળતા રહે જો તમારી દક્ષિણ મોકલી છે મળી ગઈ હશે" કહીને ફોન બંધ કર્યો પછી જીતુભાને કહ્યું. "બેસ તને બધું સમજવું છું.અને હવે મનમાંથી બધું કાઢી નાખજો તું આજથી મારી કંપનીમાં જોડાયો છે. એટલેકે સવારે તને પહેલો ફોન આવ્યો ત્યારથી"

"પણ હું ક્યારેય કોઈની નોકરી કરતો નથી. મેં મિલિટરીમાંથી રાજીનામું આપ્યું પછી.મારે કોઈની નોકરી નથી કરવી."

"જો સાંભળ હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તારી બહેન, તારા મામા, તારી મમ્મી, તારો દોસ્ત પેલો ઇન્સ્પેકટર એની પર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો ઓર્ડર નીકળ્યો છે એ પણ પાછો ખેંચાઈ જશે. પેલા ભારદ્વાજની પણ કોઈ તપાસ નહીં થાય. મારા સ્ટાફનુંજ નહીં એના ઘરનાનું અને એના દોસ્તો સગાવ્હાલા બધાનું હું ધ્યાન રાખી શકું છું."

"પણ મારો એ જ જવાબ છે મારે નોકરી નથી કરવી ઠીક છે આજે સવારથી તમે મને જે પરેશાન કર્યો છે. એ હું ભૂલી જાઉં છું તમે પણ ભુલી જાઓ કે તમે અથવા સાકરચંદ કોઈ જીતુભાને મળ્યા છો તમે અનોપચંદ હો કે સાકરચંદ મને કઈ ફરક નથી પડતો. હવે મારા કોઈ ફેમિલી મેમ્બરને કે સગાવહાલાને કઈ કરવાની ધમકી આપતા પહેલા વિચાર કરી લેજો"

"પણ વાંધો શું છે. તને નોકરી કરવામાં.આમેય તું પ્રાઇવેટ જાસૂસ તરીકે કામ કરે જ છે કોઈ તને રૂપિયા આપે અને એ ચીંધે એ કામ કરી આપવાનું. તો પછી આમ શું વાંધો છે એ મને કહે."

“મારા પર હુકમ ચલાવનારા મને પસંદ નથી. મારા કામમાં હું મન પડે તો કરું ને ના મન હોય તો ના કહી દવ"

"તારી ઈચ્છાઅનિચ્છાથી મને કઈ ફરક નથી પડતો છોકરા." અનોપચંદે અવાજ ખતરનાક કરતા કહ્યું. “અડધા કલાકમાં આખા ફેમિલીને ખોઈ બેસીસ શાસ્ત્રીજીનો અવાજ સાંભળ્યો ને તે, એમને ફરીથી ફોન લગાવવામાં એક મિનિટ લાગશે. અને અત્યારે તારા મામાએ 3 મહિનાની મહેનતે માંડ ફિક્સ કરેલી ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથેની મિટિંગ કે જે સવારે કેન્સલ થઇ હતી એ ફરીથી જસ્ટ 5 મિનિટ પહેલા શરૃ કરી છે મારો એક ફોન અને એ તારા મામાના કહેવાતા મિત્રો જેલમાં, અને તારા મામાનું દેશદ્રોહી સાથેનું મિલન એના એન્કાઉન્ટર માટે કાફી છે. અને તારી બહેન, જેણે સવારે તને ફોન કરેલો એ રાજકુમારના એક ફોન પર એને મળવા દોડી જશે. તારી માશુકા કે પડોશણને કંઈક પટ્ટી પઢાવીને જોવું છે તારે? કરાવું ફોન? બોલ, મારા ઇશારાથી રોજના 25-30 જણા આ દુનિયામાંથી ઓછા થાય છે. તારા ઘરના 3 અને 5-7 તારા પાડોશી, દોસ્તો એમ દશબાર જણાને મરાવી નાંખવાથી મને કઈ પસ્તાવો નહિ થાય. અને ધારો કે આજે તું એ બધાને બચાવી લઈશ તો પણ કેટલો વખત ચોવીસ કલાક અને ત્રણસોપાંસઠ દિવસ તું તારી બહેનની સાથે નહીં ફરી શકે"

"પણ હું જ શું કામ? આય મીન તમને મારામાં એવું શું દેખ્યું કે તમે આટલા બધા ગુનાહ કરીને મને નોકરીમાં જોતરવા માંગો છો" જીતુભા હવે એકદમ રિલેક્સ થઈ ગયો હતો એને ખાતરી થઇ ગઈ હતી કે અનોપચંદ ગમે એ ધમકી આપે પણ કોઈને નુકશાન નહીં જ પહોંચાડે કેમ કે એનો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નથી માત્ર હું એની વાત માનુ એ માટે ધમકી આપી રહ્યા છે"

"એમાં એવું છે ને કે હીરાની કિંમત ઝવેરીજ જાણે છે.તારી શું કિંમત છે. એ હું સમજુ છું. હું ઈચ્છું છું કે તું મારા માટે કામ કર, એટલે કે એવું કામ જે તને ગમતું હોય એવું કામ હું તને આપવા માંગુ છું. મે તને ડાયરેક્ટ નોકરીની ઓફર પણ કરેલી યાદ છે લગભગ 4 મહિના પહેલા ઓલો પંકજ, કે જેની સાથે યાત્રામાં તારી માં ગઈ છે. એના પપ્પાએ તને મારી એક કંપની કે જેમાંએ મેનેજર તરીકે કામ કરે છે એ કંપનીમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે જોડાવા કહ્યું હતું. તારા મામા એ પણ હા કહી હતી. પણ તે ના પાડી દીધી. એ વખતથી તું મારી નજરમાં છો એટલે જ આ ગઈકાલથી તારી બહેન સોનલવાળું નાટક કરવું પડ્યું. એ બધું છોડ હવે. તું એમ સમાજ કે મેં તને એક કેસ સોંપ્યો છે મને એવું લાગે છે કે મારી આટલી બધી કંપની - કારખાનાઓમાં સિક્યુરિટી ઢીલી છે તારે હું કહું એ શહેરમાં જવાનું ત્યાંના મારા ઇન્સ્ટિટ્યૂટમાં સિક્યોરિટીમાં કોઈ ખામી હોય એનો રિપોર્ટ મને આપવાનો, અને પછી બીજી એપોઇન્ટમેન્ટ. સમાજ મેં તને જિંદગીભર બુક કરી લીધો છે. તારી મહિનાની જેટલી કમાણી છે એનાથી ડબલ પૈસા મળશે તને, ઉપરાંત તારો જે કોઈ ખર્ચ હશે એ બધો જ ખર્ચ તને મળશે. ઉપરાંત તારા ઘરનાની, તારી પ્રેમિકાની સલામતીની જવાબદારી "અનોપચંદ એન્ડ કું" ઉપાડશે.તને મન થાય ત્યારે, અનિવાર્ય સંજોગ ન હોય તો, ગમે ત્યારે ગમે એટલી રજા લેવાની છૂટ.કોઈ ઓફિસ ટાઈમ નહીં“

જીતુભાએ મનોમન વિચાર કર્યો કે હમણાં હા પડી દઉં પછી જોઈ લેશું. એકવાર મામા આવી જાય પછી આ અનોપચંદને એની ઓકાત દેખાડી દઈશું સોનલને સમજાવીને કે ઈમોશનલ બ્લેકમેલ કરીને અટકાવી શકાશે.અને માટે આટલા વર્ષે માંડ પહેલીવાર માં યાત્રા કરવા ગઈ છે એને સોનલની આટલી બધી ચિંતા છે તો અત્યારે આ અનોપચંદ કે સાકારચંદ જે હોય એને ટાઢો પાડીને એની સાથે જોડાઈ જાઉં પછી જોયું જશે. "ઠીક છે શેઠ જી મને તમારી ઑફર મંજુર છે. પણ મારી કેટલીક શરતો છે" એને લાગ્યું કે એ કહેશે કે મને બધી શરતો મંજૂર છે એના બદલે અનોપચંદે પૂછ્યું. "શું શરતો છે તારી, હું પણ સાંભળું પછી નક્કી કરીએ."

"સૌથી પહેલા તો હું તમે કહેશો એ બધા કામ કરીશ, પણ હું માત્ર તમને રિપોર્ટિંગ કરીશ કોઈ મિડલમેન નહીં. બીજું તમારા ઓલા સરલાબેન કે એનો ભાઈ ઓલો રાજકુમાર કોઈ મારી બહેન સોનલનો સંપર્ક કોઈ પણ માધ્યમથી નહીં કરે."

"ઓકે.મારો કોઈ પણ માણસ કોઈપણ સંજોગોમાં તારા ઘરની કોઈ વ્યક્તિનો સામેથી સંપર્કઃ નહીં કરે બસ. પણ"

"આ પણ એટલે શું?"

એટલે કે કદાચ મારા કોઈ કામે તું ક્યાંક ગયો હો અને તને કઈ થઇ જાય તો મારે તારે ઘરે જાણ તો કરવી જ પડે ને. એ માટે તારે કોઈક કોન્ટેક્ટ નંબર આપવો પડશે. તને ખબર છે કે આ કામમાં જોખમ બહુ જ છે જીવનું જોખમ."

મારા મામાના નંબર તમારા પાસે છે જ એને હું મરી જાઉં તો સમાચાર પહોંચાડી દેજો. મને ખબર છે તમારા પાસે મારા ઘરના જ નહીં આડોશી પાડોશી મિત્રો બધાના નંબર હશે જ." જીતુભા એ કહ્યું એટલે અનોપચંદે અટ્ટહાસ્ય કરીને કહ્યું"સ્માર્ટ બોય"

"હવે બીજી શરત" જીતુભા એટલું બોલ્યો એદરમિયાનમાં મોહનલાલ એપોઇન્ટમેન્ટના કાગળો લઈને અંદર દાખલ થયો. એટલે અનોપચંદે કહ્યું.

"કાલે નિરાંતે તારી બધી શરતો મોહનલાલને કહી દેજે તું સવારે લગભગ 8.30 વાગ્યે એને મળવાનો છો. હવે અત્યારે તારે મારુ એક અર્જન્ટ કામ કરવાનું છે જો લગભગ 6.20 વાગ્યા છે 7 વાગ્યાની સ્પે.રાણકદેવી ટ્રેન પકડીને તારે બરોડા જવાનું છે. ત્યાં ઉતરી ધુમારચોકડીની રીક્ષા પકડજે. લગભગ 12-15 વાગ્યે ત્યાંથી મુંબઈ આવતી બધી લગ્ઝરી પસાર થતી હોય છે તારે પવન ટ્રાવેલ્સની બસ પકડીને મુંબઈ આવવાનું છે. બસ નંબર xxxx છે ડ્રાઈવરનું નામ ભાવસાર છે. એનો ફોન નંબર તને મોહનલાલ આપી દેશે એને ફોન કરી દેજે એટલે એ ધુમારચોકડી હોલ્ટ કરશે જનરલી એનાથી થોડે પહેલા GIDC પર બધી બસ હોલ્ટ કરે છે."

"પણ મારા ઘરે. મારી બહેન."

"એની ચિંતા છોડી દે"અનોપચંદ એન્ડ કુ."ના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનો તું હેડ છે અત્યારથી. એટલે એની સલામતી ભૂલી જા.તારા ઘરની નીચે 3-4 જણા પહેરો દેશે. બાકી તું ઈચ્છે તો તારી બહેન તારી પ્રેમિકાના ઘરે જઈને અથવા બીજી ફ્રેન્ડને બોલાવી ઘરમાં એન્જોય કરે. તું કહીશ તો સિક્યુરિટીનો બંદોબસ્ત થઇ જશે. હવે એ બધું છોડ. તું બસ બરોડા પહોંચ ત્યાંથી ધુમારચોકડીથી પવન ટ્રાવેલ્સની બસ પકડીને મુંબઈ આવી જા."

"ઠીક છે પણ મારે ધુમારચોકડીથી બસ પકડીને મુંબઈ આવવાનું કોઈ તો કારણ હશે ને. એટલે કે મારે ત્યાં જઈને શું કરવાનું છે?"

"એ બસ ભરૂચ હાઇવે પર હશે ત્યારે એમાં પંક્ચર પડશે. એટલે બસ ત્યાંથી નજીકના પેટ્રોલપમ્પ પર ઉભી રહેશે. પમ્પની સાથે જ એક રેસ્ટ હાઉસ અને એક નાનકડું રેસ્ટોરાં છે. જ્યારે બધા લોકો રિલેક્સ થતા હશે ત્યારે બસમાં ટ્રાવેલ કરતુ એક કપલ પણ ફ્રેશ થવા ઉતરશે. એમાંથી જે યુવતી છે એ ઉતરતી વખતે તને ઈશારો કરી એક નાનકડી હેન્ડ બેગ બતાવશે. બસ તારે એ બેગ સવારે મોહનલાલને આપી દેવાની છે. અફકોર્સ એની સાથેના પુરુષને એ વાતની ખબર નથી જો એને ખબર પડશે તો કઈ પણ થઇ શકે છે. તારા પર હુમલો થઈ શકે છે કે તને મારી નાખવાની કોશિશ પણ થઈ શકે છે."

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર