Stree Sangharsh - 30 in Gujarati Novel Episodes by Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 30
બે મહિના સુધી ચાની ટપરી ઉપર કરેલી અથાગ મહેનત અને દિવસ-રાત જોયા વગર પૈસા કમાવા પછી પણ હર્ષ પોતે ધારેલા પૈસા કમાઈ શક્યો ન હતો જોકે તે જાણતો હતો કે ચાની ટપરી એ કામ કરવાથી વધુ પૈસા મળશે નહીં આથી તે પોતાના માટે બીજું સારું કામ પણ શોધતો હતો આં સાથે તે પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં રાત્રે દેખરેખ માટે પણ જતો રાત્રે આવતા દર્દીઓને માટે તે સારસંભાળ પણ લેતો હતો જોકે આ કામ તો તેને ફાવતું હોતું અને તેમાં તેને મજા પણ આવતી હતી દિવસે ચાની તપરીએ અને રાત્રે પ્રાથમિક કેન્દ્રમાં મહેનત કરવા પછી પણ તે જોઈએ એવું કમાઈ લેતો ન હતો. આ વાત માટે તેને થોડું દુઃખ થતું હતું પરંતુ તેને મહેનત કરતો જોઈને ગામના લોકો પણ હવે તેને ઓળખવા લાગ્યા હતા આ જ સમય દરમિયાન રુંર્ચા પણ ઘરનાં કામોમાં મન પરોવવા લાગી હતી પોતે જાતે રેખા સાથે રહીને કિચનમાં પણ થોડું-ઘણું બનાવી લેતી ઘણીવાર તો બહાર રમતા બાળકો સાથે તે હર્ષને પોતે બનાવેલી વાનગીઓ પણ મોકલતી જોકે હર્ષે ક્યારેય રુચા ના હાથની કોઈ ડીશ ચાખી ન હતી પરંતુ તે મહેક પરથી જ રુચા ની આં વાનગી ને પારખી જતો રુચા એ કરેલી મહેનત તેને દેખાઈ આવતી . પોતાનાથી દૂર થયાની તડપ તે આ રસોઈ પરથી જ જાણી જતો. રુંચા ની તકલીફ તેની આંખો સામે તરવડી રહેતી કેટલીકવાર તો તે રુચા દાઝ્યાના દામ પણ વગર કીધે સમજી જતો હતો રુચા નો આં પ્રેમ તેને વધુ મહેનત કરવા માટે હિંમત આપતો હતો દિવસ રાત મહેનત કર્યા પછી પણ રુચા ના પ્રેમનો અહેસાસ જ તેને વધુ હુંફ આપી રહેતો.
આમ જ થોડા વધુ દિવસો પસાર થઈ રહ્યા એક દિવસ છાપું વાંચતા વાંચતા રાજીવને મેડિકલ કોલેજની તબીબી પરીક્ષાની જાણકારી મળી, તેણે એક નજર ઉચી કરી તેણે રુચા સામું જોયું જે હજી પણ રસોડામાં કામ કરી રહી હતી રાજીવ જાણતો હતો કે છાપુ વાંચવાની આદત તો રુચા ને પણ છે અને તેણે પણ આ ખબર વાંચી જ હશે છતાં તે હજી સુધી કેમ મૌન છે તે જાણવા તેણે રુચાને અવાજ કર્યો રસોડામાં કામ કરતી રુચા હાથ લૂછતાં લૂછતાં બહાર આવી રાજીવે તેને પોતાની પાસે બેસાડી આટલા દિવસ દરમિયાન રુચા એ કોઈપણ જાતની પરિવાર સાથે દલીલો કરી ન હતી અને ઘરમાંથી પણ પગ બહાર કાઢ્યો ન હતો પોતાના સપનાઓ અને પોતાની કારકિર્દી તો જાણે છૂટી ગઈ હતી પરંતુ હર્ષ ની મહેનત પરથી બંને સાચા છે તેની ખાતરી રાજીવને થઈ આવી આથી રાજીવે રુચા ને હર્ષ ને બોલાવી લાવવા કહ્યું આ સાંભળતા જ રુચા ને પિતાની આંખોમાં વિશ્વાસ દેખાય આવ્યો .રુચા તે જ ઘડીએ હર્ષ ને બોલાવવા માટે દોડી આ સાથે તેની આંખોમાં પ્રેમ ના આંસુ છલકાઇ આવ્યાં પિતાએ તેમના પ્રેમ ને સ્વીકારી લીધો છે તેવું તેને મનોમન નિશ્ચિત થઇ આવ્યુ હજી સવારના સાત જ વાગ્યા હતા હર્ષ પ્રાથમિક કેન્દ્ર માંથી બહાર જ નીકળતો હતો ત્યા રુંચા ને પોતાની પાસે આવતા જોઈને હર્ષ ચિંતિત થઇ ઉઠ્યો આટલા સમય સુધી ક્યારેય નહીં ને આજે કેમ રુચા ઘર ની ડેલી છોડીને અહીં આવી છે તે તેને સમજાયું નહીં.
આવતાની સાથે જ તે હર્ષને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી કેટલાય સમય પછી બંને એકબીજાને મળ્યા હતા પરંતુ આમ અચાનક રુચા ને શું થયું છે તે હર્ષને સમજાયું નહીં હર્ષ તેને માથે હાથ ફેરવવા લાગ્યો તે રુચાને ચુપ કરાવવાના નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો પરંતુ આજે રુચા તેની વાત માં ને એમ જ ન હતી થોડીવાર માટે તો હર્ષને પણ કશું સમજાયું નહીં . અણધાર્યા કેટલા એ વિચારો તેને આ સમય દરમિયાન આવી ગયા.
થોડીવાર પછી રુચા એ ઘરમાં બનેલી ઘટના હર્ષ ને કહી અને પિતા પ્રત્યેનો પોતાનો વિશ્વાસ જતાવ્યો હર્ષ પણ આ સાંભળીને ખુશ થઈ ગયો પરંતુ હજી તેને મીરા ને લઈને થોડી ચિંતા થતી હતી પરંતુ તેણે આ ચિંતા રુચા ને જતાવી નહીં કારણકે તે બંને બહેનો વચ્ચે કોઈ મતભેદ ઈચ્છતો ન હતો.તે રુચા સાથે પિતાને મળવા જવા તૈયાર થઈ ગયો બંને ઘરે આવ્યા હર્ષ ને ઘરમાં આવતા જોઈને રેખા પણ રાજીવ સામું જોઈ રહી રાજીવે હર્ષને પોતાની પાસે બેસવા કહ્યું ખચકાતા મન સાથે હર્ષ રાજીવ પાસે બેઠો.....