TALASH - 19 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF |  તલાશ - 19

 તલાશ - 19

સોલ્ડર પાઉચને ખભે ભરાવી પ્લેટફોર્મમાં ચાલતા ચાલતા જીતુભા મોહનલાલ ના શબ્દો યાદ કરી રહ્યો હતો. "એમાં તારા કામની ઘણી વસ્તુઓ છે." 4 નંબરના પ્લેટફોર્મ પર સ્પે. રાણકદેવી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. જીતુભા સેકન્ડ એસીના B 1 ના ડબ્બે પહોંચ્યો અને જેવો અંદર દાખલ થયો કે તરત જ ટ્રેન ઉપડવા નો એલાર્મ વાગ્યો અને બીજી જ મિનિટે ટ્રેન ચાલુ થઇ. જીતુભા 30 નંબરની સીટ પર ગોઠવાયો એને નવાઈ લગતી હતી કે અનોપચંદને પોતાના પ્લાન પર પૂરો ભરોસો હતો એટલે જ એને જીતુભાનાં નામની ટિકિટ બુક કરાવી રાખી હતી. ખેર હવે 4 કલાક આરામ. "હાશ" કરીને એને સીટ પર લંબાવ્યું અને પછી પોતાનો મોબાઈલ કાઢ્યો અને સોનલને ફોન જોડ્યો

xxx

"હા બોલ જીતુડા ક્યાં પહોંચ્યો?" સોનલે કહ્યું.

"લગભગ દાદર આવશે. સાંભળ મારે અચાનક જ જરૂરી કામ આવી પડ્યું છે. હું બરોડા જાઉં છું સવારે લગભગ 9 વાગ્યે આવી જઈશ. મોહિનીને રોકી રાખજે એના પપ્પાની પરમિશન લઇને.અને ઓલી જીગ્ના કે બીજી કોઈ ફ્રેન્ડને બોલાવવી હોય તો પણ બોલાવી લેજે અને જમવાનું બહારથી ઓર્ડર કરી દેજે. કોઈ હોટેલ પર લેવા ન જતા. અંદરની સાંકળ ચડાવી રાખજે ડિલિવરી બોય આવે ત્યારે દરવાજા ઉઘાડા ફટાક ન મૂકી દેતી. જાવ આજે પાર્ટી કરો જી લો અપની જિંદગી." જીતુભાએ એક શ્વાસે બધું કહી દીધું.

"શૂઉઉઉઉ. શું કહ્યું તે અમારી ગર્લ્સ પાર્ટી આજે આપણા ઘરે થેંક્યુ જીતુડા. પણ, એક મિનિટ તું કેમ બરોડા અચાનક કઈ" સોનલ વાત કરતી હતી ત્યારે મોહિની એની પાસે આવીને ઉભી રહી.એણે પૂછ્યું શું થયું. એને ઉચાટ હતો આજે સવારે જીતુભા સોનલના કથિત કિડનેપીંગ વિષે કહ્યું ત્યારથી. એને જીતુભા સાથે વાત કરવી હતી ઘણી બધી. સોનલે ફોન કટ કરીને એને બધી વાત કહી. સાંભળીને મોહિની એ કહ્યું "પણ અચાનક બરોડા કેમ બધું બરાબર તો છે ને કોઈ ટેન્શન તો નથીને?”

"ડફર હું જીતુડાને એ જ પૂછતી હતી ત્યાં તું કૂદી પડી શું થયું કરતી. હવે ચાલ ફરીથી તું એને ફોન કર અને એ તને રોકાવાનું કહે તો કહેજે મારા પપ્પાનો હમણાં જ ફોન હતો અને અર્જન્ટ ઘરે આવવાનું કહ્યું છે. ચીડવીએ એને થોડો." મોહિની એની આ ચીડવવાની વાત થી થોડું મુસ્કુરાઈ અને પછી જીતુભાને ફોન જોડ્યો. "હેલો જીતુ."

"હા મોહિની સાંભળ હમણાં હું સોનલ સાથે જ વાત કરતો હતો અને ફોન કટ થઈ ગયો. મારે અચાનક બરોડા જવાનું થયું છે. તો પ્લીઝ તું આજે રોકાઈ જજે. અને ઓલી જીગ્નાને પણ બોલાવી લેજે.સામેથી રિવા દીદી આવે તો ખુબ સરસ"

"સાંભળ જીતુ મારા પપ્પાનો થોડીવાર પહેલા જ ફોન આવ્યો હતો. આજે હું આખો દિવસ અહીં રોકાઈ એટલે ગુસ્સામાં હતા. હવે હું રાત નહીં રોકાઈ શકું." મોહિનીએ બનાવતી રડમસ અવાજ કાઢો અને કહ્યું.

"ઓહ્હ હવે શું થશે, એ કરતાં તું એકલી ઘરે કેવી રીતે જઈશ.ચાલ હું મોહિતને કહું છું એ તને મૂકી જશે."

"જીતુ તારું મગજ ઠેકાણે છે. એ મોહિત પોલીસ ઇન્સ્પેક્ટરના વેશમાં પોલીસની જીપમાં મને મુકવા આવશે તો મારા પાડોશી મારા વિશે શું ધારશે?”

"ઓહ્હ એ મેં વિચાર્યું જ ન હતું." તો હવે શું કરીશું?" જીતુભાએ મુંઝવણથી કહ્યું એને કોઈ રસ્તો સૂઝતો ન હતો. જવાબમાં મોહિની હસી પડી. અને કહ્યું "જીતુ હું મજાક કરતો હતી. મારા પપ્પા બહુ સમજદાર છે સોનલને એકલી ન રહેવા દેવાય એ તો એને ય ખબર છે. એટલે હું રોકાવાનો ફોન કરીશ તો મને ના નહીં પાડે. જીગ્ના કે બીજી કોઈ ફ્રેન્ડ ને બોલાવી લઈશું અને હું અને સોનલ મજા કરીશું. પણ તું સંભાળ જે. કોઈ ટેન્શન તો નથી ને"

"નારે ના કોઈ ટેન્શન નથી ઉલ્ટાનું સવારનું ટેન્શન લગભગ દૂર થઈ ગયું છે. થોડું કામ છે બરોડામાં એક બે કલાકનું એ પતાવીને રિટર્ન થઈ જઈશ સવારે 9 વાગ્યા સુધીમાં પાછો આવી જઈશ. પછી તને બધ્ધું નિરાંતે કહીશ.ઓકે બાય તારા પપ્પા સાથે મારે વાત કરવાની હોય તો મને ફોન કરીને કહે જે." કહીને ફોન કટ કર્યો.પછી મોહિતને ફોન જોડ્યો.મોહિતે ફોન ઉચક્યો અને જીતુભા કઈ બોલે એ પહેલા જ બોલવા માંડ્યો. "યાર જીતુભા એક મોટી મુસીબત આવી ગઈ છે. મેં ઓલ ભંગારવાળાની તપાસ કરવા...."

"તારા પર ખાતાકીય ઈન્કવાયરી આવી છે તારે તારા ઝોનલ ઇન્ચાર્જ એસ.પી.ને જવાબ આપવાનો છે એમ ને?" જીતુભાએ એની વાત અડધેથી કાપીને કહ્યું.

"હા પણ તને કેવી રીતે ખબર પડી. યાર.સોનલ તો મારી બહેન છે. એના માટે નોકરી કુરબાન પણ આ આખી વાત શું છે. જરાક માંડી ને વાત કર તો સમજાય ક્યાં છે તું ઘરે છે? તો હું આવું."

"ના હું ટ્રેનમાં છું બરોડા જાઉં છું. સવારે આવી જઈશ કાલે સાંજે નિરાંતે બેસીને વાત કરશું"

"હા હા ઠીક છે હવે તો નોકરી ગઈ એટલે મને ટાઈમ જ ટાઈમ હશે." મોહિત કૈક ઉદાસીનતા થી બોલ્યો. એની હમણાં જ સગાઈ થી હતી. સરસ કાયમી પોલીસની નોકરી, સુંદર પત્ની એના બધા સ્વપ્નાઓ વિખરાવાનો ભય એના શબ્દોમાં ડોકાતો હતો.

“તને કોણે કહ્યું કે તારી નોકરી ગઈ ઈનફેક્ટ મેં તને એ કહેવા ફોન કર્યો હતો કે તારા પરની ઈન્કવાયરી બંધ થઈ જશે અને ઉલટાની તારા પ્રમોશનની ભલામણ એ તારો ઈન્કવાયરી ઓફિસર કરશે."

"શુંઉઉઉઉ? જીતુભા તારું મગજ ઠેકાણે છે ને. મારો સુપર સિનિયર શું કામ મારી ભલામણ કરે? અને ઈન્કવાયરી કેવી રીતે બંધ થશે.?"

"કાલે સવાર સુધી રાહ જો, આમેય કાલે 25 જાન્યુઆરી છે. મુંબઈમાં હાઇએલર્ટ હશે. સાદા હવાલદારને પણ રજા ન મળે તો તારા જેવા કાબેલ સબ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરે એટલા મુરખ મુંબઈ પોલીસ કમિશનર નથી. તું એક કામ કર સોનલને પૂછી જો એ અને મોહિની એકલા ઘરે છે, કદાચ બીજી એકાદ બે છોકરીઓ મળીને નાઈટ પાર્ટી કરવાની છે. એમને કઈ જોઈતું કરાવતું હોય તો પહોંચાડી દે.અને પછી આરામ કર. સવાર પહેલા તને મેં કહ્યું એ ખબર મળી જશે." કહીને જીતુભા એ ફોન કટ કર્યો પછી અનોપચંદને ફોન જોડ્યો. .

"હા બોલો જીતુભા."

"સૌથી પહેલા તો મને જીતુ કહેશો તો વધુ ગમશે. બીજું પેલા મોહિતને પ્રમોશનની જરૂર છે.એના લગ્ન છે 2 મહિનામાં એના બદલે એના પર ઈન્કવાયરી"

"કોઈના પ્રમોશનની ભલામણતો તું નોકરી જોઈન્ટ કરીને કલાકમાં કરવા માંડ્યો" અનોપચંદે હસીને કહ્યું.

"એક કલાક નહીં શેઠ.લગભગ 14 કલાક થયા એવું એપોઇન્ટમેન્ટ લેટરમાં લખ્યું છે.” જીતુભાએ પણ હસીને કહ્યું.

"પ્રમોશનનું હમણાં 3-4 મહિના રહેવા દે. તે કહ્યું એમ એના લગ્ન 2 મહિનામાં થઇ જાય પછી પ્રમોશન થાય તો એની પત્ની સારા પગલાંની ગણાશે બિચારી એ છોકરીના માનપાન વધી જશે ઘરમાં" અનોપચંદે હસતા હસતા કહ્યું. અને પછી ઉમેર્યું "કલાકમાં એના સુધી મેસેજ પહોંચી જશે કે એના પરની ઈન્કવાયરી પછી ખેંચી લેવાઈ છે."

"ઓ કે. થેંક્યુ શેઠ આવજો."કહીને જીતુભાએ ફોન કટ કર્યો પછી સામે બેઠેલા મારવાડી ફેમિલીને બરોડા આવે ત્યારે ઉઠાડવાનું કહીને મસ્ત સુઇ ગયો આમેય એને આગલી 2-3 રાતનો ઉજાગરો હતો

xxx

જીતુભાએ ફોન બંધ કરીને લંબાવ્યું એ વખતે મોહિની એના પપ્પા સાથે વાત પુરી કરીને સોનલની સામે ઉભી રહી. સોનલ એ વખતે મોહિતના ફોનનો જવાબ આપતી હતી "ના મોહિતભાઈ તમારે ધક્કો ખાવાની જરૂર નથી અમને કંઈ જોઈતું નથી તમે એક કામ કરો ભાભીને મળી આવો. મારે 2-3 દિવસ પહેલાજ એમની સાથે વાત થઇ હતી કહેતા હતા કે તમે બહુ બીઝી થઈ ગયા છો.આજે એમને મસ્ત રેસ્ટોરાંમાં ટ્રીટ આપો એ પણ ખુશ થઇ જશે. ના ના કોઈ ટેન્શન નથી. મોહિની અહીં છે. જીગ્ના આવે છે.અને રીવા દીદી પણ આવશે. આજે છોકરીઓ બધી મોજ કરવાની છે. હા કઈ કામ હશે તો તમને ફોન કરીશ" કહીને ફોન કટ કર્યો.

xxx

જે વખતે સોનલ મોહિત સાથે વાત કરી રહી હતી એ વખતે.સરલાબેન બલદેવ ગોરને મળીને આગ્રા હોટલ પહોંચ્યા હતા ત્યાં ગિરધારી એની રાહ જોઈને બેઠો હતો સરલાબેનને જોઈને એણે પોતાના પગ પાસે પડેલી બેગ ઊંચકી અને કહ્યું "રાધે રાધે બહનજી આપ કે કમરે કા નંબર બોલો મેં છોડ કે આતા હું"

"રહેને દો ગિરધારી.યે લોગ પહુંચા દેંગે" કહીને સરલાબેને હોટેલના સ્ટાફ તરફ ઈશારો કર્યો.પછી ઉમેર્યું. "તુમ કલ સુબહ 7 બજે તક આ જાના ઔર ઘર પે બોલ દેના 3-4 દિન લગ જાયેંગે.મેરે સાથ દિલ્હી ઔર બાદ મેં રાજસ્થાન જાના હે કોઈ દિક્કતતો નહીં હે ના?"

"નહીં બહનજી કોઈ દિક્કત નહીં હે. ચલો મેં અબ જ રહા હું. રાધે રાધે." કહીને ગિરધારી ત્યાંથી નીકળ્યો. પછી સરલાબેન રિસેપ્શન પર પહોંચ્યા. મથુરામાં ઘાટ પરની આ સહુથી પ્રખ્યાત હોટલમાં "અનોપચંદ એન્ડ કુ" નો એક રૂમ હંમેશા માટે બુક કરેલો હતો. રિસેપ્શનિસ્ટ હસીને એમનું સ્વાગત કર્યું પછી એક છોકરાને બોલાવી અને સરલાબેનની બેગ એમની રૂમમાં પહોંચાડવાનું કહ્યું અને પછી પૂછ્યું "સરલાબેન ખાના ક્યાં મંગાવુ?"

"હંમેશા જેસા.કુછ સ્પાઈસી ઔર આઈસ્ક્રીમ મત ભૂલના. તેરે લિયે ભી મંગા લે. ઔર મેરે બિલ મેં જોડ દેના. ગરમ પાણી આ રહા હે કી નહીં?

"હા હા પુરે મથુરામે હમારી હી હોટલ મેં ગરમ પાની યે શરદી મે આપ કો મિલેગા આપ નહા કે ફ્રેશ હો લો તબ તક ખાન આ જાયેગા." સાંભળીને સરલાબેન પોતાની રૂમ તરફ ચાલ્યા.

xxx

જ્યારે સોનલ મોહિત સાથે વાત કરતી હતી. અને સરલાબેન હોટેલ આગ્રામાં પહોંચ્યા હતા એ જ વખતે.ઈરાનીનો ફોન હનીએ ઉચક્યો હતો. એ બહુ જ બીઝી હતો. પૃથ્વી એના હાથમાંથી છટકી ગયો એનો રંજ એના મગજમાંથી જતો ન હતો. તો સામે પોતાનો જીવ બચ્યાની ખુશી પણ હતી. લગભગ સાડા ત્રણ કલાકથી એટલે કે લગભગ 4 વાગ્યાથી એ ઈરાની ફોન ઉપાડવાનું ટાળતો હતો. એણે લગભગ એ જ અરસામાં પોતે રહેતા હતા એ ફ્લેટ ખાલી કર્યો હતો (મકાનમાલિકને ખોટું કહીને કે પોતે મુંબઈ બહાર જાય છે.) અને હોટલ એરક્રાફ્ટમાં ઉતર્યો હતો.અહીં એને બપોરે એરપોર્ટ રેસ્ટોરાંમાં કેન્સલ કરેલ મિટિંગ આગળ વધારી હતી અને એને 2 સમાચાર એવા મળ્યા હતા કે એ ખળભળી ગયો હતો. જેવી મિટિંગ પુરી થઈ કે તરત એણે પોતાના માટે એક વ્હીસ્કીની બોટલ ઓર્ડર કરી. પછી બાથરૂમમાં જઈ ફ્રેશ થઇ. અને લૂંગી બનિયાન પહેરીને એક ખુરશીમાં આરામથી બેઠા બેઠા પોતાના માટે એક લાર્જ પેગ બનાવ્યો અને ઈરાનીના ફોનની રાહ જોવા લાગ્યો લગભગ 10 મિનિટ પછી. ઈરાનીનો ફોન આવ્યો એ બહુ ગુસ્સામાં હતો હની એનો ફોન વારંવાર કાપતો હતો એટલે એને ચિંતા પણ હતી ઉપરાંત એણે સૌથી મોટી શિકસ્ત આજે એક ઔરતના હાથે ખાધી હતી. એ બધી જ નિરાશા એણે લગાતાર 5 મિનિટ સુધી હની ને સંભળાવી હતી. છેવટે એ અટક્યો. હતો જવાબમાં હનીએ એટલું જ કહ્યું હતું. તું ક્યાં છે.? આપણે જલ્દીથી રાજસ્થાન પહોંચવાનું છે. અને બીજી વાત નાઝ પણ રાજસ્થાનમાં છે. ઈરાનીને પોતાના કાન પર વિશ્વાસ બેસતો ન હતો એ પોતાના હાથમાં રહેલા મોબાઈલ ને તાકી રહ્યો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

Neepa

Neepa 1 year ago

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati