I Hate You - Can never tell - 53 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-53

આઇ હેટ યુ
પ્રકરણ-53
રાજ સવારથી વિચારોમાં હતો. મંમી સાથે વાત કર્યા પછી વઘારે વિચલીત થઇ ગયો. એને થયું મંમી પપ્પા ઇચ્છતાજ નથી કે હું નંદીની સાથે લગ્ન કરું. એ લોકો સીસ્તથી મને એમાંથી જુદો કરી નાંખ્યો. આમાં પાપાનીજ ચાલ છે મને ખબર છે અને મંમી પણ કેટલાં બદલાઈ ગયાં છે ? મંમીને અને પાપાને એમનાં સ્ટેટસ પ્રમાણે મને જીવાડવો છે મારાં જીવનમાં કોણ આવશે એ પણ એ લોકોને નક્કી કરવું છે પણ હું એવું નહીંજ થવા દઊં મારેજ કંઇક કરવું પડશે. નંદીનીનો કોઇપણ રીતે સંપર્ક કરીશ હું નંદીનીને વચન આપીને આવ્યો છું. એનેજ પરણીશ.
નંદીની પણ મને કેટલો પ્રેમ કરે છે. એ મારું ભણતર ના બગડે એટલે પપ્પાની વાતમાં આવી ગઇ મને સમ આપ્યાં. એનાં પપ્પાની આવી ગંભીર બિમારી પાછી એ નોકરી કરવાનું કહેતી હતી એનાં માથે આટલી જવાબદારી છે. મંમી પપ્પા મારાં લગ્નની ચિંતા કરે છે. નંદીની તો છોકરી છે એનાં પેરેન્ટસ ને કેટલી ચિંતા હશે. મારાં માટે રાહ જોવાની છે એણે છેલ્લે ફોનમાં કહેલું હું ભૂલ્યો નથી કે રાજ તારાં પાપા માટે તું વિચારે છે તારાં પાપા તારી ચિંતા કરે છે. હું પણ મારાં પાપાની એકની એક છું. મને એમની ચિંતા છે એ લોકો મારાં આશરે છે હું પણ એમનું ધ્યાન રાખીશ મારે જે કરવું પડે એ કરીશ. એણે ચોક્કસ જોબ ચાલુ કરી હશે એ ખૂબ સ્વમાની છે પણ સાથે સાથે લાગણીશીલ છે. સંબંધોની મર્યાદા સમજે છે એટલેજ મંમી પપ્પાને પણ વચન આપ્યું કે હું રાજનો સંપર્ક નહીં કરુ બસ રાજ તારાં આવવાની રાહ જોઇશ.
નંદીની મારી રાહ જોતી હશે અને બધાં મારી સાથે રાજકારણ રમે છે. હું અહીં એનાં વિના તડપું છું એક વાર વાત કરવા તરસું છું હું એનો કોઇપણ રીતે સંપર્ક કરીશજ. એમ કહીને મનોમન નક્કી કરી એણે નંદીનીનો ફોન જોડ્યો સામેથી એવો જવાબ આવ્યો કે આ નંબર અસ્તિત્વમાં નથી. એને આષ્ચર્ય થયું એણે બે ત્રણવાર ટ્રાય કર્યો પણ એકજ રેકર્ડ વાગી કે તમે જે સંપર્ક કરવા માંગો છો એ નંબર અસ્તિત્વમાં નથી. રાજ નિરાશ થઇ ગયો. એને થયું એણે નંબર બંધ કરી દીધો ? કેમ ? હું હવે કેવી રીતે સંપર્ક કરીશ ? અને એનાં મનમાં વિચાર ઝબક્યો...
**************
નંદીની કોફી બનાવીને લાવી અને માસીને આપી ત્યાં વિરાટનો ફોન આવી ગયો. માસાએ તરતજ ફોન રીસીવ કર્યો અને પૂછ્યું કેમ છે બેટા ? માસા માસીએ બધી ખબર અંતર પૂછી લીધી પછી વિરાટે પૂછ્યું નંદીની દીદી ક્યાં છે ? અને માસાએ કહ્યું આ રહી.. ક્યારની તારાં ફોનનીજ રાહ જુએ છે. નંદીનીએ ફોન હાથમાં લીધો અને વિરાટે કહ્યું હાય દીદી કેમ છો ? કેવી રીતે જોબ ? કેવું લાગ્યું સુરત ? તમને ફાવે છે ને ?
નંદીનીએ હસતાં હસતાં કહ્યું અરે કેટલાં પ્રશ્નો સાથે પૂછે ? તું કેમ છે ? મારી જોબ શરૂ થઇ ગઇ અને તારું શહેર પણ સરસ છે. માસા માસીએ તો મારાં માં બાપ પણ ભૂલાવી દીધાં એટલી હૂંફ મળી છે અને કહેતાં આંકમાં જળ આવી ગયાં. નંદની થોડી ઇમોશનલ થઇ ગઇ... થોડીવાર બંન્ને ચૂપ રહ્યાં. વિરાટે કહ્યું દીદી ઢીલા નહી થવાનું આ તમારુંજ ઘર છે અને મને ખબર છે મારાં પાપા મંમીની તમને કદી ઓછું નહીં આવવા દે મને ઉછેર્યો છે એટલે મને એમની ખબર છે. એટલેજ એ લોકોની યાદ પણ ખૂબ આવે છે.
માસીએ કહ્યું એય દીકરા તારાં વિના તો ઘર ખાવા થાય છે પણ નંદીની આવી છે ત્યારથી જાણે તારી ખોટ પૂરાય છે મને ખબર છે તારી ખોટ નહીં પૂરાય પણ તું તારાં જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને સુખી થાય એટલેજ આટલે દૂર તને મોકલ્યો છે.
વિરાટે કહ્યું માં હું સમજુ છું પણ દીદી છે એટલે મારી ચિંતા પણ દૂર થઇ ગઇ છે. ઇશ્વરેજ દીદીને તમારી પાસે યોગ્ય સમયે મોકલી દીધાં. દીદી તમે એક્ટીવા પર ઓફીસ જાવ છો ? પાપાએ કીધેલું વાહ તમને એક્ટીવા પણ આવડે છે... ઓહ હું કેટલો મૂરખ છું કેવો પ્રશ્ન કરું છું અત્યારે બધાને ડ્રાઇવીંગ આવડતુંજ હોય. કાશ હું હોત તો ડબલ સવારી બધે ફરતાં હોત એ સુરતની ગલીઓમાં નાસ્તા કરતા હોત હું ખૂબજ ફુડી છું મને ખાવાનો ખૂબ શોખ છે અને નંદીનીને રાજ યાદ આવી ગયો. રાજ સાથે કેટલી ફરતી હતી બધે નાસ્તો કરવા અને જમવા જતાં રાજ પણ કહેતો હું ફુડી છું ખાવાનો અને ફરવાનો ખૂબ શોખ છે.
વિરાટે પૂછ્યું દીદી શું વિચારમાં પડી ગયાં ? અમદાવાદ યાદ આવી ગયું કે દોસ્ત ? નંદીની એકદમ ચમકી બોલી ના ના તારી વાત સાંભળું છું અને તેં કીધું બધે ફરતાં હોત એ કલ્પના આવી ગઇ. કંઇ નહીં તું જ્યારે આવે ત્યારે આપણે બધે ફરીશું અને તારે જે ખાવું હશે એ ખાઇશું.
વિરાટ વાત કરી રહેલો અને ત્યાં એની પાછળથી એનો રૂમ પાર્ટનર પસાર થયો અને નંદીનીની નજર પડી નંદીનીએ પૂછ્યું તમે કેટલા જણાં સાથે રહો છો ?
વિરાટે કહ્યું દીદી અમે ત્રણ જણાં છીએ હું સુરતથી એક વડોદરાથી અને એક અમદાવાદથી ત્રણે ગુજરાતી એટલે સારું ફાવે છે બધાં પોતપોતાનામાં હોય. જોબ અને ભણવાનું એટલે સાથે બેસવાનો પણ સમય નથી હોતો શનિ-રવિ રજા હોય પણ જોબ ચાલુ હોય મારે આજે નાઇટ છે મારાં પાર્ટનર હમણાં નીકળી જશે. સાંજ સુધી હું એકલો. હું જઇશ એ લોકો આવશે. અત્યારે અમે ત્રણે જણાં ફેમીલી સાથે વાતો કરીએ છીએ બધાં કોલમાંજ બીઝી છે એમ કહીને હસ્યો.
નંદીનીએ વધુ ડીટેઇલ પૂછવાનું મન થયું પણ કેવું લાગશે એવું વિચારી અટકી. છતાં એટલું તો પૂછીજ લીધું. કે તમે બધાં એકજ... નંદીની આગળ પૂછે પહેલાં વિરાટ જાણે પ્રશ્ન સમજી ગયો હોય એમ બોલ્યો અમે ત્રણે એકજ કોલેજમાં એકજ ક્લાસમાં છીએ. એટલે તો ઓળખાણ થઇ અને એકજ ઘરમાં શેરીંગથી રહીએ છીએ. એમાંય અમદાવાદ વાળો તો પછી અમારી સાથે રહેવા આવ્યો. એનાં તો અહીં ઓળખીતાનાં ઘર છે પણ ના ફાવ્યું એટલે અમારી સાથેજ આવી ગયો. નંદીનીને કૂતૂહૂલ હતું. આગળ સાંભળવું હતું પણ ત્યાં વિરાટે પૂછ્યું પાપા નીલેશભાઇને નોકરી મળી ગઇ એ સાંભળી મને શાંતિ થઇ ગઇ હવે તમારું માથું ઓછું ખાશે અને આપણાં ઘરમાં ઓછા આવશે સાવ..
માસાએ કહ્યું સારી નોકરી છે કોઇ કુરીયર કંપનીમાં છે નંદીનીની ઓફીસની નજીકજ એની ઓફીસ છે હવે સેટ થાય તો એનાં લગ્ન કરાવી દઊં એટલે ગંગા ન્હાયા.
વિરાટે કહ્યું ચાલો સારુ થયું પણ દીદી તમે એમની સાથે બહુ માથાકૂટ ના રાખતા સાવ લપ છે. નંદીની કહે હું તો એકવાર બોલી નથી અને મારે શું સંબંધ ? મારે તો મારું કામ ભલુ અને હું ભલી. માસા માસી સાથે મારો સમય ક્યાં નીકળી જાય છે ખબરજ નથી પડતી. નંદિનીને ખબર નહીં કેમ ? મનમાં થતું હતું એનાં રૂમપાર્ટનર વિશે જાણે. રાજ વિશે પૂછી શકાય ? પણ મનની વાત મનમાંજ રાખી. એટલામાં એનો વડોદરા વાળો રૂમ પાર્ટનર ફોન પર આવ્યો અને બોલ્યો કેમ છો ? અંકલ આંટી ? મજામાં ?
માસા માસીએ કહ્યું હાં દીકરા મજામાં તું કેમ છે ? ભણવાનું અને જોબ કેવા ચાલે છે ? અમેરીકામાં કેવું લાગે છે ? એનાં પાર્ટનરે કહ્યું અંકલ ભણવામાંથી અને જોબમાંથી ફ્રીજ નથી થવાનું હમણાંજ મારાં પાપા મંમી અને દીદી સાથે વાત કરી.. વિરાટની જેમ શનિ-રવિમાં વાત કરી લઊં છું હવે જોબ પર જવાનો સમય થયો પછી નંદીનીને ફોનમાં સ્ક્રીનમાં જોઇને વિરાટને પૂછ્યું તારાં દીદી છે ? તે કીધુ નહીં ક્યારે ?
વિરાટે કહ્યું મારાં માસીની દીકરી છે નંદીની દીદી... અને દીદી આ મારો રૂમ પાર્ટનર વડોદરા રહે છે એનું નામ અમીત છે નંદીનીએ હાય કીધું અને તક ઝડપી એણે અમીતની ખબર અંતર પૂછી લીધી. અમીતે કહ્યું પછી શાંતિથી વાત કરીશું મારો જોબનો સમય થયો હું જઊં બાય ટેક કેર. અને એ ગયો.
નંદીનીએ કહ્યું બીજો રૂમ પાર્ટનર ક્યાં છે ? એની પણ ઓળખ કરાવને.. વિરાટે કહ્યું એક મીનીટ એમ કહીને પાછળ જોયુ અને જોબ પર જતાં અમીતને પૂછ્યું પેલો ક્યાં ગયો ? અમીતે જતાં જતાં કહ્યું એ બહાર બાલ્કનીમાં છે લાગે છે એ ફોન પર વાત કરે છે. હું જઊં બાય.
વિરાટે કહ્યું એ ફોન પર છે કંઇ નહીં પછી વાત કરાવીશ એને પણ જોબ પર જવાનું હશે મને ખબર નથી એનો પ્રોગ્રામ. નંદીની નિરાશ થઇ ગઇ એને થયું જાણવા મળ્યું હોત તો સારુ થાત. પણ એ રાજ જ છે ક્યાં ખબર છે ? અમદાવાદથી એ એકલો ત્યાં ક્યાં છે ? હું પણ કેવાં કેવાં વિચારો અને કલ્પના કરું છું ? નંદીનીએ કહ્યું આજે તો તારી સાથે વાત કરીને કેટલું સારું લાગ્યું ? બધો થાક ઉતરી ગયો અને ત્યાંજ પાછળથી... અને નંદીનીનાં ફોનમાં રીંગ આવી.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-54