LOVE BYTES - 80 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-80

લવ બાઇટ્સ
પ્રકરણ-80
સ્તવન રાજમલકાકાને જે બધુ કહી રહેલો અને કોઇ અજ્ઞાત એને યાદ કરાવી રહ્યું છે એ વાત પર રાજમલકાકાની આંખો પહોળી થઇ ગઇ. એમણે કહ્યું સ્તવન તું આ શું કહી રહ્યો છે ? સાચેજ આ સત્ય છે ? ત્યાં પાનવાળાએ કહ્યું સાબજી તમારાં પાન બીડા તૈયાર છે પેક કરી દઊં કે ખાવાનાં છો ?
સ્તવને કહ્યું ભૈયાજી બે પેક કરો મીઠાં પાન અને બે તમાકુવાળા અમને આપો એક કીમામવાળું પેક કરો જુદુ આપજો ત્રણે ભેગાં ના થાય. ત્યાં રાજમલકાકને પાન આપીને કહ્યું લો કાકા પાન ખાવ. એમ કહી પાન આપ્યું અને એક પોતે દબાવ્યું પછી રાજમલકાકાને કહ્યું કાકા તમે મારાં પિતા સમાન છો તમે નાનપણથી મને જોયો છે મારો રોગ કોઇ અગોચર શક્તિ સાથે જોડાયેલો છે તમને યાદ હોય તો અઘોરીબાબા પાસે પણ ગયેલાં એમણે પણ મને કહેવું કે તારે ગતજન્મનું કોઇ ઋણ છે. એ ચૂકવી દેજે. પણ મને એ સમયે એટલી ગતાગમ નહોતી પણ અનુભવ થયાં પછી મારે માનવું પડ્યું.
રાજમલકાકા કોઇ વાર્તા સાંભળી રહ્યાં હોય એમ સાંભળી રહ્યાં એમનુ અરવરજ વધતું જતું હતું એમણે કહ્યું આવા હળાહળ કળયુગ અને આધુનિક જમાનામાં તારી વાત કોઇ સાચી નહીં માને.
સ્તવને કહ્યું કાકા આજે એટલેજ તમને કહી રહ્યો છું મેં આશા સાથે લગ્ન કર્યાં. હું ખૂબ સુખી છું આનંદમાં છું પણ.. આ એકજ ચિંતા છે કે મને આવા અનુભવ થયા છે તમને અત્યારે હું આટલુંજ કહી શકીશ પછી તમને શાંતિથી બધી વાત કરીશ. હું મારાં કુટુંબને તમને કોઇ ચિંતા નથી આપવા માંગતો નથી કોઇ બદનામી આપવા માંગતો પણ મારી આ બિમારી પાછળ શારીરીક તકલીફ કે કોઇ ખોટ નથી પણ મારાં જીવનનાં તાર ગત જન્મ સાથે જોડાયેલાં છે. હું એટલું ચોક્કસ કહું કે હું કુંબલગઢ જઇને આવું પછી માં-પાપા રાણકપુર જાય એટલે આપણે અઘોરીજી પાસે જઇશું. એમની સામે હું બધાંજ ખુલાસા કરીશ અને એનું કાયમી સમાધાન લાવી દઇશ. આ કહેતાં કહેતાં સ્તવનની આંખો ભરાઇ આવી.
રાજમલકાકાએ કહ્યું સ્તવન આમ ઢીલો ના થઇશ હું તને સારી રીતે જાણું છું હું કાયમ તારાં પડખે રહીશ મારાં દિકરો નથી પણ તું મારાં દિકરાંથી વિશેષ છું તારે આ વાત કોઇને કહેવાની નથી બધાં જે રીતે જીવે છે જાણે છે એમજ રહેવા દેજે. એમાંજ બધાનું ભલુ છે. હું બધું સમજી ગયો છું અને મેં બધું જાણી લીધું એ તારાં માટે પણ સારું છે. આવી વાતોમાં હું વિશ્વાસ ધરાવું છું જે સમાધાન આવે એમાં મારો સાથજ હશે. ચાલ ઘણું મોડું થયું બધાં રાહ જોતાં હશે. સ્તવને ભૈયાજી પાસેથી પાનનાં બીડાં લીધાં અને એ લોકો ઘરે પાછા ફર્યા.
ઘરે આવતાંજ આશા અને મીહીકા બંન્ને જણાં સાથે બોલ્યાં કેટલી વાર કરી ? અમે લોકો ક્યારનાં રાહ જોઇએ છીએ. માં પાપા ને લલિતામાસી સૂવા પણ જતાં રહ્યાં. મીહીર પણ રાહ જુએ છે. સ્તવન બોલે પહેલાં જ રાજમલકાકાએ કહ્યું દીકરા ત્યાં ઘણી ભીડ હતી કંઇ નહીં હું સૂવા જઊં તમે લોકો ઉપર જઇને બેસો અને કાલની તૈયારી કરો. એમ કહી રાજમલકાકા એમનાં રૂમમાં ગયાં.
સ્તવને મયુરને કહ્યું સોરી મયુર ત્યાં ખૂબ ભીડ હતી અને આ તમારાં પાન કહીને બધાને બીડાં પકડાવ્યાં.
મીહીર કહ્યું અરે કંઇ નહીં અમે લોકો કાલની વાતોજ કરતાં હતાં. ચલો ઉપર જઇને બેસીએ વાતો કરીશું. તમારે તો હજી બેગ ભરવાની છે અમે તો બધી તૈયારી કરીને આવ્યાં છીએ.
આશાએ કહ્યું પાપાનો પણ ફોન હતો પણ તમે નહોતાં કાલે સવારે ફોન કરશો. સ્તવને કહ્યું કંઇ નહીં ચાલી ઉપર એમની સાથે કાલે વાત કરી લઇશ અને બધાં ઉપર આવ્યાં.
સ્તવને કહ્યું તમારાં પાન પુરાં થાય એ પહેલાં તો હું બેગ ભરી દઇશ. આશાએ કહ્યું મેં બધુ બેડ પર કાઢીને જ રાખ્યું છે બેગ તો તમારે જ પેક કરવાની એમ કહીને હસી.
સ્તવને મોટી બેગ ઉતારી એમાં કપડાં ગોઠવવા માંડ્યા અને એમાં આશાનાં અને એનાં કપડા બીજી બધી વસ્તુઓ યાદ કરીને મૂકી દીધી. પછી આશાને કહ્યું હું પાણીની બોટલ તો ભૂલી ગઇ ક્યાં મૂકી છે ? આશાએ કહ્યું એતો હું સવારે લઇ લઇશ. એક થરમોસમાં ગરમ કોફી પણ ભરવાની છે એક તમે લાવ્યાં આજે એ થરમોસ ખાલી રાખ્યો છે એ પછી ભરીશું.
સ્તવને કહ્યું ભલે એણે પ્રશ્ન ના કર્યા. ત્યાં આશાને મીહીકાએ કહ્યું આશાભાભી હું તમને બતાવું મેં ક્યાં ક્યા ડ્રેસ લીધાં છે આશાએ કહ્યું વાહ બતાવો મીહીકાએ એની બેગ ખોલી અને એ લોકો જેવાં વ્યસ્ત થયાં સ્તવને મીહીરને પૂછ્યું કેવું છે પાન ? મયુર કહ્યું મસ્ત બનાવ્યું છે.
સ્તવન મીહીરની નજર ચૂકાવીને એણે પાખડીવાળું બોક્ષ બેગમાં જગ્યા રાખી હતી ત્યાં એનાં કપડા નીચે મૂકી દીધું. અને આશા જુએ અને પૂછે તો એનો જવાબ વિચારી લીધો. બેગ પેક કર્યા પછી સ્તવને એને બાજુમાં મૂકી પછી બોલ્યો તમારાં ડ્રેસ જોવાઇ ગયાં હોય તો બેગ બંધ કરી આપણે સૂઇ જઇએ કાલે સવારે વેળાસર નીકળી જવાય.
મીહીકાએ કહ્યું હાં ભાઇ પતી ગયું તમે પીતાંબર લાવ્યાં છો એ તમારીજ બેગમાં છે એ સમયે કાઢી આપજો એમ કહી બેગ બંધ કરી સ્તવને કહ્યું એ સમયે બધુજ સાથે કાઢીશજને. કંઇ નહીં મીહીર તમે લોકો પણ સુઈ જાવ સવારે નીકળી જઇશું કંઇ ભૂલાતું નથી ને ?
આશા કહે બધુ યાદ કરીને લીધુ છે પણ બસ તમે મને ના ભૂલતાં એમ કહી હસી પડી. મીહીકાએ કહ્યું ભાઇ તમને ક્યાંથી ભૂલે ? એતો ઊંઘમાં પણ આશા આશા કરતાં હોય છે.
મયુરે કહ્યું મારી જેમ હું મીહીકા મીહીકા બોલીનેજ શ્વાસ લઊં છું મીહીકાએ શરમાતાં કહ્યું જાવ ને જુઠ્ઠા. તમને તો લાટીજ યાદ હોય છે ધંધામાંજ મગજ ફરતું હોય છે. મયુરે કહ્યું લાટી નહીં લાડી લાડકીજ હોય છે એમ કહી હસી પડ્યો.
***************
યુવરાજસિંહે વીણાબેનને કહ્યું વીણા આપણી આશા ખૂબ સુખી થવાની છે સારો છોકરો છે સ્તવન બંન્ને જણાં એકબીજાને ખૂબ પસંદ કરે છે મારી જીવનભરની ચિંતા દૂર થઇ ગઇ. મેં આશા સાથે હમણાં વાત કરી એ એટલી બધી ખુશ હતી એને કોઇ બીજી જાણે ઇચ્છા જ નથી રહી એ એનાં ઘરમાં એટલી ભળી ગઇ છે કે આપણી પણ યાદ નહીં આવે હું એવુંજ ઇચ્છતો હતો.
વીણાબહેને કહ્યું લલિતાબેને બહુ સારું ઘર અને છોકરો શોધી આપ્યો. આમ ઘરનોજ હતો વળી એમને સ્તવન છોકરોજ લાગે છે પોતાનો એમની નજર સામે જ આશા રહેશે મને પણ કોઇ ચિંતા નથી. બસ છોકરી આપણી સુખી થાય બીજું શું જોઇએ ? પાછા આવે પછી એલોકોનાં તમે કહ્યું છે એમજ લગ્ન કરાવી લઇશું. સ્તવનને પણ એવું ગમશે. એ લોકો પાછા આવે પછી વાત...
************
સવારે વેળાસર ઉઠીને બધાં પરવારી ગયાં. આશાએ પીવાનાં પાણીની બોટલ, થરમોસમાં કોફી, મીહીકાએ બધો નાસ્તો ને બધુ ભરીને તૈયાર કરી દીધું. લલિતામાસી અને ભંવરીદેવીએ મહાદેવ માટે લાડુ તૈયાર કર્યા હતાં એ બધુજ લઇ જવા માટે તૈયાર કરી દીધું.
રાજમલભાઇ અને માણેકસિહજી બધી તૈયારી જોઇ રહેલાં અને માણેકસિહજીએ સ્તવનને તું શાંતિથી ડ્રાઇવ કરજો અને શાંતિતી જજો. અમને ફોન કરતાં રહેજો. રાણકપુર જાવતો ઘરે જવાનાં છો ? તો ચાવી લેતા જ્જો.
સ્તવને કહ્યું પાપા અમે ઘરે નથી જવાનાં મહાદેવનાં દર્શન કરી સીધાં કુંભલગઢ જઇશું પાછાવાળાં સીધાં જ અહીં આવવા નીકળીશું એટલે ચાવીની જરૂર નથી.
ભંવરીદેવીએ કહ્યું કંઇ વાંધો નહીં. દર્શન સરસ કરજો અને આનંદથી ફરીને આવો તમે લોકો આવો ખરી વેવાઇ કહે છે એમ બધો પ્રસંગ પતાવીને અને રાણકપુર જતાં રહીશું ઘણો સમય થઇ ગયો અને સમય બધાં ક્યાં નીકળી ગયો ખબરજ ના પડી.
લલિતામાસી કહે આવું સાથે રહેવાં ક્યાં મળે છે ? એ લોકો પાછાં આવે ત્યારની વાત ત્યારે હમણાં એ લોકોને જઇ આવવા દો.
સ્તવને અને મયુરે ગાડીમાં બધો સામાન મૂકી દીધો અને માતા પિતા અને કાકા કાકીને પગે લાગીને એ લોકો ગાડીમાં બેઠાં અને ભગવાનની જય બોલાવીને નીકળ્યાં.
**************
રાણકપુર મહાદેવનાં મંદિરે પહોચી જઇને સ્તવન આશા મીહીકા મયુરે બેગમાંથી પીતાંબર લીધાં આશાએ પ્રસાદીનાં લાડુ વેગેર કાઢ્યાં અને સ્તવને મોકલેલ જે પાર્સલ હતું એ પણ કાઢ્યું આશાએ જોઇને કહ્યું અરે આ શું છે ?
સ્તવને કહ્યું મેં તને કહેલું ને સરપ્રાઇઝ છે એ આ છે. તું અંદર મંદિરમાં ચલ ખબર પડી જશે. બધાં અંદર ગયાં. પૂજારીજી મહાદેવજીનાં શણગાર કરી રહેલાં સ્તવનને આવેલો જોઇ ખુશ થઇ ગયાં. સ્તવન એમની નજીક ગયો અને હાથમાંથી એ બોક્ષ પૂજારીજીનાં હાથમાં આપીને કહ્યું ગુરુજી આ...
વધુ આવતા અંકે - પ્રકરણ -81