Badlo - 21 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 21)

બદલો - (ભાગ 21)

દરવાજો બંધ કરીને અભી અંદર ની તરફ આવીને નીયા ની સામે ઊભો રહ્યો...

નીયા તો જાણે કોઈ સાતમા આસમાન ઉપર હતી...

પાગલોની જેમ અભી ને જોતી નીયા જોલા ખાઈ રહી હતી...

"તારે હવે સૂઈ જવું જોઈએ...."

અભી ના શબ્દો જાણે એના કાને પડી રહ્યા જ ન હતા...
અભી એ અચકાઈ ને ઉમેર્યું...

"તું સૂઈ જા....હું...હવે ....નીકળું...."

"તું ક્યાં જાય છે....તું પણ અહી સૂઈ જાને...." નીયા એ કહ્યું...એના ચહેરા ઉપર નાના બાળક જેવી સ્માઇલ હતી...

" ના ....આ રીતે ...." અભી ને કંઈ સૂઝતું ન હતું કે એ શું કહે..

અભી કંઈ વિચારે એ પહેલાં નીયા ઉભી થઈને અભી નો હાથ પરાણે ખેંચી ને અંદર લઇ ગઈ....

આ રીતે અચાનક નીયા એ એનો હાથ પકડ્યો એટલે અભી નું બેલેન્સ હલી ગયું અને એ પડતા પડતા બચી જાય એવી હાલત માં નીયા ની પાછળ પાછળ ચાલવા લાગ્યો...

રૂમ ની અંદર આવીને નીયા બેડ ઉપર ફસડાઈ પડી...અભી એની બાજુમાં આવીને ઊભો રહી ગયો...એનો હાથ હજુ પણ નીયા ના હાથ માં હતો...

નીયા ની પકડ એટલી કડક હતી જેથી અભી એ છોડવાનું ટાળ્યું અને બેડ ની બાજુમાં આસન ગ્રહણ કરીને નીચે બેસી ગયો...

અડધો કલાક થઇ ગયો હતો ...સ્થિતિ હજુ એવી ને એવી જ હતી...નીયા એ અડધી આંખ ખોલીને પડખું બદલ્યું એટલે અભી ના ચહેરા ની સામે એનો ચહેરો આવ્યો...
નીયા ની હલનચલન ને કારણે અભી નો હાથ પણ થોડોક હલ્યો એટલે આંખ બંધ કરીને બેઠેલા અભી એ આંખ ખોલી...અને હાથ છોડવાની કોશિશ કરી...

"ત્યાં કેમ બેઠો છે..." નીયા ની આંખો માં હજુ પણ એ જ નશો દેખાતો હતો...એનો ચહેરો એટલો નજીક થી જોઇને અભી ની અંદર પોતાની જુવાની નો વીજળી જેવો કરંટ ઝણઝણાટી રીતે પસરી ગયો...

અભી એ એની આંખો બંધ કરી દીધી અને નજર ફેરવી લીધી...
નીયા બેઠી થઇ ગઇ અને અભી ને ઉપર સુઈ જવા કહ્યું...

"સૂઈ જા ને ...હું વચ્ચે ઓશિકા મૂકી દઉં છું બસ....તને મારી ઉપર ભરોસો ન હોય તો...." નીયા એની ધૂન માં બોલી રહી હતી...બેઠા થવા ના કારણે એનું વ્હાઇટ ફ્રોક થોડું ઉપર ચઢી ગયું હતું જેથી એના લાંબા સુવાળા ઘૂંટણ ઉપર સુધીના પગ જબકી રહ્યા હતા...

"ના , હું અહી જ બરોબર છું..."

નીયા એને જોઈ રહી હતી....

નજર ફેરવીને અભી એ ઉમેર્યું...
" આઈ ટ્રસ્ટ યુ...બટ..." આગળ નું વાક્ય અભી ગળી ગયો અને ઊભો થઈને નીયા ની બાજુમાં જઈને સુઈ ગયો...વચ્ચે નીયા અને અભી એ બે ત્રણ ઓશિકા ની એક બોર્ડર બનાવી....

સૂતા સૂતા અભી ને ઘણા એવા વિચારો આવી રહ્યા હતા જેની જાણ એ નીયા ને કરી શકે એમ ન હતો....
નીયા અભી ને તાકી તાકી ને જોઈ રહી હતી...

નીયાએ એના હાથ ની આંગળી અભી ના ગાલ ઉપર ફેરવી...

નીયા ની આંગળી નો સ્પર્શ થતાં અભી એ એની આંખો બંધ કરી દીધી અને દસ સેકન્ડ પછી આંખો ખોલીને નીયા તરફ નજર કરી....નીયા હજુ પણ એને જોઈ રહી હતી અને એની એક આંગળી અભી ના ગાલ ઉપર હતી...

અભી અડધો ઊભો થઈને નીયાની ઉપર છત ની જેમ ઉંચો થયો...એના બંને હાથ ના ટેકે થી એ નીયા ને જોઈ રહ્યો હતો જેથી બંને વચ્ચે થોડું અંતર જળવાઇ રહ્યું હતું....

"તું પ્લીઝ એવું કંઈ ન કર જેનાથી...."અભી એ એનું વાક્ય અધૂરું મૂકી દીધું...

નીયા એને જોઈ રહી હતી ...એના ચહેરા ઉપર ખૂબ જ માસૂમિયત છલકતી હતી...પરંતુ એની આંખો માં અભી માટે નું કંઇક આમંત્રણ હતું જે અભી પણ નોંધી રહ્યો હતો...

"નીયા....." અભી આગળ બોલે એ પહેલા નીયા એ અભી ના વ્હાઇટ શર્ટ નો કોલર પકડીને એને પોતાની નજીક કર્યો....હવે બંને વચ્ચે નું થોડું અંતર પણ શૂન્યવત બની ગયું ...

અભી પણ પોતાને રોકી ન શક્યો...

એણે કોઈ શિલ્પ માંથી કોતરેલી કોઈ પ્રતિમા ના હોઠ જેવા નીયા ના હોઠ ઉપર પોતાના હોઠ મૂકી દીધા... બંને એકબીજાની અંદર પીગળી રહ્યા હતા... બંને કોઈ મોક્ષ નો અનુભવ કરી રહ્યા હતા....
નીયા ના હાથ અભી ની પીઠ ઉપર , એના ખભા ઉપર ,હાથ અને ગળા પર અત્યંત ઋજુતાથી ફેરવાઇ રહ્યા હતા...

પોતાના શરીર પર અભી નો સ્પર્શ અનુભવતી નીયા એની વધુ નજીક જઈને વધુ પ્રગાઢ રીતે એ સ્પર્શ માણવાનો પ્રયાસ કર્યો...
અભી એના આ આમંત્રણ ને અને નીયા ની લાગણી ને સમજતો હતો...

અભી એ નીયા ના વ્હાઇટ ફ્રોક ની હુક ખોલી ને ફ્રોક કાઢી નાખ્યું જેમાં એની મદદ નીયા એ થોડી કરી ...એના ખુલ્લા ખભા પર, ગળા પર અભી ગાઢ રીતે ચુંબનો કરીને નીયા ને પૂરેપૂરી રીતે ભીંજવી રહ્યો તો ...
અભી ના સ્પર્શ માં ઓગળતી નીયા એ અભી ના શર્ટ ના બટન પણ ખોલી નાખ્યાં હતાં ....
એક છોકરા ના હોર્મોન્સ કરતા એક છોકરી ના હોર્મોન્સ વધારે ઉતેજીત હોય છે જે સ્થિતિ અત્યારે નીયા ની હતી...જેથી અભી ને પોતાનું શરીર સોંપી ને નીયા આ રાત ને માણી રહી હતી....

મોડી રાત સુધી બંને વચ્ચે આ દ્ર્શ્ય ચાલ્યું....

અભી નો શર્ટ બેડ ની કોર ઉપર લટકી રહ્યો હતો ... નીયા નું ફ્રોક બેડ ની નીચે અસ્તવ્યસ્ત પડ્યું હતું...

અભી ના ખુલ્લા ખભા પર નીયા નું માથુ હતું ..... બંને ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા....મખમલ નો ધાબળો ઓઢીને બંને સૂતા હતા ....અભી એ નીયા ને એ રીતે પોતાની બાહુપાશ માં જકડી રાખી હતી જાણે એ નીયા ને પોતાની અંદર જ સમાવી લેવા માંગતો હોય ....

સવાર ના સૂરજે રૂમ ની અંદર બારી ની તડમાંથી આવીને પોતાની હાજરી પુરાવી હતી...અંજવાળું આવતા જ અભી ની આંખો ખુલી ગઈ હતી...
સાંજ નો નશો અત્યારે ઉતરી જતાં નીયા આ પરિસ્થિતિ જોઈ ને કેવો વ્યવહાર કરશે એની જાણ અભી ને ન હતી જેથી એણે નીયા ને કહ્યા વગર જ ઘરે જવા નું વિચાર્યું....

ધીમેથી પોતાના બાહુપાશ થી દુર કરીને અભી એ નીયા ના કપાળ ઉપર એક હલકું ચુંબન છોડ્યું અને ઊભો થયો...

પોતાના કપડા પહેરીને , બૂટ પહેરીને દરવાજા તરફ આવ્યો ...ઘડિયાળ માં સમય જોઇને નક્કી કર્યું કે હજી દૂધ વાળો પણ નહિ આવ્યો હોય એટલે બહાર કોઈ નહિ હોય...ધીમેથી દરવાજો ખોલીને બહાર થી તાળું મારીને દરવાજા ની ચાવી અંદર જઈ શકે એવી ડિઝાઇન માંથી ચાવી નો અંદર ઘા કરીને અભી સડસડાટ ત્યાંથી નીકળી ને ઘરે પહોચ્યો...

પોતાની કાર ની ચાવી માં ઘર ની ચાવી હતી...જેથી અભી અંદર આવ્યો અને ધીમા પગલે એના રૂમ તરફ ગયો....

નીયા નો ઉઠવાનો સમય થતાં એ ઉઠી ...એનું માથું ફરી રહ્યું હતું... ભારે ભારે લાગી રહ્યું હતું...માથા ઉપર હાથ મૂકીને એ બેઠી થઈ....બેઠા થતાં જ એને ખ્યાલ આવ્યો કે એના શરીર પર કપડા નથી ...ધાબળો પકડી રાખીને એ બેઠી હતી...એને સ્નેહા નો વિચાર આવ્યો ત્યારે યાદ આવ્યું કે સ્નેહા કાલે જ મુંબઈ જવા નીકળી ગઈ હતી ત્યારબાદ પોતે અભી ને મળવા ગઈ અને ઘરે આવી હતી ...
નીયા ને બધું યાદ તો ન હતું પરંતુ અહી શું થયું હશે એ એને સમજાય ગયું હતું....ધાબળો ઓઢીને એ ફરી બેડ ઉપર ઉંધી પડી...

કાલ ની રાત યાદ કરીને એની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા...ત્રણ ચાર આંસુ વહેતા જ નીયા એ આંખો બંધ કરી દીધી અને જોર જોરથી રડવા લાગી...

(ક્રમશઃ)

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Usha Fulwadhva

Usha Fulwadhva 6 months ago

Udita Amlani

Udita Amlani 7 months ago