Jungle raaz - 14 - last part books and stories free download online pdf in Gujarati

જંગલ રાઝ - ભાગ - ૧૪ - છેલ્લો ભાગ

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા મંગળસુત્ર શોધવા વળગે છે. ત્યા અચાનક જ પ્રચંડ વેગે વાયરો ફુંકાય છે. વાદળો ગરજવા માંઙે છે. વિજળી ના કઙાકા થાય છે. કાળા ભમ્મર વાદળો માથા પર ફરવા માંડે છે અને ત્યા જ વિરલ અચાનક આવી જાય છે. હવે જોઈએ આગળ....................
વિરલ બધા પર હુમલો કરી દે છે. એક પ્રેત સામે માણસો ની તાકાત કેટલી ચાલે? બધા જ એ પ્રેત સામે લાચાર થઈ ગયા. બધા ની હાલત જોઈ મેઘના ઘબરાઈ ગઈ. એ તરત જ કરણ પાસે દોઙી ગઈ કરણે મેઘના ના કાન મા કશુ કહ્યુ મેઘના એની વાત માની ગઈ. મેઘના ને કરણ ની પાસે જોઈ વિરલ ખુબ જ ગુસ્સે થઈ ગયો. એણે કરણ ને ગરદન થી પકઙી ને ઊંચો કરી દીધો. કરણ એનાથી છુટવા તરફઙવા લાગ્યો. મેઘના એ જોઈ ન શકી એણે તરત જ કહ્યુ કે વિરલ એને છોઙી દે તને આપણા પ્રેમ ની કસમ છે. આ વાત સાંભળી વિરલ કરણ ને છોઙી દે છે. પણ પછી એને યાદ આવે છે કે આ તો પાછલા જન્મ મા અજય હતો જેણે અમને અલગ કરવા મા મનિષા ના ઘર વાળા નો સાથ આપ્યો હતો એટલે એણે પાછો કરણ ને ગરદન થી પકડી લીધો. મનિષા એ ફરી એને છોઽવાનો કહ્યુ. પણ એણે ના માન્યુ તો મનિષા એ કહ્યુ કે જો તુ એને નય છોઙે તો એ પોતાનો જીવ આપી દેશે. પછી ફરી તુ તારા પ્રેમ ને પામવા માટે ભટકતો રહીશ. આ સાંભળી વિરલ કરણ ને છોડી દે છે.
વિરલ : ના મનિષા મે તારી બોવ રાહ જોઈ છે, હવે નય તુ જે કહીશ એમ જ થશે તુ આવીશ ને મારી સાથે.
મેઘના : હા હુ આવીશ પણ આમ જ નય પહેલા મારી સાથે લગ્ન કર .
વિરલ : હા હુ તારી સાથે લગ્ન કરીશ આપણા લગ્ન ની ચોરી પણ હુ જ સજાવીશ .
વિરલ લગ્ન ની તૈયારી કરે છે. આ બાજુ કરણ ને થોડો સમય મળી જાય છે મંગળસુત્ર શોધવાનો પણ એને ખબર જ નય હોતી કે એ મંગળસુત્ર ક્યાં હોય છે. એ વિચારે છે પછી એને લાગે છે કે કદાચ વિરલ ને જ્યાં લટકાવીને માર્યો હતો ત્યાં જ હોવુ જોઈએ. એ મેઘના ને બોલાવી ને બધી વાત કરે છે. મેઘના બધુ સમજી જાય છે. એ વિરલ પાસે જાય છે.
મેઘના : વિરલ મારી એક વાત માનીશ!!
વિરલ : હા જરુર માનીશ બોલ.
મેઘના : મારી ઈચ્છા છે કે આપણે ત્યા લગ્ન કરીએ જયા તને મારી નાંખ્યો હતો. આપણા લગ્ન ની શરુઆત હુ ત્યાં થી જ કરવા માંગુ છુ. શુ તુ મને એ જગ્યા એ લઈ જઈશ?
વિરલ : તારી ઈચ્છા હુ જરુર પુરી કરીશ ચાલ આપણે ત્યા જઈએ.
વિરલ આગળ ચાલવા માંઙે છે.મેઘના એની પાછળ જાય છે. એ બંન્ને ની પાછળ સંતાઈને કરણ પણ જાય છે. એ લોકો ત્યા પહોચી જાય છે જ્યાં વિરલ ને માર્યો હોય છે. મેઘના વિરલ ને કહે છે કે હુ જાણુ છુ કે તુ તારી શક્તિ થી એક ક્ષણ મા જ લગ્ન ચોરી ઊભી કરી દઈશ. પણ મારી ઈચ્છા છે કે તુ એક સામાન્ય માણસ ની જેમ મહેનત થી ચોરી સજાવ. વિરલ એની વાત માની ને સામાન્ય માણસ ની જેમ તૈયારી કરવા લાગે છે. આ બાજુ કરણ મંગળસુત્ર શોધે છે. વિરલ ફટાફટ ચોરી તૈયાર કરી દે છે. વિરલ મેઘના ને ચોરી મા બોલાવે છે. મેઘના ચોરી મા જાય છે. વિરલ બધી વિધિ શરુ કરી દે છે. આ બાજુ કરણ બોવ જ શોધે છે છતાં પણ એને મંગળસુત્ર મળતુ નથી. હવે ફેરા ફરવા નો વારો આવે છે ત્યારે અચાનક કરણ ની નજર વઙ ના ઝાઙ ની નીચે રહેલા ખાઙા પર પડે છે. એ ત્યા જઈને એ ખાઙા ને વધુ ખોદે છે, ત્યાંથી એને એ મંગળસુત્ર મળે છે. જે નષ્ટ કરવાથી વિરલ ની આત્મા ને મુક્તિ મળી જશે. કરણ તરત જ એ મંગળસુત્ર લઈ ને ચોરી પાસે પહોંચે છે. કરણ ને જોઈ વિરલ ગુસ્સે ભરાય છે. એ કરણ ને મારવા આવે છે કે કરણ તરત જ એના હાથ મા રહેલું મંગળસુત્ર કુંડ મા ફેંકી દે છે. મંગળસુત્ર સળગતા ની સાથે જ વિરલ ની આત્મા પણ આગની જ્વાળાઓમા લપેટાઈ જાય છે. વિરલ દર્દ થી નુ મો પાઙી કહે છે કે તમે મારી સાથે દગો કર્યો. પણ હુ પાછો આવીશ તમને કોઈને નય છોઙુ મનિષા મે તો તને પ્રેમ કર્યો પણ તે મારી સાથે જ દગો કર્યો હુ તને પણ નય છોઙુ. થોઙી જ વાર મા એ હવા મા અદૃશ્ય થઈ જાય છે. મેઘના દોઙી ને કરણ ને વળગી પડે છે. આખુ વાતાવરણ એકદમ શાંત થઈ જાય છે. કરણ અને મેઘના એમના બધા દોસ્તો ને ભાન મા લાવી તાંત્રિક ની ઝુપઙી બાજુ જાય છે.
મિત્રો મારી આ ધારાવાહિક અહીં સમાપ્ત થાય છે. આપ સહુ ને આ ધારાવાહિક કેવી લાગી એ જરુર કહેજો. તો ચાલો હવે ફરી મળીશુ એક નવી ધારાવાહિક સાથે આવ જો.............................