My Loveable Partner - 2 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 2 - બેચલર પાર્ટી

મમ્મી : ધરું....
ધારા : શું છે આ મમ્મી ને??
જરા શાંતિ થી બેસવા નથી દેતી.
પાયલ : લગ્ન નું ઘર છે.
ધારા : તો શું થયું પાયલ દીદી??
બધા કામ મારે જ કરવાના.
યશ : તું સૌથી જવાબદાર વ્યક્તિ છે અત્યારે.
પાયલ : હાસ્તો.
ધારા : પરંપરા....પરંપરા....
યશ : એને શું કામ બોલાવે છે??
ધારા : એ જશે હવે મમ્મી પાસે.
યશ : એ ફોન પર વાત કરે છે.
પાયલ : તું જઈ આવ ને.
ધારા : યાર....!!
આવી મમ્મી.
મમ્મી : જલ્દી આવ.
ધારા : આવી આવી.
જરા તો શાંતિ રાખ.
તે મમ્મી પાસે આવતા કહે છે.
મમ્મી : લગ્ન નું ઘર છે.
ધારા : ખબર છે.
મમ્મી : તને ભૂખ લાગી છે??
ધારા : ખબર નહી.
મમ્મી : તો કેમ આટલી ચીડાય છે??
ધારા : છેલ્લા 2 દિવસથી છે ને મને કઈ જ ખબર નથી પડી રહી.
મને ભૂખ લાગી છે કે મને ઉંધ આવે છે??
રડવું આવે છે કે હસવું આવે છે??
અરે બાથરૂમ જવા માં પણ વિચાર કરવો પડે છે.
છેલ્લું વાક્ય સાંભળી મમ્મી ને હસવું આવી જાય છે.
મમ્મી : હું તો તને તમારા બધા કઝીન માટે મસાલા વાળું દૂધ લેવા જ બોલાવી રહી હતી.
લે આ લઈ જા.
મમ્મી તેના હાથમાં ટ્રે આપે છે.
મમ્મી : આજ ની રાત છે તમારા બધા પાસે શાંતિ થી થોડો સમય સાથે વિતાવવા માટે.
વિતાવી લો.
હવે કોઈ તમને કામ નહી સોંપે.
ધારા : હા, પ્લીઝ.
મમ્મી : અમે બધા મોટાઓ ઉપર ના રૂમમાં છીએ.
તમે નીચે આરામથી બેસી તમારી વાતો કરો.
ધારા : સારું.
તે દૂધ ની ટ્રે લઈ બહાર આવે છે અને મમ્મી રસોડાની લાઈટ બંધ કરી ઉપર જતા રહે છે.
યશ : આવી ગયા ધરું બેન.
બોલો શું લાવ્યા??
યશ તેને ચીડવતા કહે છે.
ધારા તેને પોતાની મોટી મોટી આંખો બતાવે છે.
યશ : ઓહ માય ગોડ!!
હું તો ડરી ગયો.
તે થોડો પાછળ ખસી જાય છે.
સાથે બેઠા પાયલ અને પરંપરા ને હસવું આવી જાય છે.
ધારા ટ્રે નીચે મૂકી પરંપરા ની બાજુમાં જઈને બેસી જાય છે.
પાયલ : કોની સાથે વાત કરતી હતી??
પરંપરા : મારી કોલેજ ફ્રેન્ડ નો ફોન હતો.
તે લગ્ન માં આવી શકે એમ નથી.
ધારા : માનવી નો ફોન હતો??
પરંપરા : દિશા નો.
ધારા : કેમ નથી આવી શકે એમ??
પરંપરા : તેના સાસુ એ હમણાં 3 દિવસ સુધી ઘરની બહાર રહેવાની ના કહી.
ધારા : ઓહ.
યશ : એક વાત પૂછું યાર??
પરંપરા : હા, પૂછ....
યશ : તમને ડર નથી લાગી રહ્યો??
પાયલ : શેનો ડર લાગવાનો??
યશ : લગ્ન નો??
સાંભળી ત્રણેય બહેનો ફરી હસી પડે છે.
ધારા : યશ, તને લગ્ન નો ડર લાગે છે??
યશ : મે એવું ક્યારે કહ્યુ??
પાયલ : તે કહ્યુ નહી પણ અમે સમજી ગયા.
પરંપરા : બરાબર સમજી ગયા.
ધારા : હા.
ત્રણેય હસતાં હસતાં કહે છે.
યશ : મે જસ્ટ એમજ પૂછ્યું.
પાયલ : અમે પણ જસ્ટ એમજ....
યશ : પાયલ તું છે ને....
પાયલ : હા, હું છું.
ધારા : બહુ મસ્ત છે.
યશ : શું??
ધારા : કઈ નહી.
યશ : બોલને....
ધારા : તું બહુ મસ્ત છે.
પરંપરા : ભાઈ કોનો છે??
પાયલ : સૌથી પહેલાં મારો.
યશ : બધામાં પહેલા તારે જ આવવું છે??
તે પાયલ સામે જોતા કહે છે.
પાયલ : હા.
તે જાણીજોઈને સ્ટાઇલ માં જવાબ આપે છે.
યશ : દુનિયામાં તો મારા કરતા પહેલા આવી જ ગઈ ને.
હજી કેટલું તારે....
પરંપરા : એપિક....
અને એની સાથે જ ફરી એક વાર ત્રણેય બહેનો તેમના એક ના એક ભાઈ ને એકલો મૂકી ને ખડખડાટ હસવા લાગે છે.
યશ : આમાં આટલું હસવા જેવું શું હતુ??
યશ ને સમજાતું નથી.
ધારા : તારે એન્જીનીયર નહી.
સ્ટેન્ડ અપ કોમેડીયન હોવું જોઈતું હતુ.
પાયલ : હું તો એને ઘણી વખત એજ કહું છું.
પરંપરા : સાચે યાર.
યશ : હું તમે લોકો પણ છો ને....
ધારા : તું પણ છે ને....
પાયલ : ચાલો, દૂધ પી લઈએ.
યશ : તું તો એવી રીતે કહે છે જાણે....
પરંપરા : યશ....
યશ : મજાક કરું છું.
મને ખબર છે....
એના માટે તો ગોવા જ જવું પડે.
પરંપરા : હું આજ સુધી ગઈ નથી.
યશ : ગોવા??
પરંપરા : હંમ.
ધારા : મે 2 વર્ષ પહેલા ઓફર આપેલી કે મારી સાથે ચાલ.
પણ....
પાયલ : સત્યવાદી પરંપરા....
પરંપરા : એમ નહી.
યશ : તો કેમ??
પરંપરા : ત્યારે....ત્યારે....
પાયલ : બહાનાં નહી હો.
ધારા : બસ, એને ઠીક નહોતું લાગ્યું.
પાયલ : શું તે આજ સુધી તેમના થી છુપાવીને કઈ નથી કર્યું??
પરંપરા : એવું નથી.
ધારા : પણ મારી કારણ નહી હોવાના પણ કારણ છે.
પરંપરા : છોડો ને આ બધી વાત યાર.
બીજી ઘણી બધી વાતો છે અત્યારે કરવા માટે.
પાયલ : હંમ.
હનીમૂન....
પરંપરા : પાયલ....
યશ : એ હસી....એ હસી....
પાયલ : તો જીજૂ ક્યાં લઈ જવાના છે??
પરંપરા : સરપ્રાઈઝ છે.
યશ : ઓહ!!
પાયલ : ખરેખર??
પરંપરા : હા.
ધારા : મને ખબર છે.
પાયલ : કહે ને.
પરંપરા : મારી સામે નહી.
ધારા : પછી કહીશ.
પાયલ : ઓકે.
યશ : હવે શું કરીએ??
હનીમૂન પર પણ ચર્ચા કરી લીધી.
એક બીજાને ચીડવી પણ લીધા.
ધારા : ડાન્સ.
બેચલર પાર્ટી માં ડાન્સ તો કરવો પડે ને.
પાયલ - પરંપરા : બેચલર પાર્ટી??
યશ - ધારા : યસ.
યશ : એ પણ ખાસ મસાલા વાળું દૂધ પીતા પીતા.
તે હસે છે.
પરંપરા : ધારા....
ધારા : મમ્મી ને ખબર છે.
વાંધો નહી આવે.
પરંપરા : પણ સ્પીકર માં મ્યુઝીક....
ધારા : યશ આપણા માટે નવા હેડફોન્સ લઈને આવ્યો છે બોમ્બે થી.
યશ : યસ.
પાયલ : ક્યારે લાવ્યો??
યશ : લઈ આવ્યો બસ.
ધારા : તો આજની પાર્ટી ના DJ છે મિસ્ટર યશ વાનાવાલા.
પાયલ : યે........!!!!
યશ : અને ટેકનોલોજી ની મદદ થી આપણે એક સાથે 4 હેડફોન્સ માં એક જ મ્યુઝીક સાંભળી શકીશું.
ધારા : તો પાર્ટી શુરૂ કી જાયે દુલ્હનિયા જી??
પરંપરા : હો જાયે....
યશ : સારે ખડે હો જાઓ.
પાયલ : હો ગયે.
યશ : અબ જરા હેડફોન્સ પહેન લીજીએ.
ચારેય તેમના હેડફોન્સ પહેરી લે છે.
યશ મ્યુઝીક ચાલુ કરે છે અને ચારેય સાથે ડાન્સ કરવા લાગે છે.

* * * *


~ By Writer Shuchi



.