My Loveable Partner - 6 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 6 - અનમોલ સંગ....

થોડા દિવસ બાદ

પરંપરા : હેલ્લો....
પાયલ : હેલ્લો....
પરંપરા : પાયલ....
આટલી રાત ના??
શું થઈ ગયુ??
પાયલ : પરંપરા, હું....હું અને અનમોલ ભાગી રહ્યા છે.
પરંપરા : વોટ??
બાજુમાં સૂતો સ્મિત પરંપરા ના અવાજ થી જાગી જાય છે.
સ્મિત : શું થયું??
પાયલ : અત્યારે.
પરંપરા : પાયલ, મારી વાત સંભાળ....
પાયલ : પહેલા હું જે કહું છું તે તું સાંભળી લે.
આઈ એમ સોરી.
પણ હું અહીંયા એટલા માટે જ રોકાઈ હતી કારણ કે....
પરંપરા : પાયલ......
પાયલ : અમારો પહેલેથી આ પ્લાન હતો.
પરંપરા : પાયલ, તું ક્યાં છે અત્યારે??
સ્ટેશન પર?? બસ સ્ટેન્ડ??
પાયલ : હું હમણાં કોઈ ને નહોતી જણાવવાની.
કેટલા સમયથી રોકેલા આંસુ હવે વહેવા લાગે છે.
પાયલ : પણ મને લાગ્યું ખાલી તને કહી દઉં.
તો મને પણ થોડી રાહત લાગશે.
પરંપરા : અનમોલ તારી સાથે છે હમણાં??
પાયલ : તે તેની ગાડી લઈને આવી રહ્યો છે.
પાયલ પોતાના આંસુ લૂછે છે.
પરંપરા : હજી 4 મહિના પૂરા નથી થયા તમને મળ્યા ને અને....
પાયલ : પણ પ્રેમ થઈ ગયો.
સ્મિત : ક્યાં છે તે??
પરંપરા : પરંતુ એક બીજાને જાણવા માટે તો હજી સમય લો.
અને માસા માસી સાથે હું, સ્મિત, યશ આપણે બધા ભેગા વાત કરીશું.
તે સમજી જશે અને લગ્ન પણ કરાવશે.
સ્મિત : ક્યાં છે ક્યાં તે??
પરંપરા : તું ફ્રસ્ટેટેડ છે એ હું સમજુ છું.
પણ આમ ઉતાવળ માં કોઈ નિર્ણય નહી લઈ શકાય.
આ આખી જીંદગી નો સવાલ છે.
પાયલ : અનમોલ સારો છોકરો છે.
પરંપરા : અફકોર્સ તે સારો છે.
બટ પાયલ....
પાયલ : તે મારા કરતા 4 વર્ષ નાનો છે.
અને આ કારણસર મમ્મી પપ્પા ક્યારેય નહી માને.
પરંપરા : આપણે વાત કરીશું ને.
પાયલ : તને લાગે છે એવું પણ એ લોકો નહી માને.
મે યશ ને પણ ફોન નથી કર્યો.
હું તને નીકળતા પહેલા ફોન કરી રહી છું શું કામ??
પરંપરા : નીકળતા પહેલા??
તે સ્મિત સામે જુએ છે.
સ્મિત : હું ધારા ને ફોન કરું છું.
પાયલ : જીજુ ને કહે ધારા ને ફોન નહી કરે.
પરંપરા : તને સંભળાય ગયુ....
સ્મિત : ફોન સ્પીકર પર કર.
હેલ્લો પાયલ....
પાયલ : જીજુ પ્લીઝ.
સ્મિત : મારી વાત સમજ....
પાયલ : નથી સમજવું મારે કઈ.
થાકી ગઈ છું હવે.
પરંપરા : એક વાર લગ્ન થઈ જશે પછી વાત પૂરી નહી થઈ જાય.
સ્મિત : ઉલ્ટા ની વધશે બધી વાતો.
અને જે છોકરાના ભરોસે તું તારા જીવનનો નિર્ણય લઈ રહી છે એ આગળ જઈને....
પાયલ : એ એવું કશું નહી કરે.
પરંપરા : એક વાર હજી વિચાર કરી લે પાયલ.
પાયલ : બીજો કોઈ છોકરો મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી.
પણ અનમોલ એ સામે થી આવીને મને પુછ્યું.
સ્મિત : તેના પરિવારમાં....
પાયલ : એટલે જ તો અમે ભાગી રહ્યા છીએ.
સ્મિત : સારું, ઠીક છે.
અમારા ઘરના દરવાજા હમેશાં તમારા માટે ખુલ્લા છે.
અહીંયા થી જ્યાં પણ જાવ કે કઈ જરૂર હોય તો અમને ફોન કરજો.
જ્યાં સુધી તમે લોકો નહી કહો અમે કોઈને કઈ નહી કહીશું.
પાયલ : થેન્કયુ જીજુ.
સ્મિત : ઓલ ધ બેસ્ટ.
પાયલ : થેંક્સ.
બાય.
સ્મિત : બાય.
બંને ફોન મૂકી દે છે.
પરંપરા : સ્મિત....
સ્મિત : આપણે ગમે તેટલા પ્રયત્નો કરતે....
પાયલ નક્કી કરી ચૂકી હતી.
જો અત્યારે તેને વધારે સમજાવ સમજાવ કરતે તો કદાચ એ આપણે પણ પાછો ફોન નહી કરતે.
અને જો કઈ થાય તો તે જાતે જ પોતાના પાછા આવવાના રસ્તા બંધ કરી દેતે.
હવે ગમે ત્યારે તેને પાછા આવવું હોય તેની પાસે એક રસ્તો છે.
એક ઘર છે.
પરંપરા : તારી વાત સાચી છે.
અત્યારે તે કઈ પણ સમજવાની સ્થિતિ માં નહી હતી.
પણ શું ખરેખર અનમોલ તેના માટે યોગ્ય છે??
સ્મિત : આપણે તેને 1 જ વખત મળ્યા છે.
ત્યારે તો તે સારો જ લાગ્યો હતો.
અને આવી રીત ની પહેલી મુલાકાતમાં તો આમ પણ બધા સારી જ ઈમ્પ્રેશન ક્રિયેટ કરે.
પરંપરા : હા.
પણ....આ બંને સાથે....
સ્મિત : તારી ફિકર એની જગ્યાએ બરાબર છે પણ તેમને આ અત્યારે કરવા જ દેવું પડશે.
પરંપરા : હું સમજુ છું પ્રેમ થઈ શકે.
અને જ્યારે એ થાય ત્યારે દેખાવ એટલો મહત્વનો પણ નથી રહેતો.
પણ મને ડર લાગી રહ્યો છે સ્મિત.
હવે જો પાયલ નો ભરોસો તૂટ્યો તો તે કાયમ માટે ભાંગી પડશે.
સ્મિત : આપણે તેમના પર ભરોસો મુકવો જ રહ્યો.
પરંપરા : ભગવાન, પ્લીઝ તેમને યોગ્ય માર્ગ દર્શન આપજો.
સ્મિત : આપણે તેમને સપોર્ટ કરવાનો છે.
તારા આંસુ લૂછ.
પરંપરા : મારા ખ્યાલ થી આપણે ફક્ત ધારા ને કહી દેવું જોઈએ એક વાર.
સ્મિત : હમણાં નહી.
પરંપરા : પણ સ્મિત....
સ્મિત : નહી.
પહેલા તેમની કોઈ ખબર તો આવી જવા દે.

* * * *

ધારા : હેલ્લો....
પરંપરા : ઉંઘમાં છે??
ધારા....હેલ્લો....ધારા....
ધારા : હા....
પરંપરા : સરખી જાગ અને મારી વાત સંભાળ.
ધારા : હંમ.
પરંપરા : ધારા....
ધારા : હા....
પરંપરા : સવાર ના 10 વાગ્યા.
આખી રાત વિડિયો એડિટ કરી રહી હતી કે શું??
ધારા : હંમ.
સવારે 5 વાગ્યા સુધી.
બોલ....
પરંપરા : પૂરી જાગી ગઈ??
ધારા : હા, બોલ....
ધારા ને બગાસું આવે છે.
પરંપરા : સાંભળ, રાત્રે અઢી વાગ્યે પાયલ નો ફોન આવ્યો હતો અને....
તે આખી વાત ધારા ને જણાવે છે.
ધારા : વોટ આર યુ સેઈંગ??
મને કેમ ફોન ના કર્યો તમે બંને એ??
હું લિવિંગ રૂમમાં વિડિયો જ એડિટ કરી રહી હતી.
પરંપરા : સ્મિત તને કોલ કરવા જ જતો હતો પણ પાયલ તે સાંભળી ગઈ અને તેણે ના કહી દીધી અને પછી....
તે સ્મિત એ પાયલ ને જે કહ્યુ તે જણાવે છે.
ધારા : યાર બટ....
પરંપરા : સ્મિત ને નથી ખબર કે હું તને આ વાત કહી રહી છું.
તેણે મને અત્યારે બીજા કોઈને પણ આ વાત કહેવાની ના કહી છે પણ તારું જાણવું જરૂરી હતુ.
ધારા : યશ....
પરંપરા : અત્યારે આપણા 3 સિવાય આ વાત ની કોઈ ને ખબર ના પાડવી જોઈએ.
ધારા : ક્યાં સુધી??
પરંપરા : ખબર નથી.
ધારા : પરંપરા આ વાત આમ....
પરંપરા : એ જ.
મને પણ નથી ખબર કઈ રીતે છુપાવીશું આપણે.
ધારા : હું પાયલ ને ફોન કરું છું.
આપણે બેઉ વાત કરીએ તેની સાથે.
પરંપરા : તે નહી માનશે.
અને હવે તો....
ધારા : મારી સાથે વાત નહોતી કરાતી તેનાથી??
સીધી ભાગી જ ગઈ.
જશે ક્યાં બંને??
આઈ મીન, ગયા ક્યાં??
પરંપરા : નથી અમે પૂછયું, નથી એણે કહ્યુ.
ધારા : યાર....!!
પરંપરા : મારું મગજ જ કામ કરતુ....
અને પછી તો સ્મિત એ વાત કરી હતી.
ધારા : સારું.
હવે મને જરા રૂમમાં જઈને જોઈ આવવા દે.
પછી ફોન કરું તને.
પરંપરા : હા.

* * * *


~ By Writer_shuchi_


☺️

.