My Loveable Partner - 11 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 11 - નંબર

કોયલ : ઉઠો....ઉઠો....
યશ : સૂવા દે ને.
તે ઓઢવાનું સરખું કરતા કહે છે.
કોયલ : નહી.
તે ઓઢવાનું ખેંચી લે છે.
યશ : કોયલ!!!!
તેને જોતા જ તે બેઠો થઈ જાય છે.
કોયલ : ના.
મારું ભૂત તને મળવા આવ્યું છે.
યશ : તો પછી મળીશ.
હમણાં જા.
કોયલ તેને ભેટી પડે છે.
કોયલ : આઈ મીસ્ડ યુ રે.
યશ : મીસ યુ ટુ.
કોયલ : પાયલ ક્યાં છે??
યશ : પહેલા મારું તો પૂછ.
કોયલ : તું તો મારી બાજુમાં જ બેઠો છે.
યશ : રહેવા દે.
તું રહેવા દે.
તે ઉભો થવા જાય છે.
કોયલ : ઓય....!!
કોયલ તેને રોકે છે.
કોયલ : આટલો ભાવ ખાવા કરતા પાઉ ભાજી જ ખાઈ લે.
યશ : તો તું ખવડાવ.
કોયલ : ચાલ.
યશ : એમ નહી.
તારા હાથેથી ખાસ મારા માટે બનાવેલી પાઉ ભાજી ખવડાવ.
કોયલ : એને હજી વાર છે.
યશ : હજી કેટલી??
3 વર્ષ તો રાહ જોઈ વળી.
કોયલ : થોડી હજી.
યશ : ક્યારે આવી??
કોયલ : ગઈકાલે રાત્રે.
યશ : કહેવાતું નથી??
કોયલ : સરપ્રાઈઝ આપવું હતુ ને તને.
તે યશ ના ગાલ ખેંચતા કહે છે.
યશ : ચાલ, હું પણ તને એક સરપ્રાઈઝ આપું.
કોયલ : આપ.
યશ : હું 10 મિનિટમાં તૈયાર થઈને આવ્યો.
પછી આપણે બહાર જઈએ.
તે કોયલ ની નજીક આવી તેના કાનમાં કહે છે અને તરત ઉભો થઈ બાથરૂમમાં જતો રહે છે.
કોયલ : આ સરપ્રાઈઝ હતુ??
યશ : હા.
કોયલ : બહુ....
યશ : સરસ હતુ ને.
કોયલ : હા.
હું તારી બહાર રાહ જોવું છું.
કહી તે રૂમમાંથી બહાર જતી રહે છે.

* * * *

પાયલ : સોરી યશ.
તે ફોન ઉપાડતા જ કહે છે.
કોયલ : હાય.......!!!!
તે લાંબુ હાય કહે છે.
પાયલ : કોયલ!!
કોયલ : કેમ છો??
પાયલ : તું ક્યારે આવી પેરિસથી??
કોયલ : કાલે.
પાયલ : ને ફોન આજે કરવાનો??
કોયલ : તમે બંને એક સરખા છો.
યશ પણ આવું જ બોલ્યો.
પાયલ હસે છે.
પાયલ : તારા મમ્મી પપ્પા કેમ છે??
કોયલ : મજામાં છે.
હવે મારે તને મળવા સુરત આવવું પડશે.
પાયલ : તો આવ ને.
અમને બધાને મળવા આવ.
કોયલ : આવીશ....આવીશ.
લે....યશ સાથે વાત કર.
કહેતા તે ફોન યશ ને આપે છે.
યશ : હેલ્લો....
પાયલ : સોરી.
યશ : જા માફ કિયા.
પાયલ : પક્કા??
યશ : તું ભી ક્યાં યાદ રખેગી.
પાયલ હસી પડે છે.
પાયલ : કાલે અનમોલ અને તેનો પરિવાર મને જોવા આવવાનો છે.
યશ : તું સાચું કહે છે??
પાયલ : હા.
યશ : તો....
પાયલ : તું સુરત આવી શકીશ??
યશ : હું ને કોયલ આવી જઈએ.
પાયલ : ઘરે કહીને નહી આવતો.
મારી એ વાત કરવાની હિંમત નથી થતી.
યશ : એ તું મારા પર છોડી દે.
અમે આવી રહ્યા છીએ.
પાયલ : સારું.
થેન્કયુ.
યશ : ચાલ હવે, થેન્કયુ વાળી.
મળીએ છીએ.
પાયલ : હા.
બાય.
યશ : બાય.

કોયલ : આપણે આજે સુરત જવાનું છે??
યશ : હા.
પછી યશ તેને બધી વાત કરે છે.
કોયલ : તો ચાલો.
યશ : કહી દેવું જોઈએ??
કોયલ : મને લાગે છે,
પહેલા આપણે મળી આવીએ તો તેમને સામે સરખી અને સારી રીતે રજૂઆત કરી શકીએ.
યશ : હંમ.
હું ટિકિટસ બૂક કરું છું.
તું સામાન પેક કર.
આપણા બંનેનો.
કોયલ : યાર.
યશ : શું થયું??
કોયલ : મને છે ને આ પેકિંગ નામનું કામ જરાય નથી ગમતું.
યશ : મને પણ.
કોયલ : સામાન પેક કરી આપવા કોઈ રોબોટ હોવો જોઈએ નહી??
જે આપણે કહીએ એમ ફટાફટ આપણને પછી લેતા ફાવે એ રીતે સામાન પેક કરી આપે.
યશ : આઈડિયા સારો છે.
3020 આવે એની પહેલા આવા રોબોટ ચોક્કસ બની જશે.
કોયલ : તું બનાવને આવું કંઈક.
યશ હસે છે.
કોયલ તેને ભેટી પડે છે.
યશ : મારું બચ્ચું.
કોયલ હલકું હસે છે.

* * * *

ધારા : નીરજ ને મારો મોબાઈલ નંબર કોણે આપ્યો??
તે કમર પર હાથ મૂકતા કહે છે.
સ્મિત : કેમ??
ધારા : તે આપ્યો??
સ્મિત જવાબ નથી આપતો.
ધારા : સ્મિત, તે આપ્યો??
સ્મિત : હા.
ધારા : કેમ??
સ્મિત : બસ, આપ્યો.
તે ફરી પોતાનું કામ કરવા લાગે છે.
ધારા તેની નજીક આવે છે.
ધારા : બસ, આપ્યો??
તેને ગુસ્સો આવે છે.
ધારા : આ કેવો જવાબ છે??
સ્મિત : એ તારા માટે સારો છોકરો છે.
ધારા : તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે.
અને હવે તું પરંપરા નો હસબન્ડ છે.
એટલે તને બધા હક છે એ બરાબર અને હોવા જોઈએ.
પણ હું લગ્ન કરીશ કે નહી કરીશ.
એ પણ તું નક્કી કરશે??
સ્મિત : જો ધારા....
ધારા : અને જો પપ્પાએ તને આમ કરવા કે મને મનાવવા કહ્યુ છે ને તો....
સ્મિત : મારી વાત તો સાંભળ....
ધારા : કોઈ વ્યાજબી કારણ છે તારી પાસે??
સ્મિત : એણે મને 3 વાર પૂછ્યું.
ધારા : સ્મિત....!!
ફર્ગેટ ઈટ.
કહી તે કેબિન માંથી બહાર નીકળી જાય છે.

* * * *

પાયલ : ઈટસ ઓકે.
ખાલી નંબર જ આપ્યો છે ને.
ધારા : એનો મેસેજ આવ્યો છે.
પાયલ : તો રીપ્લાય આપવામાં....
ધારા : એને આશા બંધાય જશે.
પાયલ : રીપ્લાય નહી કરશે તો રુડ લાગશે.
ધારા : લાગવા દે.
પાયલ : આવી રીતે કોઈનું અપમાન ના કરાય યાર.
મને બતાવ મેસેજ.
ધારા : મે ખોલ્યો નથી.
4 મેસેજ છે.
એનો DP જોયો ખાલી.
પાયલ : છેલ્લો મેસેજ શું છે??
ધારા : How r u??
પાયલ : Hii.
Niraj Here.
Good morning.
How r u??
આ હશે એના મેસેજ.
ધારા : ઠીક છે ને.
પાયલ : જવાબ આપી દે ને.
2 - 4 દિવસ વાત કરીને લગ્ન માટે ના કહી દેજે.
ધારા : સ્મિત એ નંબર આપ્યો જ કેમ??
પાયલ : એ તને સોશિયલ મીડિયા પર પણ તો શોધી શકતો હતો.
ધારા : મારો કોઈ મૂડ નથી અત્યારે.
પાયલ : અને વાતો કરતા કરતા તમારી દોસ્તી થઈ ગઈ તો એ તો સારું....
લગ્ન માટે નહી પણ....
એમ પણ.
ધારા : કેટલું લાંબુ વિચારી રહી છે!!
પાયલ : જસ્ટ અ થોંટ.
ધારા : યા.
આઈ નો.
તે ત્યાંથી પણ ઉભી થઈ જતી રહે છે.

* * * *


~ By Writer Shuchi


☺️

.