My Loveable Partner - 10 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 10 - આ કોઈ નવી શરૂઆત છે કે....??

પરંપરા : તો કેવા લાગ્યા તમને નીરજ કુમાર??
પાયલ : નોટ ધેટ બેડ....
આઈ મીન, પહેલીવાર અમારી નજર મળી તો હું સહેજ વાર માટે તો એને જોતી જ રહી ગઈ.
પરંપરા : ઓહ!!
ધારા : પાયલ....!!
સ્મિત : કોઈએ મને કહ્યુ હતુ કે " મને કંપની આપવા આવજે " અને પછી મારી સાથે તો વાત જ ના કરી.
પાયલ : અચ્છા....!!
સ્મિત : હંમ.
ધારા : તમને લોકોને શું મજા આવી રહી છે આ બધી વાતો કરવાની??
પરંપરા : જેવી મજા તને આવી રહી છે અત્યારે....
પાયલ : એવી જ અમને પણ આવી રહી છે.
સ્મિત : પ્યાર છુપાએ નહી છુપતા.
ધારા : સ્મિત તને તો....
બાજુમાં પડેલો તકિયો ઊંચકી તે સામે સ્મિત તરફ ફેંકે છે.
સ્મિત : ઓહ!!
ધારા જોરમાં વહી રહી છે.
એવુ લાગે છે કઈ.
પરંપરા : ફૂલ સ્પીડમાં.
પાયલ : પાણી લાવું??
વહી વહી થાકી ગયા હશો ને.
ધારા પાયલ ને લુક આપે છે.
સ્મિત : લઈ આવ....લઈ આવ.
પરંપરા ને હસવું આવી જાય છે.
ધારા : પરંપરા....!!
પરંપરા : ચીલ યાર.
બધા જસ્ટ વાતો કરી રહ્યા છીએ.
તું પણ કહી દે....
તને નીરજ કેવો લાગ્યો??
ધારા : એમ સારો છે.
સ્મિત : ફક્ત સારો કે બહુ સારો??
ધારા ફરી સ્મિત ને લુક આપે છે અને વાત ચલાવે છે.
ધારા : તેણે મને જો અમે લગ્ન કરીએ તો લગ્ન પછી કામ કરવાની પણ હા પાડી.
એના મમ્મી પપ્પા, એ પોતે, એના ભાઈ બહેન બધા જ વર્કિંગ છે તો....
પરંપરા : તને ખરેખર ગમ્યો છોકરો??
ધારા : ડિસન્ટ છે.
શાંત છે.
તેના પપ્પા સાથે ફેમિલી બિઝનેસમાં છે.
તેનો ભાઈ શેફ છે.
બહેન ટેટૂ મેકર છે.
મમ્મી બેન્કમાં જોબ કરે છે.
પાયલ ના ફોન ની રીંગ વાગે છે.
પાયલ : અનમોલ.
તેનાથી બોલાય જાય છે.
પાયલ : હેલ્લો....
ફોન ઉપાડી તે વાત કરવા બાલ્કનીમાં જતી રહે છે.
સ્મિત, ધારા અને પરંપરા ત્રણેય એક બીજાની સામે જુએ છે.
સ્મિત : મને તો બધુ બરાબર લાગ્યું.
તને છોકરો ગમ્યો હોય અને....
ધારા : મારે હમણાં લગ્ન નથી કરવા.
પરંપરા : એ વાતને પકડી શું કામ રાખે છે??
હોય શકે કે નીરજ તને જેવો જોઈએ છે એવો જ છોકરો છે.
ધારા : મને નથી ખબર.
મે ક્યારેય એવુ લિસ્ટ નથી બનાવ્યું કે મને મારો લાઈફ પાર્ટનર કેવો જોઈએ છે.
સ્મિત : પરંપરા નો કહેવાનો અર્થ છે,
આપણો વિચાર, આપણી ભાવનાઓ, અમુક આપણા સંજોગો અને સમય પ્રમાણે પહેલા લેવાયેલા નિર્ણયો હવે ના સમય પ્રમાણે બદલાય શકે છે.
કેમકે આપણે બદલતા રહીએ છીએ.
પરંપરા : તું તારી જાતને પણ એક મોકો આપ.
નવો મોકો.
પાસ્ટ ને પાછળ છોડીને.
સ્મિત : હા ધરું.
પાયલ આવે છે.
પાયલ : એક ખુશ ખબરી છે.
ત્રણેય તેની સામે જુએ છે.
ધારા : શું??
પાયલ : પરમ દિવસે....
એટલે કે રવિવારે અનમોલ અને તેના મમ્મી પપ્પા મને ઘરે જોવા આવવા માટે તૈયાર છે.
પરંપરા : એટલે અહીંયા??
પાયલ : યસ.
તે ખુશ થતા કહે છે.
ધારા ઉભી થઈ તેને ભેટી પડે છે.
સ્મિત : વો....હો....!!
પરંપરા : ધીરે.
મમ્મી પપ્પા સૂઇ ગયા હશે.
સ્મિત : સોરી.
બંને એકબીજા સામે જોઈ હલકું હસે છે.
ધારા : આઈ એમ સો હેપ્પી ફોર યુ.
પાયલ જવાબમાં ફરી હસે છે.
પાયલ : યશ.
યશ ને કહી દઉં.
ધારા : તે અત્યારે જાગતો હશે??
પાયલ : મોટેભાગે.
તે યશ નો નંબર ડાયલ કરતા જવાબ આપે છે.
સ્મિત : તારા મમ્મી પપ્પા પણ આવશે જ ને પાયલ....
પાયલ : નથી ઉપાડી રહ્યો.
સૂઇ ગયો લાગે છે.
ધારા અને પાયલ ફરી પોતાની જગ્યાએ બેસી જાય છે.
પાયલ : એક વખત માસા માસી હા કહી દેશે તો મમ્મી પપ્પા જલ્દી માની જશે.
સ્મિત : તું હમણાં તારા મમ્મી પપ્પાને આ વાત નથી કહેવાની??
પાયલ : વિચાર તો નથી.
કારણ કે પપ્પાએ એક વાર જો ના પાડી દીધી તો....
એ ના ની ના જ રહેશે એટલે.
પરંપરા : માસી ને તો કહી દે.
પાયલ : પછી પપ્પાને....
પરંપરા : નહી કહી દે.
ધારા : વાત તો કરી જોઈએ આપણે.
અને એમાં તો યશ પણ આપણી મદદ કરશે.
પાયલ : તમે લોકો કહો છો તો ઠીક છે.
કાલે વાત કરીશ.
ધારા : હું છું ને.
તે હલકું મુસ્કાય છે.
સ્મિત : આપણે પણ નીકળીએ હવે.
પરંપરા : હા, ચાલો.
બંને જવા માટે ઉભા થાય છે.
ધારા : બાય.
પરંપરા : ગુડ નાઈટ.
તે પાયલ અને ધારા ને ભેટતા કહે છે.
પાયલ : કાલે ઓફિસ પર મળીયે.
પરંપરા : હા.
બાય.

* * * *

ધારા : આટલું ટેન્શન નહી લે મારી બેન.
ઊંઘી જા.
પાયલ : હું મારી કરિયર વિશે વિચારી રહી છું.
કેટલા દિવસ સુધી આમ ને આમ બેસી રહીશ??
મારે કંઈક જાતે કરવું છે હવે.
ક્યાં સુધી તારી ઓફિસ પણ આવ્યા કરીશ??
ધારા : તું ત્યાં આવીને કામ જ કરે છે ને.
બધા ને કામમાં તારાથી થતી મદદ જ કરે છે ને.
પાયલ : એ બરાબર ધારા.
પણ મારે મારું કંઈક કરવું છે.
કંઈક એવું કરવું જે કરવું મને સાચા અર્થમાં ગમે છે.
જેનાથી સંતોષ ભરી ખુશી મળે છે.
ધારા : અને એવું શું છે??
પાયલ : મહેંદી મૂકવું.
ધારા : મહેંદી આર્ટિસ્ટ??
પાયલ : હા.
ધારા : તો બની જાવ.
પાયલ : કોઈ બનવા દે ત્યારે ને.
મહેંદી આર્ટિસ્ટ શું બનાવવાનું??
યશ પણ એવું કહે છે.
અરે....એને કેટલી વાર કહું એ કામ પણ સારું છે.
પાર્ટ ટાઈમ કરી લઈશ.
પણ કોઈ કરવા દે મને!!
જોબ ની સાથે પણ??
ટ્રેનિંગ લઈ લીધી મે છુપાઈને.
ધારા : હું કરવા દઉં.
અને હવે તું સુરત માં છે તો શરૂ કરી જ શકે ને.
ભલે પાર્ટ ટાઈમ કરે.
પાયલ : કરી શકું??
ધારા : હાસ્તો.
પાયલ : મારો મતલબ, માસા માસી....
ધારા : કઈ નહી કહે.
અને સાથે સાથે જોબ પણ શોધી લઈશું આપણે.
પાયલ ના ચહેરા પર ખુશી છવાય જાય છે.
ધારા : ચાલ, અત્યારે સૂઇ જા.
કાલે બહુ કામ કરવાના છે.
પાયલ : હા.

* * * *


~ By Writer Shuchi


☺️

.