My Loveable Partner - 5 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 5 - નવી મૂંઝવણ

પરંપરા : મને ઉંઘ નથી આવતી એટલે તારે જાગવું જરૂરી નથી.
તું સૂઇ જા.
સ્મિત : તને કંપની પણ ના આપી શકું??
પરંપરા : પછી તને પણ ઈન્સોમ્નિયા થઈ જશે.
સ્મિત : તો થઈ જવા દો.
પરંપરા : નહી.
શું કઈ પણ બોલે છે??
સ્મિત : અચ્છા, રોજ નહી જાગુ.
પણ આજે તો તારી સાથે જાગવા દે.
તારો પહેલો....
પરંપરા : કઈ પહેલો દિવસ નથી.
તું સૂઇ જા.
1 વર્ષ થી રોજ તો આવું છું અહીંયા.
સ્મિત : તારે મને સુવડાવી જ દેવો છે એમ ને??
પરંપરા : મને જાગવાની આદત છે.
તને નથી.
સ્મિત : વાંધો નહી.
પરંપરા : સ્મિત....
સ્મિત : હા....
પરંપરા : તું આજે બહુ ખુશ છે ને??
સ્મિત : હંમ.
બંને એક બીજાની સામે જુએ છે.
પરંપરા સ્મિત નો હાથ પોતાના હાથમાં લે છે અને તેના હાથ ની રેખાઓ ઉપર પોતાની આંગળી ફેરવવા લાગે છે.
સ્મિત : તને મારા હાથ કેમ આટલા ગમે છે??
પરંપરા : જેમ તને બદામ જેવી આંખો ગમે છે.
એમ મને તારા હાથ, તારા હાથની રેખાઓ બહુ ગમે છે.
પરંપરા મુસ્કાય છે.
સ્મિત ને બગાસું આવે છે.
પરંપરા : સૂઇ જા.
સ્મિત : તારા ખોળામાં માથું મૂકી ને??
પરંપરા : સારું.
સ્મિત ખુશ થઈ પરંપરા ના ખોળામાં માથું મૂકી લાંબો થઈ જાય છે.
સ્મિત : તારા માટે લાઈટ ચાલુ રાખજે.
પરંપરા : મારે જે વાંચવાનું છે એ પણ મોબાઈલમાં જ વાંચવાનું છે.
એટલે લાઈટ બંધ રહે તો વાંધો નહી.
કહેતા તે રૂમની લાઈટ બંધ કરે છે.
પરંપરા : ગુડ નાઈટ.
સ્મિત : ગુડ નાઈટ.

* * * *

મમ્મી : તમે લોકો આખી રાત સૂતા નહોતા??
ધારા : વાતો કરી રહ્યા હતા.
મમ્મી : કમાલ છે!!
થાક્યા નથી કે શું??
યશ : થાક્યા તો છે પણ....
પપ્પા પણ તેમની પાસે આવે છે.
પપ્પા : બહુ વખતે ભેગા થયા છો ને એટલે.
પાયલ : હા.
મમ્મી : અચ્છા, હવે ફ્રેશ થઈ આવો.
બધા સાથે ચા નાસ્તો કરવા બેસીએ.
યશ : અમે તો ફ્રેશ જ છીએ માસી.
ધારા અને પાયલ બંને યશ સામે જુએ છે.
મમ્મી : જરા મોઢું તો ધોઈ આવો ઉપર જઈને.
ધારા : હા ચાલો....
પાયલ : હા માસી.
કહેતા ધારા અને પાયલ ઉભા થાય છે.
એટલે યશ એ પણ ઉભા થવું જ પડે છે.
યશ : ચાલો....
ધારા ને હસવું આવી જાય છે.
યશ : શું??
ધારા : કઈ નહી.
પાયલ : ચાલો, ફટાફટ.
યશ : યાર....!!
પાયલ : પાવાગઢ નથી ચઢવાનો ચાલ.
ધારા ફરી હસી પડે છે.

* * * *

પરંપરા : ગુડ મોર્નિંગ.
સ્મિત : ગુડ મોર્નિંગ.
શું કર્યું આખી રાત??
પરંપરા : વાંચ્યું, મૂવી જોયું અને ગીત સાંભળ્યા.
સ્મિત : સાડી....!!
સ્મિત નું ધ્યાન જાય છે કે પરંપરા એ તો સરસ ભૂરા રંગની સાડી પહેરી છે અને સાથે મેચિંગ જ્વેલરી પહેરી રહી હોય છે.
સ્મિત બેડ પર બેઠો થાય છે અને મોબાઈલ હાથમાં લઈ સમય જુએ છે.
સ્મિત : 8:30.
મને લાગતું હતુ હું 10 વાગ્યા પહેલા ઉઠીશ નહી.
તે ઉભો થઈ પરંપરા પાસે આવે છે.
પરંપરા : કેવી લાગી રહી છું??
તે ઉભી થતા પૂછે છે.
સ્મિત : જોવા દે.
તે ધ્યાન થી પરંપરા ની સુંદરતા નિહાળે છે.
ખુલ્લા વાળ, સાડી, હાથમાં બંગડી, ગળામાં નાના મોતી ની સુંદર માળા, કાનોમાં સરસ લટકતી બુટ્ટી અને ચહેરા પર સ્મિત ને સૌથી વધુ ગમતી તેની મુસ્કાન.
સ્મિત ની ભાષામાં કહું તો 8,880 વોલ્ટ ની પરંપરા ની ખાસ મુસ્કાન.
સ્મિત : ખૂબ જ સુંદર.
પરંપરા : આ પહેલા દિવસ ના વખાણ છે કે....
સ્મિત : આપણે બંને 2 વર્ષથી સાથે છીએ યાર.
પરંપરા હસી પડે છે.
પરંપરા : મજાક કરતી હતી.
સ્મિત : તું પણ ને.
પરંપરા : તું ફ્રેશ થઈ ને નીચે આવ.
હું નીચે જાઉં છું.
સ્મિત : ઓકે.
પરંપરા નીચે જતી રહે છે.

* * * *

યશ : હવે ધારા ના લગ્ન ની વાત શરૂ થશે.
ધારા : તને બહુ ઉતાવળ છે??
યશ : હું તો ખાલી કહું છું.
પાયલ : ધારા ની પછી તારો જ વારો છે.
ધારા : વિચારી લેજે.
યશ : શું વિચારવાનું??
કરવાના તો છે જ ને.
ધારા : એક્ઝેટલી.
મે પણ હમણાં જરા મમ્મી પપ્પા સાથે વાત કરીને 1 વર્ષ માટે મારા લગ્ન ની વાત અટકાવી છે.
પછી તો કોઈ કારણ નહી ચાલશે.
યશ : કરવા જ પડશે.
ધારા : એ પણ અરેન્જડ.
પાયલ : તો તમારે લવ મેરેજ કરવા છે??
ધારા : આઈ વીશ.
યશ : તારા કેમ ના થાય??
જ્યારે પરંપરા દી ના લવ મેરેજ છે??
ધારા : લવ કમ અરેન્જડ મેરેજ છે એમના.
પહેલા 1 વર્ષ બધા થી છુપાવી ને ડેટિંગ કર્યું.
પછી સ્મિત અને તેના મમ્મી પપ્પા સામેથી ધારાની મોટી બહેન માટે સ્મિત નું માંગુ લઈ ઘરે આવ્યા.
સ્મિત ને આપણા ઘરે બધા પહેલેથી ઓળખે અને અમે સાથે કામ કરીએ એટલે ખબર કે છોકરો સારો છે અને વ્યવસ્થિત પરિવાર નો છે.
પાયલ : એટલે ના પાડવાનો તો સવાલ નહોતો.
ધારા : સાથે છોકરો બધાને ગમતો.
એટલે એને એ જ દિવસે સગાઈ થઈ ગઈ અને વર્ષ પછી બધા ની પસંદ ના છોકરા સાથે લગ્ન લેવાઈ ગયા.
યશ : બસ??
માસા માસી કોઈ ને નથી ખબર કે બંને પહેલા 1 વર્ષ પણ....
ધારા : નહી.
યશ : તું પણ એવો કોઈ શોધી કાઢ ને.
પાયલ : યશ!!
ધારા : મારું ફોકસ હમણાં લગ્ન છે જ નહી.
પાયલ : બરાબર.
ધારા : અને આપણે આ જ વાતો કેમ કરી રહ્યા છીએ??
પાયલ : પોઇન્ટ.
યશ : ઓકે.
હું કાલે સવારે પાછો બોમ્બે જઈ રહ્યો છું.
ધારા : કેમ પણ??
પાયલ : આપણે તો રોકાઈ રહ્યા છીએ ને??
યશ : તું અને મમ્મી પપ્પા અહીં જ છો.
હું જઈ રહ્યો છું પાયલ.
બોસ નો ફોન આવ્યો હતો કે મારી 10 દિવસ ની રજા રદ કરવામાં આવી છે એટલે જવું પડશે.
ધારા : ઓકે.
યશ : પાછો આવીશ.
ધારા : હંમ.
પાયલ : મારે એક વાત કહેવી છે.
બધા પ્રસંગ પતી જાય એની જ રાહ જોતી હતી કહેવા માટે.
ધારા : બોલ....
પાયલ : મે અહીંયા આવતા પહેલા મારી જોબ છોડી દીધી છે.
યશ : વોટ??
પાયલ : હા.
યશ : અને આ તું હમણાં કહી રહી છે પાયલ??
ધારા : યશ રિલેક્સ.
યશ : હું તો રિલેક્સ થઈ જઈશ.
મમ્મી પણ થઈ જશે.
પણ પપ્પા નું શું??
પાયલ : મને એનો જ ડર લાગે છે.
યશ : તને ખબર છે ધારા, અહીંયા આવતા પહેલા જ ઘરે કેટલી મોટી બબાલ થઈ છે??
અને પપ્પા કારણ વગર પણ પાયલ ને કેટલું બોલ્યા છે??
પાયલ : એટલે જ તો હું કઈ ના કહી શકી ત્યારે.
હવે હું અહીંયા રહી કામ કરવા ઈચ્છું છું.
યશ : મને કોઈ વાંધો નથી.
ધારા : માસા પણ તમને બંને ને અહીંયા બધા ની વચ્ચે કઈ નહી કહે.
પાયલ : મારી પપ્પાને કહેવાની હિંમત નથી થતી.
ધારા : અમે છીએ ને.
યશ : હું વાત કરી લઈશ.
એ તને અહીંયા રહેવા પણ દેશે.
ધારા : કેમ નહી રહેવા દે??
યશ : સાંજે બધા સાથે કરીએ વાત.
પાયલ : હંમ.

* * * *


~ By Writer Shuchi



.