આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-58 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories Free | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-58

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-58

આઇ હેટ યુ
પ્રકરણ-58
અમદાવાદની સવાર પડી ગઇ હતી. બધાં સવારમાં બધું પરવારી ઓફીસ જવાની ઉતાવળમાં હતાં. રોડ ઉપર ટ્રાફીક ધીમે ધીમે વધી રહેલો. મોર્નીગવોક પર નીકળેલાં ઘર તરફ જઇ રહ્યાં હતાં. અને મસ્તરામ લોકો કીટલી પર ચા પી રહેલાં નાસ્તાનાં શોખનો ચા સાથે મસ્કાબન અને ગરમ ગરમ ગાંઠીયા ફાફડાનો રસાસ્વાદ લઇ રહેલાં. જયશ્રી અને મનીષ પણ ઘરેથી ચા નાસ્તો પરવારીને ફલેટને લોક મારી નીકળ્યાં. મનીષે કાર કાઢી જયશ્રીને બાય કહી ઓફીસ જવા નીકળી ગયો. જયશ્રી એને જતાં જોઇ રહી. એણે એનું એકટીવા સ્ટાર્ટ કર્યુ અને એનાં મનમાં નંદીનીનાં વિચારો ચાલી રહેલાં. એણે વિચાર્યું શનિ રવિ ક્યાં જતાં રહ્યાં ખબરજ ના પડી. ગઇકાલે નંદીની શું કરતી હશે ? શનિવારે રાત્રે એની સાથે વાત થઇ હતી એ એકલીજ છે રવિવારે એણે શું કર્યુ હશે ? એનાં મનમાં હજી રાજ જ છે અને એણે જેટલી એ લોકોની વાતો કરી એ પ્રમાણે એનો અને રાજનો પ્રેમ સંબંધ ગ્રેટ છે.. હતો. નંદીની એની રાહ જોઇ રહી છે હજી એનો સંપર્ક થશે ? હું એને કાલે. ફરીથી ફોન કરીશ. ના.ના આજે જ કરીશ ખબર નહીં મને એનાં અંગે જાણવાનું ખૂબ મને છે. છોકરી સીધી સાદી પણ ખૂબ લાગણીશીલ છે. 
જયશ્રી આમ નંદીનીનાં વિચારો કરતી ઓફીસ જઇ રહી હતી એને એનાં અને મનિષનાં સંબંધો અંગે પણ વિચાર આવી રહેલાં. એણે પોતાનાં સંબંધ અંગે વિચારો ખંખેર્યા ત્યાં ઓફીસ આવી ગઇ. આજે એ રાજ કરતાં થોડી વહેલી આવી ગઇ હતી એણે ઓફીસમાં પ્રવેશ કર્યો. 
ઓફીસમાં પ્રવેશ કરી પ્રવેશહાર પાસે ગણેશની ખૂબ સુંદર મૂર્તિ હતી ત્યાં એ પગે લાગી અને હજી 2-3 જણાંજ આવેલાં. ઓફીસ પ્યુંન ટેબલ લૂછી રહેલો. પ્યુનની નજર જયશ્રી પર પડી અને બોલ્યો મેમ તમે આજે વ્હેલાં આવી ગયાં ? પછી કંઇક યાદ આવ્યું હોય એમ એણે જયશ્રીને કહ્યું મેમ તમારી સાથે બેસતાં હતાં પેલાં સુરત ગયાંને એ નંદીની મેમ માટે કોઇ પાર્સલ આવેલું. મે કીધું એતો સુરત ટ્રાન્સફર લઇને જતા રહ્યાં. પાર્સલ વાળો સુરતની ઓફીસનું એડ્રેસ લઇને પાછો જતો રહ્યો. કોઇક પરદેશથી પાર્સલ આવેલું એવું કીધેલું. 
જયશ્રી આષ્ચર્ય સાથે સાંભળી રહેલી એણે તરતજ પૂછ્યું ક્યારે આવેલો ? શું પાર્સલ હતું ? ક્યાંથી આવેલું ? તારે એ જાણતો કરવી જોઇએ ને ? એણે શું કીધુ શું પૂછેલુ ?
પ્યુને કહ્યું મેડમ એ પાર્સલ કુરીયરવાળો લઇને આવેલો મને નંદીની મેડમ માટે પૂછ્યું મેં કીધુ હવે એ આ ઓફીસમાં નથી કામ કરતાં એમની સુરત બદલી થઇ ગઇ છે એણે મારી પાસે સુરત ઓફીસનો ફોન નંબર માંગ્યો મેં એ ઓફીસનું કાર્ડ આપી દીધુ. અને કહ્યું એક મીનીટ ઉભા રહો હું જયશ્રી મેડમને બોલાવું એ તમને બધી માહિતી આપશે. હું તમને બોલાવવા આવ્યો તમે સરની ઓફીસમાં હતાં. હું પાછો ગયો ત્યારે એ જતો રહેલો. 
જયશ્રીને ખબર નહી શું સ્ફૂર્યું એણે કહ્યું તારે એને ઉભો રાખવો જોઇએ સુરત ઓફીસનું એમજ એડ્રેસ આપી દેવાનું ? ઠીક છે ત્યાં મોકલશે. કંઇ નહીં તું જા આવું કંઇ હોય તો અમને પૂછવાનું પેલા સોરી મેમ કરતો જતો રહ્યો. 
જયશ્રી એની બેઠક પર આવી અને વિચારમં પડી ગઇ નંદીનીને કોણે પાર્સલ મોકલ્યું પરદેશથી ? એનાં કોઇ સગાવ્હાલ ક્યાં છે ? એનો રાજ US છે. એણે મોકલ્યું હશે ?પણ નંદીનીનાં કહેવા પ્રમાણે રાજને ખબર નથી કે એ ક્યાં જોબ કરે છે. કંઇ નહીં નંદીનીને ફોનથી જાણ કરું એમ વિચારી નંદીનીને મોબાઇલ પર ફોન કર્યો. 
"હાં નંદીની જયશ્રી ઓફીસ પહોચી ગઇ ? વાત થાય એમ છે ? નંદીનીએ કહ્યું હાં ક્યારની અને વાત થશેજ ને બોલ કેમ સવારે સવારમાં ? શું થયુ ? જયશ્રીએ નંદીનીને આખી વાત વિસ્તારથી કીધી કે તારાં માટે અહીં શુક્રવારે કોઇ પાર્સલ આવેલું. 
નંદીનીને આષ્ચર્ય થયું એણે કહ્યું અરે મને કોણ કંઇ મોકલે ? મારુ તો પરદેશમાં કોઇ છેજ નહીં આ શું ગરબડ છે અને જે પરદેસમં છે રાજ એને તો ખબર પણ નથી કે હું ક્યાં કામ કરુ છું. એ પાર્સલ વાળાની ડીટેઇલ્સ આપને હું તપાસ કરી લઊં. 
જયશ્રીએ કહ્યું આ આપણાં પટાવાળાએ ડોબાએ પેલાં પાર્સલવાળાને સુરતની ઓફીસનું એડ્રેસ આપ્યુ. મને જાણ કરે એ પહેલાં તો પેલો પાર્સલવાળો જતો રહેલો કાર્ડ લઇને. નંદીની વિચારમાં પડી ગઇ. પછી નંદીનીએ કહ્યું સુરત ઓફીસનું એડ્રેસ લીધું છે તો અહીં આવશે. મારાં માટે આ નવાઇની વાત છે મારું તો કોઇ રહેતુંજ નથી. કંઇ નહી પછી શાંતિથી વાત કરીએ. હું છુટીને પછી તને ફોન કરીશ. બીજી પણ વાત મારે તને જણાવવી છે. હમણાં ઓફીસનું કામ નીપટાવું. એમ કહી નંદીનીએ ફોન મૂક્યો. 
નંદીની વિચારમાં પડી ગઇ કોણ હશે ? કોણે મોકલ્યુ હશે ? ત્યાંજ પ્યુન આવીને કહે મેમ તમને સર એમની ઓફીસમાં બોલાવે છે અને નંદીની બધુ વિચારવું ભૂલીને ભાટીયાની ચેમ્બરમાં ગઇ. 
ભાટીયાએ નંદીનીને કહ્યું નંદીની તને જે ફાઇલો આપી હતી એનો સ્ટડી કરી લીધો ? એનો રીપોર્ટ તૈયાર કરીને મુંબઇ ઓફીસ મોકલવાનો છે. ભાટીયાએ મુંબઇ ઓફીસનું નામ લીધું. અને નંદીની એલર્ટ થઇ ગઇ એણે કહ્યું સર થોડુંકજ બાકી છે. બપોર સુધીમાં તમને બધાં રીપોર્ટ આપી દઇશ. અને સર મારે હાફ ડેની રજા જોઇએ છે. ભાટીયાએ આર્શ્ચયથી પૂછ્યું હાફ ડે ની રજા ? તો આજે ઓફીસજ શા માટે આવી ? અને રજા ક્યા કારણે જોઇએ છે ?
નંદીનીએ કહ્યું સર રીપોર્ટ કંપલીટ કરી તમને આપવાજ આવી જેથી કંઇ કામ અધુરુ ના રહે. અને હાફ ડે રજા એટલે જોઇએ છે કે મારાં અંકલ હાઇકોર્ટ એડવોકેટ છે અહીંની સેશન કોર્ટમાં પણ છે એમની પાસે કોઇ ક્રીમીનલ કેસ આવ્યો છે અને એની નોટ્સ તૈયાર કરવાની છે આવતી કાલે એ અમદાવાદ જવાનાં છે મારે થોડી એમને હેલ્પ કરવાની છે. અહીના DGP પણ સાથે જવાનાં છે. સર તમે રજા આપો તો હું જઇ શકું ?
ભાટીયા નંદીનીની સામે જોઇ રહ્યો અને બોલ્યો તારાં અંકલ એડવોકેટ છે ? ઓહ મને તો ખબરજ નહોતી પછી કંઇક વિચાર કરીને કહ્યું ઓકે તું જઇ શકે છે પણ પહેલાં મને રીપોર્ટ કંપ્લીટ કરીને આપી દેજે. પછી જઇ શકે છે હું મુંબઇનું કંઇક મેનેજ કરી લઊં છું. નંદીની એની આંખમાં આંખ પરોવીને વાત કરી રહી હતી એને ખ્યાલ આવી ગયો કે જયશ્રીએ કીધેલો આઇડીયા કામ કરી રહ્યો છે. એને મનમાં હસુ આવી રહેલું કે આ રંગીન કાગડો હવે મારી સાથે સરખી રીતે વર્તશે પછી ભાટીયાએ પૂછ્યું તારા અંકલનું શું નામ છે ? નંદીનીએ કહ્યું એડવોકેટ નવીનચંદ્ર પાઠક બહુ સીનીયર વકીલ છે. અને ક્રાઇમ કેસ વધારે લે છે. 
ભાટીયાએ કહ્યું ઓહ ઓકે ઓકે મને રીપોર્ટ તૈયાર કરીને મોકલ. ત્યાંજ ભાટીયાએ જોયુ ફોનમાં રીગ આવી રહી છે એણે ટેબલ પરનાં ફોનનું રીસીવર ઉંચક્યું અને હલ્લો કોણ ? હુ ઇઝ સ્પીકીંગ ? ત્યાં સામેથી જે બોલ્યુ ભાટીયાએ નંદીની સામે જોયું નંદીની એની સામેજ ઉભી હતી ભાટીયાએ નંદીનીને કહ્યું નંદીની તારાં માટેનો કોલ છે. તું બહાર લાઇન લઇલે હું અહીંથી મૂકી દઊ છું તારે ખરેખર કામ હોય લાગે છે કોઇ પુરુષ સામેથી વાત કરે છે. નંદીનીને આષ્ચર્ય સાથે ડર લાગ્યો એણે કહ્યું હાં લઉ છું સર બહારથી અને ભાટીયાએ નંદીની ગઇ એટલે ફોન પર રીસીવર મૂકી દીધું. અને ફાઇલ જોવા માંડ્યો. 
નંદીનીએ બહારથી ફોન લીધો અને જોયું કાચમાંથી કે ભાટીયા શું કરે છે. ભાટીયાએ ફોન મૂકી દીધો હતો નંદીનીએ પૂછ્યું હલ્લો કોણ બોલો છે ? ફોનમાં પહેલાં કોઇ બોલ્યુ નહીં પછી નંદીનીએ ફરી પૂછ્યું કોણ બોલો છો ? કેમ કંઇ બોલતા નથી ? એ ફોન મૂકવા ગઇ અને સામેથી બોલ્યું હું વરુણ... તો તું સુરત પહોચી ગઇ છે એમને ? મને જણાવાય નહી ? તને શોધતાં શોધતાં મારાં માથે પાણી આવી ગયાં. તારાં ફલેટ પર તાળુ છે કોઇને ખબર નહોતી તું ક્યાં ગઇ છું એતો સારુ થયુ ચોકીદાર જાણી ગયેલો કે તું ટેક્ષીમાં સુરત જવા નીકળી ગઇ છું ત્યાં કોણ સગલો તારો રહે છે ? સુરત કંઇ દૂર નથી. 
નંદીનીએ આષ્ચર્ય સાથે થોડી ફડક પેસી ગઇ એણે કહ્યું ખબરદાર ફરી અહીં ફોન કર્યો છે તો હું તને પછી ફોન કરુ છું એમ કહી ફોન કાપી નાંખ્યો. 
વધુ આવતા અંકે ---- પ્રકરણ-59

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 month ago

Nimisha Patel

Nimisha Patel 2 months ago

Kinnari

Kinnari 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

Neepa

Neepa 2 months ago