LOVE BYTES - 86 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-86

લવ બાઇટ્સ
પ્રકરણ-86
સ્તવન અને આશા ડ્રીંક એન્જોય કરી રહેલાં અને આશાએ કહ્યું હું બાથરૂમ જઇને આવું છું અને સ્તવન હસ્યો અસર થઇ ગઇ ? અને આશા ગઇ ત્યાં સ્તવનને પાછળથી કોઇનો અવાજ આવ્યો “એય મારાં રાજ્જા સંભાળીને વધુ ના થઇ જાય મારાં નાથ... સ્તવન ચમક્યો એને થયું કોણ બોલ્યું એણે આજુબાજુ જોયું પણ કોઇ નાં દેખાયું ત્યાં આશા બાથરૂમમાંથી આવી અને બોલી ક્યાં ડાફોળીયા મારો છો ? કોને શોધો છો ? હું તો બાથરૂમમાં હતી. પછી હસી પડી.
સ્તવને કહ્યું ના કોઇને નહીં હમણાં એકદમ પવન વાયો તો હું જોતો હતો બંધ રૂમમાં ક્યાંથી આવ્યો ?
આશા કહે સ્તવન બસ હવે ના પીતાં તમને ચઢી ગઇ છે ચલો આપણે સૂઇ જઇએ મને તો ખૂબ ઊંઘ ચઢી છે આવી જાવને સ્તવને કહ્યું આટલો પેગ પુરો કરીને આવું છું તુ સૂઇ જા અને આશાએ કહ્યું જલ્દી આવજો એમ કહી એ સૂઇ ગઇ એને ખૂબ નીંદર આવી રહી હતી. થાક, નશો અને સંતોષ બધુજ ભેગુ થયું હતું એ ઘસઘસાટ સૂઇ ગઇ.
સ્તવને નવો પેગ બનાવ્યો એને હજી સંતોષ નહોતો એણે આશા તરફ જોયું એ ઘસઘસાટ ઊંઘતી હતી. એ આશાને જોઇ રહ્યો પછી એણે ટેબલ તરફની લાઇટ ચાલુ કરી બાકી રૂમની બધીજ મોટી લાઇટો બંધ કરી દીધી રૂમમાં માત્ર આછુ અજવાળું રહ્યું એ પાછો ટેબલ પાસે ખુરશીમાં આવી બેઠો.
આછા પ્રકાશમાં જાણે એને પીવાની મજા આવી રહી હતી એણે એનાં મોબાલઇમાંથી એને બનાવેલા અને સેવ કરેલા ગીતોનાં આલ્બમમાંથી ગીત વગાડવા શરૂ કર્યો અને ઇયર ફોન પહેરી લીધાં જેથી આશા ડીસ્ટર્બ ના થાય. એને એનાં પસંદગીનાં પ્રણય ગીતો સાંભળવા શરૂ કર્યા. એને લાગ્યું શરાબ અને શબાબ ઉપરથી ખુશનુમાં ઠંડો માહોલ એ ખૂબ એન્જોય કરી રહેલો.
એનો પેગ પુરો થઇ ગયો. એને મનમાં વિચાર્યુ અહીં મજા કરવા તો આવ્યાં છીએ ઉઠવાની ક્યાં ઉતાવળ છે બીજા બે ત્રણ પેગ પી લઊં શું ફીકર છે ? એણે ગ્લાસમાં આઇસક્યૂબ નાંખ્યા અને આઇસરોક બનાવી ઉપર વ્હીસ્કી નાંખી ના પાણી ના સોડા ઉમેરી-ઓનરોક્સ ડ્રીંકની મજા માણી રહ્યો. ત્યાં એનું ખૂબજ ગમતું ગીત આવ્યું. હવે એને નશો ચઢવા લાગ્યો હતો. એણે સાંભળ્યુ "યે રાતે યે મૌસમ નદી કા કીનારા... યે ચંચલ હવા... અને એને જાણે શરીરમાં અગમ્ય ધ્રુજારી આવી ગઇ એ થોડો લાગણીવશ થયો. ડ્રીંકનાં નશાની સાથે સાથે એને એનો પ્રેમ યાદ આવ્યો એણે એનાં ગળામાં રહેલો મણી જોયો આછા પ્રકાશમાં પણ એ ચમકી રહેલો એનાં હાથમાં મોતીની માળા આવી એણે માળા એનાં શર્ટમાંથી બહાર કાઢી અને એણે પ્રેમ આવેશમાં મણીને ચૂમી લીધો અને એનાં મુખમાંથી નીકળ્યું મારી સ્તુતિ....
એને સ્તુતિ યાદ આવી ગઇ એણે ઓન રોક્સ બનાવેલા પેગ એક સાથે પી ગયો. અને ત્યાંજ એનાં રૂમની બારી ખૂલી ગઇ એમાંથી ખૂબ વેગે પવન ઠંડો ઠંડો ફૂંકાયો સ્તવનનાં વાળ ઉડવા માંડ્યા એની આંખા બારીની બહાર જોઇ રહી હતી એને આનંદ આવી રહેલો ત્યાંજ એક તેજ સિસોટો રૂમમાં આવ્યો અને સ્તવનની આંખો અંજાઇ ગઇ એણે એનાં બે હાથથી આંખો ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. અને બારી ફરીથી જોરથી વસાઇ ગઇ.
સ્તવનને હાંશ થઇ એણે વિચાર્યુ આટલો ઠંડો પવન અંદર આવત આશા ઉઠી જાત. ત્યાંજ એને થયું એનાં ગળામાં કોઇનાં હાથ પરોવાઇ રહ્યાં છે. એણે ડઘાઇને જોયું તો સ્તુતિનો ચહેરો જોયો. એને પહેલી ક્ષણે ખૂબ આનંદ થયો એ બોલ્યો મારી સ્તુતિ આવી ગઇ ? એને નશો ખૂબ થઇ ગયેલો એણે કહ્યું મને એવો નશો ચઢયો છે કે તારાં વિચારે ચઢ્યો અને મને તું દેખાય છે એમ કહી હસવા લાગ્યો.
સ્તુતિ એનાં પગ પર આવીને હળવેથી બેસી ગઇ અને સ્તવનનાં ચહેરાની ખૂબ નજીક ચહેરો લાવી બોલી મારાં સ્તવન હું સ્તુતિજ છું તારાં વિચારો કે કલ્પનાનું રૂપ નથી હું તારી પાસેજ આવી ગઇ છું તે મને એક પોકાર કર્યો હું એક ક્ષણમાં આવી ગઇ મેં તને કહેલુ તું પુકારીશ તો હું આવી જઇશ.
સ્તવને એનાં ચહેરા પર હાથ ફેરવ્યો એનો હાથ સ્તુતિનાં હોઠ પર રોકાયો એનાં હોઠ પર આંગળી ફેરવી સ્તુતિએ આહ ઉદગાર કાઢી કહ્યું બોલાવીને કેમ તડપાવે છે ? સ્તવનને થયું સ્તુતિ તું સાચે જ આવી ગઇ ? ઓહ તું તો આવી શકે છે જઇ શકે છે હું ભૂલ્યો પણ આશા અહીં સૂતી છે ગરબડ થઇ જશે. હું શું જવાબ આપીશ ?
સ્તુતિએ કહ્યું કેમ શું જવાબ આપીશ એટલે ? એને કહી દે કે સ્તુતિ મારી છે હું સ્તુતિનો.. હું તો આજ છું. સ્તવનનાં ચહેરાં પર ડરનાં હાવભાવ આવ્યા. સ્તુતિએ કહ્યું ડરીશ નહીં એ શાંતિથી સૂઇ ગઇ છે હવે એ નહીં ઉઠે ચિતા ના કરીશ હવે આપણે બેજ છીએ. હું ઇચ્છીશ નહીં ત્યાં સુધીએ નહીં ઉઠી શકે.
સ્તવન સ્તુતિ અને આશા બંન્ને તરફ આષ્ચર્યથી જોઇ રહેલો. સ્તુતિએ કહ્યું મારાં રાજાને ડ્રીંક કરવું ખૂબ ગમે છે નહીં ? લાવ હું બનાવી આપું તને યાદ છે હુંજ તને કાયમ ડ્રીંક બનાવી આપતી. એ દિવસે પણ સાંજે તું રાજકાજનાં કામથી થાકીને હવેલી આવેલો અને તને મેં ખૂબ પ્રેમ કરેલો તારાં માટે સોનાનાં પાત્રમાં મેંજ શરાબ પીવરાવેલો અને ખસનાં જાબામાં ઠંડુ કરેલું પાણી સાથે તારું ભાવતું ભોજન યાદ છે ?
જો હું બનાવું એમ કહીને એણે સ્તવનનાં ગ્લાસમાં આઇસક્યુબ સોડા નાંખી વ્હીસ્કીનો લાર્જ પેગ બનાવ્યો અને એનાં હાથેથીજ સ્તવનનાં હોઠને પહેલા ચુંમી લીધાં અને પછી ગ્લાસ હોઠ પર મૂક્યો સ્તવને એક સીપ મારી... સ્તવનને જાણે ખૂબજ નશો થઇ ગયેલો એ સ્તુતિની સામે જોવા લાગ્યો.
સ્તુતિએ કહ્યું સ્તવન આંખો બંધ કર હું કહું એટલે ખોલજે એમ કહી સ્તવનની આંખો બંધ કરાવી થોડીકજ ક્ષણો પછી બોલી ખોલો મારાં રાજ્જા... સ્તવન એને આંખો ફાડીને જોઇ રહ્યો. સ્તુતિ અત્યારે કોઇ રાજકુંવરી લાગી રહી હતી ખૂબ સુંદર ચહેરો મોંઘેરા હીરા મોતી સોનાનાં ઘરેણાં રાજનની પોષાક રેશમી કાપડનાં જરી ભરેલાં ચળકતાં કપડાં એ જોતોજ રહી ગયો. સ્તુતિએ કહ્યું સ્તવન મને હજી ના ઓળખી ? મગજ અને યાદો પર જોર આપો. બોલો હું કોણ છું ? તમે કોણ છો ? જ્યાંથી આપણો પ્રેમ સંબંધ શરૂ થયેલો.
સ્તવન યાદ કરવા મગજ કસી રહેલો એને નશો હતો છતાં એ ભૂતકાળનાં યે ભૂતકાળમાં સરી રહેલો આ જન્મે ટ્રેઇનમાં એને ચઢતાં જોયેલી ત્યારે એને જે લાગણી અને યાદનો ઝબકારો થયેલો આનાંથી આગળ ભૂતકાળમાં અને ગતજન્મમાં સરી ગયો. સ્તુતિનો ચહેરો સતત જોઇ રહેલો એને યાદ કરી રહેલો કોઇ આછો ચહેરો એની સામે આવી રહેલો. પણ હજી બધુ અસ્પષ્ટ હતું એણે સ્તુતિને કહ્યું તને હું ઓળખું છું. મને તારાંથી પ્રેમ થયેલો પણ તું કોણ ? તારુ નામ ? હું દેવરાજસિંહ સોલંકી હું સ્તવન છું આ દેવરાજ... મને કેમ આગળ યાદ નથી આવતું એમ કહી એણે આખો ગ્લાસ મોંઢે માડી દીધો.
સ્તુતિએ કહ્યું મારાં રાજ્જા યાદ કરો બોલો બોલો હું કોણ ?. હજી યાદ ના આવી તમે મને કેટલો પ્રેમ કરતાં હતાં... યાદ કરો મારી પાછળ બાંવરા થઇ ગયેલાં તમે એક રાજપૂત ધરાનાનાં... હું તમારાં રાજાની રાજકુવરી હવે તો મારુ નામ કહો... દેવરાજ બોલો યાદ કરો...
સતત એની સામે સ્તવન જોઇ રહેલો એ ઉભો થયો અને સ્તુતિની સાવ નજીક આવીને ફરીથી એનાં ચહેરા પાસે ચહેરો લાવીને જોવા લાગ્યો. અને યાદ કરવા પ્રયત્ન કર્યો... હજી એ ઊંડો ઊંડો ગત જન્મની યાદોમાં જઇ રહેલો...
સ્તુતિએ હવે સ્તવનની બેગ શોધી કાઢી અને એમાંથી પાઘડી કાઢી લાવી અને સ્તવનની સામે આવીને ઉભી રહી એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં એણે કહ્યું દેવરાજ યાદ કરો. આ પાઘડી જોઇને તો તમને યાદ આવવુંજ જોઇએ જુઓ આ ઓળખો આજે તમને હું યાદ કરાવીનેજ ઝંપીશ આ બળ બળતી યાદોની યાતનામાંથી મુક્ત થઇશ કરીશ....
વધુ આવતા અંકે - પ્રકરણ -87