I Hate You - Can never tell - 63 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-63

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-63

આઇ હેટ યુ
પ્રકરણ-63
શુક્રવારે સાંજ સુધી લીના એને ભાટીયા સર ઓફીસે પાછા આવ્યા નહોતાં. નંદીની અને પારુલ બંન્ને જણાં ઓફીસનાં ટાઇમ પુરો થયો અને ઘરે જવાં નીકળી ગયાં. નંદીનીએ પારુલ સાથે છુટા પડતાં કીધું. હું તને અને લીનાને ફોન કરીશ અને આવતી કાલે ક્યાં મળવું છે એ નક્કી કરીને મળીશું. બાય કહીને બંન્ને જણાં છૂટા પડ્યાં. નંદીનીએ એક્ટીવા ચાલુ કરી પહેલાં ઇયર ફોન પહેરી લીધાં અને જયશ્રીને ફોન કર્યો. પછી એક્ટીવા ચલાવ્યું. જયશ્રીએ કહ્યું વાહ તેં આજે આટલો વહેલો ફોન કર્યો ? તું ઓફીસથી નીકળી લાગે છે હું હવે બસ નીકળુંજ છું અને આજે એક્ટીવા લઇને નથી આવી મનીષ, લેવા આવવાનો છે હું એનીજ રાહ જોઊં છું બોલ નંદીની શું વાત છે ?
નંદીનીએ વરુણનો ઓફીસે ફોન આવેલા અને અમદાવાદ ઓફીસે એજ કોઇને લઇને આવેલો એને ખબર પડી ગઇ કે મેં સુરત ટ્રાન્સફર લીધી. વરુણ સાથે થયેલી વાત અને એને નંદીનીએ કેવો ધમકાવ્યો બધી એણે વાત કરી.
જયશ્રીએ કહ્યું ઓહ તો આ વરુણ આવેલો તપાસ કરવા.. કંઇ નહીં તું એને પૈસા બૈસા આપીશ નહીં સારું થયું તેં બરાબર જવાબ આપ્યાં છે. નંદીની એ કહ્યું હવે અગત્યની વાત સાંભળ... મને ખબરજ નથી પડતી કે મારું નસીબ શું કામ કરી રહ્યું છે. મારો રાજ મારા કઝીન સાથેજ રૂમ શેરીંગમાં રહે છે એ ખબર પડી. રાજ મને ખૂબ યાદ કરે છે. મારાં કઝીને રાજનાં મોઢે મારી બધી વાત સાંભળી પછી એ નંદીની હું જ છું એ કનફર્મ કરવા મને બધું પૂછેલું હું તો સમજી જ ગઇ કે એ મારોજ રાજ છે.
આજે હમણાં ઘરે પહોચી રાત્રે મારાં કઝીન વિરાટ સાથે બધી વાત થશે અને હાં મેં મારી સંપૂર્ણ કંથની મારાં માસા માસીને વિગતે વિગત સાચી કહી દીધી છે મને હવે જાણે કોઇ ભાર જ ના રહ્યો હોય એવું લાગે છે.
જયશ્રીએ કહ્યું અરે નંદીની તારી આ બધી વાતો જાણે હું કોઇ હીન્દી મૂવી જોતી હોઊં એવું લાગે છે જબરજસ્ત મોડ પર આવી છે. તારી વાત કહેવું પડે ખૂબ જ ઇન્ટરેસ્ટીંગ છે તને જેની શોધ હતી ભલે તે કોન્ટેક્ટ કાપી નાંખેલા એ તારી સામે આવીને ઉભું રહ્યું છે.
નંદીની કહે હીન્દી મૂવીતો ખ્યાલ આવી જાય કે હવે શું થશે મારાંમાં તો રોજ નવું પ્રકરણ ખૂલે છે અને ટવીસ્ટ આવે છે હવે આ બધું ચોક્ખું થાય તો સારુ તને હીન્દી મૂવી જેવું લાગે છે અને હું બધુ કેવી રીતે ફેસ કરું છું મારું મન જાણે છે. ખબર નથી હવે હું રાજનો સામનો કેવી રીતે કરીશ ?
જયશ્રીએ કહ્યું નંદીની હું સમજુ છું બધું કંઇ નહીં અત્યાર સુધી આટલી હિંમત રાખી છે થોડી વધારે રાખજે શ્રીજીબાવા બધુ સારું કરશે. પણ મને ફોન કરતી રહેજે. જયશ્રીએ કહ્યું મારે પણ તને કહેવુ હતું મારે ગયા અઠવાડીયે મનીષ સાથે થોડી માથાકૂટ થયેલી... કંઇ નહીં બધો મારોજ વાંક હતો. કંઇ નહીં આ બધુ પછી કહીશ...
નંદીની કહે તને તો કહ્યાગરો કંથ અને સમજદાર પતિ મળ્યો છે પછી તારે શું માથાકૂટ થઇ ?
જયશ્રી કહે અરે બધી રીતે સારો છેજ પણ એ ખૂબ વાસ્તવવાદી છે જરાય રોમેન્ટીક નથી શું કરું ? એને આખો વખત કેટલી પોલીસી મળી કેટલું કમીશન મળશે ? કેટલો પગાર વધશે ? એનીજ ચિંતા રહે છે આવીને એટલો થાકેલો હોય છે કે પછી કશા કામનો નથી રહેતો. પછી એનેજ હસુ આવી ગયું બોલી એને પ્રેમ કરતાંજ નથી આવડતો. તું અને રાજ હજી મળ્યાં નથી કેટલો પ્રેમ કરો ? રાજ તને કેટલો પ્રેમ કરે ? તું એને કેટલો યાદ કરે ? હવે ઇશ્વરે મિલનની ઘડી તમારી નજીક લાવ્યા હોય એવું લાગે. તમારાં લોકોનો પ્રેમ - પાત્રતા અને વિશ્વાસ જોઇ મને મારાં ઉપર.. ઠીક છે તારી ઇર્ષ્યા આવી જાય છે.
નંદીની હસી પડી અરે જયશ્રી તુંજ મનીષ ને એટલો પ્રેમ કર અને જતાવ કે એ બધાં કામ છોડી બસ તારી પાછળજ રહે તું શરૂઆત કર બધુ થાળે પડી જશે તમે બંન્ને કેટલાં સમજુ છો. હું અને રાજ ખૂબ પ્રેમ કરતાં અને જો અમારે છુટા પડવું પડ્યું હવે મળવાની ઘડી નજીક આવી રહી છે ત્યારે ડર લાગવા માંડ્યો છે.
કંઇ નહી બાકીની વાત પછી કરીશું નંદીની મનીષ લેવા આવી ગયો મારે જવું પડશે એની વે બાય પછી શાંતિથી વાતો કરીએ અને ફોન કપાયો.
***********
હેતલે વરુણને પૂછ્યું કેમ તું આવ્યો ત્યારથી આટલો બધો ટેશનમાં છે શું થયું ? પૈસાની વ્યવસ્થા થઇ ? કંઇ નહીં હું કંઇક જુગાડ કરીશ ચિંતા ના કર. મારી પાસે મારી સોનાની ચેઇન છે એ વેચી મારીશું તારાં ચઢેલાં હપ્તા ભરાઇ જશે.
વરુણ હેતલ સામે જોઇ રહ્યો. કંઇ બોલ્યો નહીં મનમાં વિચારવા લાગ્યો કે તારા અને મારાં ફોટા વીડીયો અને ચેટ જે નંદીની પાસે છે એજ વચ્ચે આવી ગયાં નહીતર હું એની પાસેથી પૈસા કઢાવી લેત પણ એ કંઇ બોલ્યો નહી. હેતલે સોનાની ચેઇન વેચવા તૈયારી બતાવી એટલે કૂણો પડ્યો.
હેતલે કહ્યું વરુણ આમ ક્યાં સુધી જીવ્યાં કરીશું ? પેલી તો તને છોડીને જતી રહી. હવે શું કરવાનું છે ? મને પણ ઘરેથી લગ્ન માટે પ્રેશર કરી પરેશાન કરે છે તું અને હું જો હમણાં લગ્ન ના કરવા હોય તો લીવ ઇન રીલેશનશીપમાં સાથેજ રહીએ હું મારું બ્યુટીપાર્લરનું કામ શરૂ કરી દઊં તારે ઘરમાં એ ના કરવા દેવું હોય તો હું કોઇ સારાં મોટાં બ્યુટીપાર્લરમાં નોકરી કરી લઊં હું તારી સાથે રહેવા આવી જઇશ તો માં મને બધુ મારાં ભાગનું આપી દેશે જે આપણેજ કામ આવશે પણ એ પહેલાં તારે નિર્ણય લેવો પડશે. મેં ઘરમાં માં-પાપાને બધીજ આપણી વાત કરી દીધી છે. મેં તો એવું કહી દીધુ કે વરુણનાં છૂટાછેડા થઇ ગયાં છે એની સાથે પેલી નંદીની નથી રહેતી ક્યાંક જતી રહી છે.
વરુણે આંખો ઊંચી કરી પછી થોડાં ગુસ્સા સાથે બોલ્યો ક્યાંક જતી નથી રહી સુરત ટ્રાન્સફર લઇને એનાં કોઇ સગાને ત્યાં રહે છે. મેં બધી તપાસ કરી લીધી. આજે મારે એની સાથે વાત પણ થઇ એણે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી ઉપરથી એની પાસે આપણાં ફોટાં વીડીયો ચેટ બધુંજ છે એણે ધમકી આપી કે એને હેરાન કરીશ તો એ પોલીસ કંમ્પ્લેઇન કરશે અને આ બધાં પુરાવા આપશે મારી બધી ચાલ નિષ્ફળ થઇ ગઇ છે.
હેતલે કહ્યું ઓહ એવી વાત છે હું ક્યારની તને કહ્યાં કરુ છું પૂછ્યાં કરું છું તું હવે બોલે છે ? તો હવે શું કરીશ ? એને સાચેજ છૂટાછેડા આપી દે તારી પાસે બીજો રસ્તોજ નથી અને મેં કીધુ એમ આપણે સાથે લીવ ઇન રીલેશનમાં રહીએ અથવા લગ્ન કરી લઇએ.
વરુણે ખીસામાંથી સીગરેટ બોક્ષ કાઢ્યું અને લાઇટર સીગરેટ સળગાવી અને કસ મારતાં કહ્યું બધી વાતે ઉતાવળી ના થા મને વિચારવા દે. એમ હું એને છોડી દઇશ ? રૂપિયા તો ઓકાવીને રહીશ મારે એનાં પ્રેમી અંગે હવે બધી વાત જાણવી છે એ જાણી લઊં પછી પાકી ખબર પડે કે આગળ શું પ્લાન કરવો હમણાં તો મારાંથી કંઇ થઇ નહીં શકે. અને તારે અહીં રહેવા આવવું હોય તો આવી જા મને વાંધો નથી અને તું સાચેજ કહે છે તારી ચેઇન વેચી હપ્તા ભરી દઇએ ? તારાં ઘરનાં ચેઇન વિષે પૂછશે તો શું જવાબ આપીશ ?
હેતલે કહ્યું તો શું હું ખોટું કહુ છું ? આ લે ચેઇન એમ કહી ગળામાંથી કાઢીને આપી દીધી. મને મારાં મામાએ આપી છે મારાં બાપાની નથી. હું અહીંયા રહેવા આવીશ તો મારાં ભાગનું લઇને આવીશ એમજ નહીં આવું. તારાં માટે કેટલો મને પ્રેમ છે તને એનો એહસાસજ નથી.
વરુણે સીગરેટ ફેકી હેતલને પોતાની તરફ ખેંચી અને વળગીને કીસ્સીઓ કરતાં કહ્યું મને પણ ખૂબ પ્રેમ છે તને મારી ચિંતા કેટલી છે. તે ચેઇન કાઢીને આપી દીધી અને પેલી ઉપરથી મને ધમકાવે છે એને હું ક્યારેય અડ્યો નથી એ કુંવારીજ છે હજી પણ હું એને નહીં છોડું કંઇક તો મારે એને પાઠ ભણાવવોજ પડશે. હેતલે વરુણનો ચહેરો પકડી એને ચુંબન કરવા માંડી છોડને એનું નામ આવીજા મારામાં એમ કહી બંન્ને જણાં એકબીજામાં સમાઇ ગયાં...
***************
નંદીની ઘરે પહોચી ફેશ થઇને માસી પાસે આવીને કહ્યું માસા નથી ? ક્યાં ગયા છે ? માસી એ કહ્યું ખબર નથી કોઇ એમનાં ફ્રેન્ડનો ફોન આવ્યો આવું છું કહીને ગયાં છે મને લાગે તારાં પેલાં રાજનાં પાપા અંગેજ કંઇ વાત હતી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-64

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Roshni Joshi

Roshni Joshi 6 months ago

Sejalbhimani

Sejalbhimani 6 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 7 months ago