LOVE BYTES - 89 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-89

લવ બાઇટ્સ
પ્રકરણ-89
દેવરાજ ગુસ્સાથી પ્રસન્નલતા સામે અંગારી આંખે જોઇ રહેલો અને બોલ્યો મેં તને પૂરી પાત્રતા સાથે અપાર પ્રેમ કરેલો તારી પાછળ બાવરો બની ગયેલો એક એક પળ તારી સાથે જ વિતાવવા તત્પર રહેતો. પણ શું એ ક્ષણ પણ નથી ભૂલ્યો યાદ છે પ્રસ્ન્નલતા ? કર યાદ એ ઘડી પળ.. અને ગુસ્સા સાથે દેવરાજની આંખમાંથી આંસુ ટપકી રહેલાં એણે કહ્યું આંખનાં જળ મારાં રડી રડીને ખુટી પડેલાં.. તે મને... તેં મને.. કર યાદ મંદાકીનીનાં લગ્ન ઉદેપુરનાં રાણાનાં દીકરા ફતેસિંહ સાથે થયાં. એ ઉદેપુર ગઇ એને મૂકવા આપણે સાથે ગયેલાં. ઉદેપુરનો નજારો એનાં સરોવર એના ઝરણાં બધુ જોઇ આપણે પાગલ થઇ ગયેલાં કે કેવો સુંદર પ્રદેશ છે કેવો ઊંચા ઊચા ડુગરા પહાડો અને મહેલો છે. આપણે એમની મહેમાનગતિ ભોગવીને પાછા કુંબલગઢ આવી ગયેલાં. હું રાજકાજમાં વ્યસ્ત રહેતો તારાં પિતાનો પડ્યો બોલ ઝીલતો એમને સદાય મદદરૂપ થતો છતાં એ વ્યસ્ત સમયમાં પણ તને અપાર પ્રેમ કરતો. કુંબલગઢની કોઇ ટેકરી અટારી બાકી નહીં હોય જ્યાં હું તને લઇ જઇને પ્રેમ કરતો મારાં માટે તું મારી આપ્સરા હતી...
પણ મને ક્યાં ખબર હતી કે મારો પ્રેમ મારી અપ્સરા..
મંદાકીનીને બાળક આવવાનું ચે એ સગર્ભા છે એવાં આનંદનાં સમાચાર આપ્યાં. આપણે ઘરે પારણું નહોતું બંધાયુ છતાં મંદાકીનીનાં સમાચાર જાણીને હું ઝૂમી ઉઠેલો કેટલો આનંદ થયેલો.
આપણને રાજમાતાએ વિનંતી કરી હતી કે તમે મંદાકીનીને અહીં લઇ આવો અહીં જ એની પ્રસૂતી કરાવીશું એનું ધ્યાન રાખીશું. અને એમનો બોલ માથે ચઢાવી હું તને લઇને સેવકો સાથે ઉદેપુર ગયેલો અને ત્યાં..
આપણે ત્યાં થોડાદિવસ રહેલાં પછી મંદાકીનીએ કહ્યું આવ્યાં છો તો થોડાદિવસ રહીને પછી નીકળીએ અહીં રાજ એકલાં પડી જશે. પણ મારાં પર સંદેશો આવ્યો કે જયપુરમાં રાજા હરિસિહ તમને યાદ કરે છે ખૂબ અગત્યનું કામ છે હું તને ઉદેપુર મંદાકીની પાસે રાખીને જયપુર જવા નીકળવાનો હતો મેં તને કહ્યું તું હમણાં મંદાકીની સાથે રહે. હું જયપુર થઇને પાછો આવું પછી મંદાકીનીને અને ફતેસિહને પણ સાથે લઇને જઇશું અમ કહી હું સેવકો સાથે પાછો ફરેલો. અન્ રાજા હરિસિહથી એ સમયે તબીયત બગડી હતી અહીં જણાવવાનું નહોતું હું એમની તબીયત સારી થઇ બધુ રાજકાજનું કામ ગોઠવી અને પાછો આવ્યો ત્યારે મહેલમાં મંદાકીની એકલી જ હતી મેં પૂછ્યું પ્રસન્નલતા ક્યાં છે ? તો એણે કહ્યું ફતેસિહજી સાથે શિકાર કરવા ગઇ છે. એણે ખૂબ ના પાડી પણ રાજ માન્યા જ નહી ? અને સાથે લઇને ગયા છે મારી તબીયત ઠીક નહોતી એટલે મેં જ એને સાથે જવા કીધું.
મને આર્શ્ચય થયું એ મંદાકીની દાસીઓથી ઘેરાયેલી હતી મેં કહ્યું કંઇ નહિ હું ધોડેસ્વારી કરતો જઊં છું હું પણ શિકારીની મોજ લેતો આવું એમ કહીને હું મહેલથી નીકળી અને કેટલોય સમય ધોડેસવારી કરતો ગાઢ જંગલમાં પહોચ્યો ત્યાં ફતેહસિંહનો શિકાર મહેલ ઊંચી ટેકરી પર હતો મારી નજર પડી અને હું ત્યાં ઉપર ગયો. ત્યાં મેં શું જોયું ? તું ફતેહસિંહની બાજુમાં બેઠી હતી તમે હસી હસીને વાતો કરતાં હતાં ત્યાં સુધી મને કોઇ શક નહોતો અને ફતેસિહની બાજુમાં બંદુક અને મરેલું હરણ પડેલા જોયા મેં કહ્યુ આ લોકોએ તો શિકાર કરી લીધો છે એ લોકોને મારો પગરવ પણ ના સંભળાયો. ફતેસિહ સોનાનાં ગ્લાસમાં શરાબ પી રહેલો અને મારી નજર સામે એણે તારાં ગળામાં હાથ પરોવ્યો. એનાં શબ્દો હજી મને યાદ છે. એણે તને કહેલું પ્રસુન.. તું ખૂબ સુંદર છે તારી બહેન કરતાં પણ વધુ સુંદર છે હમણાં તારી બહેન આવી શક્તી નથી હું કોની સાથે... પછી એ આગળ બોલ્યો નહીં અનેતારાં ચહેરા પર ઝૂકી ગયો. મારુ રાજપૂતાના લોહી ઉકળી ઉઠ્યું મે રાડ પાડી ફતેસિંહ...
અને તમે બંન્ને જણાં ગભરાઇને મારી સામે જોવા લાગ્યાં.. તું ખૂબ ગભરાયેલી હતી તું કંઇ બોલવા જાય એ પહેલાં જ હું તારી પાસે આવ્યો અને તારાં પર થૂંકીને ત્યાંથી નીકળી ગયો.
હું ત્યાંથી ઝડપથી નીકળી ગયો અને ઘોડા પર સવાર થઇને જંગલ માર્ગે કુંબલગઢ જવા જ નીકળી ગયો મેં તારી ચીસ સાંભળી દેવરાજ... દેવરાજ.. ફતેસિંહ પણ મારી પાછળ દોડ્યો પણ એ શરાબીને હોંશ ક્યાં હતાં ? હું ટેકરી ઉતરતાં ઉતરતાં બધુ પાછળ સાંભળતો ત્યાંથી નીકળી ગયેલો. આખી રાતમેં જંગલ પસાર કરવામાં કાઢી અને સવારે કુંબલગઢ પહોંચી ગયેલો.
આ બધું સાંભળી પ્રસન્નલતા ધુસ્કે ને ધુસ્કે રડી રહી હતી એ બોલી રાજ મારાં દેવરાજ મારી ભૂલ હતી મારી વાત તો સાંભળો પૂરી વાત સાંભળ્યાં જાણ્યાં વિના તમે મને છોડી ગયેલાં હવે તો સાંભળો...
દેવરાજ ગુસ્સાથી લાલપીળો થઇ ગયેલો એની આંખમાં હજી ગુસ્સાનાં અંગારા સળગી રહેલાં એને નફરત થઇ ચૂકી હતી અત્યારે પણ એ કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો.
પ્રસન્નલતાએ કહ્યું દેવરાજ મારી ભૂલ હતી હું કબૂલ કરુ છું મને ફતેહસિંહ એટલું જ કહ્યું કે મંદાકીની આવી શકે એમ નથી તું મારી સાથે આવ વાતોમાં સમય નીકળી જશે અને શિકાર કરવાની મજા આવશે મને અત્યારે કોઇનો સાથ નથી મિત્ર તરીકે તું આવ તું ક્યાં પારકી છું એવું સમજાવી મને લઇ ગયેલાં મંદાકીનીએ પણ મને ઘણું કીધુ તું સાથે જા.
અમે જંગલમાં ગયા એમનો શિકાર મહેલ છે ત્યાં આવ્યાં હું ત્યાં હતી એ શિકાર કરવા એકલાં ગયેલાં હરણનો શિકાર કર્યો અને એને લઇને આવ્યા પછી કહ્યું થોડીવાર બેસીને આપણે નીકળીએ એ મારી સાથે બધી વાત કરી રહેલાં તમારી પણ વાત કરી હતી હું સભાન જ હતી એમણે મદીરાપાન શરૂ કર્યું એ થોડાં બહેકી ગયેલાં એમણે એમનો હાથ મારાં ગળામાં ભરાવ્યો મને કંઇ ખબર પડે પહેલાં એમણે મારાં હોઠ.. ત્યાં તમે આવી ગયાં. મેં જે હતું સારુ જ કીધું. મને કંઇ ખબર જ ના પડી ક્યારે શું થઇ ગયું ?...
દેવરાજ ગુસ્સામાં પણ ખડખડાટ હસી પડ્યો વાહ મારી નિર્દોષ રાણી હજી કેટલાં નાટક કરીશ ? સાલી કુલ્ટા, તું તો એક વેશ્યાથી પણ નીચ છું તે મારો વિશ્વાસ તોડ્યો. તને ઉદેપુર આમ પણ ખૂબ ગમી ગયો તારે તારાં બનેવી સાથે લગ્ન જ કરી લેવાનાં હતાં ત્યાં સુખ સાહયબી અહીં કરતાં વધારે હતી અને ઐયાશી ફતેસિંહ તને ખૂબ પ્રેમ આપત આમેય એ 15 મહીનામાં તારી બહેનને છોડી સાળી જોડે રંગરેલીયા મનાવી રહેલો તો તારાથી ધરાઇ બીજીને પકડત. પણ તેં તો મારો વિશ્વાસ ગુમાવેલો... તને ખબર છે મારી શું દશા થઇ હતી ? મેં તારો શું ગુનો કરેલો ? તને ક્યાં ઓછો પ્રેમ આપેલો ? કે તારે આવું છીનાળુ કરવું પડેલું ? આપણી પાસે શું ઓછું હતું ?
પ્રસન્નલતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી એને હાંફ ચઢવા માંડલો દેવરાજે એની સામે ધ્યાન આપ્યા વિના મહાદેવ તરફ જોઇને કહ્યું આ મહાદેવ સાક્ષી છે મેં તારા સિવાય કોઇનો વિચાર પણ કર્યો હોય તો..
હું કુંભલગઢ આવીને શરાબમાં ડૂબી ગયો શરાબ મારો સાથી હતો એ મને બધાં વિચારો ભૂલાવવામાં મદદ કતો આમને આમ 8 દિવસ વીતી ગયાં. તું મારી ભાળ લેવા શુધ્ધાં ના આવી પ્રસન્નલતાએ કહ્યું અમે 3 દિવસમાં જ મંદાકીનીને લઇને જયપુર આવી ગયેલાં મારે તમારી પાસે જ આવવું હતું. પણ ક્યુ મોઢું લઇને આવું મારી હિંમત જ નહોતી થઇ નહી ફતેસિંહે પણ મારી અને તમારી બધુ માફી માંગી એ તો જતા રહેલાં. મંદાકીનીને વ્હેમ પડ્યો હશે પણ એ કંઇ બોલી નહીં પિતાજીની તબીયત બગડી રહી હતી. તમને યાદ કરતાં હતાં. સંદેશવાહક પણ મોકલ્યાં તમારો કોઇ જવાબ નહોતો.
એકદિવસ હું સૈન્યનાં માણસો સાથે કુંભલગઢ આવી તમે મહેલમાં જ હતાં મેં સેવક પાસે તપાસ કરાવી એણે કહ્યું રાજ સાહેબ સામે અટારી પર ગયાં છે થોડીવાર પહેલાં જ હું ત્યાં....
વધુ આવતા અંકે - પ્રકરણ -90