Radhanpur is flooded with leaven in Gujarati Short Stories by वात्सल्य books and stories PDF | પૂર ઉપર પૂર ખમે તેવું ખમીર ખમે રાધનપુર

Featured Books
Categories
Share

પૂર ઉપર પૂર ખમે તેવું ખમીર ખમે રાધનપુર

"પૂર ઉપર પૂર ખમે તે મારું રાધનપુર"
🙏🏿🌹🙏🏿
#રાધનપુર એ હાલ કચ્છ ના રણને અડી ને આવેલો તાલુકો છે. ઉત્તર ગુજરાતનું બીજું મહત્વનું શહેર છે.અહીંયા હાલ જીરું,ઘઉં,કપાસ,દિવેલા, બાજરી, જુવાર ઘાસ જેવા પાકોનું ખાસ વાવેતર થાય છે. હવે તે પાટણ જિલ્લાનું બીજા નંબર નું શહેર છે.
ભારતમાં આઝાદી પહેલાં કુલ 562 રજવાડાં હતાં. આઝાદી પહેલાં તે બાબી વંશના મુસ્લિમ શાસકોના હાથમાં હતું. તે પહેલાં ચાવડા વંશ ના રતનદેવે સને ૬૦૨ માં વૈશાખ વદ ત્રીજ ના દિવસે આ નગર વસાવ્યું હતું. મત મુજબ તેના નામ પરથી રાધનપુર પહેલાં રદનપુર નામથી ઓળખાતું હતું. આ ચાવડા કચ્છ ના રાજવી વંશના ભાયાત હતા તેવું કહેવાય છે. બીજો મત એવું કહે છે કે બાબી વંશના રાધનખાન બલોચ ના નામથી પડ્યું હોય તેવું પણ અનુમાન છે. પરંતુ રાધનપુર ની સ્થાપના અને પુરાવા ને આધારે ઇસ્વીશન 602 પહેલાં અહીં કોઈ પણ ઇતિહાસ માં નગર હતું નહીં તેવું જાણકારો કહે છે.આ નગરની ફરતે મોટી દીવાલ હતી. તેમજ દક્ષિણ ભાગે નદી વહેતી હતી. કાળક્રમે નદી 5 km વહેણ બદલતાં તે હાલ ગોચનાદ ગામ પાસે વહે છે.રાધનપુરના જુના નામ આ મુજબ પણ ઓળખાતા હતાં... રદ્દનપુર, રાયધનપુર, લુણાવાડા, વઢિયાર, વૃધ્ધિપથક, રાધનપુર વગેરે નામ થી ઓળખાતા હતાં.રાધનપુર આ રાજ્યનું પાટનગર હતું.રાધનપુરની ફરતે કિલ્લેબંધ દિવાલ હતી.આ શહેર તેના રાયડો,અનાજ અને કપાસના વેપાર માટે જાણીતું હતું.મુગલ સામ્રાજ્યના ગુજરાતના શાસનમાં મદદ કરનાર જવાન મર્દ ખાન પ્રથમનો પુત્ર જવાન મર્દ ખાન દ્વિતિય ૧૭૫૩માં રાધનપુરનો સ્વતંત્ર શાસક બન્યો.૧૭૦૬માં જફર ખાન પાટણના સૂબા તરીકે નિયુક્ત થયો હતો અને ૧૭૧૫માં તેનો પુત્ર ખાન જહાં (જવાન મર્દ ખાન પ્રથમ) રાધનપુર અને અન્ય પ્રદેશોનો સૂબો બન્યો. ૧૭૫૩માં મુગલ સામ્રાજ્યના પતન પછી અને આ વિસ્તારમાં મરાઠા શાસનની શરૂઆતના સમયે જવાન મર્દ ખાન દ્વિતિયે સ્વતંત્ર રાધનપુર રજવાડાની સ્થાપના કરી.૧૬ ડિસેમ્બર ૧૮૧૩માં રાધનપુર બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું અને ૧૮૧૯માં બ્રિટિશરોએ નવાબને સિંધમાંથી વારંવાર હુમલો કરતી ખોસા જાતિનો નાશ કરવામાં મદદ કરી હતી.રાધનપુર રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીનો ભાગ હતું, જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું.બે વખત બ્રિટિશરોએ રાજ્યની સત્તા સંભાળી હતી જ્યારે, નવાબો તેમના સગીર અનુગામીને મૂકીને મૃત્યુ પામ્યા હતા.રાધનપુર નવાબે પોતાનું ચલણ બહાર પાડ્યું હતું. જોકે ૧૯૦૦માં રાજ્યે ભારતીય ચલણ અપનાવ્યું હતું.રાજ્યના પ્રગતિશીલ નવાબે દશાંશ પદ્ધતિનો અમલ કર્યો હતો,જેમાં ૧૦૦ ફુલુસ બરાબર ૧ રૂપિયો થતો હતો.આ પદ્ધતિ ૧૯૫૭માં ભારતીય ચલણે અપનાવેલી દશાંશ પદ્ધતિ કરતા બહુ વહેલી અમલમાં મૂકાયેલી.૧૯૪૩માં જોડાણ પદ્ધતિ વડે રાધનપુર રાજ્યને વધારાનો ૨,૨૩૪ ચોરસ કિમીનો પ્રદેશ મળ્યો હતો જ્યારે તેમાં અન્ય રજવાડાંઓ ભળી ગયા હતા.રાજ્યમાં ભળેલા રજવાડાંઓની વસતિ ૩૩,૦૦૦ હતી,જેથી રાજ્યની કુલ વસ્તી ૧,૦૦,૬૪૪ થઇ હતી.રાધનપુર રજવાડાના શાસકો બાબી પઠાણ વંશના હતા અને રાજ્યને ૧૧ તોપોની સલામી મળતી હતી.રાજ્યના શાસકોને નવાબનો ઇકલાબ મળ્યો હતો.તેઓ જૂનાગઢ બાલાશિનોર રજવાડાઓનાં કુટુંબ સાથે સંબંધિત હતા.રાધનપુર રજવાડાનાં શાસકોનું વંશવૃક્ષ
૩૦ માર્ચ ૧૭૫૩ - ૧૭૬૫ જવાન મર્દ ખાન દ્વિતિય (મૃ. ૧૭૬૫)
૧૭૬૫ - ૧૭૮૭ મહમદ નજીમ અદ-દિન ખાન (મૃ. ૧૭૮૭)
૧૭૮૭ - ૧૧ મે ૧૮૧૩ મહમદ ગાઝી અદ-દિન ખાન (જ. ૧૭.. - મૃ. ૧૮૧૩)
૧૧ મે ૧૮૧૩ - ૧૮૨૫ મહમદ શિર ખાન પ્રથમ (જ. ૧૭૯૪ - મૃ. ૧૮૨૫) - નીચેના શાસક સાથે સહભાગી શાસન -
૧૧ મે ૧૮૧૩ – ૧૮૧૩ મહમદ કમાલ અદ-દિન ખાન દ્વિતિય (જ. ૧૮૦૫ - મૃ. ૧૮૧૩)
૧૮૨૫ - ૯ ઓક્ટોબર ૧૮૭૪ મહમદ જોરાવર શિર ખાન (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૭૪)
૧૮૨૫ - ૧૮૩૮ સરદાર બિબિ સાહિબા (બેગમ) - ગાદી સાચવનાર
૯ ઓક્ટોબર ૧૮૭૪ - ૨૦ ડિસેમ્બર ૧૮૯૫ મહમદ બિસ્મિલ ખાન (જ. ૧૮૪૩ - મૃ. ૧૮૯૫)
૨૦ ડિસેમ્બર ૧૮૯૫ - ૨૫ ફેબ્રુઆરી ૧૯૧૦ મહમદ શિર ખાન દ્વિતિય (જ. ૧૮૮૬ - મૃ. ૧૯૧૦)
૨૦ ડિસેમ્બર ૧૮૯૫ - એપ્રિલ ૧૮૯૬ વ. બેલી - ગાદી સાચવનાર
એપ્રિલ ૧૮૯૬ - ૧૯૦૦ માલ્કમ થોમસ લીડ - ગાદી સાચવનાર
જુલાઇ ૧૯૦૦ - ડિસેમ્બર ૧૯૦૧ જર્યોજ બ્રૂડ્રિક ઓ'ડોન્નેલ - ગાદી સાચવનાર
૧૯૦૧ - ઓગસ્ટ ૧૯૦૩ ફેડ્રિક વિલિયમ વૂડહાઉસ - ગાદી સાચવનાર (જ. ૧૮૬૭ - મૃ. ૧૯૬૧)
ઓક્ટોબર ૧૯૦૩ - ૧૩ એપ્રિલ ૧૯૦૭ નોર્મન સિંકલેર કોગહિલ - ગાદી સાચવનાર (જ. ૧૮૬૯ - મૃ. ૧૯..)
૨૫ ફેબ્રુઆરી ૧૯૧૦ - ૪ ડિસેમ્બર ૧૯૩૬ મહમદ જલાલ અદ-દિન ખાન (જ. ૧૮૯૯ - મૃ. ૧૯૩૬) (૧ જાન્યુઆરી ૧૯૩૫થી સર મહમદ જલાલ
રાધનપુર રજવાડું બ્રિટિશ શાસન સમયનું ભારતનું રજવાડું હતું. તેના શાસકો બાબી વંશના હતા. રાધનપુર ના છેલ્લા નવાબે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.
આ નગરને વિક્સવવામાં બાબી વંશના શાસકોએ ઘણાં તળાવ બંધવેલા છે.બનાસ નદીમાંથી નહેર જોડી શહેરને હરિયાળુ, પાણીદાર રાખવામાં શાસકો બુદ્ધિશાળી હતા. વડપાસર, જોરાવરાસર, અરદેસર તેમના જાગતા પુરાવા છે. અહીં નવાબનું ઘર પણ હતું. જેને રાજગઢી નામથી આજે પણ જાણીતું છે.ગાયકવાડી બંગલો પણ રાધનપુર થી વાયવ્ય ખૂણે ફત્તેપુર નો મહેલ હતો હાલ અવશેષ છે. અહીં રાધનપુરના નવાબની કબર પણ છે. અને લાખા વણઝારા ના વિશ્વાસુ કૂતરાની સમાધિ પણ છે.આ નગરને દાન દેનાર દાનવીરોની પ્રતિમા પણ છે. કુલ મળી ને રાધનપુરને 7 થી વધુ દરવાજા હતા.રાજાઓએ એ વખતે શિક્ષણ ને ખૂબ મહત્વ આપેલું હતું. શેઠ કે.બી.વકિલના નામ થી શિક્ષણધામ પણ છે.પ્રતીકાત્મક ફોટો છે તે રાધનપુરના સર જલલ્લાલુદિખાનજી છે તેમણે સૌથી વધુ આ નગર વિકાસમાં મોટો ફાળો આપેલ છે.પ્રજાવત્તસલ રાજા પણ હતા. મુસ્લિમ હિંદુ સૌને સરખો ન્યાય આપતા તેથી તે ન્યાંયપ્રિય પણ હતા.... આભાર.
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )