LOVE BYTES - 92 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-92

લવ બાઇટ્સ
પ્રકરણ-92
સ્તુતિ ઉર્ફે પ્રસન્નલતા સ્તવન ઉર્ફે દેવરાજને ગત જન્મની બધી વાત કરી રહી હતી. દેવરાજ બધુ સાંભળી રહેલો એને પણ ગત જન્મની બધી વાતો અને પ્રસંગો યાદ આવી રહેલાં. એણે કહ્યું આ જન્મે મને આશા મળી જેની સાથે મારાં બચપણમાં ગત જન્મે વેવીશાળ થયાં હતાં. મારે પણ એનાં કોઇ ભૂતકાળ કે ઇતિહાસમાં નથી જવું પણ આ જન્મે મળી છે એને હું ખૂબ પ્રેમ કરુ છું અને એની સાથે લગ્ન થયાં છે હવે જે વિધી બાકી છે એ પણ એની સાથે પૂરી કરીશ.
સ્તુતિએ કહ્યું મેં વચન આપેલું છે કે વચ્ચે નહીં આવું મારું આ પ્રાયશ્ચિતજ છે પણ હું માત્ર તનેજ પ્રેમ કરુ છું જે પાપ મારાંથી થયું છે એ કબૂલી પ્રાયશ્ચિત પણ કર્યુ છે છતાં આ જન્મે તુ મને ના મળ્યો બીજાનો થયો. એ પણ હું સમજુ છું.
સ્તુતિએ આગળ વધતાં કહ્યું આ ગળામાં મણી છે એ ખૂબ પ્રભાવી અને પવિત્ર છે જે નાગરાજની અમૂલ્ય ભેટ છે એ ગળામાં કાયમ રાખજે એટલી મારી પ્રાર્થના છે. એમાંથી મારો પ્રેમ તારી પાસેજ છે એવું હું સમજી શકુ અને તારી પ્રગતિ અને સુખ સમૃધ્ધિ કાયમ રહેશે વધતી રહેશે.
આ લોકોની વાતો ચાલતી હતી અને નાગરાજે દર્શન દીધાં. અને કહ્યું જે ભાગ્યમાં હતું થયું હે દેવરાજ મારી દીકરીની ભૂલ અને એનો ભોગવટો એણે ભોગવી લીધો છે અને આ જન્મે તમે પાછાં મળ્યાં છો તો તમેં એનો સ્વીકાર કરો. ભલે ઇચ્છાધારી નાગણ છે પણ મનુષ્યયોનીમાં જન્મ લીધો છે એ તમને હજી એટલોજ પ્રેમ કરે છે અને ફક્ત તમનેજ સમર્પિત છે.
(દેવરાજ) સ્તવને કહ્યું આ માનવયોનીમાં જન્મ થયો હું સ્વીકારુ છું અને તમેજ એનાં પિતા છો પણ મારી પણ મર્યાદા છે મેં એક નિર્દોષ અને પ્રેમાળ છોકરી સાથે લગ્ન કર્યા છે. માત્ર એક વિધી બાકી છે એ પણ હવે પૂર્ણ થશે હું એક સાથે બે જણ જોડે સંસાર કેવી રીતે માંડી શકું ?
નાગરાજે કહ્યું એ ભાગ્ય પર છોડી દો ભાગ્યજ એનો રસ્તો કાઢશે માત્ર તમે એનો સ્વીકાર કરો. અને સ્તુતિ સ્તવનનાં પગમાં પડી ગઇ. સ્તવન વિચારમાં પડી ગયો એણે સ્તુતિની આંખમાં જોયું સ્તુતિની આંખમાં અપાર પ્રેમ અને પ્રસ્તાવો હતો. સ્તવને એને પકડીને ઉભી કરી અને કહ્યું. નાગરાજ કહે છે ભાગ્યને ભાગ્યનું કામ કરવા દો તો મને એનો આનંદ થશે અને એ પળની રાહ જોઇશ. પણ હવે આ ભ્રમીત લીલા સંકેતી લો.. ઘણો સમય થઇ ગયો આશાને ઊંઘતી મૂકીને આવ્યો છું એ રાહ જોતી હશે ચિંતા કરતી હશે.
સ્તુતિએ કહ્યું આપણે આખો ભવ જોઇ લીધો બધી મારી કબૂલાત થઇ ગઇ બધાં રહસ્ય પરથી પડદો ઉઠી ગયો પણ સમય વધારે નથી થયો. આશા હજી ઊંઘે છે અને તમને હું ત્યાં સુધી... હું તમારી સાથેજ આવું છું અને નાગરાજ બંન્ને ને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યાં. જેવાં નાગરાજનાં હાથનો માથા પર સ્પર્શ થયો અને બંન્ને જણાં વાસ્તવિક સમયમાં આવી ગયાં.
મણિકર્ણેશ્વર મંદિર અત્યારનાં સમય પ્રમાણે દેખાયું બંન્ને જણાંએ પગે લાગીને બહાર નીકળ્યાં. પરોક્ષ થઇ ગઇ હતી બ્રહ્મમૂહૂર્ત લાગુ થઇ ગયું હતું આછો પ્રકાશ આકાશમાં દેખાઇ રહેલો અને સ્તવન અને સ્તુતિ હોટલ પર એમનાં રૂમમાં આવી ગયાં.
સ્તવને કહ્યું. સ્તુતિ તારી હાજરી અંગે આશાને મારે શું જવાબ આપવા ભલે એ ઊંધી રહી છે ઉઠશે પછી તું ? સ્તુતિએ કહ્યું મારાં સ્તવન હું તમને ક્યાંય અગડવમાં મૂકવા નથી માંગતી તમે પણ આરામ કરો હું જઊં છું અને ભાગ્યનાં લેખ પ્રમાણે ફરીથી મળીશું. એમ કહી સ્તુતિ રૂમનાં દરવાજાથી બહાર નીકળી ગઇ.
સ્તવને રૂમ બંધ કર્યો એનો નશો બધો ઉતરી ગયેલો એ આશાની નજીક આવ્યો અને એને એકી નજરે જોઇ રહેલો એણે આશાનાં ગૌર નિર્દોષ ચહેરાની નજીક જઇ એનાં ગાલ પર ચુંબન કરી લીધું.
એને નીંદર નહોતી આવી રહી એણે બાથરૂમમાં જઇને બાથ લીધો ફ્રેશ થઇને બહાર આવ્યો અને એનાં ગળામાં રહેલી મણી-મોતીની માળાને જોઇ રહ્યો અને સ્તુતિને કરેલાં પ્રેમની યાદોમાં ખોવાયો. એને થયું મારે આશાને બધીજ વાત સાચી કરવી જોઇએ જેથી મને એવો એહસાસ ના રહે કે અફસોસ ના રહે કે મેં કબૂલાત નથી કરી અને ગત જન્મનું રહસ્ય કહી દેવું જોઇએ. એને થયું મારે આ બધુ કહેવા હિંમત કેળવવી પડશે. આશા સહી શકશે ? અહીં ફરવા મોજમસ્તી કરવા આવ્યાં છીએ અને હું એને ઉદાસ કરી બેસીશ. એને કંઇ સમજાતું નહોતું ફરીથી એ મણીમોતીની માળાને સ્પર્શ કરી વિચારી રહ્યો.
સ્તવન સોફા પર બેઠો બેઠો ક્યારે સૂઇ ગયો એને ખબરજ ના પડી એને જાણે અથાક માનસિક થાક લાગ્યો હતો. અને પ્રહર થતાં આશાની આંખ ખૂલી એણે જોયું સ્તવન સોફા પર બેઠો બેઠોજ સૂઇ ગયો છે. એ ઉઠી અને સ્તવનનાં કપાળે કીસ કરીને એનાં વાળમાં હાથ ફેરવીને બોલી મારાં સ્તવન તમે ઊંધ્યાજ નથી ? અહીં બેઠાં બેઠાંજ સૂઇ ગયાં ?
આશાનાં સ્પર્શથી સ્તવનની આંખો ખૂલી એણે આશાને જોઇ અને બોલ્યો ઓહ મને અહીંજ નીંદર આવી ગયેલી. પણ કંઇ નહીં મેં પૂરતી નીંદર લીધી છે.
આશાએ કહ્યું તમે સ્નાનાદી પરવારી ગયા ? આટલું વહેલું ? મને ઉછાડવી જોઇએને ? કેમ શું વિચારોમાં હતો ? કોઇ ચિંતા છે ? તમારી ગમતી જગ્યાએ આવ્યાં છીએ પછી અહીં ઉજાગરા કેમ કરો ? અહીં તો ગમતાં અને મીઠાં ઉજાગરા કરવા આવ્યાં છીએ. કે રાત્રે વધારે પીવાઇ ગયું હતું ?
સ્તવને હસતાં હસતાં આશાને પોતાની તરફ ખેંચીને કહ્યું હાં અહીં ગમતાં મીઠાં ઉજાગરા કરવાજ આવ્યા છીએ એમ કહી એને પોતનામાં વળગાવી દીધી.
આશાએ કહ્યું મારાં સ્તવન સાચે કહો છો ને કે તમને કોઇ ચિંતા કે વિચારો નથી ? મારાંથી કંઇ છૂપાવશો નહીં હૂં સદાય બધીજ રીતે તમને સાથ આપીશ. ક્યાંય કોઇ પણ વાતે સંકોચ ના કરસો બધુજ મને પારદર્શી રહીને સત્ય કહેજો.
સ્તવને કહ્યું હું બધુજ કહું છું અને કહીશ ચાલ મને ખૂબ ભૂખ લાગી છે તું ફટાફટ નાહી ધોઇ પરવારી જા અને મયુરને ફોન કર કે સાથે નાસ્તો કરવા અહીં આવી જાય આપણે રૂમમાં મંગાવી લઇએ.
આશા કહે હું ન્હાઇને આવું છું પછી ફોન કરું છું પણ તમારાં મનમાં ચોક્કસ કંઇક વાત છે તમારો ચહેરો બોલે છે. કંઇ નહીં તમે મને કહેજો હું ન્હાઇને તૈયાર થઇને આવું છું. પછી નાસ્તો કરીને રૂમમાં નથી બેસી રહેવાનુમં બહાર ફરવા જઇશું અહીં જોવા લાયક ઘણુ બધું છે.
સ્તવને કહ્યું ભલે આપણે જઇશું. મારે તને બધેજ લઇ જવી છે જે વાત કહેવી છે એ આપો આપ કહેવાઇ જશે. આશાએ કહ્યું ભલે હું તૈયાર થઇને આવું.
આશાનાં ગયાં પછી સ્તવન પાછો વિચારમાં પડ્યો પણ બધાં વિચાર ખંખેરી નાંખ્યા જ્યારે જે થવાનું હશે એ થશે એમ વાચરી મેનુકાર્ડ લઇને શું ઓર્ડર આપવા એ વાંચી રહ્યો પછી એને થયું હું મયુર સાથે વાત કરી લઊં ત્યાંજ ફોનની રીંગ વાગી. સ્તવને જોયુ મયુરનોજ ફોન છે એણે કહ્યું તમે લોકો ઉઠી ગયાં ?
મયુરે કહ્યું ઉઠીને ક્યારનાં વોક કરવા ગયાં. હતાં અને આવીને તૈયાર પણ થઇ ગયાં. આપણે ચા-કોફી નાસ્તાનું શું કરવુ છે ? રેસ્ટોરાં માં જવું છે કે રૂમમાં મંગાવવુ છે ?
સ્તવને કહ્યું આવી જાવ અહીંજ હું તૈયાર છું આશા તૈયાર થવા ગઇ છે અહીં રૂમમાંજ મંગાવી લઇએ પછી બહાર ફરવા નીકળીએ. મયુરે કહ્યું ભલે અમે આવીએ છીએ.
આશા તૈયાર થઇને આવી ગઇ અને મયુર અને મીહીકા પણ એમનાં રૂમમાં આવી ગયાં. મીહીકાએ કહ્યું ભાઇ ચા નાસ્તો કરીને બહાર નીકળીએ અમે અહીં જઇશું અહીં પ્રાચિન અને ચમત્કારીક મણીકર્ણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરીને પછી બધે ફરીશું.
સ્તવને કહ્યું ભલે ત્યાં તો ખાસ જવાનું છે ચાલો બ્રેકફાસ્ટ માટે ઓર્ડર આપી દઇએ બોલો શું શું મંગાવુ છે ? મયુરે કહ્યું જીજા હું મંગાવી લઊં છું બધુ એમ કહીને એણે ફોન ડાયલ કરીને રેસ્ટોરોમાં ઓર્ડર લખાવી દીધો.
ચારે જણાએ નાસ્તો કરીને રૂમની બહાર નીકળ્યાં અને લીસ્ટમાં નીચે આવી ગયાં. સ્તવને કહ્યું ચાલો પહેલાં મહાદેવજીનાં મંદિરે જઇએ. આશાએ હાથ પકડી લીધો અને બોલી રસ્તો તો પૂછો.. સ્તવને કહ્યું મને ખબર છે ચાલો.... આશા આષ્ચર્યથી જોઇ રહી...
વધુ આવતા અંકે - પ્રકરણ -93