TALASH - 33 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 33

તલાશ - 33

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

દલામલ ટાવરના પાર્કિંગ લોટ માં નિયત કરેલ જગ્યાએ કાર ઉભી રહી કે તુરંત જ 'અનોપચંદ એન્ડ કૂ' ની એક સ્ટાફે સુરેન્દ્રસિંહને આવકાર્ય. અને પોતાની સાથે આવવા કહ્યું. 30 આસપાસની ઉંમર ધરાવતી એ યુવતી એ સિફોન સાડી પહેરી હતી. અને અત્યંત શાલીનતાથી એ સુરેન્દ્રસિંહને લઈને 13 એ મળે લિફ્ટમાં પહોંચી. તથા ત્યાં બેઠેલા પ્યુન ને આદેશ આપ્યો કે 'સાહેબને શેઠજીની કેબીન સુધી પહોંચાડી આવ.'

xxx

જીતુભા ચાલતો 'સ્નેહા ડિફેન્સ' ના મેન ગેટ પર પહોંચ્યો. આમ તો આ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો. પણ તેમાંથી લગભગ 45% જેટલો ભાગ 'અનોપચંદ એન્ડ કૂ "એ અલગ અલગ નામની કંપનીના નામે ખરીદેલ હતો. જીતુભાએ જોયું તો ગેટ ખુલ્લો હતો અને ત્યાં કોઈ સિક્યુરિટી ઓફિસર ન હતો. પણ લગભગ 20 ફૂટ દૂર 7-8 સિક્યુરિટી ગાર્ડ કૈક રોજિંદી કસરત કરી રહ્યા હતા અને એને એક રિટાયર્ડ ઓફિસર જેવો લાગતો માણસ સૂચનાઓ આપતો હતો. જીતુભા લગભગ 5 મિનિટ ઉભો રહ્યો છેવટે કોઈ ગાર્ડ નું ધ્યાન એના પર પડ્યું અને એ કસરત પડતી મૂકીને એની પાસે આવ્યો અને પૂછ્યું "એય શું કામ છે.? અહીં ગેટમાં કેમ ઘૂસ્યો છે?" એના આ બરાડા સાંભળીને બધા કસરત બંધ કરીને એની બાજુમાં આવ્યા.અને પ્રશ્નસૂચક નજરે જીતુભા સામે જોવા લાગ્યા.

"જીતુભા. મારું નામ જીતુભા જોરાવરસિંહ જાડેજા છે. હું 'અનોપચંદ એન્ડ કૂ' નો સિક્યુરિટી ઇન્ચાર્જ છું. અનોપચંદ ની દરેક કંપની ચાહે એ ભારતમાં હોય કે વિદેશમાં એ તમામ કંપનીઓના સિક્યુરિટી સિસ્ટમ નો હેડ છું." કહીને પોતાનું કાર્ડ અને આઈકાર્ડ એણે દેખાડ્યા. એ બધામાં જે સિનિયર હતો એ આગળ વધ્યો કાર્ડ જોયું અને પછી એક સલામ જીતુભાને મારી બધાએ એનું અનુકરણ કર્યું. "સોરી સર અમને એમ કે કોઈ 50+નો દેખાતો રુવાબદાર ઓફિસર હમણાં કંપની એ મોકલેલ કારમાંથી ઉતરશે એમના સ્વાગતમાં પરેડ કરવી હતી એની તૈયારી કરતા હતા.

"તો પણ એટલીસ્ટ 2 જણે ગેટ પર તૈનાત રહેવું જોઈએ. હવે હું કહું છું તમને. સ્નેહા મેમ કે સુમિત સર કે ખુદ અનોપચંદ જી આવે તો પણ એટલીસ્ટ 2 જણા મને ગેટ પર હાજર જોઈએ. સમજાયું.

"યસ સર. આવો હું તમને સિક્યુરિટી વોચ રૂમમાં લઇ જાઉં."

xxx

"આવો સુરેન્દ્રસિંહ અહીં બેસો આ મોહનલાલ અમારા મેનેજર. એની બાજુમાં બેસો. ચા કોફી શું ફાવશે. નાસ્તો કરવો છે.?

"જી અત્યારે કઈ નહીં મારે આપણી સાથે કેટલીક વાતો કરવી હતી એટલે જ મેં જીતુને કહ્યું હતું તમારી મુલાકાત માટે ટાઈમ લેવાનું." કૈક સંકોચથી સુરેન્દ્રસિંહ બોલતા હતા. ભારતના ટોપ 10 માં આવતા ધનપતિ સાથે વાત કરવાનો એમનો પહેલો અનુભવ હતો. "વાત તો થતી રહેશે. અને વાત કરવા જ તમને બોલાવ્યા છે. મોહનલાલ 3 કપ મસાલાવાળી ચા નું પ્યુન ને કહી દો.ચા પીતા પીતા ચર્ચા કરીએ."

ચા પીવાઈ ગઈ એટલે અનોપચંદે કહ્યું. " હા બોલો સુરેન્દ્ર સિંહ શું વાત કરવી હતી" જવાબમાં સુરેન્દ્રસિંહે મોરે એ આપેલ ડોક્યુમેન્ટ ની ફાઈલ ટેબલ પર મુકી. પાંચેક મિનિટ એ ફાઈલ નો અભ્યાસ કરીને ફાઈલ મોહનલાલ ના હાથમાં આપતા અનોપચંદે કહ્યું. "હું આમ શું કરી શકું? એટલે કે તમે શું ઈચ્છો છો."

"હું ઈચ્છું છું કે 'સ્નેહા ડિફેન્સ" અને તમારી બીજી કોઈ કંપની જો મિલિટરી ને પાર્ટ્સ કે બીજું કઈ સપ્લાય કરતી હોય એ સતત ચાલુ રહે. અને આ બે ઓફિસર ને ગમે તે રીતે રોકવામાં આવે. તમારી પહોંચ ઉપર સુધી છે તમે ગૃહમંત્રી કે વડાપ્રધાન સાથે પણ વાત રજૂ કરી શકો છો .ગમે તે કરો પણ આને રોકો."

"પણ આ લોકોને રોકવામાં તમારો શું ફાયદો?' અનોપચંદે પૂછ્યું.

"મારા દેશને સારી ક્વોલિટીનો માલ સસ્તા ભાવે સપ્લાય કરનાર તમે, તમને શું લાગે છે મારો શું ફાયદો હોઈ શકે?"

"આ ફાઈલ તમારી પાસે છે. તમે પણ ઘણાને બ્લેકમેલ કરી શકો છો."

"જો હું એવું વિચારતો હોત તો તમને 'સ્નેહા ડિફેન્સ' ની ફાઈલ બતાવવા આવ્યો ન હોત. મારા દેશની સુરક્ષા મારા માટે મહત્વની છે."

"ઠીક છે. છોડો એ બધું. તમે હાલમાં શું કામ કરો છો એ મને ખબર છે. મારી પાસે તમારા માટે એક સરસ ઓફર છે. તમે 'અનોપચંદ એન્ડ કૂ ના સિક્યુરિટી એડવાઈઝર બની જાઓ. આવી બીજી અનેક બાબતો છે જે તમને ખબર નથી. એમાંથી મેક્સિમમ કેવી રીતે બચી શકાય એ રસ્તા તમારે બતાવવાનો નાહક મારે જેમ આજે ચઢ્ઢા અને મોરે મારવા પડશે. એમ માણસને મારવા ન પડે." ઠંડે કલેજે અનોપચંદ બોલતો હતો. સાંભળીને સુરેન્દ્રસિંહને ગભરાટ થવા લાગ્યો.

"સર, તમે ઉપર વાત કરીને કંઈક કાનૂની રીતે આ ડીલ ન કરી શકો?"

"જુઓ હું તમારી સમક્ષ હવે બધ્ધા પત્તા ખુલા કરું છું." અનોપચંદ બોલ્યો અને બાજુમાં બેઠેલો મોહનલાલ સહેજ અસ્વસ્થ થયો. જાણે અનોપચંદ ને રોકવા માંગતો હોય એમ એની સામે જોયું. પણ અનોપચંદે કહ્યું. મોહનલાલ, સુરેન્દ્રસિંહને હું આપણી કંપનીમાં એક મહત્વનું પદ આપવા જઈ રહ્યો છું. એટલે એનાથી કઈ છૂપું રાખીને આપણે એમની પાસેથી પરિણામો ન મેળવી શકીયે. મેં સુમિતને પણ સૂચના આપી છે હું વિદેશ જાઉં અને પાછળથી જીતુભા આવે કે તરત જ એની સાથે સુમિત બધી વાત કરી લેશે.તમે પણ સાથે જ રહેજો. આ તો જીતુભા ને આજે જેસલમેર જવાનું થયું નહીતો અત્યારે એ પણ આ બધું સુરેન્દ્રસિંહ સાથે જ સાંભળતો હોત."

"ભલે શેઠજી જેમ તમને યોગ્ય લાગે એમ કરો હું મારી ચેનલ ને જણાવી દઉં છું કે સુરેન્દ્રસિંહ અને જીતુભા.'

"હા એ ચેનલ બંધ કરવો અને સોનલ અને જીતુભાની પ્રેમિકા અને એના માતા પિતાની સુરક્ષાનું કંઈક ગોઠવો." અનોપચંદ કહ્યું . સુરેન્દ્રસિંહ આશ્ચર્યથી.આ સંવાદ સાંભળતો હતો અમુક શબ્દો ના અર્થ પણ પકડ્યા હતા. 'સુરેન્દ્રસિંહ અને જીતુભાની ચેનલ બંધ કરવી' મતલબ એમની પર જાસૂસી કરવાની જરૂર નથી. એનો મતલબ અત્યાર સુધી એ બન્ને અનોપચંદના જાસૂસોની નજર માં હતા.

"હા તો હું તમને કહેતો હતો કે." સુરેન્દ્રસિંહ તરફ ફરીને અનોપચંદે કહ્યું. “આવી બીજી અનેક બાબતો છે જે તમને ખબર નથી. મને યાદ છે. 1947માં ઓક્ટોબર મહિનામાં હું મારા દાદા સાથે 10 તારીખે સરદાર પટેલને મળવા ગયો હતો ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. મારા માતા પિતા વરસો પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. સરદારે મને કહ્યું.' અનોપચંદ આગળ શું કરવા માંગો છે?' જવાબમાં મેં કહ્યું કે બિઝનેશ તો કરું જ છું સાથે સાથે દેશ સેવા પણ કરવી છે. પણ કઈ રીતે એ સમજાતું નથી. કેમ કે દેશ-વિદેશમાં ફેલાયેલ વેપાર ને આગળ વધારવો છે. પણ દેશને માત્ર વેપારથી આગળ નથી વધારવો. કંઈક નક્કર કરવું છે.'.

'મારા પાસે તમારા જેવું એક કામ છે. અત્યારે આપણને આઝાદી મળી એને માંડ 2 મહિના થયા છે. દેશ ચારેબાજુથી જોખમમાં છે તમારી પાસેથી દેશને રૂપિયાની તો અપેક્ષા છે જ. પણ તમે તમારા વેપાર અને અન્ય કાર્યમાં રોકેલા માણસ માંથી ચૂંટેલા માણસો દ્વારા એવા કામ કરીને દેશ સેવા કરી શકો છો. જે કામ દેશના સર્વોચ્ચ સ્થાને બેઠેલા લોકો ઓફિસીયલી નથી કરી શકવાના. સરદાર સાહેબે આ કહ્યું અને ઉમેર્યું ‘હોમ મિનિસ્ટ્રી ના ચીફ સેક્રેટરીને તમને જરૂર હશે ત્યારે કોઈ કામ સોંપશે જે તમારે તમારા માણસો દ્વારા કરાવી આપવાનું. આમ જોખમ જ જોખમ હશે કોઈની જાસૂસી કરવી કે દેશદ્રોહનો કાર્ય કરતા હોય અથવા તો દેશની પ્રગતિમાં જે રોડા નાખતા હોય એને દૂર કરવા. અને સૌથી મહત્વની વાત આ કામ ના તમને કોઈ પૈસા નહીં મળે. અને તમારો કોઈ માણસ પકડાઈ જાય અને એનો જે અંજામ આવે એ માટે દેશ જવાબદાર નહીં રહે. કરી શકશો આ કામ?’ સરદાર સાહેબે કહ્યું. અને એ સાથે જ એ જ ક્ષણે ભારત દેશની એક અનઓફિસીયલી જાસૂસી સંસ્થા નો પાયો નખાયો જેનું એક માત્ર સૂત્ર છે. "એની હાઉ સેવ ધ કન્ટ્રી" અથવા 'ડિસ્ટ્રોય ધ એનિમી" ભલે એ ભારતીય હોય કે વિદેશી. દેશની પ્રગતિમાં રોડા નાખનાર કોઈ પણ હોય એને સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ રીતે રોકવો." ભારે શ્વાસ છોડતા અનોપચંદ બોલ્યો. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા એમની આંખો ભરાઈ આવી હતી. બાજુમાં પડેલ પાણીના ગ્લાસ માંથી 2 ઘૂંટ પાણી પિતા પીધા પછી એણે કહ્યું. "આજે મારી તમામ કંપનીમાં કામ કરતા 28700 કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાકટ પર કામ કરનારા કામદારો માંથી ચૂંટેલા હજારો લોકોનો હું જ્યાં જેટલો ઉપયોગ થાય એટલો દેશ હિતમાં કરુંછું જેવો માણસ એવું કામ. મારી કંપનીના એમ.ડી. મેનેજર અરે ખુદ હું, મારા બન્ને દીકરાઓ અને પુત્રવધૂઓથી લઈને રોડ પર ટેક્સી ચલાવનાર કે ચા વેચવા વાળો બધા મારા કે મારા માણસોના ઈશારે કોઈને કોઈ રીતે દેશ હિતમાં કામ જ કરે છે. જો કે એવું નથી કે બધા માત્ર દેશ હિતમાં જ વિચારતા હોય. કેટલાક માણસો મને દગો પણ આપે છે અને એનો અંજામ પણ ભોગવે છે. જેવી રીતે પરમ દિવસે હોટેલ ગાર્ડન માં રોકાયેલ મનસુખ જીરવાળાને હાર્ટએટેક આવ્યો હતો એમ કોઈક ને કોઈક રીતે મોતને ભેટે છે."

"ઓકે તો તમે સત્તા સ્થાને બેઠેલા લોકોને ઈશારે દેશની સુરક્ષા કરો છો ભીષ્મની જેમ બરાબર?" સુરેન્દ્રસિંહે પૂછ્યું.

"ભીષ્મ નહીં. ભીષ્મની એક મર્યાદા હતી. એ માત્ર સિંહાસનને વફાદાર હતા. ધુતરાષ્ટ્ર ને એ રોકી શક્યા હોત પણ રોક્યા ન હતા. હું સત્તા સ્થાને બેઠેલા કોણ છે એ પણ જોઉં છું અને મને લાગે કે આ યોગ્ય વ્યક્તિ નથી તો હું ચાણક્યની જેમ એનો 'કંઈક' રસ્તો કાઢું છું. એટલે જ ચાહે કોઈ પણ પક્ષ સત્તામાં હોય એના ગૃહ મંત્રી કે ખુદ વડાપ્રધાન મારે જોઈએ ત્યારે મને એમનો સમય આપે છે. અને મારી સલાહો ઉપર વિચાર પણ કરે છે. એટલે હું ઉપર વાત કરું અને મારી વાત માનવામાં પણ આવે. પણ આપણા દેશના કાનુન કેટલા અટપટા છે. એ બે ઓફિસર ને એના કામથી કઈ રીતે દૂર કરી શકાય અને દૂર કરી પણ દે તો એમના મોઢા કેમ બંધ થાય. હું દેશની સુરક્ષા માટે વગર નફે યોગ્ય સામાન ટાઇમસર પહોંચે એનો બંદોબસ્ત કરું છું. હવે આનાથી પણ એ હરામખોરો ને રૂપિયા કમાવા હતા. તો એમનું મોત તો નિશ્ચિત જ છે.”

"એટલે તમે દેશ હિતના વિરોધીઓને મોત આપવાનું જ કામ કરો છો.બરાબર?"

"ના, માત્ર એટલું જ નહીં યોગ્ય વ્યક્તિ ક્યાંક બીજે અટવાયેલા હોય તો યેનકેન પ્રકારેણ એને ત્યાંથી ઉંચકી લઉ છું અને મારા આ યજ્ઞમાં જોતરી દઉં છું. જેમ કે જીતુભા, અને હવે તમે."

"સમજાયું. હવે મારે શું કરવાનું છે.?"

"તમે હવે આરામથી ઘરે જાવ. જીતુભા અને તમે બંને મળીને કંઈક ફુલપ્રુફ બનાવો. તમે ઈચ્છો તો અહીં મોહનલાલની બાજુની કેબિનમાં બેસી શકો છો મન થાય તો તમારા ઘરની નીચેની તમારી ઓફિસમાંથી બધું સંભાળો.'

"મારે વિચારવું પડશે. જીતુ સાથે વાત કરવી પડશે અને થોડા અંગત કારણોસર એકાદ અઠવાડિયું હું કોઈ કામ કરવાના મૂડમાં નથી." સુરેન્દ્રસિંહે કહ્યું.
"ઠીક છે. હું કેબિનમાં આધુનિક કમ્પ્યુટર અને બીજા જરૂરી સાધનો લગાવડાવું છું તમે નિરાંતે મન પડે ત્યારે આવી શકો છો મોહનલાલને કહી દેજો એટલે તમારે આવવું હોય ત્યારે કાર મોકલી આપશે. બાકી જીતુભા બહારગામ હોય ત્યારે એની કાર નો ઉપયોગ કરજો. તમારો પગાર.."

"તમારો આભાર અનોપચંદજી મને આ મહા મુસીબત થી છુટકારો આપવા બદલ. અને પગાર તો તમે માત્ર એક રૂપિયો આપશો તો પણ ચાલશે. પણ મને લાગે છે કે જીતુના થનારા સસરા મુસીબતમાં છે એટલે એકાદ વીક પછી હું કામ ચાલુ કરીશ. અને વીકમાં લગભગ 3 દિવસ અહીંથી અને 3 દિવસ ઘરેથી એવું કંઈક ગોઠવશું. ચાલો હું હવે રજા લઉ."

"જરૂર હોય તો કહો જીતુભાએ પણ મને કઈ ન કહ્યું. એમના સસરાના કેસમાં માં મારી કોઈ મદદની જરૂર હોય તો મોહનલાલનું કાર્ડ લેતા જાઓ. અને મોહનલાલ, સુરેન્દ્રસિંહ નો કોઈ પણ મદદ માંગતો ફોન આવે તો જોઈ લેજો. એમાં એવું છે કે હું 2 દિવસમાં 10 દિવસ માટે વિદેશ જાઉં છું ત્યાં કદાચ મારો ફોન ન લાગે તો." કહીને અનોપચંદ સુરેન્દ્રસિંહ સાથે હાથ મેળવ્યા. પછી મોહનલાલે પોતાનું કાર્ડ આપ્યું, બેલ મારી પ્યુન ને બોલાવ્યો તથા ડ્રાઈવરને બોલાવી સુરેન્દ્રસિંહને ઘર સુધી મૂકી આવવાની સૂચના આપી.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati
Parash Dhulia

Parash Dhulia 1 year ago

Bhimji

Bhimji 1 year ago