Farewell in Gujarati Short Stories by Arti Geriya books and stories PDF | વિદાય

Featured Books
Categories
Share

વિદાય

માન્યું કે દીકરી ની વિદાય વસમી હોઈ શકે,પણ દીકરા ની તો અસહ્ય હોઈ છે..ના ....ના આ અનંત યાત્રા એ નીકળેલા દીકરાની વિદાય ની વાત નથી,વાત તો છે, એ દીકરા ની જે નજર સામે હોઈ ને પણ સાથે ના હોઈ...

શુભ જમીન તરફ નજર ઢાળી અને બેઠો હતો,જાણે આસપાસ નું તેને કઈ ભાન જ નહતું,બસ આખો માં એક ઉદાસી અને હોઠો પર ચુપકીદી,બધા ને એ રીતે જોતો તો જાણે કોઈ સાવ અજાણ્યા લોકો વચ્ચે આવી ગયો હોય,
* * * *
વિશાલ અને વિભૂતિ નું એક માત્ર સંતાન એટલે શુભ...
શુભ ખાલી એના માં-બાપ નું સંતાન જ નહીં પણ તેમનો જીવ,તેમના જીવવાનું કારણ,તેમનો શ્વાસ ,હૃદય ના ધબકારા,બસ કહી એટલું ઓછું...

નાનપણ થી જ શુભ માટે બંને એ દરેક માતા પિતા ની જેમ પોતાની ઈચ્છાઓ મારી ને એના બધા શોખ પુરા કર્યા, અને નસીબજોગે શુભ પણ ખૂબ જ સારો અને અજ્ઞાકિત દીકરો,વિવેકી,અને વિનમ્ર,નાનપણ થી જ માતા પિતા ની સામાન્ય પરિસ્થિતિ જોઈ ને મોટો થયેલો,તે એટલું તો સમજી જ ગયો કે પૈસા વિના બધું નકામું,અને બસ પોતાનું સમગ્ર ધ્યાન ભણવામાં રાખી ને ખૂબ આગળ વધ્યો,અને એક દિવસ એક મોટી કંપની ના મેનેજર નો હોદ્દો સંભાળ્યો
શુભ દેખાવ માં પણ સરસ એને સોના માં સુગંધ ભળે એવડો મોટો પગાર,એટલે છોકરીઓ ની લાઇન લાગી ગઈ, તેની સાથે લગ્ન કરવા પણ શુભે પોતાના માતા પિતા ની પસંદ પર જ મહોર લગાવી..
* * * *
બધા શુભ ને બોલાવવા ની કોશિશ કરતા હતા,પણ એ તો જાણે બીજા વિશ્વ થી આવ્યો હોય,તેમ બધા સામે ટગર ટગર જોયા રાખે,ના કાઈ બોલે,ના કાઈ સાંભળે..એને તો જાણે એ પણ નહતું સમજાતું કે આ બધું થાઈ છે શું?
તેના બાળકો રડતા રડતા તેની પાસે આવ્યા,પણ તે તો એમને પણ અજાણ્યા ની જેમ જોતો હતો...

*. *. *. *.

શુભ ના લગ્ન શ્વેતા સાથે નક્કી થઈ ગયા,શ્વેતા એક ધનિક પરિવાર ની એક ની એક દીકરી,અને રૂપ નો કટકો,માં બાપ
પાણી માંગો તો દૂધ હાજર કરે એવા લાડ માં ઉછરેલી,તેના માં બાપે તો શુભ એક નો એક દીકરો,અને વળી મધ્યમવર્ગીય એટલે આપડી દીકરી ને ત્યાં વળાવી તો જેમ કયે તેમ થશે એ વિચારી ને પરણાવી દીધી...

શ્વેતા લગ્ન પછી પણ પિયર ને ભૂલી ના શકી,આમ તો વિભૂતિ બેન નો સ્વભાવ સાલસ પણ શ્વેતા નો પિયર પ્રત્યે નો વધુ પડતો પ્રેમ તેના સંસાર ને ભારે પડ્યો,ત્યાં સુધી કે એ શુભ કરતા પણ વધુ મહત્વ પોતાના પિયર ને આપે.અને
એક દિવસ એવી નોબત આવી કે,શ્વેતા અને શુભ ને અલગ રહેવા જવું પડ્યું,શુભ આ વાત ની તદ્દન વિરુદ્ધ હતો,પણ શ્વેતા અલગ થવા જાત જાત ના ગતકડાં કરતી,અને વિભૂતિ બેન ને હેરાન કરતી જે વિશાલ ભાઈ થી ના જોવાયું,અને બાપ દીકરા એ કાળજા પર પથ્થર રાખી આ નિર્ણય લીધો.અને શુભ દુઃખી હૃદયે તેના માતા પિતા થી અલગ થયો....

* * * *

પોતાને લગ્ન ન દસ વર્ષ પછી સંતાન આવેલું,એટલે માં બાપ ને તો ઘણું હોવાનું,અને શુભ હતો પણ એવો,પણ જ્યારથી શુભ અને શ્વેતા અલગ ઘર માં રહેવા ચાલ્યા ગયા,ત્યારથી વિભૂતિબેન ને તો જાણે પ્રાણ ગયા ને ખોળિયું રહ્યું દશા થઈ.વિશાલ ભાઈ ઘણું સમજાવે પણ માં દીકરા નો અતુટ પ્રેમ એમ કેમ ભુલાય.શુભ રોજ દિવસ માં બે વાર તો આવતો જ,અને ઘણીવાર તેના બાળકો ને પણ દાદા દાદી પાસે મોકલતો,એમ તો છાશવારે બંને ઘર સાથે જમતા,પ....ણ એ ઘર માં આવે ત્યાં સુધી તો રોનક હોઈ ને પછી તો આખું ઘર ખાવા દોડે..

શરૂઆત માં બધું બરાબર રીતે ચાલતું,પણ પછી ક્યારેક બાળકો ની સ્કૂલ ,તો ક્યારેક કંઈક કામ ન લીધે આવવા જવાનું ઓછું થયું,અને બસ વિભૂતિ બેન એ જીરવી ના શક્યાં, મન માં ને મન માં મુંજાતા જાય,અને એ જ આઘાત એને આકરો પડ્યો,એવું નહતું,કે વિભૂતિબેન સમજતા નહિ,અને વિશાલ ભાઈ પણ બંને માં દીકરા નો પ્રેમ સમજતા,બંને એકબીજા ને ખુશ રાખવા ની નકામી કોશિશ કર્યા કરતા,પણ વાત વાત માં શુભ આવી જતો, અને એક દિવસ શુભ....શુભ કરતા વિભૂતિબેને પોતાનો દેહત્યાગ કરી દીધો.

બે ત્રણ દિવસ થી ઓફીસ માં કામ વધુ હોવાને લીધે શુભ એના માં બાપ ને મળવા આવી નહતો શક્યો,અને શ્વેતા ને તો સાસુ સસરા પ્રત્યે કોઈ દરકાર જ નહતી,એવા
માં વિભૂતિબેન ને છાતી માં દુખાવો ઉપડ્યો અને તે હંમેશા માટે વિશાલભાઈ ને મૂકી ને જતા રહ્યા,વિશાલભાઈ એ શુભ ને ફોન કરવાની ઘણી કોશિશ કરી,પણ કામ માં શુભ પોતાનો ફોન ચાર્જ કરવાનું પણ ભૂલી ગયો હતો,અને અંત સમયે માં દીકરા નું મિલન અશક્ય બન્યું.અને જ્યારે શુભ ને ઓફિસે કોઈ માણસે આ સમાચાર આપ્યા તે બધું મૂકી ને ઘર તરફ દોડ્યો,પણ હવે મોડું થઈ ગયું હતું.

તેને જેવો ઘર માં પગ મૂક્યો એ સાથે જ એની માં ને ભોંય પર સુતેલી જોઈ,શુભ ના પગ અને મગજ ત્યાં જ અટકી ગયા,ધીમે થી ઘર ના એક ખૂણે આવી ને બેસી ગયો,શ્વેતા તેના બાળકો સાથે ત્યાં આવી ગઈ હતી,બીજા પણ થોડા સગા હતા,વિશાલભાઈ ને તો ડર હતો કે શુભ ખૂબ જ રડશે પ...ણ આ ...શું...શુભ ના કઈ બોલ્યો,ના તો એની માં પાસે બેઠો બસ એક ખૂણામાં કોઈ જીવતી લાશ ની જેમ પડ્યો રહ્યો,ના તો આંખ માં એક આશું!

શુભ ની આ દશા જોઈ ને બધા વધુ મૂંઝવણ માં મુકાઈ ગયા,કે આમ ને આમ રહેશે તો શુભ ની માનસિક હાલત વધુ બગડશે,વિશાલભાઈ શુભ ના બાળકો અને શ્વેતા બધા તેની પાસે જઈ ને તેને રડાવવાની કોશિશ કરવા લાગ્યા,પણ કોઈ ફરક ના પડ્યો,હા...શ્વેતા આવી ત્યારે તેની આંખ માં ઉદાસી ને બદલે ગુસ્સો જરૂર દેખાયો,પણ એ ક્ષણ વાર પૂરતો અને ફરી એ જ દશા,હવે શું કરવું, છેવટે બધા ને થયું કે કદાચ વિભૂતિબેન ની અંતિમયાત્રા જોઈ ને એ રડશે,એટલે એ તૈયારી કરવાનું કહી અને વિશાલભાઈ શુભ પાસે આવ્યા અને કહ્યું,

"જો શુભ આજ તારી માં આપણને મૂકી ને જાય છે, હવે તું કોને માં કહીશ,કોણ તારું અને મારું ધ્યાન રાખશે શુભ જો...જો..."વિશાલભાઈ નો અવાજ ઉંચો થઈ ગયો બધા બાપ દીકરા ને જોતા અને રોતા,

"હવે કોઈ તને ફોન કરી ને ભાઈ તું ક્યાં છો,જમ્યો ને બરાબર દીકરા એવું નહિ પૂછે,કોઈ તને મારી ફરિયાદ નહિ કરે,હવે કોણ તારા માટે તારી ભાવતી રસોઈ બનાવશે,કોણ
તને રાતે ફોન કરી ને ઘરે પહોંચ્યો કે નહીં એનો ફોન કરશે,જો શુભ તારી મા જાય છે,બેટા એકવાર માં ને ગળે લગાવી લે દિકરા હવે તને કયારેય જોવા નહીં મળે,જો બેટા તારી મા જાય છે,શુભ જો...."

મમ્મી...... બસ શુભે એક રાડ નાખી અને અત્યાર સુધી રાખેલો આશું નો બંધ જાણે તૂટી ગયો,શુભ જોરજોર થી વિભૂતિબેન ને ગળે લાગી ને રોવા માંડ્યો,
તેનું રુદન જાણે આકાશ સુધી પહોંચતું,અરે ધરતી ફાડી પાતાળ સુધી પહોંચતું,હવે તેને શાંત રાખવો અઘરો હતો, પણ તેનું રડવું પણ એટલું જ જરૂરી હતું.......

✍️ આરતી ગેરીયા