I Hate You - Can never tell - 68 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-68

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-68

આઇ હેટ યુ
પ્રકરણ-68
વિરાટ તાન્યાને પુલાવ માટે રાઇસ કેટલો કાઢવાનો એ સમજાવી રહેલો બંન્ને કીચનમાં ઉભા હતાં. ત્યાં વિરાટનાં ફોનમાં રીંગ આવી એણે તરતજ ઉપાડ્યો સામે પાપા હતાં. વિરાટે કહ્યું પાપા હજી મહેમાનગતી ચાલુ છે અને રાજ એનાં પેરેન્ટસ સાથે મોલમાં ગયો છે નેક્ષ્ટ લેન પર હું અહીં કીચનમાં છું હું પછીથી ફોન કરું છું થોડી રાહ જોવી પડશે.
પાપાએ કહ્યું ભલે અમે રાહ જોઇશું અને હું તારાં વોટ્સએપ પર ફોન કરુ છું કાયમની જેમ એટલે સાયલન્ટ પર ના રાખીશ. વિરાટે કહ્યું પાપા મારો ફોન કદી પણ સાયલન્ટ મોડ પર ના હોય. હું પછી કરુ છું ફોન.
અને વિરાટે એનો મોબાઇલ ખીસામાં ખૂલ્યો. તાન્યા ક્યારની વિરાટની વાતો સાંભળી રહી હતી એ બોલી તારાં પાપા હતાં ? તો વાત કરી લેવી જોઇએ ને ? હું તો પછી પણ રાઇસ શીખી લેત. આટલે દૂર દીકરો આવ્યો હોય દરેક માં બાપને ચિંતા હોય. આઇ નો.
વિરાટને થયું આને ક્યાં સમજાવું કે એમને તો રાજ અંગે વાત કરવી છે મારે તો થઇ ગઇ છે એણે હસતાં હસતાં કીધું મારાં પેરેન્ટ્સ કંઇક વધારેજ સેન્સીટીવ છે એટલે વધુ ચિંતા કરે છે પણ કંઇ નહીં પછી ફોન કરું છું.
તાન્યાએ કહ્યું ઓકે ઓકે. પછી વિરાટે બધાની સંખ્યા ગણીને કહ્યું આપણે કુલ 9 જણાં છીએ એણે 9 મુઠી ચોખા લેવાનાં એમ કહી એણે રાઇસ બેગમાથી 9 મૂઠી ચોખા કાઢ્યા.
તાન્યાએ કહ્યું તમારી મૂઠી અને મારી મૂઠીમાં તો ખૂબ ફરક પડે. તમારી મૂઠી પ્રમાણે તો રાઇસ ખૂબ બનશે મારાંથી માપ જોવા દો. વિરાટ વિચારમાં પડ્યો એણે કહ્યું યાર એ વાત સાચી અમારી મૂઠી પ્રમાણે અમે ફ્રેન્ડસ તો ખાઇ લઇએ પણ.. તાન્યા બોલી અને તમે ગણત્રી પણ ખોટી કરી છે આપણે 9 નહીં 8 જણ છીએ તમારાં માપ અને ગણત્રી પુલાવ તમારે બે ત્રણ દિવસ ખાવો પડત એમ કહી હસવા લાગી.
પછી તાન્યાએ પોતાની મૂઠીમાં ચોખા લીધાં અને કૂકરમાં નાંખ્યાં..,. વિરાટ એ જોઇ રહેલો એ બોલ્યો તમારાં હાથતો ખૂબ નાજુક છે તમારી એક મૂઠી સાવ આટલાં ચોખા ? મારી એક મૂઠી બરાબર તમારી બે ત્રણ થાય એવું લાગે.
તાન્યાએ કહ્યું તમે તમે શું કરે છે ? હું નાની છું અને તમે માં અંતર વધે તું પોતાનુ ના લાગે કંઇ સમજાય છે ? વિરાટે હસતાં હસતાં કહ્યું રાઇટ, રાઇટ, યુ આર રાઇટ તું સાચી છે હું ક્યારે તું માંથી તમે પર ગયો ખબર ના પડી. તાન્યા ખૂબ ફ્રેન્ડલી વાત કરી રહી હતી એણે વિરાટને કહ્યું તને એક પ્રશ્ન પૂછું ? વિરાટે કહ્યું પૂછ.
તાન્યાએ કહ્યું રાજ વિશે તારો શું અભિપ્રાય છે તારો તો બેસ્ટ ફ્રેન્ડ અને રૂમ શેરર છે તું સાચું કહીશ વિરાટ, મારાં પેરેન્ટસ અને રાજનાં પેરેન્ટસની ખૂબજ ઇચ્છા છે કે મારાં અને રાજનાં લગ્ન થાય પણ... મેં માર્ક કર્યું છે કે રાજને મારામાં બીલકુલ ઇન્ટરેસ્ટજ નથી એણે ક્યારેય મારી સાથે ફ્રેન્ડલી વાત પણ નથી કરી. અહીં આવતાં પહેલાં પણ મારી મોમે મને શીખવેલુ. કે બને એટલો રાજ સાથે રેપો બનાવી લે જે એનાં પેરેન્ટસ આવ્યાં છે તો કંઇક વાત બને.
પછી તાન્યા હસવા લાગી.. એણે કહ્યું વિરાટ પેરેન્ટ્સ USનાં હોય કે ઇન્ડીયાનાં બધાં સરખાંજ હોય જેમ રાજ ભણે છે એમ હું પણ હજી ભણું છું. રાજને મારામાં ઇન્ટરરેસ્ટજ નથી પણ મારાં પેરેન્ટસ સમજતાંજ નથી અને હું કોઇની સાથે બળજબરી રીતે લવ કરાવું. એ મારી માનસિકતા નથી મેં મારી મોમને કહી દીધેલું કે રાજને ઇન્ટરેસ્ટ ના હોય તો મને પણ નથી પણ ફેમીલી બહુ સારુ છે સુખી છે પૈસા મિલ્કતો છે અરે યાર દુનિયામાં બીજા કોઇ આવાં ફેમીલીજ નહીં હોય ?
સાચે અહીં રહીને પણ મારાં પેરેન્ટસ.. .આઇ હેટ ધેમ... કહી ચહેરા પર નારાજગીમાં ભાવ લાવીને ચૂપ થઇ ગઇ.
વિરાટ એને શાંતિથી સાંભળી રહેલો એણે કહ્યું યુ આર રાઇટ. પણ તું રાજ વિશે પૂછે છે પણ એ ખૂબ અંર્તમુખી છે એટલે કે એ બહુ ફ્રેન્ક નથી થતો થોડો રીઝર્વ રહે છે પણ હું જે કંઇ જાણું છું એ પ્રમાણે છોકરો ખૂબ સારો છે ખૂબજ સેન્સીટીવ છે. કદાચ ક્યાંક એ એંગેજ પણ હોઇ શકે એનાં વિશે વધુ મારે પૂછવુ પડે પણ હજી કંઇ ચાન્સ નથી મળ્યો. પણ એ જેને પસંદ કરશે એ ભાગ્યશાળી હશે એવો છોકરો છે.
તાન્યાએ કહ્યું હું ઓળખું છું ત્યાં સુધી એ ખૂબ સારો, ડાઉન યુ અર્થ અને ખૂબ સમજુ છે એ અમારા ઘરે ના રહ્યો અહીં જુદો રહેવાં આવી ગયો એટલે ખૂબ સ્વામાની છે અને આત્મનિર્ભર રહેવા માંગે છે મને એવો પાકો વહેમ છે કે એ કોઇનાં પ્રેમમાં પણ છે અને એનાં પેરેન્ટસ એને પસંદ નથી કરતાં. મારો ડાઉટ મેં મારાં પેરેન્ટસ સાથે શેર પણ કરેલો પણ એ તો એમનાં મતલબથીજ બધુ જુએ શું કરુ ?
વિરાટે કહ્યું તુ સાચી છે. ત્યાં મીશાઆન્ટીએ બૂમ પાડી પૂછ્યું તમારો પુલાવ કેટલો પહોચ્યો ? કે કોઇ બીજી ખીચડી રંધાય છે ?
તાન્યા કંઇ સમજી નહીં પણ વિરાટ સમજી ગયો એને હસુ આવી ગયું એણે કહ્યું આન્ટી ના પુલાવની રેસીપીજ ચાલે છે. ખીચડી નથી રંધાતી અને સામે મીશા આંટીનો પણ હસવાનો અવાજ આવ્યો.
તાન્યાએ પૂછ્યું કે મંમીએ આવું ખીચડીનૂં કીધું તને કેમ હસવું આવ્યું ? વિરાટે કહ્યું તારી મોમે ગુજરાતીમાં સીક્ષર મારી. એમનાં કહેવાનો અર્થ એવો થતો હતો કે આપણે અહીં પુલાવનુંજ કરીએ છીએ કે કંઇ બીજું ચાલી રહ્યું છે ?
તાન્યાં સાંભળીને જોરથી હસી પડી અને પછી એનાં ચહેરાં પર શરમનાં શેરડા પણ છવાઇ ગયાં. એ બોલી મોમ પણ શું ?... વિરાટ એની સામેને સામે જોઇ રહેલો. તાન્યાની આંખો થોડી શરમથી નીચી થઇ અને બોલી માપની ખબર પડી ગઇ કે કેટલા માટે કેટલું જોઇએ પણ હવે એને રાંધીને તૈયાર કરવાનું શીખવને એજ અગત્યનું છે. પછી બહુ વાર થશે તો કોઇપણ બોલી શકશે કે રાઇસ રંધાય છે સાચેજ કે કોઇ બીજી ખીચડી ? એમ કહીને હસી પડી. વિરાટે કહ્યું માપ મેં સાચુંજ બતાવેલું મારાં પ્રમાણે મારી મુઠી મોટી છે શું કરુ ? અને કાયમ મોટી રહેશે તારી ખૂબ કોમળ અને નાની અને સુંદર છે. મને તો ખીચડી રાંધવામાં પણ વાંધો નથી એમ કહી તાન્યા સામે જોયુ. તાન્યા શરમાઇ રહી હતી.
વિરાટે કહ્યું રાઇસમાં માત્ર ચોખા હોય અને ખીચડી રાંધવા માટે ચોખા સાથે દાળ ભેળવવી પડે તો મસ્ત ખીચડી થાય એમાંય સાચાં પ્રેમ જેવો વઘાર અને વધારનો તડકો કરવા માટે તેલ પછી જુઓ સ્વાદીષ્ટ ખીચડી તૈયાર.
તાન્યાએ કહ્યું સાચી વાત આમ વાત વાતમાં ખીચડીની રેસીપી પણ શીખવી દીધી અને સમજી પણ ગઇ તું ચોખાનો દાણો હું દાળનો દાણો.. પછી જો રંધાય તો બની જાય સ્વાદીષ્ટ ખીચડીં.
વિરાટ અને તાન્યા બંન્ને જણાં એકબીજાની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યાં અને મીશા આંટી કીચનમાં જ દોડી આવ્યાં અને બોલ્યા શુ થયું ? આટલા જોરથી કેમ હસો છો ?
તાન્યાએ કહ્યું મંમી રાઇસ-પુલાવ સાથે સાથે ખીચડી શીખી લીધી અને રંધાઇ ગઇ હજી થોડી કાચી છે પણ પાકી થઇ જશે.
મીશા આંટીએ કહ્યું વાહ આટલી જલદી પણ એ પાકી થઇ જશે ના કહેવાય ચઢી જશે કહેવાય, અને ત્રણે જણાં ખડખડાટ હસી પડ્યાં. ત્યાં દરવાજો ખૂલ્યો અને રાજ એનાં પેરેન્ટસ સાથે આવી ગયો એ મોલમાં મંમી પાપા સાથે શું વાતો કરીને આવ્યો એનો ભાવ હજી ચહેરાં પર હતો. એ થોડો ગંભીર થઇ ગયો હતો. એણે વિરાટ તાન્યા અને મીશા આંટીને ખડખડાટ હસતાં જોયાં અને બોલ્યો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-69


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Falguni Patel

Falguni Patel 2 months ago

JAGDISH.D. JABUANI
Neepa

Neepa 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago