My Loveable Partner - 13 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 13 - સરપ્રાઈઝ

યશ : તે ના કહી છે તો પણ એ કાલે તો આવશે જ.
પપ્પા : આવવા દો.
હું જવાબ આપી દઈશ તેને દીકરા.
તું કોઈ ફિકર ના કર.
યશ : તેમને ઘરની અંદર પણ નહી આવવા દઈએ.
કોયલ : શાંત.
તે યશ ના પગ પર હાથ મૂકતા કહે છે.
પપ્પા : જે થવાનું હતુ એ થઈ ગયુ.
મમ્મી : હવે એ બધી વાત છોડો.
કોયલ કેટલા વખતે આવી છે અને....
યશ : આ વખતે તો તેને પાછી જવા જ નથી દેવાની.
ધારા : અચ્છા.
યશ : બહુ રાહ જોવડાવે તું તો યાર.
કોયલ અને ધારા હલકું હસે છે.
પાયલ : એણે પણ તો રાહ જોઈ છે 3 વર્ષ.
આ કઈ સહેલું હતુ??
યશ : સહેલા અઘરા ની વાત ક્યાં છે??
પાયલ : તો શું છે??
યશ : કેવું વન ટ્રેક માઈન્ડ છે તારું!!
કોયલ અને ધારા એકબીજાની સામે જુએ છે.
કોયલ : ફરી શરૂ થઈ ગયા તમે બંને.
માસાજી, આ લોકો છે ને મળે ત્યારે લડે છે, નથી મળતા ત્યારે લડે છે અને મને ખાત્રી છે કે સપનામાં પણ એકબીજાના લડતા જ હશે.
યશ : ઓય....અમે એકબીજાનો પૂરો સાથ પણ આપીએ છીએ.
પાયલ : હા.
મમ્મી પપ્પાને હસવું આવી જાય છે.
ધારા : આ ચર્ચા નો કોઈ અંત નથી.
તે પણ હસતાં હસતાં કહે છે.
યશ : આવતા જન્મમાં પણ....
પપ્પા : પહેલા આ જન્મ તો પૂરો જીવી લે.
મમ્મી : કોયલ, તમને સાથે કેટલા વર્ષ થયા??
કોયલ : 24.
મમ્મી : ઓહ હો!!
24 વર્ષથી તમે બંને સાથે છો.
ધારા : બચપણ સે મમ્મી.
પપ્પા : આવતા વર્ષે તમારા લગ્ન પાક્કા.
તમારા આ સુવર્ણ સંબંધ ની 25મી તિથિએ તમારા લગ્ન પાક્કા.
પાયલ : એકદમ પાક્કા.
ધારા : તમારી એનિવર્સરી ક્યારે છે??
યશ - કોયલ : 25 ડીસેમ્બર.
પાયલ : મે પરંપરા અને સ્મિત ને તો કહ્યુ જ નહી.
તેને યાદ આવે છે.
યશ : મેસેજ કરી દે.
મમ્મી : ચાલો, અમે જઈએ.
તમે લોકો તો આરામથી વાતો કરશો.
યશ : યસ.
કાલે આમ પણ રવિવાર છે.
ધારા : અમારે કામ છે.
યશ : તો તમે જજો.
અમે તમને જવા દઈશું.
પપ્પા : સવારે મળીયે.
આવજો.
કહી મમ્મી પપ્પા ઉપર સૂવા જતા રહે છે.
કોયલ : આપણે પણ સૂઇ જઈએ??
પાયલ : હા, ચાલો.
તે ઉભી થવા જાય છે.
યશ : ઉભી રહે.
તે પાયલ નો હાથ પકડતા તેને રોકે છે.
પાયલ : શું??
યશ : બધુ બરાબર છે ને??
પાયલ : તને શું લાગે છે??
યશ : સીધું સીધું બોલ ને....
પાયલ : તમે લોકો આવી ગયા પછી તો બરાબર જ હોય ને.
યશ પાયલ ના ખભા પર હાથ મૂકતા મુસ્કાય છે.
કોયલ : આપણા બંને ના લગ્ન સાથે થશે પાયલડી.
પાયલ હલકું હસે છે.
યશ : ઓહ હા....
નીરજ કુમાર કેવા લાગ્યા તમને ધારા કુમારી??
તે ધારા સામે જોતા પૂછે છે.
કોયલ : ઓહ હો.
ધારા : નોટ ધેટ બેડ.
કોયલ : અને....
ધારા : એ રોજ મેસેજ કરે છે યાર.
યશ : તો વાત કર ને તેની સાથે.
ધારા : શું વાત કરું??
પાયલ : શરૂઆત તો કર.
યશ : પછી....
કોયલ : મને ફોટો તો બતાવો.
પાયલ : મારા મોબાઈલમાં છે.
તે યશ અને કોયલ ને નીરજ કુમાર નો ફોટો બતાવે છે.
કોયલ : કરે છે શું??
ધારા : પપ્પા સાથે બિઝનેસમાં છે.
કોયલ : એટલે માસાજી સાથે??
ધારા : એના પપ્પા સાથે.
યશ : સારો દેખાય છે.
ધારા : અમે મળ્યા ત્યારે મને લાગ્યું મારા કરતા વધારે એ બોલે છે.
પાયલ : તે દિવસે તું આમ પણ કઈ વધારે જ ચૂપ હતી.
યશ : ધારા ચૂપ પણ રહે છે??
ધારા : મને સમજાતું નથી પપ્પાને ના કઈ રીતે કહુ??
કોયલ : કેમ??
ધારા : શેની ઉતાવળ છે??
કોયલ : હંમ.
પાયલ : તમે ઘરે શું કહીને આવ્યા છો??
યશ : અમે સુરત જઈએ છીએ.
થોડા દિવસ ફરીને પાછા આવીશું.
મમ્મી તને બહુ યાદ કરી રહી છે.
પાયલ : હંમ.

* * * *

યશ : હાય જીજુ.
સ્મિત : અરે યશ!!
તે પોતાની ખુરશી પરથી ઉભો થાય છે.
સ્મિત : વોટસ અપ??
યશ : નથીંગ મચ.
Congratulations ફોર ધ બીગ કોન્ટ્રેક્ટ.
સ્મિત : થેન્ક્સ.
બંને મુસ્કાય છે.
પરંપરા : યશ....!!
હાય.
તે આવી તેને ભેટી પડે છે.
પરંપરા : વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ.
યશ : પાયલ સાથે વાત થઈ હતી.
અને સરપ્રાઈઝ તો હું મારી સાથે લઈને આવ્યો છું.
કોયલ કેબિનમાં આવે છે.
પરંપરા : કોયલડી....!!
કોયલ : કેમ છો??
પરંપરા : કેટલા વખતે મળ્યા.
કોયલ : શાદી મુબારક હો.
પરંપરા : તને કેટલી યાદ કરી.
કોયલ : આઈ નો.
યશ : જીજુ, આ કોયલ છે.
મારી બેટર હાફ.
સ્મિત : હેલ્લો.
કોયલ : Congratulations.
સ્મિત : થેન્કયુ.
બંને મુસ્કાય છે.
યશ : એક સારા સમાચાર છે.
જે પાયલ તમને કહેશે.
પરંપરા : માસા માસી માની ગયા??
યશ : એનાથી પણ સારા સમાચાર છે.

* * * * *

ધારા : નવો કેમેરા!!
સ્મિત : કાલે સાંજે આવ્યો.
એની જ પસંદ નો છે અને એના માટે સરપ્રાઈઝ છે.
ધારા : નાઈસ.
કેટલા નો આવ્યો??
સ્મિત : કેમ??
ધારા : પૂછું છું ખાલી.
સ્મિત : ક્લાઈન્ટ નો કોલ આવ્યો.
તે ફોન ઉપાડે છે.
સ્મિત : બોલો સર....
હા હા થઈ જશે સર.
બિલકુલ થઈ જશે.

ધારા : પાછો મેસેજ આવ્યો.
તે કેબિન થી બહાર નીકળતા બબડે છે.
પરંપરા : ધરું, જમવાનું આવી ગયુ છે.
સ્મિત ને પણ કહી દે.
અને ચાલો જમવા.
ધારા : સ્મિત ને ક્લાઈન્ટ નો કોલ આવ્યો છે.
તે વાત કરી રહ્યો છે.
ધારા ખુરશી પર બેસતા કહે છે.
યશ : કોની સાથે ચેટ કરે છે??
તે ધારા ની મોબાઈલ સ્ક્રીન તરફ જોતા પૂછે છે.
ધારા : કોઈ સાથે નહી.
તે મોબાઈલ મૂકતા કહે છે.
કોયલ : કેમ ઉભી છે??
બેસી જા.
પરંપરા : સ્મિત ની રાહ જોવું છું.
કોયલ : તો બેસી ને રાહ જો ને.
અમે પણ રાહ જોઈએ.
પરંપરા : તમે લોકો ખાતા થાઓ.
એ આવશે.
યશ : અમને રાહ જોવામાં ખુશી થશે બહેના.
પાયલ : બેસી જા.
પરંપરા પણ બેસી જાય છે.
પરંપરા : કેટલા વાગ્યા??
પાયલ : 2:10pm.
પરંપરા : થાકી ગઈ છું.
ધારા : હું પણ.
પરંપરા : હું મારા ઈન્સોમ્નિયા થી થાકી ગઈ છું.
ધારા : ઓહ.
પરંપરા : ક્યાં સુધી આમ ચાલશે??
20 વર્ષ થઈ ગયા યાર.
હવે....
કોયલ : રિલેક્સ.
તે પરંપરા ના ખભા પર હાથ મૂકે છે.
પરંપરા ની આંખમાંથી આંસુ સરી પડે છે.
પાયલ : અરે....!!
પરંપરા : બહુ થયું હવે.
બીજા ધોરણમાં ભણતી હતી ત્યારથી આ....
ધારા : ઈટસ ઓકે.
તે તેનો હાથ પકડતા કહે છે.
પરંપરા : નહી.
હવે મારે નવી લાઈફ શરૂ કરવાની છે.
હવે નહી.
યશ : તને જીજુ એ કઈ....
પરંપરા : એણે કે ઘરમાં કોઈએ પણ મને અત્યારે તો કઈ નથી કહ્યુ.
પણ શું આખી જીંદગી....
કોયલ તેને હગ કરી લે છે.
સ્મિત આવે છે.
સ્મિત : અમારી રાહ જોવાય રહી છે એમ.
પાયલ : હંમ.
પરંપરા ની સામેની ખુરશી પર સ્મિત જઈને બેસે છે.
પરંપરા પોતાની ભીની આંખો લૂછી લે છે.
સ્મિત : શું થયું??
તે પરંપરા સામે જોતા તરત પૂછે છે.
પરંપરા : કઈ નહી.
સ્મિત : બોલ ને.
પાયલ : હનીમૂન પર જવું છે.
સ્મિત : 2 મહિના પછી પાક્કું.
પરંપરા મુસ્કાય છે.
કોયલ : ક્યાં જશો??
પાયલ : સ્મિત એ પરંપરા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યુ છે.
કોયલ : ઓહ વાઉં....!!
મારા માટે પણ કોઈ પ્લાન કરજો પ્લીઝ.
યશ : કરીને પણ શું ફાયદો??
તને પહેલા જ ખબર પડી જવાની છે.
ધારા : તો શું થયું??
યશ : મજા ના રહે.
અમે બેવ એકબીજાને કહીએ નહી.
પણ અમને ખબર જ હોય પછી....
સ્મિત : કોઈ વાર તો કરાય ને.
યશ : એમાં એવું છે કે....
પાયલ : આપણા ભાઈને સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ રાખતા નથી આવડતુ.
યશ : હા, તો સરપ્રાઈઝ પ્લાન કરીને આપવું પણ ટેલેન્ટેડ લોકોનું કામ છે.
એ પણ એક કલા છે.
પરંપરા : પોઈન્ટ.
સબ કે બસ કી બાત નહી હૈ.
હૈ ના??
તે જાણીજોઈને પૂછે છે.
યશ : મારાથી તો નહી થાય.
કોયલ ને બહુ સરસ આવડે છે બધાને સરપ્રાઈઝ આપતા.
કોયલ : સારું.
આગળ પણ એ ડિપાર્ટમેન્ટ હું જ સંભાળી લઈશ.
તે હસતાં હસતાં કહે છે.
ધારા : બેટર.
પાયલ : હવે જમવાનો શુભારંભ કરીએ??
સ્મિત : હા....હા.
બધા એવી જ મસ્તી ભરી વાતો કરતા કરતા જમવા લાગે છે.

* * * *

રાતે

યશ : સારું થયુ એ લોકો સમજી ને આવ્યા જ નહી.
મમ્મી : અરે....બહુ સારું થયુ.
તમે બંને તો હજી રોકાશો ને??
કોયલ : અફકોર્સ માસી.
મમ્મી : જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેજો.
યશ : એ ધારા, લેપટોપ મૂકને.
ધારા : કામ કરું છું.
યશ : સહેજ વાર માટે યાર.
ધારા : કામ પતવા જ આવ્યુ છે.
યશ : જલ્દી પતાવ.
ધારા : હા.
પાયલ : કરવા દે ને એને કામ.
મમ્મી : યશ, તારું કામકાજ કેવું ચાલે??
યશ : હમણાં અહીં આવ્યો છું એટલે મારું પણ ઓનલાઈન જ ચાલે.
સારું ચાલી રહ્યુ છે.
મમ્મી : ચાલો, સરસ.
ઓનલાઈન ચાલુ છે.
તે ખુશ થાય છે.
યશ : હા.

* * * *

સ્મિત : પરંપરા....
પરંપરા : હા....
સ્મિત : શું થયુ હતુ બપોરે??
પરંપરા : કઈ ખાસ નહી.
સ્મિત : પણ શું??
તારી આંખોમાં આંસુ કેમ હતા??
પરંપરા : એમજ.
સ્મિત : એમજ??
તું મને....
પરંપરા : કઈ મોટી વાત નથી સ્મિત.
સ્મિત : મોટી હોય કે નાની.
તારી આંખોમાં આંસુ હતા.
પરંપરા : ઈટસ ઓકે.
સ્મિત : તું મને કહેતી કેમ નથી??
પરંપરા : એવું કઈ છે જ નહી.
સ્મિત : એટલે મારે તને પૂછવાનું પણ નહી??
પરંપરા : સ્મિત, મે એવું....
સ્મિત : સારું.
સ્મિત લાઈટ બંધ કરી સૂઇ જાય છે.

* * * *

~ By Writer Shuchi



.