Midnight Coffee - 16 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 16 - સરપ્રાઈઝ

૨૫ દિવસ પછી સુરત

પપ્પા : આ તું શું બોલી રહ્યો છે નિશાંત??
નિશાંત : અમે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે.
પપ્પા : તમને જરાક પણ અંદાજો છે કે આ વાત જો સમાજ સુધી પહોંચી તો રાધિકા વહુ ના પરિવાર પર શું વિતશે??
પાસે પાસે ઉભા નિશાંત રાધિકા એક બીજા તરફ જુએ છે.
મમ્મી : હા, બેટા.
નિશાંત : રાધિકા ડાઇવોર્સ પછી પણ અહીં જ રહેશે.
સાંભળી રાધિકા એક્દમ ચોંકી ઉઠે છે.
રાધિકા : આ શું નિશાંત??
મમ્મી : નિશાંત, તને કઈ ભાન છે??
પપ્પા : આ તને શું સુજી રહ્યુ છે??
રાધિકા : હું....
નિશાંત ઇશારાથી રાધિકા ને શાંત રહેવાનું કહે છે.
નિશાંત : હું બધુ જાણું છું....
ત્યા જ બધાના કાને કોઈનો અવાજ અથડાઈ છે.
પૂર્વી : નિશાંત....
બધા ની નજર તેની તરફ ફરે છે.
લાંબી બાહી નું ગુલાબી સ્વેટર ટી - શર્ટ, વ્હાઇટ જીન્સ, ચોટલી માં બાંધેલા વાળ, હાથમાં નિશાંત એ ગીફ્ટ માં આપેલું પીચ રંગ નું પર્સ અને સીધા સાદા બ્રાઉન સેન્ડલ પગમાં.
રાધિકા : પૂર્વી!!!!
નિશાંત પહેલા તે બોલી પડે છે.
બધા ના ચહેરા જોઈ પૂર્વી સમજી જાય છે કે કોઈ મહત્વ ની વાત ચાલી રહી છે.
પૂર્વી : હું નીચે રાહ જોઉં છું.
કહી તે પાછી નીચે જવા લાગે છે.
રાધિકા : પૂર્વી, હું પણ આવું છું તારી સાથે.
તે નિશાંત ને ઇશારો કરી પૂર્વી સાથે નીચે જતી રહે છે.
મમ્મી : આ કોણ છે??
નિશાંત : અમારી ફ્રેન્ડ છે.
પપ્પા : તમારે ડાઇવોર્સ લેવા હોય તો લો.
પણ પછી તે આ ઘરમાં નહી રહી શકે.
નિશાંત : તે બીજે ક્યાં જશે??
પપ્પા : એને જ્યાં જવું હોય ત્યા.
મમ્મી : અને તેના પરિવાર નું શું??
નિશાંત : તેના પરિવાર ને એટલે જ તેના લગ્ન કરાવવાની ઉતાવળ હતી કારણ કે તેમને રાધિકા ની આ....
મમ્મી : ખબર તો પડી જ જાય ને.
નિશાંત : પણ એમાં ખોટું કે અયોગ્ય શું છે??
રાધિકા આપણા જેવી જ છે.
બસ, ૧ ફરક છે તેનામાં.
અને ભગવાન એ તેને એવી બનાવી છે.
પપ્પા : સમાજ નથી સ્વીકારતો.
અને તું આપણી રીપીટેશન નો તો ખ્યાલ કર.
વાયુ વેગે તમે જાતે આ ખબર ને ફેલાવવા ની વાત કરો છો.
નિશાંત : તો ફેલાવવા દો ને.
હજી જે લોકો આ વાત નથી સમજતા તેમને અહેસાસ થવા દો.
કે આ નોર્મલ છે.
આપણે તો તેમને હિંમત આપવાની હોય કે આખી દુનિયા સામે તે આ વાત સ્વીકારી શકે.
પણ આપણે જ તેમના આત્મવિશ્વાસ પર વધુ ઘા કરતા આવ્યા છે.
ઘણા લોકો તેમના સપોર્ટ માં પણ છે.
તેમના માટે બધુ કરી પણ રહ્યા છે.
પણ એની સંખ્યા ને હજી વધારવાની જરૂર છે.
મમ્મી : હું તારી વાત સાથે સહેમત છું દીકરા.
પણ....
નિશાંત : શું આપણે આ શરૂઆત નહી કરી શકીએ??
પપ્પા : પોતાના વિશે કઈ વિચાર્યું છે??
નિશાંત : અમે બંને ઘણા સારા દોસ્ત બની ગયા છે.
નિશાંત મુસ્કાય છે.
મમ્મી : તે અહીં રહેવા માટે માનશે??
નિશાંત : હું માનવી લઈશ.
મમ્મી : ઠીક છે.
નિશાંત પપ્પા સામે જુએ છે.
પપ્પા : તમને જે ઠીક લાગે તે.
નિશાંત ખુશ થાય છે.

* * * *

નિશાંત નીચે આવે છે.
નિશાંત : રાધિકા....
તે બૂમ પાડે છે.
રાધિકા : રસોડામાં છીએ અમે.
નિશાંત રસોડામાં આવે છે.
રાધિકા કોફી બનાવી રહી હોય છે અને તે અને પૂર્વી વાતો કરી રહ્યા હોય છે.
નિશાંત : કોફી બની રહી છે.
પૂર્વી : યસ.
નિશાંત પૂર્વી સામે જોયા કરે છે.
પૂર્વી : વોટ??
નિશાંત : હગ....??
પૂર્વી : હવે તું શાહરુખ ખાન ની જેમ હાથ ફેલાવી મને બોલાવીશ તો મારે ભેટવું જ પડશે.
તે હસીને ભેટી પડે છે.
રાધિકા કોફી કપ માં કાઢી લે છે.
નિશાંત : ક્યારે આવી??
પૂર્વી : ૨૦ દિવસ થયા.
નિશાંત : કહેતી પણ નથી તું તો??
પૂર્વી : મારે સરપ્રાઇઝ આપવી હતી.
રાધિકા : ગમી ને સરપ્રાઇઝ??
નિશાંત જાણે જવાબ વિચારી રહ્યો હોય એવું નાટક કરે છે.
પૂર્વી : શું વિચારી રહ્યો છે??
તે નિશાંત ને હલાવે છે.
ત્રણેય હસી પડે છે.
રાધિકા : હવે કોફી લઈને ટેરેસ પર જઈએ??
સનસેટ નો સમય પણ થઈ રહ્યો છે.
નિશાંત : હા, ચાલો.

ટેરેસ પર

પૂર્વી : નાઇસ કોફી.
રાધિકા : થેન્કયૂ.
નિશાંત : નાઇસ પર્સ.
તે પર્સ જોતા કહે છે.
પૂર્વી : થેન્કયૂ.
બંને મુસ્કાય છે.
અચાનક પૂર્વી ને કઈ યાદ આવતા તે કોફી નો કપ નજીક રાખેલી ટ્રે માં મૂકી દે છે.
પૂર્વી ને આમ કરતા જોઈ નવાઈ સાથે નિશાંત રાધિકા એક બીજા તરફ જુએ છે.
પૂર્વી તેમના ચહેરા વાંચી લે છે.
પૂર્વી : છુપાવીશ નહી.
હું અને કિરણ એક મહિના પહેલા અલગ થઈ ગયા અને અત્યારે હું પ્રેગનેન્ટ છું.
તે ઢળતા સૂરજ સામે તાકી રહેતા ચહેરા પર કોઈ પણ ભાવ લાવ્યા વિના કહી જાય છે અને નિશાંત અને રાધિકા એક્દમ આશ્ચર્ય માં મૂકાય જાય છે.
રાધિકા : પ....પણ....
રાધિકા : તેના માટે માત્ર હું મોજ નું સાધન હતી.
આ વાત મને સમજતા વાર લાગી અને તે મને એ વાત નો ફાયદો ઉઠાવી ઈમ્પ્રેસ કરતો રહ્યો.
તે રાધિકા સામે જુએ છે.
પૂર્વી : જે રાત્રે આ વાત સમજાય કે હું તરત એના ઘરેથી ભાગી આવી અને એને બધે બ્લોક કરી દીધો.
તે મારા હાલ પૂછવા ઘરે આવ્યો નહી અને હું સમજી ગઈ કે આ રોન્ગ નંબર લાગ્યો હતો.
પપ્પા સાથે વાત કરી બીજા દિવસે....
બધુ બરાબર થવા લાગ્યુ.
અને એ બનાવ ના ૬ દિવસ પછી મને ખબર પડી કે હું તો....
થોડા સમય પહેલા એક નવા સફર પર નીકળી ગઈ છું.
ઘરે આવી, રસ્તો ભટકી જવાના બહાને ખૂબ રડી.
બધો ગુસ્સો કાઢી લીધો, ઊંઘ્યા વગર રાતો વિતાવી લીધી.
નિશાંત : તું અમને કહી શકતી હતી.
પૂર્વી : તે સમયએ મને કશી સમજ નહતી પડી રહી.
રાધિકા : થોડા સમય પહેલા એટલે કેટલા સમય પહેલા??
પૂર્વી : જ્યારે મને ખબર પડી ત્યારે મારી પાસે હજી ૧૫ દિવસ હતા.
જેમાંથી ૪ તો ક્યા પસાર થઈ ગયા મને ખ્યાલ જ નથી.
પપ્પા સાથે વાત તો કરવાની જ હતી.
એટલે ફટાફટ ઈન્ડિયા આવવાનો નિર્ણય લઈ ૩ દિવસમાં ત્યા બધુ સોર્ટઆઉટ કરી ઈન્ડિયા આવી ગઈ.
પપ્પા પણ તમારી જેમ જ ખુશ અને સરપ્રાઇઝ્ડ થઈ ગયા.
પહેલા દિવસે જ મે તેમને બધી હકીકત જણાવી દીધી અને સાથે એ પણ કે કિરણ આના વિશે કઈ નથી જાણતો.
અને આખરે મે આ સફરમાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને પપ્પાએ મારો સાથ આપ્યો.
હજી કોઈક વાર ભૂલી જવાય છે કે હું....આઈ મીન....હવે હું એકલી નથી.
તે હલકું મુસ્કાય છે.
રાધિકા તેને વળગી પડે છે.
રાધિકા : અમે પણ આ સફરમાં તારી સાથે છીએ પૂર્વી.
રાધિકા થી અલગ થતા નિશાંત અને પૂર્વી ની નજર એક થાય છે.
નિશાંત : તારું ભણવાનું??
પૂર્વી : બસ, હવે આવી ગઈ ઈન્ડિયા.
તે હલકું મુસ્કાય છે.
નિશાંત : પણ તારી ફાઇનલ એક્ઝામ્સ જ બાકી છે.
પૂર્વી : ઠીક છે હવે.
એક્ઝામ્સ આપીને પણ શું કરીશ??
નિશાંત : એટલે??
પૂર્વી : હવે તો બધુ બદલાય જશે.
નિશાંત : હા, પણ તો પણ.
તારા હાથમાં ડિગ્રી આવી જશે.
પૂર્વી : ઈન્ડિયા માં ભણતી હતે તો કદાચ ડિગ્રી લઈ પણ લેતે.
હવે તો છોકરા જોવાના છે.
રાધિકા : તું શ્યોર છે આ બાબતે??
પૂર્વી : પપ્પા જે કરશે તે યોગ્ય જ કરશે ને.
નિશાંત : પણ તારે લગ્ન કરવા છે??
પૂર્વી : હવે એક જ રસ્તો છે મારી પાસે.
રાધિકા : તું એકલી પણ....
એટલે કે તું સિંગલ મધર પણ બની શકે છે.
પૂર્વી : નહી.
એ હું નહી કરી શકીશ.
નિશાંત : તને કઈ પણ જરૂર હોય અમે છીએ.
પૂર્વી : તમારી પાસે થી જ તો મને કેટલી હિંમત મળે છે.
રાધિકા મુસ્કાય છે.
પૂર્વી : હું આવી ત્યારે....
નિશાંત : અમે બહુ જલ્દી જાહેર કરી દેવાના છીએ.
પૂર્વી : તારા મમ્મી પપ્પા માની ગયા??
નિશાંત : હા.
પૂર્વી : Congratulations.
તે ખુશ થાય છે.
રાધિકા મુસ્કાય છે.


* * * *

~ By Writer Shuchi




.