Midnight Coffee - 15 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 15 - નારાજગી

પૂર્વી : મને જરાય નહી ગમી.
નિશાંત : કોણ??
પૂર્વી : જેની.
ઓહ....સૉરી શેફ જેની.
તે કોફી નો સીપ લે છે.
નિશાંત : પૂર્વી.
પૂર્વી : શું પૂર્વી??
તારી રાધિકા ની જેની વિશે બોલી એટલે??
નિશાંત : એટલે નહી પણ આપણે કોઈને પણ આમ જજ ના કરી શકીએ.
પૂર્વી : હું મારો ઓપીનીયન આપી રહી છું.
નિશાંત : હા....એ તો....
પૂર્વી : એ બધી વાત છોડ.
મને રાધિકા વિશે કહે....
નિશાંત : આજે તો અમે ક્રિકેટ રમ્યા.
તે બધી વાત જણાવે છે.
પૂર્વી : તેણે જાતે એવું કહ્યુ??
નિશાંત : હા.
બંને મુસ્કાય છે.
પૂર્વી : એક વાત કહું??
મને પહેલી વાર તારા પર એટલો બધો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.
નિશાંત : પહેલી વાર??
પૂર્વી : હા.
કિરણ મને કહે છે : તને આટલું સારું તો ખાવાનું બનાવતા આવડે છે તો ૨ કલાક ના ક્લાસ કેમ જોઈન કર્યા??
નિશાંત : તે કહ્યું નથી ને??
પૂર્વી : ના હવે.
નિશાંત : ખાલી પૂછું છું.
એમાં ચીડાવા....
પૂર્વી : હા, હું વધારે બોલું છું.
પણ તને મારા પર એટલો પણ વિશ્વાસ નથી કે હું કિરણ ને આ વાત નહી કહીશ??
બોલતા બોલતા પૂર્વી ની આંખોમાં પાણી આવી જાય છે.
નિશાંત : સૉરી.
પૂર્વી : હવે શું સૉરી.
તે પોતાના આંસુ લૂછે છે.
નિશાંત : મારો વિચાર તને ઠેસ પહોંચાડવા નો જરાક પણ નહતો.
પૂર્વી : હું સમજી ગઈ.
કહી તે ફોન મૂકી દે છે.

પૂર્વી : કોફી પણ ઠંડી પડી ગઈ.
તે કપ ને બાજુમાં મૂકી દે છે અને પોતાનું વાંચવા લાગે છે.

* * * *

રાધિકા : તેને શું ગમે છે??
નિશાંત વિચારવા લાગે છે.
નિશાંત : મારું માથું ખાવું તેને બહુ ગમે છે.
રાધિકા : હવે એ તો તમે એને ગીફ્ટ માં આપી નહી શકો.
નિશાંત : તું જ કઈ વિચાર ને.
તમે બંને સરખી ઉંમર માં છો.
તેને શું ગમશે??
રાધિકા : હું શું વિચારું??
પર્સ....??
નિશાંત : ગુડ આઇડિયા.
હમણાં જ ઓર્ડર કરી દઉં જોઈને.
રાધિકા હલકું મુસ્કાય છે.
નિશાંત સુંદર પીચ કલર નું પર્સ પસંદ કરી પૂર્વી માટે ઓર્ડર કરી દે છે.
રાધિકા : માત્ર ૪ દિવસમાં કેટલો લગાવ થઈ ગયો સણિયા સાથે.
આ ગામ જાણે મારું પોતાનું થઈ ગયુ.
નિશાંત રાધિકા સામે જોઈ મુસ્કાય છે.
રાધિકા : કેટલી શાંતિ મળે છે અહીંયા.
આટલી શાંતિ મે પહેલી વાર અનુભવી.
નિશાંત : અહીંયા રાહત છે.
અહીંયા આપણા સ્ટેટસ ની ફિકર નથી કરવી પડતી.
કાલે ફરી બીજા ગામ જવાનું.
રાધિકા : મારે નથી જવું.
નિશાંત : જવું પડશે.
રાધિકા : પ્લીઝ....
નિશાંત : આપણે બીજે બધે હજી ઝાડ રોપવાના છે.
રાધિકા : ઓહ હા.
નિશાંત મુસ્કાય છે.

* * * *

નિશાંત ગાડી ચલાવી રહ્યો હોય છે.
અને પાસે બેઠી રાધિકા પોતાના આંસુ લૂછી રહી હોય છે.
રાધિકા : હું જરૂર પાછી આવીશ આ બાળકઓ ને મળવા.
નિશાંત : આપણે બંને સાથે આવીશું.
રાધિકા : હા.
તેમની આંખોમાં આંસુ મારા થી નહી જોવાયા.
નિશાંત : મારા થી પણ નથી જોવાતા.
હવે રડવા નું બંધ કર આપણે ગામથી દૂર આવી ગયા.
રાધિકા બોટલ ખોલી પાણી પીએ છે.
નિશાંત : કિશોર કુમારના ગીતો શરૂ કરીએ.
રાધિકા : હંમ.
તે ગીતો શરૂ કરે છે.
આકાશમાં વાદળો ઘેરાવા લાગે છે અને મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થઈ જાય છે.
નિશાંત : જો તને રડતી જોઈને આકાશ પણ રડી પડયું.
સાંભળી રાધિકા હલકું હસી પડે છે.

* * * *

૨૫ દિવસ પછી

સુરત

પપ્પા : આ તું શું બોલી રહ્યો છે નિશાંત??
નિશાંત : અમે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે.
પપ્પા : તમને જરાક પણ અંદાજો છે કે આ વાત જો સમાજ સુધી પહોંચી તો રાધિકા વહુ ના પરિવાર પર શું વિતશે??
પાસે પાસે ઉભા નિશાંત રાધિકા એક બીજા તરફ જુએ છે.
મમ્મી : હા, બેટા.
નિશાંત : રાધિકા ડાઇવોર્સ પછી પણ અહીં જ રહેશે.
સાંભળી રાધિકા એક્દમ ચોંકી ઉઠે છે.
રાધિકા : આ શું નિશાંત??
મમ્મી : નિશાંત, તને કઈ ભાન છે??
પપ્પા : આ તને શું સુજી રહ્યુ છે??
રાધિકા : હું....
નિશાંત ઇશારાથી રાધિકા ને શાંત રહેવાનું કહે છે.
નિશાંત : હું બધુ જાણું છું....
ત્યા જ બધાના કાને કોઈનો અવાજ અથડાઈ છે....

એ અવાજ કોનો હશે ને કોણ આવી હશે અત્યારે તેમના ઘરે??


~ By Writer Shuchi




.