LOVE BYTES - 95 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-95

લવ બાઇટ્સ - પ્રકરણ-95

લવ બાઇટ્સ
પ્રકરણ-95
સ્તવન આશા-મયુર-મીહીકા અહીં દેવસ્થાનમાં બધાંને જોઇને ખૂબ આર્શ્ચયમાં પડી ગયાં હતાં. સાથે સાથે સ્તુતિનાં માતાપિતા ભાઇને જોયાં સ્તવનનાં આષ્ચર્યનાં પારના રહ્યો બધાં ગર્ભગૃહમાં આવીને શાંતિથી બેસી ગયાં. પાછળ અઘોરીજીને આવતાં જોયાં. સ્તનવ-આશા કંઇ સમજી રહ્યાં નહોતાં.
ત્યાં અઘોરીજી ભગવાન મહાદેવ મણિકર્ણેશ્વરજી ની મૂર્તિ પાસે આવ્યા. હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યાં. બધાં એમનાં પહાડી અવાજમાં સુંદર સ્તુતિ સાંભળી રહેલાં અને એ દરમ્યાન મહાદેવજીનાં ગર્ભગૃહમાં સ્તુતિનું પણ આગમન થયું સ્તવન આ બધું જોઇને ખૂબ નવાઇ પામી રહેલો.
અઘોરીજીએ ભગવન મણિકર્ણેશ્વરજીને પ્રાર્થના કર્યા પછી સ્તવનને કહ્યું વત્સ તને અને તારી સાથેનાં અન્યને ખૂબ આષ્ચર્ય હશે કે અમે બધાં એમાંય હું અને તારાં કુટુંબીજનો અહીં ક્યાંથી હાજર થઇ ગયાં ? ક્યા કારણે તમારી સાથે કોઇ વાતચીતતો થઇ નથી..બરાબરને ?
સ્તવને હાથ જોડીને કહ્યું હાં બાપજી મારાં અને અમારાં માટે ખૂબ આષ્ચર્યની વાત છે આપ ખુલાસાથી વાત કરો અને અમને જણાવો આ બધુ કેવી રીતે થયું ? તમારાં બધાંના અહી આગમનનું કારણ ? અને તમને અહીં કોણે બોલાવ્યાં કે મોકલ્યા ? ભલે અમારાં માટે આશીર્વાદ અને આનંદનો વિષય છે પ્રભુ ખુલાસો કરો.
અઘોરીજીએ કહ્યું પહેલો પ્રશ્ન અને એનો જવાબ એ છે કે અમને વામનરાવજીએ એટલે કે સ્તુતિમાં પિતાએ અમને આમંત્ર્યા છે અને એનું ખાસ કારણ છે. અને એ કારણ હું જણાવું એ પહેલાં આપણે ભૂતકાળમાં જવું પડશે અને એ ભૂતકાળને ઢંઢોળતાં પહેલાં અહીં તમને નાગરાજનાં અને હમણાં આશા મિહીકાને દેવીમાંનાં દર્શન થયા છે અને એમનાં દર્શનથી તેઓ ગભરાયા અને હેબતાયા છે પણ એમાં ગભરાવવા જેવું કઈ નથી મહાદેવજીનાં પ્રાંગણમાં તમારાં પ્રેમને આશીર્વાદ આપવા ખુદ ફુલ યોગીનીમાં હાજર થયાં છે.
તમારાં એટલાં અહોભાગ્ય છે કે તેમારાં સાચાં અને પવિત્ર પાત્રતા વાળાં પ્રેમને કારણે માઁ ફૂલ યોગીનીએ અહીં પધારવાની કૃપા કરી છે. આપણે ભગવાન મહાબલી મહાદેવ મણિકર્ણેશ્વર અને દેવી માઁ ફૂલયોગીની માં નું પૂજન આરતી કરીશું અને એમને ખુશ કરી એમની કૃપા મેળવીશું. જેથી આજનો તમારો જન્મોનો જૂનો પ્રેમસંબંધ પૂરી પાત્રતા મેળવે અને એની અધૂરી વિધી આજે પુરી કરી શકાય. દેવી માઁ ની કૃપા અને આદેશ પ્રમાણે તમારે આગળનું જીવન જીવવાનું છે.
સ્તવને બે હાથ જોડીને કહ્યું બાપજી અમે તૈયાર છીએ. ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્તુતિ ભગવાન મહાદેવજીની પાસે આવીને બેસી ગઇ. સ્તવન અને આશા સ્તુતિ તરફ જોઇ રહ્યાં હતાં.
અઘોરીજીએ સ્તુતિ પછી સ્તવન અને આશા તરફ ક્રમિક દ્રષ્ટિ કરીને પછી બોલ્યાં. તમે ત્રણે જણાં મારાં આશ્રમે અને માઁ મહાકાળીની નિશ્રામાં તમારાં ભાગ્ય પ્રમાણેનાં પ્રેમ અને એનાં ફળ મેળવવા માટે મારી પાસે આવ્યાં હતાં. પણ... હું કોઇ કર્મકાંડ નહોતો કરવા માંગતો કે ના કોઇ તાંત્રિક વિધી કારણ કે તમારું ભાગ્ય ખુદ અર્ધનારીશ્વરનાં હાથમાં હતુ જન્મોનાં પ્રેમ-વિરહ-વાસના અને તપનું કારણ હતું પાત્રતા ત્રણેનાં પ્રેમમાં હતી અને ઋણાનું બંધની જે ચૂકવણી સ્તવને કરવાની હતી એનો સાચો સમય હવે શરૂ થવાનો હતો. સ્તુતિને એનાં પાપનું પ્રાયશ્ચિત કરવાનુ હતું. આશાની અધૂરી ઇચ્છાઓનું ફળ મળવાનું હતું એટલેજ તમે મારાં આશ્રમે આવતાં હું તમને આશ્વવાસન આપીને વિદાય કરતો પણ હવે એ ઘડી પળ આવી ગઇ છે હવે બધો ફેસલો થઇ જશે અને સૌને પોતપોતાનું ભાગ્યનું ફળ પણ મળી જશે. આ ઘડીની હું રાહ જોતો હતો. હવે અહીં જે ક્રિયાવિધી અને તાંત્રિક શ્લોકો અને ઋચાઓ સાથે હવનયજ્ઞ થશે અને તમે તમારી નજરે સાક્ષાત બધી ક્રિયાઓ અને ફળ જોઇ શકશો અને એનો જવાબ પણ મળી જશે.
સ્તવન-સ્તુતિ એકબીજા સામે જોઇ રહ્યાં છે અને અઘોરીજીને સાંભળી રહ્યાં છે. આશાએ જે દેવીમાં નું અદભૂત અને વિચિત્ર સ્વરૂપનાં દર્શન કર્યા હતાં એ ઘણી ડરેલી અને હેબતાયેલી હતી એને બધાં અર્થ સમજાતાં નહોતાં એણે બાજુમાં બેઠેલાં સ્તવનનો હાથ પકડી લીધો હતો જે હજી પકડી રાખેલો હતો.
સ્તવન અને સ્તુતિની નજર મળી નજરની સાથે સાથે બે જીવ એકમેકમાં પરોવાઇ રહ્યાં હતાં. અગાઉ જે બધી વાતો સ્તવન અને સ્તુતિને એકબીજા સાથે ગયાભવનની થઇ હતી એ બધી જાણે તાજી થઇ રહી હતી. વામન રાવજી સ્તુતિની બાજુમાં આવીને બેસી ગયાં હતાં.
અઘોરીજી વામનરાવજીને પ્રાણામ કરીને હવનયજ્ઞની તૈયારી કરી રહેલાં. મણિકર્ણેશ્વર મહાદેવનાં બાંધકામમાં જે મૂર્તિઓનું સર્જન કરવામાં આવેલુ. ઝીણી ઝીણી સુંદર નક્શી અને કોતરણીકામ હતું. એમાં બધે દીપ ઝળહળી રહેલાં કોઇ અગમ્ય પ્રકાશ ફેલાઇ રહ્યો હતો એ ધુમ્મરને 64 યોગીનીઓ (જોગણી)ની મૂર્તિઓ હતી વચ્ચે ભગવાન મર્ણિકર્ણેશ્વર વિરાજમાન હતાં. એમનાં ગણો પણ હાજર હતાં. એમનો માનીતો નંદી હાજર થઇ ગયો હતો. આ બધાનાં દર્શન વામનરાવજી, અઘોરીજી, સ્તવન, સ્તુતિ અને આશાનેજ માત્ર થઇ રહેલાં બાકી બધાં સાક્ષી ભાવે જ્યોતિપુંજ જોઇ રહેલાં અને આવા આલ્હાદક દર્શન માટે ઇશ્વરનો આભાર માની રહેલાં.
અઘોરીજીએ તાંત્રિક અને યૌગિક ત્થા શાસ્ત્રોક્ત શ્લોકો સાથે હવનયજ્ઞ ચાલુ કર્યા અને એમાં સાથે લાવેલ દ્રવ્યોને અગ્નિમાં સ્વાહા કરી રહેલાં. જેમ જેમ હવનયજ્ઞ આગળ ચાલી રહેલો અને ધીમે ધીમે મહાદેવનાં મહાલયની દરેક મૂર્તિ, અટારી અને છત, ધુમ્મર પર અવનવા રંગ આકારનાં સર્પ અને નાગ પોતાનું સ્થાન લઇ રહેલાં. જે, શાસ્ત્રોક્ત કે તાંત્રિક વિધી ચાલી રહી હતી એમાં હવે સાંદ્રતા વધતી જતી હતી. આશા અને સ્તુતિ એકમેકની સામે જોઇ રહેલાં. આશાએ સ્તવન સામે જોઇને કહ્યું મને બધુ યાદ આવી રહ્યું છે સ્તવને કહ્યું સારુ છે તને યાદ આવી રહ્યું છે. યાદ આવવું જરૂરી છે અને અહીં બેઠાં છે એ બધાને સાક્ષી બનાવવાની જરૂર છે. આશાએ કહ્યું હે દેવરાજસિંહ સોલંકી તમે એક રાજપૂત સૈનિક હતાં મોટાં દિવાનનાં દીકરા.... તમારાં પિતાએ મારાં પિતાને આપણાં લગ્ન અને વેવિશાળનું વચન આપ્યું હતું આપણાં બાળપણમાંજ લગ્ન કરાવવાનું નક્કી થઇ ચૂક્યું હતું કારણ કે મારાં અને તમારાં પિતા ખાસ મિત્ર હતાં પણ યુવાન વયે આપણું મિલન થાય એ પહેલાં દેવરાજ તમે પ્રસનલ્લતાનાં પ્રેમમાં પડ્યાં જે અત્યારે અહીં બેઠી છે મને અન્યાય કર્યો અને તમે પ્રસન્નલતા સાથે પરણી ગયાં. અહીં મારી શું દશા થઇ હતી તમને ખબર છે ? તમે તો મને ભૂલી પ્રસન્નલતાનો હાથ પકડી લીધો. અમારી રજપૂત જ્ઞાતિમાં જાહેર થઇ ચૂક્યું હતુ કે મારાં વેવીશાળ જયપુરનાં દિવાનનાં પુત્ર દેવરાજ સાથે થઇ ચૂક્યા છે.
આપણી રૂઢિચૂસ્ત સમાજ વ્યવસ્થામાં મારી શું દશા થઇ હશે ? તમે વિચારેલું ? મારાં પિતાને જ્યારે આ તમારાં લગ્નનાં સમાચાર મળ્યાં કે તમે રાજકુવરી સાથે લગ્ન કરી લીધા છે મારાં પિતાએ ગુસ્સામાં અને નિરાશામાં જયપુર પર હુમલો કર્યો હતો અને એમાં મારાં પિતાનું તમારાં હાથેજ મૃત્યુ થયેલું અમારો ગઢ કુંબલગઢ પણ અમારાં હાથમાંથી ગયો જે તમને રાજા હરિસિહ તરફથી ઇનામમાં મળ્યો અને ત્યાંજ તમે મારી છાતી ઉપરજ આ પ્રસન્નલતા સાથે પ્રેમકીડાઓ કરી અને મને ક્યાંયની ના રાખી... તમને ખબર છે દેવરાજ ? આજ મહાદેવની પાછળની ખીણમાં જંગલની પૂર્વદિશામાં મેં અગ્નિ શૈયા ઓઢી અને મારાં પ્રાણ ગુમાવ્યાં હતાં અને અગ્નિ સાક્ષીએ મારાં મોઢામાંથી નીકળ્યુ હતું કે જેણે મને તરછોડી છે એને પણ દગો મળે અને પછીનાં જીવનમાં એજ મારો પતિ થાય...
આટલુ બોલી આશા ખડખડાટ હસવા લાગી એમાં હસવાનાં ધુમ્મટમાં પડધાં પડી રહ્યાં હતાં.... એ પ્રસન્નલતા સામે જોઇ બોલી અને આ કુલ્ટાએ....
વધુ આવતા અંકે - પ્રકરણ -96

Rate & Review

Rakesh

Rakesh 1 month ago

caAkash Ghantiwala
vitthalbhai

vitthalbhai 3 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago

Heena Suchak

Heena Suchak 5 months ago