Midnight Coffee - 17 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 17 - શું કામ??

નિશાંત : રિલેક્સ.
રાધિકા : હું કઈ નહી બોલવાનું બોલી ગઈ તો??
નિશાંત : કઈ નહી થાય એવું.
રાધિકા : મને બહુ ડર લાગી રહ્યો છે.
મારા મમ્મી પપ્પાને આના વિશે કશું નથી ખબર અને જ્યારે તે લોકો આ જોશે....
નિશાંત બેડ પર રાધિકા ની બાજુમાં આવીને બેસે છે.
નિશાંત : શાંત.
રાધિકા : હું કઈ ખોટું તો નથી કરી રહી ને??
તે નિશાંત સામે જુએ છે.
નિશાંત તેના આંસુ લૂછે છે.
નિશાંત : જે થઈ રહ્યુ છે એ બરાબર થઈ રહ્યુ છે.
રાધિકા : લોકો તમને....
નિશાંત : જે પણ થાય,
હું તારી સાથે છું રાધિકા.
તે રાધિકા નો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.
રાધિકા તેને ભેટી પડે છે.
વોલ ક્લોક ૧૧:૫૫ નો સમય બતાવે છે.
નિશાંત : ચાલ, નીચે બધા રાહ જુએ છે.
૧૨ વાગ્યે પ્રેસ મીટિંગ શરૂ થઈ જશે.
રાધિકા નિશાંત થી અલગ થઈ પોતાના આંસુ લૂછે છે.
નિશાંત : સ્માઇલ.
આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
રાધિકા : નવી શરૂઆત??
નિશાંત : આપણા જીવનની.
રાધિકા હલકું મુસ્કાય છે.
મમ્મી : નિશાંત, રાધિકા....
તે રૂમ નો દરવાજો ઠોકે છે.
નિશાંત : આવીએ જ છીએ.
તે દરવાજો ખોલતા કહે છે.
મમ્મી : તું જા.
મારે રાધિકા સાથે વાત કરવી છે.
રાધિકા ને નવાઈ લાગે છે.
" ક્યાંક મમ્મીજી મને ડાઇવોર્સ થતા રોકવા માટે તો નહી કહી દે ને!! "
તે મનમાં વિચાર ફરકી જાય છે.
નિશાંત નીચે જતો રહે છે.
મમ્મી રાધિકા પાસે આવે છે.
બંને બેડ પર બેસે છે.
મમ્મી : ગભરા નહી.
હું તો તને એમ કહેવા આવી છું કે તું આ પરિવાર ની એક સભ્ય છે.
તારે જ્યાં સુધી રહેવું હોય, જેમ રહેવું હોય તું અહીં રહી શકે છે.
અને મને કે પપ્પાજી ને તારા થી કોઈ ફરિયાદ નથી.
કહેતા મમ્મી મુસ્કાય છે.
રાધિકા ભાવુક થઈ તેમને ભેટી પડે છે.
મમ્મી તેના માથે હાથ ફેરવે છે.

* * * *

૪ કલાક પછી

પૂર્વી : પંજાબી સૂટ માં સરસ લાગી રહ્યા છો.
જોયા તમને ટીવી પર.
રાધિકા : થેન્કયૂ.
પૂર્વી : એય....આપણે પહેલી વાર નોર્મલ કોલ પર વાત કરી રહ્યા છે.
રાધિકા : યસ.
પૂર્વી : તારા જેવી હિંમત મારામાં નહી મળે.
મારા થી તો બોલાય જ નહી આમ બધાની સામે.
રાધિકા : નિશાંત એ મારો હાથ પકડી મને હિંમત ના આપી હતે ને તો હું પણ ના બોલી શકતે.
આ બધુ મમ્મી પપ્પા અને નિશાંત ની હિંમત થી જ થયુ છે.
પૂર્વી : સાથે તારી પણ એટલી જ હિંમત.
રાધિકા : પ્રેસ મીટિંગ શરૂ થતા પહેલા તો હું રડી પડી હતી.
ખબર નહી, મારા મમ્મી પપ્પાને કેવું લાગ્યુ હશે??
પૂર્વી : સોશિયલ મીડિયા પર તમે ધૂમ મચાવી રહ્યા છો.
તે ખુશ થતા કહે છે.
રાધિકા : તું કેમ છે??
પૂર્વી : ઠીક છું.
રાધિકા : બરાબર ધ્યાન રાખો છો ને??
પૂર્વી : હા.
રાધિકા : કઈ મદદ જોઈએ તો કહેજે.
પૂર્વી : પાક્કું.
મારી કોફી ને બહુ મીસ કરું છું.
શું કરું??
રાધિકા : તમે ચા પી શકો છો.
એ પણ એલચી વાળી.
પૂર્વી : હવે એજ પીવી પડશે.
ત્યા નિશાંત દરવાજો ખોલી રૂમમાં આવે છે.
રાધિકા તેની સામે જુએ છે.
નિશાંત : જલ્દી નીચે ચાલ.
તે રાધિકા નો હાથ પકડતા કહે છે.
રાધિકા : શું થયુ??
નિશાંત કોઈ જવાબ આપતો નથી.
બસ, રાધિકા નો હાથ પકડી દાદર ઉતારવા લાગે છે.
પૂર્વી : રાધિકા....શું થયુ??
ત્યારે જ દાદર ઉતરતા રાધિકા ની નજર લિવિંગ રૂમના સોફા પર બેઠેલા પોતાના મમ્મી પપ્પા પર જાય છે અને તેના કદમ ત્યા જ થંભી જાય છે.
નિશાંત તરત તેની તરફ જુએ છે.
નિશાંત : તેઓ તને લેવા આવ્યા છે.
રાધિકા નિશાંત સામે જુએ છે.
પૂર્વી : હેલ્લો રાધિકા....
રાધિકા : હું તને પછી ફોન કરું પૂર્વી.
પૂર્વી : પણ....
રાધિકા ફોન મૂકી દે છે.
નિશાંત : ચાલ....
બંને નીચે આવે છે.
રાધિકા ને જોઈ તેના મમ્મી તેની પાસે આવી તેનું માથું ચૂમી લે છે.
રાધિકા ની આંખમાં આંસુ આવવા લાગે છે પણ તે તેને રોકી લે છે.
નિશાંત રાધિકા નો હાથ છોડી ધીમે થી તેને બેસવા કહે છે.
પણ આંસુઓ રોકવામાં અસફળ રાધિકા દોડી ને ઉપર રૂમમાં જતી રહે છે.
બધા તેને જોતા રહી જાય છે.
નિશાંત : હું લઈ આવું તેને.
તે ફટાફટ રાધિકા પાસે ઉપર આવે છે.
રાધિકા બેડ પર બેઠી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હોય છે.
નિશાંત ના તેની પાસે બેસતા જ રાધિકા તેને વળગી પડે છે.
નિશાંત : એય....
શું થઈ ગયુ??
આમ અચાનક....
રાધિકા ને એટલું બધુ રડવું આવી રહ્યુ હોય છે કે તેનાથી સરખી રીતે કઈ બોલી પણ નથી શકાતુ.
નિશાંત તેને શાંત થઈ જવા દે છે.
થોડી સ્વસ્થ થતા રાધિકા નિશાંત થી છૂટી પડે છે.
નિશાંત નીચે ફોન કરી સર્વન્ટ પાસે પાણી અને ચોકલેટ મંગાવે છે.
રાધિકા મમ્મી પપ્પાને આમ આવેલા જોઈ પોતાને રોકી ના શકી અને બધુ યાદ પણ આવી ગયુ.
જે જે થયુ હતુ, એ પપ્પાનો ગુસ્સો....
લગ્ન થયા ત્યા સુધી એ મારી સાથે વાત નહતા કરતા.
નિશાંત : શું??
રાધિકા : હા.
સમાજમાં ઈજ્જત બચાવવા મારા લગ્ન કરવા હતા અને હવે....
એ જ દીકરી ને લેવા આવી ગયા!!
સર્વન્ટ પાણી અને ચોકલેટ આપવા આવે છે.
નિશાંત : આ તો સારી વાત છે.
ખુશી ની વાત છે.
તે રાધિકા ને પાણી આપતા કહે છે.
રાધિકા : કેવી સારી વાત??
મહિનાઓ સુધી તેઓ મારી સાથે વાત નથી કરતા અને અહીંયા મારી જીંદગીમાં સમસ્યાઓ વધારી જેની ફરાર થઈ ગઈ છે.
મને લાગે છે બધા માટે હું એક રીમોટ છું જાણે.
જેને જ્યારે મન થયુ, મારું કામ પડ્યુ એક બટન દબાવી મને બોલાવી લીધી.
અને કામ પત્યું પછી ભૂલી ગયા.
જેની પણ ભૂલી ગઈ.
મે આટલો પ્રેમ કર્યો તે પણ એને ઓછો પડ્યો??
અરે....મને પણ બધુ ફીલ થાય છે.
ગુસ્સો આવે છે.
દર્શાવતી નથી એટલે કઈ તમને જે ફાવે તે કર્યા કરવાનું??
મમ્મી પપ્પાને તો ખબર પણ નહી હશે કેટલી રાત મને ઉંઘ નથી આવી અને જોર જોરથી ઘાંટા પડવાનું મન થયુ છે.
નિશાંત : બીજું પાણી આપુ??
રાધિકા ખાલી ગ્લાસ નિશાંત આગળ ધરી દે છે.
નિશાંત તે ફરી ભરી આપે છે.
રાધિકા : કેમ આવ્યા તે લોકો અહીંયા??
તમે બોલાવ્યા??
નિશાંત : તેઓ સામેથી આવ્યા છે.
તારે નથી જવું??
રાધિકા : મન તો જરાય નથી થતુ જવાનું.
અમારા પાડોશીઓ ને પણ છે ને ચેન નથી મળતું.
હવે બધા તમારા વિશે પણ બોલશે.
નિશાંત : તેનાથી મને કોઈ ફેર નથી પડતો.
રાધિકા : મને પડે છે.
તમે મારા માટે આટલું બધુ કરી રહ્યા છો અને છતાંય તમારે સાંભળવાનું??
નિશાંત : દુનિયા આવી જ છે.
બોલવા વાળા બોલશે જ અને આપણી સાથે ઉભા રહેવા વાળા હજારો - લાખો લોકો આપણને સપોર્ટ પણ કરશે.
સોશિયલ મીડિયા પર પણ આપણો વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો આપણા સપોર્ટ માં આપણી સાથે છે.
ખાસ કરીને તારી સાથે છે.
હું ક્યારનો બધાના મેસેજ અને કમેન્ટ્સ જ વાંચી રહ્યો હતો.
નિશાંત મુસ્કાય છે અને ડેરી મિલ્ક ખોલી રાધિકા ને આપે છે.
રાધિકા : આ....
નિશાંત : નવી શરૂઆત કરી છે ને....
તો કુછ મીઠા હો જાયે.
રાધિકા ડેરી મિલ્ક ખાવા લાગે છે.
નિશાંત : તારે નથી જવું ઘરે હમણાં??
રાધિકા સાચું કહું તો, ના મારે નથી જવું પણ....
નિશાંત : બસ, હવે હું સંભાળી લઈશ.
રાધિકા : પણ તમે શું કરશો??
નિશાંત : જસ્ટ વેટ એન્ડ વોચ.

* * * *


~ By Writer Shuchi




.