Talash - 37 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 37

તલાશ - 37

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

કારમી ઠંડી પડી રહી હતી. વાતાવરણ માંડ 4-5 ડિગ્રી હતું. મિલિટરી હોસ્પિટલ ની બાજુમાં જ એક સર્કલ હતું એક રસ્તો હોસ્પિટલના મુખ્ય દરવાજા તરફ બીજો ટાઉન હોલ તરફ 3જો ગોલ્ડસ્ટર લેક તરફ તો 4થો મિલિટરી કેમ્પ થઈને રણ તરફ જવાનો રસ્તો હતો. કેન્ટોનમેન્ટ પણ ત્યાં જ આવેલું હતું. અને એ રસ્તો અડધે પહોંચ્યા પછી સામાન્ય પબ્લિક અને સિવિલિયન માટે પ્રતિબંધિત હતો. ગુલચંદની અને નાઝની કાર મિલિટરી હોસ્પિટલ ની બાજુમાંથી પસાર થી ત્યારે બરાબર એની પાછળ જ એક બાઈક સ્વર આવી રહ્યો હતો. સર્કલ પર પહોંચ્યા પછી એકાદ ક્ષણ એ અટક્યો જાણે વિચાર કરતો હોય કે કઈ તરફ જવું. પછી એને દિશા બદલી અને ગુલાબચંદ અને નાઝની કાર કે જે હોસ્પિટલના મુખ્ય રસ્તા પર આગળ વધી હતી જ્યાં હોસ્પિટલની પાછળ જેસલમેરના ભવ્યાતિભવ્ય રહેણાંક હતા એ રસ્તો છોડીને ગોલ્ડસ્ટર લેક તરફ વળી ગયો. એની પાછળ બુલેટ પર આવતા જીતુભા ને આ અજુગતું લાગ્યું એક ક્ષણ વિચાર આવ્યો કે એનો પીછો કરું. પણ પછી એ વિચાર માંડી વાળ્યો. મનમાં ઓલા પ્રિન્સિપાલ વિશે વિચારતા વિચારતા એણે  હોસ્પિટલના મુખ્ય દરવાજા વાળા રસ્તાની સામે સાઈડ મિલિટરી કેમ્પ વાળા રસ્તા પર કે જ્યાં સ્નેહા ડિફેન્સ નું ગેસ્ટ હાઉસ હતું. પોતાની બાઈક ભગાવી. ગેસ્ટ હાઉસ પહોંચી અને મેનેજર ને ફોન કરીને અડધી રાત્રે પોતાને પોલીસ જીપ અને પોલીસ યુનિફોર્મમાં સિક્યુરિટી ગાર્ડ જોઈશે એવી સૂચના આપી રાત્રે 3 વાગ્યાનો એલાર્મ લગાવી પોતાની પથારીમાં પડ્યો. 

xxx

સિન્થિયા આ શું કરે છે?" માર્શા એ પૂછ્યું. સિન્થિયા પલાંઠી વાળી આખો બંધ કરીને પ્રાણાયામ કરી રહી હતી. આ યોગા છે આનાથી માઈન્ડ પાવર ડબ્બલ થાય અને આંતરિક શક્તિ નો ઉદભવ થાય છે. હું તને પછી શીખવીશ. બોલ શું કામ હતું.?"

"માઇકલનો ફોન હતો. એણે કહ્યું છે કે તમે 'ઓપરેશન ડેઝર્ટ' માટે નીકળો ત્યારે મને ફોન કરજો એટલે હું ચોપર મોકલાવીશ."

"માઈકલ મૂર્ખ થઇ ગયો છે.કે શું? એને કહ્યું હતું 10 વાગ્યે ચોપર મોકલી આપજે."

"એ તારો વર છે. જરાક તો રિસ્પેક્ટ કર એનો. કે પછી મસ્તી કરતા કરતા ચાર્લી ગમી ગયો છે?

"એમાં 2 વાત છે માર્શા. ચાર્લી ને આવ્યે 6 મહિના થયા છે. એના પહેલા વીકટર હતો..અને કોઈ પણ ઓપરેશનમાં આપણે જીવતા રહેશું કે નહીં નક્કી નથી હોતું તો મન થાય એમ જીવી લેવાનું. અને અમારા પતિ-પત્ની વચ્ચે કોઈ ખાનગી વાત નથી હોતી. બન્નેને બધી ખબર હોય છે..સમજાયું.?

"ઓકે.મેમ સમજી ગઈ"

"હવે માઈકલ ની મૂર્ખાઈ ની વાત સવારે 7 વાગ્યાથી અહીં આવતી વખતે રસ્તામાં લગભગ 4 કલાક એની સાથે 'ઓપરેશન ડેઝર્ટ ની મિનિટ મિનિટ ની મુવમેન્ટ નક્કી કરેલી છે. પછી એના જેવો મને ટ્રેનિંગ આપનાર આવો પ્રશ્ન એ પૂછે તો મહામૂર્ખ જ ગણાય. આપણું ઓપરેશન સાડા આઠ વાગ્યે શરૂ થશે અને 8-35 કે 8-37 પૂરું થશે. પછી બધા સબૂત મિટાવવા અને એમની બેક અપ ટીમ  જો હોય તો એમને જવાબ દેવા માટે  કલાક વોચ કરશું. પછી તું અને જ્યોર્જ અહીંથી ઉત્તર તરફ આપણે લાવેલ વેનમાં નીકળી જજો ચાર્લી કોપરમાં અને હું અહીંથી રોડ પર ચાલતી કોઈ પાસે લિફ્ટ લઈને લંડન.મારી પાસે બેકપેક રહેશે. ચાર્લી પાસે સોલ્ડર બેગ બાકી નો સમાન તમારા પાસે વેનમાં."

"ઓ કે મારી માં. તું માઈકલ હારે વાત કરી લે એટલે પત્યું."

xxx

 મોડી રાતે જીતુભાની બા યાત્રાએથી પરત ફર્યા હતા. સોનલને ઉદાસ જોઈને એમણે સમ દઈને શું થયું એમ પૂછ્યું હતું. પૃથ્વીની યાદ આવતા સોનલ ફરીથી રોઈ પડી હતી. એની ફોઈ એ એને વચન આપ્યું કે 'કાલે જીતુનો ફોન આવે ત્યારે એને કહીશ કે બધા કામ પડતા મૂકી પહેલા ફ્લોદી જઈને તપાસ કર' એક બીજા સાથે વાતો કરતા - સાંત્વના આપતા એ બન્ને સુતા ત્યારે રાત્રે એક વાગ્યો હતો. 

xxx

પોતાના બેડરૂમમાં પહોંચી ફ્રેશ થઈને ગુલાબચંદે પોતાના બેડ પર લંબાવ્યું. ઘણા દિવસો પછી.આજે એની ચિંતા જરાક હળવી થઇ હતી. પણ મનમાં અનેક પ્રશ્નો હતા. જીતુભા કઈ રીતે મેનેજ કરશે.એ તો  અહીં બેઠો છે. અનોપચંદ આટલો મોટો માણસ મને મદદ કરવા પાછળ એ શા માટે એટલું જોખમ લે. આવા વિચારોમાં એ પથારીમાં પડ્યો હતો. ગિરિજા ફ્રેશ થઈને નીચેના માળ નીના ને ફાળવેલ બેડરૂમમાં ગઈ હતી. એ લગભગ 11 વાગ્યે પછી આવી. "શું વાતો કરતી હતી એ હલકટ સાથે?” કૈક ચીડ થી ગુલાબચંદે પૂછ્યું.

"કન્ફર્મ કરવા ગઈ હતી કે જાગતી તો નથીને. હમણાં જ સુઈ ગઈ એની ખાત્રી કરીને પછી આવી આમ તો એ 20 મિનિટ પહેલા જ સુઈ ગઈ છે. પણ રસોડામાં સાફ સફાઈ કરી ચેક કર્યું એ જાગતી તો નથીને. એ સુઈ ગઈ છે. મારે તમને એક વાત કરવી છે આ છોકરી ક્યાંની છે એતો આપણે નથી જાણતા પણ એનું કોઈ દુશમન ઉભું થયું છે."

"શું વાત કરે છે તને કેમ ખબર પડી?"

"આજે લક્ષ્મી (ગુલાબચંદ ની દીકરી) નો ફોન હતો એને ત્યાં એક ઓફિસર અને લેડી ઇન્સ્પેક્ટર ગયા હતા ચેક કરવા કે તું બરાબર તો છો ને કોઈ તમને કોઈ હેરાન નથી કરતું ને તારા સાસરામાં તો તારી સાથે બધાની વર્તણુક બરાબર છેને? તારા કાકાની દીકરી તરફથી કોઈ પ્રોબ્લેમ નથી ને?" હું આ વાત કરતી હતી ત્યાં એ બલા ટપકી પડી. પછી મંદ એને થોડા દાગીના ઘરેણાં આપી ને વાત ફેરવી."

"ઓ હો એટલે ઓ 'મોરની' વાળો ડાન્સ ઘૂસ્યો કે જેથી એ 10-12 લાખના દાગીના એ બહાને એણે લઇ લીધા."

"હવે મુવા પૈસા.નવીન સલામત હોય તો ફરી કમાઈ લેશું."

"હા જો મારે તને નવીનની વાત કરવી છે" ગુલાબ ચંદે એમ કહીને જીતુભા સાથે થયેલ વાત કહી. અને ઉમેર્યું. "એ જીતુભા કહેતો હતો એમ બધું સમુસુતરું ઉતરશે તો સવાર પહેલા નવીન એમની કેદમાંથી આઝાદ થઈ જશે પછી જો હું એ બલા નો ચોટલો ઝાલીને પોલીસમાં સોંપીશ.  

xxx

આઠ વાગ્યે ગામ આખું ઝપી ગયું હતું. ક્વચિત કોઈ બાઈક કે કાર લઈને ઘરઘરાટ કરતું રોડ પરથી પસાર થાય એના સિવાય સાવ  શાંતિ હતી. આમેય ગામના નામે લગભગ સોએક છુટા છવાયા બંગલો હતા. 8-10 કિલોમીટર દૂર આવેલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા આવેલા અમીર લોકોના સંતાનો એમાંથી 20 જેટલા બંગલામાં રહેતા. બાકી સ્થાનિકો અને થોડા ખેડૂતો.ગામમાં 1 ચર્ચ 5-7 પબ અને પાંચેક રેસ્ટોરાં હતી. જાન્યુઆરી ની ઠંડી ઘેરી વળી હતી એટલે અનિવાર્ય કામ સિવાય કે રેસ્ટોરાં પબ ની મોજ માણવા સિવાય બધા ઘરોમાં ભરાઈ ને બેઠા હતા. ગામથી 2 કિલોમીટર દૂર નદી કિનારે સવારથી રોકાયેલ મોટરવેન પર ન કોઈનું ધ્યાન પડ્યું હતું ના કોઈને કઈ અજુગતું લાગ્યું હતું. બધી ખત્રી કરીને ચારેય વૅનમાંથી બહાર નીકળી ગામ બાજુ ચાલવા માંડ્યા. એક ચોક્કસ ઘર પાસે આવીને એ લોકો અટક્યા. સિન્થીયા એ કહ્યું. "જ્યોર્જ અને ચાર્લી અહીં રોકાશે. હું અને માર્શા ઓલી રેસ્ટોરાં પાસે જઈએ છે અને ડિલિવરી ગર્લને આંતરીને એના પાસેથી ફૂડ પેકેટ લઈને આવીશું. અમે અંદર ઘુસી એ કે તરત જ તમે બન્ને પણ અંદર ઘૂસી આવજો. ગેટ પર ઉભેલો માણસ ચીસ નહીં પાડે એ મારી ખાતરી.પહેલે માળે 3 અને બીજા માળે નવીન પાસે 3 એમ 6 જાણ હશે. જ્યોર્જ અને હું બીજા માળે જશું માર્શા અને ચાર્લી તમારે 2 મિનિટમાં 1લા માળનો ખેલ ખતમ કરવાનો છે. આપણા શેડ્યુલમાં 7 મિનિટ છે પણ મારે 3 મિનિટમાં આ ઓપરેશન પૂરું કરવું છે. ગુડબાય એન્ડ બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ અસ  કહીને એ અને માર્શા  લેફ્ટ ની ગલી માં વળી ગયા. ચાર્લી અને જ્યોર્જ ત્યાં જ ઉભા રહીને સિગરેટ સળગાવી વાતો કરવા લાગ્યા સાવ નીરવ શાંતિ હતી. અચાનક એક વૃક્ષ જોઈને ચાર્લી એના ઉપર ચડ્યો એમના ટાર્ગેટ ઘરની બરાબર સામે જ એ હતું. ઉપર ચડીને એ નિરીક્ષણ કરતો હતો. થોડી વાર માં એ નીચે આવ્યો અને જ્યોર્જને કહ્યું. એ બધા બેવડો પી રહ્યા છે અને સૌ નચિંત છે. 3 મિનિટમાં કામ પતી જશે. લગભગ 40  મિનિટ પછી  સિન્થિયા અને માર્શા આવ્યા એમના ટાઈમ થી એ લોકો 10 મિનિટ મોડા હતા. 'શું થયું" ફૂસ્ફૂસાતા અવાજે ચાર્લી પૂછ્યું.

"ઓલી ડિલિવરી ગર્લ થોડી હોશિયાર નીકળી એને બેહોશ કરવામાં વાર લાગી."

"આમ સામાન્ય લોકોમાં આટલી વાર લગાડીશ તો આ ટ્રેન્ડ લોકો સામે શું થશે? ચાલીને સિન્થિયા એના પર હુકમ ચલાવતી એ ખુંચતું એને મોકો મળી ગયો હતો. 

"બીજા  ઓપરેશનમાં હું તને સાથે નહીં રાખું બસ. અને હજી સમય છે તારે જવું હોય તો હું એકલી સાતેયને પહોંચી વળીશ." ગર્વભેર સિન્થિયાએ કહ્યું.

"સોરી મારો એ મતલબ ન હતો." હું તારી સાથે જ છું."

 "સાથે નહીં મારી પાછળ રહે. અને ગેટમાં ઘુસીયે એટલે તું અને માર્શા પહેલે માળે. યાદ રાખજે 3 મિનિટ. સાઇલેન્સર ચેક કરી લે. એકેય જીવતો ન રહેવો જોઈએ. મિનિમમ 3 ગોળી દરેકને સમજાયું. લેટ્સ મુવ" કહીને સિન્થિયા આગળ વધી માર્શા ભાગીને એની સાથે થઈ. એમણે જઈને દરવાજો ઠોક્યો લલોખન્ડના દરવાજો પીટવાનો અવાજ તો વધુ હતો પણ આજુબાજુમાં 300 ફૂટ સુધી કોઈ બીજું ઘર ન હતું. એકાદ મિનિટ પછી અંદરથી અવાજ આવ્યો. "કોણ"

“સાહેબ તમારું જમવાનું."

"ઉભી રે ખોલું છું." કહીને એક દુબળા પણ મજબૂત યુવકે અંદરથી ગેટ ખોલ્યો. રોજ ડિલિવરી આપવા આવતી છોકરીને નેબદલે 2 અજાણી  છોકરી જોઈને એ સહેજ ચોંક્યો."ઓલી માર્ગરીટા ક્યાં છે" એણે પૂછ્યું.

"એનો બોયફ્રેન્ડ એને બોટિંગ કરાવવા લઇ ગયો. એટલે અમને મોકલી મને એકલીને ડર લાગતો હતો એટલે આને સાથે લીધી" માર્શ તરફ આંગળી દેખાડી સિન્થીયાએ કહ્યું. "એને એશિયન છોકરાઓ ગમે છે. જો રસ હોય તો ફક્ત 100 પાઉન્ડ આખી રાત. કહ્યું ત્યાં સુધીમાં એ બંને અંદર ઘુસી ગઈ હતું. માર્શાએ બાહો ફેલાવી ને કહ્યું. પ્લીઝ કિસ મી. તમારા માટે માત્ર 70 પાઉન્ડ બસ કહીને ગાર્ડને એક તસતસતું ચુંબન છોડી દીધું. ગાર્ડનું વિઝન બ્લોક થયું કે તરત જ ચાર્લી અને જયોર્જ અંદર ઘુસી ગયા અને ગાર્ડના પડખામાં સિન્થિયા એ મારેલ ગોળી થી ચીખી ઉઠેલા ગાર્ડની ચીસ માર્શાના મોઢામાં ઓગળી  ગઈ. ચાર્લી અને જ્યોર્જ પણ એક ગોળી છાતીમાં અને ગળામાં મારી દીધી. પછી હળવેકથી દરવાજો બંધ કરીને ગાર્ડને એની ખુરસી પર બેસાડી દીધો અને ગણતરીની સેકન્ડમાં ચારેય પોતપોતાના નક્કી કરેલ ટાર્ગેટ બાજુ ભાગ્યા. બીજા મળે 3ણે જણા દારૂની મહેફિલ જમાવી હતી. નવીન બાથરૂમમાં હતો એનો ફાયદો જ્યોર્જ અને સિન્થિયા ને મળ્યો. ઉપરના રૂમમાં ઘુસતા જ એમણે બધાને સરેન્ડર થવા કહ્યું જવાબમાં 3ણે  પોતપોતાની ગન ઉઠાવી. "જ્યોર્જ, આમાં આપણો માણસ નથી ફૂંકી માર બધાને. કહેતા સિન્થીયાએ ધડબડાટી બોલાવી અને માત્ર 2 મિનિટમાં એ 3ણે લાશમાં તબદીલ થઇ ગયા. એ લોકો એ છોડેલી ગોળીમાંથી એક સિન્થિયા ને ડાબા હાથ પર ઘસરકો કરીને તો બીજી જ્યોર્જ ને સાથળમાં છરકો કરીને ગઈ હતી. "ચેક કર જ્યોર્જ નવીન અહીં જ ક્યાંક છે. બાથરૂમ જો." કહીને લશ્કરી ઢબે એને 3ણે ના ફોન અને ખિસ્સાની સામગ્રી એક થેલીમાં ભરવા મંડી એટલામાં ચાર્લી અને માર્શા ઉપર આવ્યા ચાર્લીનો જમણો હાથ ઘવાયો હતો  માર્શાને કઈ ન થયું હતું. જ્યોર્જ બાથરૂમમાંથી નવીનને ઉંચકીને લઇ આવ્યો એ બેહોશ થઈ ગયો હતો.પાંચેક મિનિટ બધે ફરી અને નિશ્ચિત થઈને બધા ત્યાં પડેલા સોફા પર ગોઠવાયા. અને સિગરેટ કાઢી પછી સિન્થિયા નવીનને જગાડવા લાગી તો ચાર્લી એ માઈકલને ફોન કરીને કહ્યું"ઓપરેશન ડેઝર્ટ" સફળ થયું છે. 

 

દેશને અંદરના અને બહારના દુશ્મનોથી બચાવવા ઝઝૂમતા નરબંકાઓની તલાશ.કરતા એક ઉદ્યોગ પતિની કથા. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનારા નરબંકાઓની  

 

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર 

 

 

 

 

 

 

 

 

 

 

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Manish Upadhyay

Manish Upadhyay 2 years ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

Interesting 👌👌

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati